________________
૧૯
શત્રુંજય - શાશ્વતું તીર્થ :
તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોની કૃપાથી તથા સદગુરુ અને વડીલોના આશીર્વાદથી, વિદ્યાગુરુની પ્રેરણાથી અને ન્યુજર્સી જૈન સંઘના ભાઇ-બહેનોની શુભેચ્છાથી અમારી સિદ્ધાચલની નવ્વાણુ (૯૯) યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થઇ તે બદલ હું સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
શ્રી સિદ્ધાચલ નયણે જોતાં હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે એ તીરથનું શરણું હોજો, ભવોભવ બંધન દૂર કરે...
શત્રુંજય તીર્થ સૌરાષ્ટ્રમાં શેત્રુંજી નદીના કિનારે પાલીતાણામાં આવેલ છે. જગતને સૌ પ્રથમ ધર્મકલાનો સંદેશ આપનાર શત્રુંજય તીર્થ એ શાશ્વત અને સૌ તીર્થોમાં મહાન છે. શત્રુંજય તીર્થ પ્રાયઃ શાશ્વત કહેવાય છે. પ્રાયઃ એટલા માટે કે ગિરિરાજની લંબાઇ પહોળાઇમાં વધઘટ થાય છે, અને શાશ્વત એટલા માટે કે તે અનંતા અનંત કાળથી છે અને અનંતા અનંત કાળ સુધી રહેવાનો છે.
આ તીર્થને મહાતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે આ તીર્થ ઉપર અનંતા મુનિવરો સિદ્ધિપદને પામેલા છે અને ભવિષ્યમાં પણ અનંતા મુનિવરો મોક્ષસુખ પ્રાપ્ત કરશે. તેથી શ્રી શત્રુંજય તીર્થને મોક્ષનિવાસ પણ કહેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org