Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૮].. એવું નામ આપી શકાય અને તેથી આર્ય શ્યામાચાર્યે પોતાના ગ્રંથને “પ્રજ્ઞાપના” એવું નામ આપ્યું છે તે ઉચિત જ છે.
વળી, જ્યાં પણ અંગોમાં “ભગવાને આ કહ્યું છે કે આવું નિરૂપણ કર્યું છે' તેમ બતાવવાનું હોય છે ત્યાં પણ સર્વત્ર “વન્ન' (ારતા) એવો શબ્દપ્રયોગ જોવા મળે છે. તેથી પણ જૈન શાસ્ત્રની શૈલીમાં આ પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય જણાય છે. એથી આર્ય શ્યામાચાર્યે એ શબ્દ પસંદ કર્યો તે ઉચિત જ છે.
સ્વયં ભગવાન મહાવીર પણ પોતાના ઉપદેશ માટે આ જ શબ્દનો પ્રયોગ કરે છે તે ધ્યાનમાં લેવા જેવું છે
“gઉં હુ મા વૃંદા રાતિ સ્ત્રોg a ભગવતી, ૨-૧-૯૦. આ જ પ્રકારના પ્રયોગો આચારાંગ આદિ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે મળે છે. વળી, અંગમાં મહત્ત્વપૂર્ણ લેખાતા પાંચમા અંગનું નામ “વિયાહપત્તિ” “વ્યાખ્યાપ્રાપ્તિ' છે તે પણ ભગવાનના ઉપદેશ માટે પ્રજ્ઞાપના' શબ્દનું પ્રાધાન્ય સૂચવે છે. તેથી આ શબ્દનું વિશેષ મહત્તવ જૈન પરંપરામાં સ્વીકારાય તે સ્વાભાવિક છે. અને, ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આ શબ્દપ્રયોગમાં પ્ર ઉપસર્ગ જે મૂકવામાં આવ્યો છે તે ભગવાન મહાવીરના ઉપદેશની વિશેષતાનો સૂચક છે એટલે કે ભગવાન મહાવીરે જીવ, અજીવ આદિ તત્વોનું જે નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ પ્રકારનું છે; જૈનેતર શાસ્ત્રોમાં તે પ્રકારનું નિરૂપણ જોવામાં આવતું નથી–તેવો ભાવ પણ એ શબ્દના પ્રયોગમાં રહેલો છે. એટલે કે આ નિરૂપણ જૈન શાસ્ત્રમાં આગવી રીતે થયેલું છે, જે અન્યત્ર દુર્લભ છે. અને તે વસ્તુસ્થિતિનું પણ સૂચક છે જ. આ પ્રકારનું નિરૂપણ અન્યત્ર તે કાળનાં શાસ્ત્રોમાં જોવામાં આવતું નથી, એ સૂચક છે.
વળી, ભાષાપદમાં પરતુત ગ્રંથમાં જ ભાષાના ભેદોનો જે વિચાર છે તેમાં “goryવળી' પણ ભાષાનો એક પ્રકાર છે (૮૩૨). તેનો ટીકાકાર અર્થ કરે છે–“ઘરાવની-કરાવ્યર્થોડોતિ પ્રજ્ઞાપની –પત્ર ૨૪૯ મ; અને તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે –“યથાવરિતાથમિષાનાવિયં પ્રજ્ઞાવની”—પત્ર ૨૪૯ : અર્થાત અર્થ–વસ્તુ જે પ્રકારે વ્યવસ્થિત હોય તેનું કથન જે ભાષા વડે થાય તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય. વળી, તે જ ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં જ ભાષાના પન્નત્તિયા અને “મન્નત્તિયા' એવા બે ભેદ કર્યા છે (૮૦) અને “મન્નત્તિયાના વિવરણ પ્રસંગે “મસામો” એટલે કે જેને સત્ય કે મિથ્થા સાથે સંબંધ નથી પણ કેવળ વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તેવી ભાષાના જે બાર પ્રકાર જણાવ્યા છે તેમાં પાંચમો પ્રકાર granી (૮૬૬) ભાષા છે. એટલે કે એવી ભાષા, જે વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તે googવો કહેવાય છે. પ્રજ્ઞાપનાનો આ સામાન્ય અર્થ છે. એટલે કે જેમાં કોઈ ધાર્મિક વિધિનિષેધનો પ્રશ્ન નથી પણ વસ્તુનિરૂપણ માત્ર થયું હોય તે પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે. ટીકાકારે આ ભાષા વિષે જે વિવરણ કર્યું છે તેથી પણ પ્રસ્તુત “પ્રજ્ઞાપના” નો અર્થ વિશેષ સ્પષ્ટ થાય છે. તેમાં ટીકાકારે અન્ય ગાથાનું ઉદ્ધારણ
"पाणिवहाउ नियत्ता हवंति दीहाउया अरोगा य । एमाई पण्णत्ता पण्णवणी वीयरागेहिं ॥"
__-प्रशाफ्नाटीका, पत्र २५९ व સારાંશ કે “જેઓ પ્રાણિવધથી નિવૃત્ત થયા છે તેઓ (ભવાન્તરમાં) દીર્ધાયુ અને અરોગ થાય છે.” આ પ્રકારનો ઉપદેશ કે કથન તે પ્રજ્ઞાપની ભાષાનું ઉદાહરણ છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુતમાં
9. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org