Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૪].. પ્રજ્ઞાપનાને પણ “ભગવતી’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે તે તેની વિશેષતા સૂચવે છે. ભગવતીમાં પ્રજ્ઞાપનાસૂત્રનાં ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬ અને ૨૭ મા પદોમાંથી વિષયની પૂર્તિ કરી લેવાની ભલામણ કરવામાં આવી છે, તે સૂચવે છે કે તે તે વિષ્પોની પ્રતિપાદનશૈલી પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત હતી. તેથી ઊલટું, પ્રજ્ઞાપનામાં ભગવતીની ભલામણ નથી, એ પણ એમ સૂચવે છે કે, જોકે પ્રજ્ઞાપનાનો આધાર અંગ ગ્રંથ છે છતાં, વિષયનિરૂપણ પ્રજ્ઞાપનામાં વધારે વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, તેથી પ્રજ્ઞાપનાના વિષયની પૂતિ અન્યત્રથી કરવાની જરૂર ઊભી થતી નથી.
મહાયાન બૌદ્ધોમાં પ્રજ્ઞા પારમિતા વિષે લખાયેલ ગ્રંથોનું પણ સર્વાધિક મહત્વ હોઈ અષ્ટસાહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતા ગ્રંથનો માત્ર ભગવતી એવા નામે પણ ઉલ્લેખ થતો એમ અહીં નોંધવું જોઈએ—જુઓ, શિક્ષાસમુચ્ચય, પૃ. ૧૦૪, ૧૧૨ ઇત્યાદિ અને પૃ. ૨૦૨ (સૂચી).
પ્રજ્ઞાપના અને છવાછવાભિગમ પ્રજ્ઞાપનામાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે (સૂત્ર-૩) અને જીવાછવાભિગમમાં પણ જીવ અને અજીવનો અભિગમ છે. પ્રજ્ઞાપના અને અભિગમ શબ્દનો ભાવાર્થ એક જ છે. બન્ને અંગબાહ્ય ગ્રંથો છે. અને બન્ને સ્થવિરકૃત છે. બન્ને “અધ્યયન' નામે રચાયા છે. પ્રજ્ઞાપના ચોથા અંગ સમવાયના ઉપાંગ તરીકે મધ્યકાળમાં ગણ્યું અને જીવાજીવાભિગમ સ્થાન નામના તીજા અંગનું ઉપાંગ ગણાયું. બન્નેનો વિષય-મુખ્ય વિષય–એક છતાં એકને રથાન સાથે અને બીજાને સમવાય સાથે જોડવામાં આવ્યું તેમાં કાંઈ ઐતિહાસિક ક્રમ જેવું છે કે નહીં એ તપાસવું જરૂરી છે.
જીવાજીવાભિગમને મુખ્ય વિષય જીવ-અછવ પ્રારંભમાં પ્રજ્ઞાપનાની જેમ જ ચચિત છે. તેમાં પણ છવ-અજીવ એ બેમાંથી પ્રથમ અજીવનું નિરૂપણ કરીને પછી જ જીવનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવનિરૂપણનો કમ જીવાજીવાભિગમમાં–સમગ્ર ગ્રંથમાં–તેના જે વિવિધ પ્રકારે ભેદો છે તેને મુખ્ય રાખીને છે. એટલે કે પ્રથમ સંસારી જીવોના બે ભેદોથી માંડી દશ ભેદોનું નિરૂપણ અને પછી સર્વ જીવોના બેથી માંડીને દશ ભેદોનું વર્ણન છે. આમ જીવાજવાભિગમમાં ભેદોને મુખ્ય રાખીને નિરૂપણ ક્રમે ક્રમે આગળ વધે છે અને અંતે સર્વ જીવોના દશ ભેદોના વર્ણનમાં તે સમાપ્ત થાય છે. એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સ્થાનાંગમાં પણ દશ સ્થાનો છે, એટલે કે જીવ-જીવને લગતી એક, બે, ત્રણ એમ દશ સુધીની બાબતો તેમાં સંખ્યાક્રમે નિરૂપવામાં આવી છે. અને જીવાજીવાભિગમમાં જીવના બેથી માંડી દશ ભેદો–પ્રથમ માત્ર સંસારી જીવન અને પછી સર્વ જીવના–નિરૂપવામાં આવ્યા છે. આમ બેથી દશનું નિરૂપણ બન્નેમાં સરખું છે. સંભવ છે કે પ્રજ્ઞાપના અને જીવાજીવાભિગમમાં છવાજીવની ચર્ચા સમાન છે છતાં આ પ્રકારે બેથી માંડી દશનું નિરૂપણ સ્થાન અને છવાછવાભિગમમાં સરખું હોઈ તે બન્નેને અંગ અને ઉપાંગ તરીકે ગણવામાં આવ્યા હોય.
પણ આપણી મુખ્ય સમસ્યા એ છે કે પ્રજ્ઞાપના અને છવાછવાભિગમમાં કાંઈ એતિહાસિક ક્રમ સ્થાપી શકાય છે કે નહીં તેનું સમાધાન તો હજી બાકી જ રહે છે. જીવાજીવા
15. જો લગાવીયા,
૧૫. જુઓ ભગવતીસાર, પૃ. ૨૯૧, ૩૧૨, ૩૬૧-૬૨, ૩૯૬-૭, ૪૦૪, ૪૫૭, ૬૨૭, ૬૮૦, ૭૨૭. ૧૬. પ્રસ્તુતમાં દેવચંદ લાલભાઈની ઈ. સ. ૧૯૧૯ની છવાછવાભગમની આવૃત્તિના સૂવાંકો આપવામાં
આવ્યા છે.
,-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org