Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[*]...
‘હિંસા ન કરો’ એવી આના કે ઉપદેશ નથી પણ વસ્તુસ્થિતિનું નિરૂપણ છે કે જેઓ હિંસા નથી કરતા તેઓ દીર્ઘાયુ અને નીરોગ થાય છે; આથી ભાષાનો આ પ્રકાર પ્રજ્ઞાપની છે. પ્રસ્તુત ગ્રંથમાં પણ જીવ અને અજીવ વિષે આ જ જાતની પ્રજ્ઞાપના છે. તેથી તેનું ‘પ્રજ્ઞાપના યથાર્થ રે છે.
'
નામ
બૌદ્ધ પાલિપિટકમાં પુજવઞત્તિ એ નામનો ગ્રંથ છે. તેમાં નાના પ્રકારના પુદ્ગલના એટલે કે પુરુષોના અનેક પ્રકારે ભેદોનું નિરૂપણ છે. એ નામમાં વપરાયેલ પ્રપ્તિ (પત્તિ) અને પ્રસ્તુત પ્રજ્ઞાપના (વળવળા) નામમાં તાત્પર્ય સરખું જ છે.
પ્રાકૃત વળવળા અથવા વત્ત જેવા શબ્દોના સમાનાર્થક શબ્દો પાલિમાં પણ વપરાયા છે. તે છે—વઅત્ત, વન્ત્રાવન આદિ.
પ્રજ્ઞાપનાનો આધાર દૃષ્ટિવાદ છે
પ્રજ્ઞાપનાસૂત્ર એ ચોથું ઉપાંગ છે. જૈન આગમમાં અંગ ખાર છે, પણ બારમું અંગ દૃષ્ટિવાદ વિચ્છિન્ન છે, છતાં ઉપાંગની સંખ્યા તો ખાર છે અને બારેય ઉપાંગો ઉપલબ્ધ છે. તે તે અંગ સાથે તે તે ઉપાંગોનો સંબંધ ક્યારથી જોડાયો તે નક્કી કરવું કઠણ છે, પણ સંસ્કૃત ટીકાઓ લખાવી શરૂ થઈ ત્યારથી તો એવો સંબંધ બતાવવામાં આવે છે. તે પ્રમાણે પ્રસ્તુત ઉપાંગ પ્રજ્ઞાપના, સમવાય નામના ચોથા અંગ ઉપાંગ છે—એમ ટીકાકાર આચાર્ય મલયગિરિ જણાવે છે—ચ ૨ સમવાયાપણ્ય વતુર્થાં ચોપાન',તલુાર્થવૃતિપાવનાત્---' પ્રજ્ઞાવનાટીયા, પત્ર। પરંતુ આવો કોઈ સંબંધ પ્રાચીન કાળમાં જોડવામાં આવતો નહિ—અને તેવો સંબંધ હતો પણ નહીં તે તો સ્પષ્ટ છે. કારણ, સ્વયં પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ કર્તાના જણાવ્યા પ્રમાણે આ પ્રજ્ઞાપના દૃષ્ટિવાદમાંથી ઝરતો રસ છે—
अज्झयणमिणं चित्तं सुयरयणं दिडिवायणी संदं ।
जह वणियं भगवया अहमवि तह वण्णइस्तामि ॥ ३ ॥
આર્ય શ્યામાચાર્યે આ ગ્રંથનો સીધો સંબંધ દૃષ્ટિવાદ સાથે જોડ્યો છે એ તો નિશ્ચિત છે જ, પણ આપણી સમક્ષ દૃષ્ટિવાદ છે નહિ તેથી તેના ક્યા પ્રકરણ સાથે પ્રજ્ઞાપનાનો સંબંધ છે તેની તો કલ્પના જ કરવી રહી. અને એ કલ્પના પ્રમાણે દૃષ્ટિવાદના ૧૪ પૂર્ણાંમાંથી નીચેના પૂર્વી સાથે પ્રજ્ઞાપનાના વિષયનો સંબંધ જોડી શકાય તેમ છે~~
જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કર્મપ્રવાદ.
પરંતુ ષખંડાગમની ટીકા ધવલામાં ષટ્યુંડાગમનો સંબંધ આગ્રાયણી પૂર્વ સાથે પણ જોડવામાં આવ્યો છે તે જોતાં અને પ્રજ્ઞાપના અને ખંડાગમનો ચર્ચિત વિષય સમાન છે એ જોતાં પ્રજ્ઞાપનાનો સંબંધ આગ્રાયણી પૂર્વ સાથે પણ હોવાનો સંભવ ખરો જ.
આચાર્ય મલયગિરિના મતે સમવાયાંગમાં કહેલ અર્થનું જ વર્ણન પ્રજ્ઞાપનામાં પણ છે. તેથી તે સમવાયાંગનું ઉપાંગ છે. પણ સ્વયં કર્તા એવું કોઈ સૂચન કરતા નથી પણ તેનો સંબંધ દૃષ્ટિવાદ સાથે સ્પષ્ટપણે જણાવે છે. અને તે ઉચિત જ છે. કારણ, દૃષ્ટિવાદમાં મુખ્યપણે દૃષ્ટિ-દર્શનનું વણૅન
૩. આ સ્થિતિમાં શ્વેતાંબરોમાં બારમા અગનો સર્વથા અભાવ હોવાની સૂચના ષટ્ખંડાગમમાં (પુસ્તક ૧, પ્રસ્તાવના, પૃš ૭૧) કરવામાં આવી છે તે વિચારણીય છે.
૪. યખંડાગમ, પુસ્તક ૧, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org