Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેટલા કાળના પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન -કુ ગૌતમ ! જઘન્ય બે પક્ષેામાં અને ઉત્કૃષ્ટ સાત પક્ષેમાં ઉશ્વાસ નિશ્વાસ લે છે. સનકુમાર દેવેનું આયુષ્ય ઉત્કૃષ્ટ સાત સાગરોપમનું કહ્યું છે. તેથી તેમના ઉચ્છવાસ નિવાસને વિરહ કાળ સાત પક્ષને કહ્યો છે. - શ્રી ગૌતમસ્વામી –હે ભગવન્! મહેન્દ્ર કલ્પના દેવ કેટલા સમય પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ! જઘન્ય સાતિરેક બે પક્ષેામાં અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત પક્ષમાં ઉચ્છવાસ-નિશ્વાસ લે છે. મહેન્દ્ર કલ્પના દેવેનું ઉત્કૃષ્ટ આયુ સાતિરેક સાત પાનું છે, તેથી તેમના ઉચ્છવાસ-નિશ્વાસને વિરહકાળ પણ સાતિરેક સાત પક્ષ કહે છે,
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન ! બ્રહ્મલેક કલપના દેવ કેટલા પક્ષમાં ઉચ્છવાસનિશ્વાસ લે છે?
શ્રી ભગવાન્ –હે ગૌતમ ! જઘન્ય સાત પક્ષોમાં, ઉત્કૃષ્ટ દશ પક્ષોમાં ઉચ્છવાસનિશ્વાસ લે છે. બ્રહ્મલેક કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, તેથી તેમના ઉચ્છવાસ–નિશ્વાસને વિરહ કાલ દશ પક્ષોને કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્! લાન્તક કલ્પના દેવ કેટલા કાળ પછી ઉપવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન -હે ગૌતમ ! જઘન્ય દશ પક્ષેના અને ઉત્કૃષ્ટ ચૌદ પક્ષેના પછી ઉશ્વાસ-નિશ્વાસ લે છે. લાન્તક દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે, તેથી તેમના ઉશ્વાસ-નિશ્વાસના વિરહને કાળી ચૌદ પક્ષ કહે છે. - શ્રી ગૌતમસ્વામી –હે ભગવન ! મહાશુક કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! જઘન્ય ચૌદ પક્ષમાં, ઉત્કૃષ્ટ સત્તર પક્ષેમાં ઉછૂશ્વાસ નિશ્વાસ લે છે. મહાશુક કલ્પના દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે, એ કારણે એમના ઉઅવાસ નિશ્વાસને વિરહ કાલ પણ સત્તર સાગરોપમને કહેલ છે. - શ્રી ગૌતમસ્વામી - હે ભગવન્ ! સહસ્ત્રાર કલ્પના દેવ કેટલા કાળ પછી ઉચ્છવાસ નિશ્વાસ લે છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩