________________
- ર૫ દાદા મારી યાત્રામાં પ્રાણ પૂરજો.” અધિષ્ઠાયક દેવ કવાયક્ષ અને અધિષ્ઠાયિકા મા ચકેશ્વરીને કહ્યું કે અમને શક્તિ આપજો અને યાત્રામાં સહાયક થજો. “આ કાર્ય અમે નથી કરી રહ્યાં પણ દાદા કરાવી રહ્યા છે તેવો પળે પળે અહેસાસ અનુભવતાં અનુભવતાં ડગ ઉપડવા લાગ્યા.
| ગિરિરાજ પર એક જગ્યાએ પર્વતની દીવાલમાં “શ્રી નમસ્કાર મહામંત્રની સ્થાપના કરી છે તેના દર્શન કરી આગળ વધ્યાં.
આજે તો માનવ મહેરામણથી ગિરિરાજ ઊભરાઈ રહ્યો હતો, અને હૃદય ભાવનાની ભરતીથી ઉભરાઈ રહ્યું હતું. આજે ચોમાસું પૂર્ણ કરનારા, નવ્વાણું શરુ કરનારા, પૂનમ ભરનારા અને બીજાં યાત્રિકોથી ગિરિરાજ શોભી રહ્યો હતો. દરેક પગથીએ પગથીયે જન મેદની ઘણી હતી. સાથે ડોળીવાળાઓ પણ હતા. આજે ગિરિરાજનું વાતાવરણ અદ્ભુત લાગતું હતું. ઉપર દૃષ્ટિ કરી તો દરેકે દરેક પગથીયે માનવ મહેરામણ ઉમટેલો દેખાતો હતો.
પ્રકૃતિ પણ સાથ આપતી હતી. ઠંડો ઠંડો મંદ મંદ પવન ઉપરની તાજી હવાને સ્પર્શ કરી અમને ભેટવા આવી રહ્યો હતો. કંઈક જુદો જ અનુભવ થતો હતો. હીંગળાજનો દડો નજીક આવી રહ્યો હતો. મા અંબિકામાતા-હીંગળાજ માતા સ્વરૂપે ઓળખાય છે. હીંગળાજ માતાના દર્શન કરી આશીર્વાદ લઈ આગળ વધ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org