________________
વિદ્વાન પોતાની સરસ્વતી કે લક્ષ્મીનો અલ્પાંશ કે મહદાંશ અહીં ખર્ચવામાં જીવનની ધન્યતા માને છે.
સામાન્ય લોકોકિત છે કે કોઈ પણ જૈન આ તીર્થની યાત્રા કર્યા વગર મરી જાય તો, સિદ્ધાચલની આજુબાજુમાં જ જન્મ ધરે છે, કારણ કે એના શ્વાસોશ્વાસમાં આ તીર્થની યાત્રા કરવાની રટણા હોય છે.
શત્રુંજયની તીર્થભૂમિને આટલું બધું મહત્ત્વ મળવાનું કારણ એ છે કે એની સાથે જૈન ધર્મના પહેલા તીર્થકર આદિનાથની પવિત્ર સ્મૃતિ જોડાયેલી છે. કોઈ ભૂમિ જ બડભાગી હોય છે. આદિશ્વર ભગવાન જમ્યા ઉત્તર હિંદના અયોધ્યા નગરમાં, નિર્વાણ પામ્યા અષ્ટાપદ પર્વત પર અને મહત્ત્વ મળ્યું શત્રુંજયને. અહીં તેઓ પોતા સાધુકાળ દરમ્યાન રહ્યા અને અહીં આવેલા રાયણ વૃક્ષ નીચે લોક કલ્યાણકારી ધર્મદેશના આપી અને આ પર્વતના પથ્થર-કંકર, ધૂળ-વૃક્ષ અને શિખર પવિત્ર બની ગયા. આજના વિશ્વને સર્વપ્રથમ અહિંસાનો સંદેશ મળ્યો અહીંથી. જૈનધર્મનું આ પ્રથમ વૃક્ષમંદિર ગણાય. જગતને સર્વપ્રથમ સર્વકલા, સર્વવિદ્યા બક્ષનાર આદિરાજ, આદિ સાધુ અને આદિ તીર્થકર ભગવાન ઋષભદેવને પગલે અને પવિત્ર બોલથી આ પહાડ, પાણી અને હવા પવિત્ર થઈ ગયા.
એક સમયે એવી લોકમાન્યતા પ્રચલિત હતી કે કાશીમાં મરેલો કાગડો પણ મોક્ષે જાય. જૈન આલમમાં એ વાત વિદિત બની ગઈ કે શત્રુંજય પર જે સમાધિ લે, પુંડરિકસ્વામીની જેમ દેહોત્સર્ગ સાધે, એને સિદ્ધપદ લાધે. શત્રુંજયનું નામ જ સિદ્ધગિરિ કે પુંડરિકગિરિ બની ગયું. જેનોમાં શત્રુંજયના એકસોને આઠ જેટલા નામો સંભળાય છે. એની પાછળ શોધકને આવો કોઈ ઇતિહાસ મળવાની પૂરેપૂરો સંભવ છે ! શત્રુંજય પહાડનો પ્રત્યેક પથ્થર, ધૂળ કે કાંકરો આવા આત્મવિજયી યાત્રાળુઓના સ્પર્શથી સ્વયં તીર્થ બની રહ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org