Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્ પ્રાણને, ધાતુથી આફ્ ઉપસ લાગતાં આનન્તિ' રૂપ બને છે ‘પ્ર’ ઉપસ અધિક લાગતા “પ્રાણન્તિ” રૂપ સિદ્ધ થાય છે, ‘ક્રિયત્ કાલસ્ય’ એ ષષ્ઠી વિભક્તિના પ્રયાગ પંચમી અથવા તૃતીયાના અમાં થયા છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છેઃ-ડે ભગવન્ નારક જીવ કેટલા કાળથી અથવા કેટલા કાળમાં શ્વાસ લે છે, અને નિશ્વાસ મૂકે છે અર્થાત્ ઉચ્છ્વાસ લે છે અને નિશ્વાસ મૂકે છે ? અહી ‘આનન્તિ' અને પ્રાણન્તિ, આ બન્ને ક્રિયાપદોના અને ‘ઉચ્છ્વસન્તિ’ તથા ‘નિ:શ્વસન્તિ’ અને ‘પ્રાણન્તિ’ ના અર્થ અન્તરમાં સ્ફુરતિ થનારી ઉચ્છ્વાસ નિશ્વાસ ક્રિયા છે અને ‘ઉચ્છ્વસન્તિ’ તથા ‘નિઃશ્વસન્તિ' પોથી બહાર થનારી ક્રિયા સમજવી જોઈએ.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે:-હે ગૌતમ! નારક જીવ સદા–સર્વદા નિરન્તર સતત ઉચ્છ્વવાસ અને નિશ્વાસ લેતા રહે છે. નારક જીવ અતીવ દુઃખી થાય છે, એ કારણે નિરન્તર તેમના ઉચ્છ્વાસ-નિશ્વાળ ચાલુ રહે છે. એક પણ સમયનુ વચમાં વ્યવધાન નથી થતું આ પ્રકરણમાં ‘આનન્તિ' પદ્મના વારંવાર પ્રયોગ કરીને શિષ્યના વચનના પ્રતિ આદર પ્રદર્શિત કરેલા છે, કેમકે જે શિષ્યેાના વચનાના ગુરૂ દ્વારા આદર કરાય છે, તેમને સ ંતાષની પ્રાપ્તિ થાય છે. તે શિષ્યેાના વચન પણ આય સમજાય છે.
શ્રી ગૌતમસ્વામી:હૈ ભગવત્ અસુરકુમાર કેટલા કાળમાં ઉચ્છ્વાસ લે છે ?
શ્રી ભગવાન્ :–હે ગૌતમ! જઘન્ય સાતસ્તકામાં અને ઉત્કૃષ્ટ કાંઇક વિશેષ એક પખવાડિયામાં ઉચ્છ્વાસ અને નિશ્વાસ લે છે તાપ એ છે કે જલ્દીથી જલ્દી ઉચ્છ્વાસ નિશ્વાસ લે તે સાત સ્તાકના અનન્તર અને લાંખથી લાંખામાં ઉચ્છ્વાસ—નિશ્વાસ લે તે કંઇક સભ્ય અધિક એક પક્ષમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. દેવામાં ઉચ્છ્વાસ-નિશ્વાસના નિયમ આ છે કે જે દેવની આયુ જેટલા સાગરોપમની હાય છે, તેટલા જ પખવાડિયામાં ઉચ્છ્વાસ-નિશ્ર્વાસ લે છે અસુરકુમારેાની ઉત્કૃષ્ટ સ્થિતિ કંઇક વિશેષ એક સાગરોપમની છે, તેથીજ ઉક્ત નિયમના અનુસાર કંઇક અધિક એક પક્ષમાં તે ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે.
શ્રી ગૌતમસ્વામી :–હે ભગવન્ ! નાગકુમાર કેટલા કાળમાં ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે ? શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! જઘન્ય સાત સ્તકામાં અને ઉત્કૃષ્ટ મુહૂત પૃથકત્વમાં અર્થાત્ એ મુહૂર્તીથી લઈને નવમુહૂર્તના અનન્તર ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે. નાગકુમારાની સમાનજ સુવર્ણ કુમાર, અગ્નિકુમાર, વિદ્યુમાર, ઉદધિકુમાર,દ્વીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્તનિતકુમાર પણ જઘન્ય સાત સ્તકામાં અને ઉત્કૃષ્ટ મુહૂત પૃથકત્વમાં ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ કેટલા સમય પછી ઉચ્છ્વાસ નિશ્વાસ લે છે ?
શ્રી ભગવાન્ :-હે ગૌતમ ! વિમાત્રા-વિષમમાત્રાંથી તેઓ ઉચ્છ્વાસ-નિશ્વાસ લે છે અર્થાત્ તેમના ઉચ્છ્વાસ-નિશ્વાસના વિરહના કેાઇ કાળ નિયત નથી. પૃથ્વીકાયિકાની જેમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩