Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[3]...
માન્યતામાં નજીવો ભેદ છે, તે સૂચવે છે કે બન્ને સંપ્રદાયો જુદા પડ્યા તે પહેલાં તે બન્ને પાસે એક સામાન્ય પરંપરા હતી, જેને અનુસરીને બન્નેએ એકસરખી હકીકતો દૃષ્ટિવાદ અને પૂર્વાં વિષે કહી છે. અંગ અને અંગબાજી અને ઇતર ગ્રંથોનું મૂળ, જે દષ્ટિવાદમાં અથવા અમુક પૂર્વમાં જણાવવામાં આવ્યું છે, તેને ભ્રાન્ત સમજ અગર ગેરસમજ શા માટે માનવી તે સમજાતું નથી. કારણ કે આ બાબતનો છેક નિર્યુક્તિકાળમાં અને પ્રસ્તુત ગ્રંથ પ્રજ્ઞાપના જેવામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. વળી, ન સમજાતાં નામોને કારણે કોઈ ને બનાવટી માનવાની દલીલ પણ ગળે ઊતરે તેવી નથી.
અંગ અને પૂર્વના સંબંધ વિષે ડૉ. સુથીંગે સમવાયાંગની અભયદેવની ટીકાના ઉદ્દણુને આધારે જે નિષ્કર્ષ કાઢયો છે તે પણ ઉચિત જણાતો નથી. એક વાત તો તેમણે એ જણાવી છે કે અભયદેવ અંગોનો આધાર પૂર્વને માનતા નથી; અને બીજી એ કે પૂર્વ અને અંગો ખન્ને સ્વતંત્ર હતાં, એકબીજાના આધારરૂપ નથી. તેમના આ બન્નેપ નિષ્કર્ષ ઉચિત છે કે નહિ તેના નિર્ણય માટે અભયદેવની ટીકા અમે ઉષ્કૃત કરીએ છીએ અને વિદ્વાનોને જ વિનંતિ કરીએ છીએ કે તેઓ આ ખાખતમાં સ્વયં અભયદેવનો શો મત છે તે અને તેને આધારે ડૉ. શુષ્કીંગે જણાવેલ નિષ્કર્ષ ફલિત થઈ શકે છે કે નહિ તેનો નિર્ણય લે—
CC
'अथ किं तत् पूर्वगतम् ? उच्यते - यस्मात् तीर्थकरः तीर्थप्रवर्तनकाले गणधराणां सर्वसूत्राधारत्वेन पूर्वे पूर्वगतं सूत्रार्थं भाषते, तस्मात् पूर्वाणीति भणितानि । गणधराः पुनः श्रुतरचनां विदधाना आचारादिक्रमेण रचयन्ति, स्थापयन्ति च । मतान्तरेण तु पूर्वगतसूत्रार्थः पूर्वम् अर्हता माषितो गणधरैरपि पूर्वगतश्रुतमेव पूर्व रचितं पश्चाद् आचारादि । नन्वेवं यदाचार नियुक्त्यामभिहितं— 'सव्वेसिं आयारो पढमो' इत्यादि तत् कथम् ? उच्यते । तत्र स्थापनामाश्रित्य तथोक्तम् । इह तु अक्षररचनां પ્રતીસ્થ્ય મળિત ‘પૂર્વે પૂર્વાણિ ધૃતાનિ તિ।” –સમવાયાકૂટીજા, પત્ર ૨૨૦-૨૨૨ |
આચાર્ય અભયદેવે જે વાત સંસ્કૃતમાં કહી તે જ વાત તેથી પણ પૂર્વે નંદીચૂર્ણિમાં જિનદાસે કહી છે અને તેને જ આચાર્ય હરિભદ્રે નંદીની પોતાની ટીકામાં (૫૦૮૮) જેમની તેમ લઈ લીધી છે. ચૂર્ણિનો પાઠ આ પ્રમાણે છે
" से किं तं पुब्वगतं ? ति, उच्यते - जम्हा तित्थकरो तित्थपवत्तणकाले गणधराण सव्वसुताधारत्तणतो पुत्रं पुब्वगतसुतत्थं भासति तम्हा पुव्वति भणिता । गणधरा पुण सुत्तरयणं करेन्ता आयाराइकमेण रयंति ठवेंति य । अण्णायरियमतेणं पुण पुत्रगतसुत्तत्थो पुव्वं अरहता भासितो, गणहरेहि वि पुव्वगतसुतं चेव पुण्वं रइतं पच्छा आयाराह । एवमुक्ते चोदक आह-णणु पुग्वावर विरुद्धं । कम्हा १ जग्हा आयारनिज्जुत्तीए भणितं " सव्वेसिं आयारो " गाहा [आचाराङ्गनिर्युक्ति गा० ८] | आचार्य आह - सत्यमुक्तम् । किन्तु सा ठवणा । इमं पुण अक्खररयणं पडुच्च भणितम्पुव्वं पुब्वा कता इत्यर्थः ।
—નંદ્રીપુત્તત્તુળી (P. T. S.), p. ૭૫. વળી, આ બાબતમાં આચાર્ય જિનભદ્રનું સ્વોપનત્તિ સાથેનું વિશેષાવશ્યકભાષ્ય જે મન્તવ્ય ધરાવે છે તે પણ જાણવા જેવું હોઈ તેનો નિર્દેશ અહીં જરૂરી બને છે~~~
૫. એજન, § 37, p. 74—“But he does not derive the Angas from the Purvas Hence it follows that the two series were parallel to, not dependent on, each other."
૬. આચારાંગનિયુક્તિ, ગાયા ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org