Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
•..[૩]... "आह-श्रूयते हि पूर्वं पूर्वाण्येवोपनिबध्यन्ते पूर्वप्रणयनादेव च पूर्वाणि-इति । तत्र च समस्तमस्ति वाङमयमतः किमिह शेषाङ्गैरङ्गबायैश्चेति ? उच्यते
७जति वि य भूतावादे सव्वस्स वयोगतस्स ओतारो।
णिज्जूहणा तथा वि हु दुम्मेधे पप्प इत्थी य ॥ ५४८ ॥ जति गाहा । यद्यपि दृष्टिवादे समस्तवाङमयावतारः, तथापि दुर्मेधसामयोग्यानां स्त्रीणां चानुપ્રાર્થનશ્રતવિરોષોપજી, શ્રાવાળા જ !”
–-વિશેષાવશ્યકભાષ્ય, પૃ. ૧૧૫. નીચે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરોના શિષ્યોના અધ્યયન વિષે ઉલ્લેખો આપવામાં આવે છે:--
જ્ઞાતાધર્મકથામાં અરિષ્ટનેમિના શિષ્ય થાવસ્થાપત્ર (સૂ૫૪) અને પાંચ પાંડવ બંધુઓ (સૂ૦ ૧૨૮ અને ૧૩૦), તથા થાવસ્ત્રાપુત્રના શિષ્ય શુકપરિવ્રાજક (સૂ૦ ૫૫), મલ્લિ જિનના શિષ્યો (સૂ) ૭૮)–એ સૌ વિષે એમણે સામાયિકાદિ ચતુર્દશ પૂર્વેનું અધ્યયન કર્યું—“સારામારૂયારું વોક્ત પુરવાણું”—એવા ઉલ્લેખો મળે છે.૧૦
ભગવતીસૂત્રમાં તીર્થકર મુનિસુવ્રતના શિષ્ય કાર્તિક શેઠ વિષે ઉલ્લેખ છે કે તેમણે “માસમાદયાછું વોલ પુષ્ય નું અધ્યયન કર્યું (સૂ૦ ૬૧૭).
તીર્થંકર વિમલના પ્રશિષ્ય મહબલ વિષે પણ એવો જ ઉલ્લેખ છે (સૂ૦ ૪૩૨).
અન્તકૃદશામાં પણ તીર્થકર અરિષ્ટનેમિના શિષ્યો વિષે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલ્લેખો છે (સૂ૦ ૪, ૫, ૭). અપવાદ માત્ર તેમના એક શિષ્ય ગીતમનો છે, જેમને વિષે ઉલ્લેખ છે કે તેમણે ‘સતે i સે ગોય..સામારૂથમારું ઈશ્નર હિંન્નતિ” (સૂ૦ ૧).
ઉપરના ઉલ્લેખોને આધારે એટલું તો કહી શકાય છે કે ભગવાન મહાવીર પૂર્વેના તીર્થકરોના કાળમાં “પૂર્વ”નું મહત્વ હતું, “અંગ’નું નહિ. અને તે ઉપરથી એમ કહી શકાય કે આગમોના સંકલનાકારને મતે “અંગ”ની અપેક્ષા “પૂર્વ” એ જૂનું સાહિત્ય હતું. આથી જ તે સાહિત્યનો સંગ્રહ દૃષ્ટિવાદમાં “પૂર્વગત એવા મથાળામાં કરવામાં આવ્યો હોય એમ માનવામાં અસંગતિને અવકાશ નથી.
પૂર્વનું “શ્રુત” તરીકે મહત્ત્વ એથી પણ સિદ્ધ થાય છે કે કર્મસાહિત્યમાં અને અન્યત્ર જ્યાં શ્રતનો વિચાર કરવામાં આવે છે ત્યાં માપદંડ તરીકે “અંગ” નહીં પણ “પૂર્વ ને રાખવામાં આવે છે. હવે જે “પૂર્વ” જેવું કાંઈ હોય જ નહિ તો આવું મહત્ત્વ શાથી અપાય? મૃતના તારતમ્યનો વિચાર વિશેષાવશ્યકભાષ્યમાં આવશ્યક નિર્યુક્તિનો આધાર લઈ કરવામાં આવ્યો છે, ત્યાં “પૂર્વધર” શબ્દ છે, “મૃતધર” કે “અંગધર ” શબ્દ નથી–ગા૧૪૧, ૫૩૧, ૫૩૬, ૫૫૫. આમાંની ગાઢ ૫૩૬ બૃહત્કલ્પભાષ્ય (ગા. ૧૩૮)માં પણ છે. નંદીસૂત્ર (સૂ૦ ૭૧) માં કહ્યું છે–“ ર્થ
છે. આ ગાથા બૃહત્કલ્પભાષ્યમાં પણ છે–ગા. ૧૪પ. તથા જુઓ આવશ્યકર્ણિ, પત્ર ૩૫. ૮. મરણ સમાધિ પ્રકીર્ણકમાં યુધિષ્ઠિરને ચતુર્દશપૂવ અને શેષ ચાર પાંડવોને એકાદશાંગીના જ્ઞાતા જણાવ્યા છે
(ગા. ૪૫૯). ૯. શુકના શિષ્ય શેલક સામાયિકાદિ અગિયાર અંગ ભણ્યા એવો ઉલલેખ છે–જ્ઞાતા સૂ૦ ૫૬. ૧૦. મલિઅધ્યયનમાં પૂર્વભવની કથા પ્રસંગે મહાવિદેહમાં સ્થવિર પાસે દીક્ષિત થનાર “બલ' સામાયિક
આદિ અગિયાર અંગ ભણ્યા–એવો ઉલેખ છે-જ્ઞાતા સૂ૦ ૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org