________________
૨૨
યાત્રાના પ્રારંભ પહેલા અન્યતીર્થ દર્શન અને
પૂજ્ય આચાર્ય ભગવંતોના આશીર્વાદ :
જૈન સેન્ટર ઓફ ન્યુજર્સી (યુ.એસ.એ.)ના કોલ્ડવેલ ગામના દેરાસરે પાર્શ્વનાથ પ્રભુના આશીર્વાદ લઇ તથા અમારા ઘર દેરાસર બીરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુના આશીર્વાદ લઈ, સંઘના ભાઈબહેનોની શુભેચ્છાઓ લઈ અમે ૩૧ ઓક્ટોબર ૨૦૦૬ના દિવસે ભારત જવા નીકળ્યા.
મુંબઈમાં વાલકેશ્વર, શ્રીપાળનગર અને ગોડીજીના દેરાસરે દર્શન-પૂજન કરી આશીર્વાદ લીધાં. વાલકેશ્વરમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે નવાણું યાત્રા નિમિત્તે વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા.
અમદાવાદમાં પણ નરોડા, કોબા, ધરણીધર વિ. તીર્થોમાં દર્શન કરી આશીર્વાદ લીધા. પૂ. આચાર્ય શ્રી કીતયશસૂરિજી મહારાજ સાહેબ પાસે વાસક્ષેપ નંખાવી આશીર્વાદ લીધા. પછી પાલીતાણા જવા રવાના થયા. રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરી અમે પાલીતાણા આવી પહોંચ્યા.
પાલીતાણામાં જ્યાંથી સિદ્ધાચલની યાત્રાનો પ્રારંભ થાય છે એ જય તળેટી, આગમ મંદિર, બાબુનું દેરાસર, સરસ્વતી માતાના મંદિરે, કેશરીયાજીના દેરાસરે તથા પાલીતાણા ગામમાં આવેલ ગોડીજી પાર્શ્વનાથના દર્શન કરી આશીર્વાદ લીધા.
પ. પૂ. આચાર્ય શ્રી અરિહંતસિદ્ધસૂરિજી મહારાજને વંદન કરી નવાણુંની યાત્રા નિમિત્તે વાસક્ષેપ નંખાવ્યો. મહારાજ સાહેબે અમને નવ્વાણું યાત્રાના નિમિત્તે વિધિ ઉપરાંત દરરોજ એક બાંધી નવકારવાળી ગણવી તેમ કહ્યું. અમારી યાત્રા નિર્વિને પાર પડે તે માટે શાસનદેવ-દેવી પાસે શક્તિ માંગી અને પછી યાત્રાનો પ્રારંભ કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org