Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૫]. વિષે પ્રધાનપણે ચૌદ પૂર્વ ભણ્યાના ઉલ્લેખો છે. આથી એક બાબતનું અનુમાન આપણે કરી શકીએ કે ભગવાન મહાવીર પહેલાંનું જે શ્રત હતું તેને જ “પૂર્વ” નામે ઓળખાવવામાં આવ્યું હોય, તેવો પૂરો સંભવ છે. એ પૂર્વને આધારે અંગરચના થઈ એ આપણે જોઈ ગયા છીએ. એટલે તે પૃથક્ અને સ્વતંત્ર છતાં આધારભૂત બન્યું અને ક્યારેક તેનો સમાવેશ બારમા અંગમાં “પૂર્વગત” એ નામે કરી લેવામાં આવ્યો–એમ માનીએ તો તે ઉચિત ગણાશે.
એક બાબત અહીં નોંધવા જેવી એ છે કે આપણે એક માન્યતા વિષે પૂર્વે જોયું કે સ્ત્રી આદિના હિતાર્થે પૂર્વને આધારે અંગરચના કરવામાં આવી છે. જ્યાં સાધ્વીના અધ્યયનની વાત છે ત્યાં સર્વત્ર ભગવાન મહાવીર પૂર્વેની અથવા ભગવાન મહાવીરના કાળની સાધ્વીઓના અધ્યયન વિષેના ઉલ્લેખોમાં એક જ પ્રકારનો ઉલ્લેખ છે–કે તેઓએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. કોઈ પણ સાધ્વી વિષે પૂર્વોનો અભ્યાસ કર્યાનો ઉલ્લેખ મળતો નથી. આથી ઉક્ત માન્યતાનું સમર્થન થાય છે. જ્ઞાતા માં જણાવ્યું છે કે દ્રૌપદીએ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, પણ પાંડવોએ તો ૧૪ પૂર્વોનું. –જ્ઞાતા, સૂ૦ ૧૨૮. અરિષ્ટનેમિની આર્યા પદ્માવતી વિષે પણ એવો જ (અગિયાર અંગના અભ્યાસનો) ઉલ્લેખ છે. –અંતગડ, સૂ૦ ૯. ભગવાન મહાવીર કાળે શ્રેણિકની પત્ની દીક્ષિત થઈ તો તેમને વિશે પણ જણાવ્યું છે કે તેમણે ૧૧ અંગોનું અધ્યયન કર્યું. –અંતગડ, સૂ૦ ૧૬.
પૂર્વનું મહત્વ હોવાથી જ તેના જ્ઞાનને એક પ્રકારની ઋદ્ધિ કે લબ્ધિ ગણવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. આવશ્યક નિર્યુક્તિમાં લબ્ધિધરોને ગણાવતાં પૂર્વધરોને પણ તેમાં ગણાવ્યા છે, તે સૂચવે છે કે “પૂર્વનું મહત્વ શ્રતમાં વિશેષ હતું. ગાથા ૬૯; વિશેષા, ગા. ૭૭૬.
આગમવ્યવહાર અથવા તો પરોક્ષવ્યવહારની ચર્ચાને પ્રસંગે આગમવ્યવહારમાં ચૌદ-દશનવ પૂર્વધર અને ગંધહસ્તીનો ઉલ્લેખ છે. –જિતકલ્પભાષ્ય, ગા૦ ૧૧૨, ૧૧૩. વળી, પૂર્વધરોના વિચ્છેદ સાથે પ્રાયશ્ચિત્તનો પણ વિચ્છેદ થયો છે એવો મત કોઈ ધરાવતા હતા તેનો ઉલ્લેખ આચાર્ય જિનભદ્ર કર્યો છે (એજન, ગા. ૨૫-૨૬૨) અને તેનો પ્રતિવાદ પણ કર્યો છે (ગા. ૨૬૩થી). જે “પૂર્વ જેવી કોઈ પરંપરા હતી જ નહિ તો આ બધી ચર્ચા નિરર્થક જ કરે, માટે માનવું જોઈએ કે ક્યારેક પણ “પૂર્વનામે ઓળખાતું શ્રત વિદ્યમાન હતું. તે માત્ર કલ્પિત છે એમ માનવાને કોઈ આધાર નથી. એ પૂર્વનો સમાવેશ દૃષ્ટિવાદમાં ‘પૂર્વગત’ને નામે કરી દેવામાં આવ્યો હતો–આ પરંપરા નિરાધાર નથી.
સૈદ્ધાનિક ગ્રંથો અને આગમનાં કેટલાંક પ્રકરણમાં “પૂર્વનો જ અથવા તો દૃષ્ટિવાદનો જ આધાર શા માટે લેવામાં આવ્યો, વિદ્યમાન અંગોમાંથી જ તે તે ગ્રંથોની સામગ્રી શા માટે લેવામાં ન આવી, તેવો પ્રશ્ન સહજ છે, પણ જ્યારે સ્વયં અંગોની જ રચના “પૂર્વને આધારે થઈ હોય એમ મનાતું હોય ત્યારે અંગ કરતાં ‘પૂર્વ’નું મહત્વ વિશેષ છે જ, તો પછી તે કારણે ગ્રંથકાર “પૂર્વ'નો આધાર લે તેમાં શું ખોટું છે? વળી, જે અત્યારે વિદ્યમાન નથી તે, તે કાળે પણ વિદ્યમાન નહીં હોય તેમ માનવાને કારણ નથી. કારણ, તેનો વિચ્છેદ પણ સમય જતાં થયો છે. વળી, દૃષ્ટિવાદ એ નામ જ સૂચવે છે કે દાર્શનિક માન્યતાઓ–પછી તે સ્વયં જૈનદર્શનની હોય છે કે અન્ય દર્શનની કે ઉભય દર્શનની દષ્ટિવાદમાં સમાવેશ પામી હશે. એટલે દાર્શનિક કે સૈદ્ધાતિક ચર્ચાનું મૂળ અન્ય અંગ કરતાં જે દષ્ટિવાદમાં શોધવામાં આવે તો તે ઉચિત ગણવું જોઈએ. અને બન્યું પણ એમ જ છે. અંગબાહ્ય ગ્રંથોમાં જે ગ્રંથો સૈદ્ધાતિક અર્થાત તાત્ત્વિક ચર્ચા સાથે સંબંધ ધરાવે છે તેનું મૂળ સામાન્ય રીતે દૃષ્ટિવાદમાં છે એમ કહેવામાં આવ્યું છે. દિગંબર સંપ્રદાયના સિદ્ધાન્ત ગ્રંથો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org