________________
અધ્યાત્મ રાજચંદ્ર કરે છે. કુલપુત્ર જેમ બાપદાદાની આબરૂ વધારી –કુલને ઉજાળી સમાજમાં સુપ્રતિષ્ઠિત હોય છે, તેમ કુલગી પણ પિતાના લેગિકુલની પ્રતિષ્ઠા વધારી, કુલને અજવાળી, એકોતેર પેઢીને તારી” ગીસમાજમાં સ્થાન પામી સ્વરૂપમાં સુપ્રતિષ્ઠિત હોય છે.
અને શ્રીમદ્ રાજચંદ્રજી તે પૂર્વ જન્મમાં અનેક શુભ્ર સંસ્કારને ઉત્તમ જ્ઞાનવારસો લઈને અવતરેલા પરમોત્કૃષ્ટ કેટિના કુલગી–આજન્માગી છે, એ વસ્તુ તો એમના દિવ્ય આત્મજીવન પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં સહેજે શીધ્ર સુપ્રતીત થાય છે. આવી જે દિવ્ય આત્મતિ “રાજચંદ્ર રૂપે પ્રાદુર્ભાવ પામી હોય, અપૂર્વ રત્નમંજૂષા લઈને આ અવનિમાં અવતરી હોય, તે દિવ્ય વિભૂતિની પરમોત્તમ જ્ઞાનસંસ્કારિતા માટે તો પૂછવું જ શું? જેણે આત્મસાધક અખિલ ગચક પૂર્વ જન્મમાં અપૂર્વ જોરશોરથી પ્રવૃત્ત કર્યું હતું, એવા શ્રીમદ્દ જેવા પૂર્વના પ્રવૃત્તચકગી વર્તમાનમાં કુલગી” આજન્મયેગી બની, આ જ વર્તમાન જન્મમાં નિષ્પન્નગી-સિદ્ધયોગી દશા સિદ્ધ કરવાનું પરમ આત્મપરાક્રમ દાખવે એમાં આશ્ચર્ય શું?
પ્રકરણ ત્રીજું :
બાલ્યકાળ
રથ: રાહુ તેનો હેતુ” પંચાણુકુલપંચાનન રાજચંદ્ર શુકલપક્ષના ચંદ્રની જેમ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે અને સાથે સાથે માતા દેવબાઈને માતૃસુલભ નાનાપ્રકારનો મનોરથ પણ ઉલસાયમાન થતો ચાલ્યો. ચંદ્રના દર્શનથી જેમ સમુદ્રની વૃદ્ધિ થાય, તેમ રાજચંદ્રના મુખદર્શનથી રવજીભાઈના હર્ષ–સમુદ્રની વૃદ્ધિ થવા લાગી. રાજચંદ્રથી એક મોટી બહેન-શિવકો રહેન હતી, પણ પુત્ર તો તે વખતે આ એકને એક હતો, એટલે માતા-પિતાનું તેના પ્રત્યેનું વાત્સલ્ય અસીમ હતું. માતા-પિતાને લાડકવા રાજચંદ્ર ખૂબ લાડપાડમાં ઉછરવા લાગ્યો.
અને દાદા પંચાણુભાઈને તો રાજચંદ્ર ખૂબ ખૂબ લાડકવાયો હતો. કારણ કે મેટી વયે એમને પુત્રની (રવજીભાઈની) પ્રાપ્તિ થઈ અને આ તો પુત્રના પુત્રની–પૌત્રની પ્રાપ્તિ, આ તો કદષ્ટિ પ્રમાણે વ્યાજનું વ્યાજ'. એટલે રાજચંદ્ર પ્રત્યેના એમના કુદરતી પ્રેમને કેાઈ મર્યાદા જ નહોતી. નિર્દોષ બાળકના સ્વચ્છ અંતઃકરણમાં પ્રેમનું સહજ પ્રતિષિંબ પડે છે – નિર્દોષ બાળક જ્યાં પ્રેમ ભાળે ત્યાં સામે પ્રેમને પ્રતિધ્વનિ કરે જ છે, આ સામાન્ય નિયમ પ્રમાણે બાલ રાજચંદ્ર પ્રત્યે દાદા પંચાણુભાઈને વિશિષ્ટ પ્રેમ હતો અને દાદા પંચાણભાઈ પ્રત્યે બાલ