________________
૧૮
કરીને અમદાવાદ અને પાલીતાણામાં મચ્છરો દ્વારા ચીકન ગુનિયાનો ઉપદ્રવ શરૂ થયો અને જોતજોતામાં ફેલાવા માંડ્યો. મનમાં ઘણા સંકલ્પ વિકલ્પ થયા. વાતની એટલા માટે નોંધ લઉં છું કે પ્રવિણાની આદિનાથ દાદા પ્રત્યેની દઢ શ્રદ્ધાની સામે અમે ઝૂકી ગયા. છાપામાં વિગતો વાંચી અને દલીલ કરતા કે આ વર્ષે મુલત્વી રાખીએ. પ્રવિણાના શબ્દોમાં કહું તો,
દાદાને હું આ હકીકત જણાવું છું, ત્યારે દાદા મને કહે છે કે તું આવી જા. કોઈને કંઈ જ થશે નહીં.
પ્રવિણાની અડગ શ્રદ્ધા અને ૯૯ કરવાના દઢ સંકલ્પની જીત થઈ અને અમારું સતત બીજું ૯૯ નિવિને પૂર્ણ થયું.
શત્રુંજય તીર્થયાત્રાના પ્રથમ ૯૯ના અનુભવોની પ્રવિણાએ કરેલી દૈનિક નોંધના આધારે મેં તેને પુસ્તક લખવાની પ્રેરણા કરી. પૂજ્ય ધીરૂભાઈ પંડિતજીએ આ યોજનાને આકાર આપવા સહકાર આપ્યો. તેઓશ્રીએ કરેલ અમૂલ્ય સૂચનો માટે અમો તેઓશ્રીના આભારી છીએ. અમારા પરમ મિત્ર અને સદાય હિતચિંતક પદ્મશ્રી ડૉ. કુમારપાળભાઈ દેસાઈએ બહુ જ ઓછા સમયમાં “તીર્થ બોલે અને હૃદય અનુભવે લખી આપી ને અમારા ઉત્સાહમાં વધારો કરેલ છે. તે જ રીતે સુનંદાબેન છોરાએ પણ પોતાની આગવી શૈલીમાં અંતરની ઉર્મિઓ શબ્દદેહ દ્વારા સરસ રીતે કંડારી આપેલ છે. જે વાંચતા અમારો મનમોરલો નાચી ઉઠે છે. આમ ડૉ. શ્રી કુમારપાળભાઈ અને પૂ. શ્રી સુનંદાબેનના અમો આભારી છીએ.
અંતમાં સૌ કોઈ આ નાનકડી પુસ્તિકા દ્વારા પોતાના આત્માને પરમપદના ભોક્તા બનાવી પરમોચ્ચપદ પ્રાપ્ત કરે તેવી અંતરની અભિલાષા સહ જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.
-ચંદ્રકાન્ત મહેતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org