Page #1
--------------------------------------------------------------------------
________________
મ હિ મા
શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર. '
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬ .
રવિ શ ક ર મ હા રા જ
GUILCIE
ખાલગાવિંદ કુબેરદાસની કંપની પુ ત ક ક કા શ ક અ ને વિ કે તા ગાં ધી મા " . . . અ સ દા વા દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
પર્વમહિમા
રવિશંકર મહારાજ
લિમોવિંદ
છે
:
બાલગોવિંદ કુબેરદાસની કંપની
ગાંધી રસ્તે : અમદાવાદ કિંમત સવા રૂપિયો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : બાલગાવિંદ કુબેરદાસની કાં. વતી 9 જ લા લ ત્રિ બે વન દાસ ગાં ધી રસ્તે, અમદા વા દ.
આવૃત્તિ પહેલીઃ ગાંધી જયંતીઃ ૧૯૫૦
પુનર્મુદ્રણ : ૧૯૫૪ પુર્ન મુદ્રણ : ૧૯૫૫
મુદ્રક : મણિ ભા ઈ પુ. મિ ચી આ દિ ૯ મુ ઢ ણ લ ૨ રા ય ખ ડ, અ મ દા વા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનું નિવેદન
પૂ. વિશ’કર મહારાજ કાઇ લેખ કે સાક્ષર નથી; પણુ તેમની જીભ પર સ્વયં સરસ્વતી વસે છે. તેઓ ભાગ્યેજ લખે છેઃ પણ તેઓ જે ખેાલે છે, તે ખરાખર ઉતારી શકાય તે એમાં કુશળ લેખકે લખેલા લેખને ચાગ્ય ભાવ, ભાષા કે છટાના જરાય નવા મેરા કરવાના રહેતા નથી.
પૂ. રવિશંકર મહારાજની નિખાલસ, આંત†દ્ધ શુદ્ધ, પવિત્ર વાણીને સાંભળવાની ને વાંચવાની આજે જનતામાં ઈંતેજારી છે: એ વખતે ‘ પવ મહિમા ' નામનું આ પુસ્તક રજૂ કરતાં અમને ખરેખર આનંદ થાય છે. જો કે પુસ્તકનું સવ` શ્રેય પૂ. દાદાની પવિત્ર વાણીને ઝીલીને કામળમાં ઉતારનાર, વલ્લભવિદ્યાલય ખાચાસણના આચાય શ્રી શિવાભાઇને ફાળે જાય છે.
વધુમાં આ પુસ્તકમાં સેાનામાં સુગંધ જેવા મેળ મળ્યા છે. સુપ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી તે ચિંતક શ્રી. નાનાભાઈ ભટ્ટની પ્રસ્તાવના આ પુસ્તકને સાંપડી છે. એ માટે અમે તેઓશ્રીના પણ આભારી છીએ. આ પુસ્તકને પૂ. મહારાજશ્રીની પ્રસ્તાવના સાંપડી હાત તે? પશુ અત્યારની તેમની સેવા–પ્રવૃત્તિઓ વચ્ચે આ રીતે વિઘ્ન કરવાનું અમને ઉચિત ન લાગ્યું, છતાં વાચકે, આ પુસ્તકના પ્રથમ પ્રકરણ વિદ્યાર્થીની સાધના'ને પ્રસ્તાવ તરીકે સમજીને વાંચશે.
6
પૂજ્ય મહારાજશ્રી અમ ભાઈઓને મન પિતાતુલ્ય છે. પૂજ્ય મહારાજશ્રી તે પ્રેમમૂતિ છે. એમના સંબંધમાં આવનાર સૌની જેમ અમ ભાઈએ પણ એમના પૂનિત પ્રેમ અનુભવવા ભાગ્યશાળી બન્યા છીએ. શબ્દાદ્વારા એમના આભાર વ્યક્ત કરવા એ અમારા ગજા બહારની વાત છે. પુત્રા પિતાના આભાર શી રીતે માને? ક્રયા શબ્દામાં માને?
આવા પવિત્ર પુસ્તકના પ્રકાશનની તક મળ્યા બદ્દલ અમે પરમકૃપાળુ પરમાત્માની અપૂર્વ કૃપા જ સમજીએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
—પ્રકાશા
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
એ ખેાલ
નિવેદન
૧. વિદ્યાર્થીની સાધના
૨. યજ્ઞના મહિમા
૩. વર્ણાશ્રમ ધમ
૪. આશ્રમ ધમ
૫. ગીતાજયંતી
૬. ગણેશચતુર્થી
૭. દત્તજયંતી
નાનાભાઈ ભટ્ટ
શિવાભાઈ ગા. પટેલ
૬
'
૧}
૨૦
૩૮
૪૯
૫૮
1
૮. હનુમાન જયંતી
૯. તિલક જયંતી
૧૦. કાળિયા થઈ જાવ
૧૧. ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
૧૨. રાજ્જાગ્રતિનુ પવ
૧૩. આઝાદીનું પર્વ
૧૪. ચામાસાનાં પર્વોનું રહસ્ય
૧૫. ઈશ્વરનુ` રાજ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
७०
७८
e}
૯
૧૦૨
૧૧૩
૧૧૮
૧૨૨
Page #6
--------------------------------------------------------------------------
________________
મે માલ
રવિશંકર દાદાના પુસ્તક માટે મારે શું લખવાનું હાય ? ગુજરાતને રવિશ ંકર દાદાની એળખાણ આપું ? એમના અનુભવે। ઉપર મારી પંડિતાઇ ચલાવું ? એમની કાઠા-વિદ્યાને મારી પુસ્તકિયા ચાતુરીથી નવા એપ ચડાવું ? આ મારી મૂંઝવણુ. પશુ ‘એ ખેલ ’ લખી મારું ઋણ પણુ અદા કરી લઉં એમ મનમાં થયું, એટલે આ લખવાનું મેં સ્વીકાર્યું છે.
'',
આપણા સેવકે એ પ્રકારના છે; એક સ્વયંપ્રકાશ સેવા અને બીજા પરપ્રકાશ સેવકા.સ્વયં પ્રકાશ સેવકે પેાતાના જ તેજથી પ્રકાશે છે; તેમનું તેજ ઉગ્ર હા કે મંદ હા, તેમના તેજના રંગ ધેાળેા હૈ કે રંગિત હા, પણ તેમનુ તેજ તેમનું પેાતાનું તેજ છે. બીજા કાઈનું ઊછીનું લીધેલું તેજ નથી. ગગનમાં જેમ અનેક સ્વયંપ્રકાશ સૂર્યો પડ્યા છે, તેમજ દેશમાં આવા સ્વયંપ્રકાશ સેવકે પડ્યા છે. તેઓ પ્રકાશે છે, કારણ કે પ્રકાશવું એ એમના સ્વભાવ છે, એ એમનું જીવન છે. એમના પ્રકાશવાની પાછળ ખીજો કાઈ પણ ઉદ્દેશ હાતા નથી, એમના પ્રકાશથી ખીજાનુ કલ્યાણ થાય એ તા એમના અવાન્તર લાભ છે; એ પાત બીજાને લાભ કરવા માગે છે, એમ પણ નથી.
પરપ્રકાશ સેવકા બીજાના તેજથી પ્રકાશે છે. તેમનું તેજ એ રીતે ઊછીનું લીધેલું છે. એમના જીવન પર જો બીજાનું તેજ ન પડે તેા એ જીવન અંધકારવાળું હાય. પણ બીજાના તેજને વધારે સૌમ્યરૂપમાં લેકાની પાસે ધરવું એ એમના ખાસ ગુણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
રવિશંકર દાદા ગુજરાતના આવા સ્વયંપ્રકાશ સેવક છે. એમના અનુભવે એમણે કે પુસ્તકમાંથી ઉતાર્યા નથી, એમની વાણું કે ભાષાશાસ્ત્રીએ ઘડી નથી; એમના વિચારે કોઈ મોટા સમાજશાસ્ત્રીએ એમને શીખવ્યા નથી. એમની પાસે તો કૈઠાવિદ્યા છે. જે ધરતીને ધાવીને એ પિતે મેટા થયા છે, જે લેકમાં રખડીને એમણે પોતાનું જીવન ગાળ્યું છે, જે જે મહાપુરુષોને એમને સંગ થયે છે એ બધાય પાસેથી એમને અનુભવે મળ્યા, ભાષા મળી, વિચાર મળ્યા, અને એ બધાયને ગાળીને એમણે આ વ્યાખ્યાને આપ્યાં.
ટીખળી લોક રવિશંકર દાદાને “ઉઘાડપગા” કહે છે, કારણ કે એ જેડા પહેરતા નથી! પણ નિરંતર જોડા પહેરનારા લોકેના પગ પાસે મહારાજના પગને મૂકો અને કોઈ ખરા કલાકારને સૌંદર્યની પારખ કરવાનું કહે. આ વ્યાખ્યાને પણ “ઉઘાડપગાં” છે; એમાં ભાષા સંવાળી નથી; એમાં વિચારેની ફિકકી વિશાળતા નથી; એમાં રચનાની ટાપટીપ નથી, પણ એમાં છે ઉઘાડપગાની તેજસ્વિતા, એમાં છે ઉઘાડપગાનું સૌંદર્ય, એમાં છે ઉઘાડપગાની નીડરતા ને કુમાશ.
આજના આપણાં વિદ્યાથીએ પિતાની કલપનાની સૃષ્ટિમાંથી નીચા ઊતરી રવિશંકર દાદાની સાથે આવી આવી વાતે માટે રખડે તે આપણું વિદ્યાર્થી જીવન વધારે સમૃદ્ધ અને શક્તિશાળી થશે એમાં મને શંકા નથી.
ઉઘાડપગા રવિશંકર દાદાને મારી આ અંજલિ છે. તા. ૧૫-૯-૫૦
નાનાભાઈ ભટ્ટ આંબલા
મુખ્ય મહેતાજી ઃ ગ્રામ દક્ષિણામૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
નિવેદન
વલ્લભ વિદ્યાલયમાં સન ૧૯૪૫ થી ’૪૭ના વર્ષમાં ગ્રામસેવક તાલીમ વર્ગ ચાલેલેા. તે દરમિયાન પનિ દિવસે મહારાજશ્રી વિદ્યાલયમાં હાય ત્યારે તે તહેવારનુ' મહાત્મ્ય સમજાવતા. એ બધાં વ્યાખ્યાન સાંભળવાં બધાને ખૂબ ગમતાં, અને તે વખતે આપણી પ્રાચીન સંસ્કૃતિનું ચિત્ર ખડું થતું. અને આપણા પ્રાચીન તહેવારે પાછળ પણ કેવું કેવું જ્ઞાન પડેલું છે, એનું દર્શન થતું.
એવી જ રીતે આધુનિક પર્વોની ઉજવણી પાછળ કેવી ષ્ટિ હાવી જોઇએ, તે પણ આ પર્વનાં વ્યાખ્યાનોમાંથી મળી આવતી.
આ પુસ્તકમાં આ ખધાં વ્યાખ્યાનોનો સંગ્રહ કર્યો છે. તેમાંનાં કેટલાંક લખાણા તેા પ્રસંગે પ્રસંગે કોઈ કોઈ માસિકામાં છપાઈ પણ ચૂકવ્યાં છે.
તેમ છતાં આ વ્યાખ્યાનો વિદ્યાર્થીઓ, સામાન્ય માણસો અને વધુ ભણેલા લેાકેાના હાથમાં જશે તે તેમને પણ એમાંથી ઘણું જાણવાનુ મળશે, એમ મને અનુભવ ઉપરથી લાગ્યું છે.
મારે એ કબૂલ કરવું જોઈએ કે મહારાજ જયારે આલે છે ત્યારે એમની વાણી હૃદય ઉપર જ સીધી અસર કરી જાય છે, તે કદાચ આ વ્યાખ્યાનાના વાંચનમાંથી ન પણ થાય; તેમ છતાં પણુ આ વાંચી જનારને આપણા રાષ્ટ્રના પવિત્ર તહેવાર પાછળની ષ્ટિ સમજવામાં ઘણી મદદ મળશે એ વિષે મને જરાય શંકા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
આ વ્યાખ્યાને છપાવવાની માગણું ઘણું વખતથી ચાલતી હતી. એને સંતોષવાની તક આ પુસ્તકના પ્રકાશક શ્રી વ્રજલાલ તથા ભાઈદાસને મળી છે. તેમને બનેને પૂ. મહારાજ પર પ્રેમ સાથે ભક્તિ છે. પૂ મહારાજ આવાં પુસ્તક છપાય કે નહીં તેની પરવા કરતા નથી. પણ તેમની વાણી સાંભળવા ઘણુ ઈંતેજાર હોય છે. એવા ભાઈબહેનોને પ્રત્યક્ષ નહીં તે પરોક્ષ રીતે પણ તેમની વાણી સાંભળવાની મળે એ આશયથી આ પુસ્તક છપાવવાનું યોગ્ય ધાર્યું છે.
પૂ. મહારાજે આ વ્યાખ્યાને વાંચ્યાં છે, તેમ છતાં એમાં મારી ભાષાની અને વ્યાખ્યાન ઉતારવાની કચાશ જણાય તે તે વાચકે ક્ષમ્ય ગણશે, અને તેની પાછળને ભાવ સમજીને સંતોષ માનશે એવી હું આશા રાખું છું.
આ પુસ્તકનું આમુખ મુ. નાનાભાઈએ “બે બોલમાં આપી દીધું છે. એમણે એટલું લખી આપીને આ પુસ્તકની ઉપગિતા સમજાવી છે અને “ઉઘાડપગા મહારાજ એને અંજલિ આપી છે. એમની પાસે અનેક કામે હોવા છતાં તેમણે મારી માગણી સ્વીકારો તે માટે આભાર માનું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ભાઈઓએ મદદ કરી છે તે સર્વને પણ આ સ્થળે આભાર માનું છું. વલ્લભ વિદ્યાલય, બોચાસણ
શિવાભાઈ ગ. પટેલ તા. ૧૯-૯-'૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના આપણે આશ્રમે કે રાષ્ટ્રીય વિદ્યાલયમાં તાલીમ લેવા માટે શાથી જતા હઈશું એ સંબંધી હું થોડી વાતે કહેવા ઈચ્છું છું. કોઈ કહેશે સ્વયંસેવક થવા માટે, તે હું કહીશ કે આશ્રમે કે રાષ્ટ્રીય શાળાઓ કંઈ એવાં કારખાનાં નથી કે જ્યાં સ્વયંસેવકે પેદા થાય. કઈ કહેશે સત્સંગથી શું ન થાય ? હું કહું છું, સત્સંગથી સારા થાય પણ ખરા અને ન પણ થાય. એવું પણ બને કે ગાંધીજી જેવા મહાપુરુષ પાસે વર્ષો સુધી રહે છતાં ય તેના જીવનમાં ઉન્નતિ ન થાય અને દર પડેલા માણસ પર ગાંધીજીના વિચારોની અસર થાય. મને યાદ છે ત્યાંસુધી સન ૧૯૩૫ માં ગાંધીજી પર ઓસ્ટ્રેલિયાથી એક પત્ર આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, “હું દુનિયાથી તજાયેલા દેશને રહેવાસી છું, અને રના ખૂણામાં રહું છું. પણ તમારે પ્રકાશ મારા જીવનને અજવાળી રહ્યો છે, અને એ પ્રકાશ હંમેશ ફેંકતા રહેશે એવી આશા છે.” એ આખે કાગળ મને યાદ નથી, પણ એમાં ભાવ આવે હતે.
આમ તમે જોશે કે દૂરના માણસને ગાંધીજીને પ્રકાશ મળે છે. જ્યારે એવા પણ કઈ હોય કે નજીક રહેવા છતાં જળકમળવત્ રહ્યા હેય. દૂરને માણસ પ્રકાશ લઈ શકે અને નજીકને જળકમળવત્ રહ્યો હોય, તેનું કારણ શું?
એનું કારણ એ કે દરને માણસ સાધક છે, અને નજીકન નથી. ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
આશ્રમેામાં કે રાષ્ટ્રીય શાળાઓમાં જઈએ છીએ તે સાધના કરવા માટે, આપણે જાણીએ છીએ કે ભૂતને સાધવા ઇચ્છનારે પણ મંત્ર જપવા પડે છે, અને સ્મશાનમાં સૂવાની ય સાધના કરવી પડે છે. અને એ સાધના પૂરી થાય તે ભૂતની ચેાટલી હાથમાં આવે એમ કહે છે. એવી રીતે આપણે જે હેતુ માટે આશ્રમેમાં કે એવાં પવિત્ર સ્થાનાએ જઇએ છીએ તેને સાધીએ તે તે હેતુની ચાટલી આપણા હાથમાં આવે. કોઇ કદાચ સુંદર ને ઉત્તમ કારીગર કે વિદ્વાન થવા તેવા સ્થાને જતા હશે. પણુ કારીગર અને વિદ્વાન તે દેશમાં ઘણાય છે. એની આજે દેશને ખેાટ નથી.
દેશને આજે એક મેટી ખાટ છે અને તેને લીધે દેશ ગરીખ છે. એ ખેાટ ધન કે સંપત્તિની નહીં. ધન ન હોય તે દેશ ગરીમ જ છે એમ ન કહેવાય. આજે દેશ ગરીમ છે એનું કારણ દેશને સદાચારીઓની ખેાટ છે. આપણે ઠેર ડેર જોઇએ છીએ કે પૈસા માટે કે એવી એવી નજીવી ચીજો માટે લેાકેા જૂઠું ખેલતાં, ચારી કરતાં અચકાતાં નથી. અરે જે માણસ જૂ ઢું કરીને ધન કમાય છે, તે હેશિયાર ગણાય છે. અને પ્રમાણિકપણે ગરીખ રહીને જીવન જીવતા હાય તે મૂર્ખ મનાય છે. આજે ઈષ્ટ વસ્તુઓ માટે ત્યાગ કરવાની શકિત આપણે ખાઈ બેઠા છીએ. અને તેથી જ આપણે ગરીબ છીએ. આપણે ત્યાગશક્તિ કેળવવાની સાધના કરવાની છે.
એકલવ્યની વાત સૌ જાણે છે. તેણે દ્રોણનું પૂતળું બનાવીને ધનુર્વિદ્યાની સાધના કરી. એને માટીના પૂતળામાંથી શું શીખવાનું મળ્યું હશે ? અર્જુન દ્રોણુ પાસે ભણ્યા અને
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
આ એકલવ્ય તેમના માટીના પૂતળા પાસે ભ. છતાં અર્જુન કરતાં એકલવ્ય ચડી ગયે, તેનું કારણ? તેની સાધના, તન્મયતા અને ધનુર્વિદ્યા શીખી લેવાની તેની તીવ્ર ઉત્કટ ઈચ્છા. આ બધી વસ્તુઓને લીધે જ તેણે ધારેલી સિદ્ધિ મેળવી.
જ્ઞાન તે સાદું છે, પણ તન્મયતા આવે તે ભાવ પ્રદર્શિત થાય. એ રીતે અનન્ય ભાવ મેળવવાની પણ એક કળા છે. એ માટે પ્રથમ તે આપણે શરીર અને મનને મજબૂત બનાવવા પડશે. મન મજબૂત હશે તે શરીર મજબૂત બનશે જ. મન અને શરીર એવાં મજબૂત બનાવવા જોઈએ કે એકેએક ઈન્દ્રિય અંકુશમાં હેય. જેમ ઈચ્છીએ તેમ તેની પાસેથી કામ લઈ શકીએ.
ગુરુ દત્તાત્રેયની વાત પણ ઘણું જાણતા હશે કે નદી, ઝાડ, કૂતરે વગેરે ૨૪ તેમના ગુરુ થયા હતા. એ કેવી રીતે ? કેમ કે એ ઝાડને તે ઝાડ તરીકે ભૂલી ગયા. તેમણે વિચાર્યું કે હે ! આ ઝાડ કેવું! પિતે તપે છે અને બીજાને ઠંડક આપે છે. પિતે સહન કરીને બીજાને સુખ આપે છે. આ ભાવ આવ્યો એટલે તેમને ઝાડમાં ગુરૂપ દેખાયું.
પાણી વિશે કે વિજ્ઞાનશાસ્ત્રી કહેશે કે પાણીમાં શું? ઐકિસજન અને હાઈડ્રોજન ભેગાં મળે એટલે પાણી બને. પણ ભક્ત હશે તે કહેશે એહે, આ પાણી ક્યાંથી આવ્યું? આ તે ઠેઠ પહાડમાંથી કેટલાંયને પિતાની શીતળતાથી ઠંડક આપતું આપતું વહેતું અહીં સુધી આવ્યું.
આમ બંનેની દષ્ટિ જુદી જુદી છે. એટલે આપણને શાળાઓમાં ગમે તેવા નિષ્ણાત શિક્ષકો ભણાવતા હશે તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
આપણું ભણુતર પૂરું થઇ જવાનું નથી. એમાંથી કંઇક ભણાશે પણ એ બહુ મહત્ત્વનું નથી. પણ આપણી દ્રષ્ટિ બદલાવી જોઈશે. કેઈ શિક્ષક આપણને ભણાવે એમ નહીં પણ આપણે એની પાસેથી અમુક ભણી લેવું છે એમ વિચારીશું તે તે શિક્ષક પાસેથી જોઇતું જ્ઞાન કઢાવવાનું સરળ પડશે. હા, એ માટે પ્રેમ જોઇએ. એ પ્રેમ દિલમાં ઉછેરવા છે. મારે તે। સદાચારની મૂડી મેળવવી છે, એવી દ્રષ્ટિએ શિક્ષક પાસે જવાનુ છે.
કેટલાક માણસે ઇન્દ્રવર્ણી જેવા ડાય છે. ઈન્દ્રવર્ણીના ફળની જેમ તે પ્રથમ દૃષ્ટિએ બહુ જ સરસ લાગે. પણ એ ફળને ખાવા જાએ તે ? વળી કેટલાક માણસે નાળિયેર જેવા ડાય છે. કેાપરૂં ખાવા માટે આપણે નાળિયેર લેવા જઈએ તે શરૂઆતમાં તેની ચેાટલી જ હાથમાં આવે. પછી કઠણુ ભાગ આવે. તે દૂર કરે ત્યારે સુંદર કાપરૂં મળે. એટલે નાળિયેરનું કપરું ખાવું હોય તે ચેાટલી અને કાચલી દૂર કરવાનું કષ્ટ વેઠવું પડે. પણ ચાટલી કે કાચલી કાઢતાં કંટાળા આવે તા કાપરું ન મળે. એમ કહેવાય છે કે વિનાખાજી નાળિયેર જેવા છે. શરૂઆતમાં એમની પાસે રહેનાર ત્રાસી જાય. આખા દિવસ તકલી કંતાવે, તુનાઈ કરાવે, કામ કરાવે અને કંઈ ભણાવતા ન જણાય. પણ એમની પાસે રહેનાર વિદ્યાથી એમાં મેં તેજસ્વિતા જોઈ છે, કુશળતા જોઈ છે, જે કામ હાથ આવ્યું તેને પારા પાડવાની ધગશ જોઈ છે. કેમકે એમણે સાધના કરી છે.
એમ આપણે અનેક કુટેવાવાળા છીએ. એ કુટેવાને છેડનાર માણુસ આપણને ન ગમે એમ મને. પણ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
વિદ્યાથીને સાધના કરવી છે તેણે કુટે છોડવી જ જોઈએ. અને એ છેડવી કઠણ છે. માટે જ તેને તપશ્ચર્યા કહે છે. સાધના માટે અનુકૂળ વિદ્યાલય કે આશ્રમમાં જેટલું સમય રહીએ તેટલે સમય એવી તપશ્ચર્યા કરીએ.
ત્યાર પછી ગ્રામસેવાની ભાવનાથી ગામડામાં જઈએ કે ઘેર જઈએ. વિદ્યાર્થી તરીકે જે સાધના કરી હશે તે જિંદગીમાં કામ આવશે. અમુક શીખવ્યું હશે તે કદાચ ભૂલી જવાશે, પણ સાધના નહિ ભુલાય.
વહેલું ઊઠવું એ જ ફક્ત મહત્વનું નથી. પણ રેજ રેજ આપણને મનમાં એમ થતું હોય કે ક્યારે એ વખતે ઊઠું, કેમ મોડો ન પડું, એની તાલાવેલી આપણને સાધના કરાવશે.
જેલમાં કહેતે કે અહીં રહીને જ કંઈક ને કંઈક કામ કરે. તમને કામ આપતા નથી પણ શોધી લે. તમે દળો અને લેટ થશે તે ભલે જેલને મળે, પણ કામ કરવાની ટેવ પડશે, તેને કઈ લઈ જવાનું નથી. એ ટેવ પાડવાને
અથવા પડી હોય તે તેને કાયમ રાખવાના રસ અને તન્મયતા જેનામાં હતાં તેઓ તે જેલમાંથી ઘણું લઈ ગયા.
ગીતાકાર કહે છે કે જે સતત એગ કરે છે તેને હું બુદ્ધિ આપું છું. કેગ કરે એટલું જ નહીં પણ સતત કરવો જોઈએ. એમ સતત વેગ કરવાથી શું મળશે તેની ખબર નથી. એ યુગનું ફળ કયારે મળે ? આપણે ભાગે આવેલા કામમાં તન્મય થઈ જઈએ ત્યારે, તે ય ભક્તિપૂર્વક તન્મય થઈએ તે જ.
વીશીના ખેરાક અને માના હાથને ખેરાકને વિચાર કરીએ તે વીશીના ખેરાકમાં સ્વાદ હશે, પણ માના ખોરાકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના જે ભાવ હશે તે પિલામાં નહીં હોય. માના ખારાકમાં પ્રેમ ભર્યો હશે. એ ખોરાકમાંથી પ્રેમભાવના જાગશે. કહે છે કે અન્ન એવા ઓડકાર. એને અર્થ એ કે પ્રેમવાળા ખેરાકમાંથી પ્રેમ ઝરે. માતા ધમાં હોય અને બાળકને ધવરાવે તે બાળકને એ ધાવણ ન પચે, પણ ઊલટી થઈ જાય.
હું જ્યારે પાટણવાડીયામાં કામ કરતું હતું, ત્યારે હું દિવસમાં કેટલું ચાલતે, શું ખાતે, તાપ છે કે ટાઢ, દિવસ છે કે રાત, તેનું મને ભાન રહેતું ન હતું. જે કામ સામે આવતું તેમાં તન્મય થઈ જતું. અને મારા જેવા તદ્દન અજ્ઞાન માણસને એ કામમાં જે મદદ મળતી તે મારી કલપનામાંય ન હતી. એક વખતે એક જણને ફાંસીએથી છેડાવવાના પ્રયત્નમાં હું હતું, ત્યારે પાંચ વર્ષના એક છોકરાની અણધારી મદદ મળી, અને પેલે ફાંસીની સજામાંથી ઉગરી ગયે. આજે હું એવા પ્રસંગે વિચાર કરું છું
ત્યારે મને લાગે છે કે કાર્ય પ્રત્યેની મારી ભક્તિપૂર્વકની ક્રિયા અને તન્મયતાને લીધે જ એમ બનતું હતું. ભક્તિપૂર્વકની ક્રિયા એટલે નિષ્ઠા–ભાવના.
મા બાળકને કેવી રીતે ઉછેરે છે? ભક્તિથી એ રાતદિવસ જોયા વિના તેના જીવન પાછળ પિતાની જાત ઘસી નાખે છે. દાયણ એવી રીતે નહીં ઉછેરી શકે. એ એના શરીરને ઉછેરશે, પણ એમાં પ્રેમ, ભકિત, ઉલાસ નહીં ભરી શકે, અને છતાં તેને પિતાની ફરજ બરાબર બજાવ્યાને સંતેષ હશે. જ્યારે માતાને પોતાના બાળકને ખૂબ જ પ્રેમપૂર્વક ઉછેરતાં છતાં તેને પોતાની ફરજમાં ખામીઓ રહી ગઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
કોઈ ભણેલી માને બાળ-ઉછેરને નિબંધ લખવાનું કહે છે તે મૂંઝાઈ જાય તેને તે પિતાના બાળકની અનેક ખામીઓ રહી ગયાનું ભાન હેય. અને જે પંડિતને બાળઉછેરને નિબંધ લખવાને હેય તે એક સુંદર પુસ્તક લખી શકે. પણ એ પંડિતના નિબંધમાં ઊંડાણ અને અનુભવ ન હોય.
એટલે, જીવનને જોવાની દષ્ટિ બદલવી જોઈએ. એ માટે આપણું દિલમાંથી પ્રેમ કર જોઈએ. એ માટે ત્યાગ– ભાવના કેળવવી જોઈએ. સામા માણસમાં કુટુંબભાવના તુરત ન જણાય તે ચિંતા ન કરવી. આપણે સાચા અને જાગૃત હઈશું તે એ ભાવના આવશે જ.
બ્રહ્મચારીને પીળાં કપડાં અને સંન્યાસીને ભગવાં કપડાં પહેરવાનાં હોય છે. એમ શાથી? સળગતા કેલસાને રંગ ભાગ હોય છે. જ્યાં સુધી કેલસામાં વાસ હોય છે ત્યાં સુધી ગંધ હોય છે. અને વાસ જતી રહે એટલે ગંધ ગઈ અને કેલસાને રંગ ભગવે થઈ ગયે. એવી રીતે વાસના વિનાને હોય તે સંન્યાસી.
બ્રહ્મચારીનાં કપડાંને રંગ પીળે હેય છે. પીળો રંગ શબને હોય છે. ગુરુ પાસે બ્રહ્મચારી જાય ત્યારે પિતાના શરીર અને અંત:કરણ ગુરુ પાસે ધરે ને કહે કે, આ બાહ્ય અને અંતર શરીર તમને સેપ્યાં. હવે તેમને જેમ ઘડવાં હોય તેમ ઘડે.
અંત:કરણનો અર્થ અંતરનાં સાધન-મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. પ્રથમ મનમાં સંકલ્પ થાય. ચિત્ત એ સંક૯૫ને વળગી રહેવાનું કામ કરે. બુદ્ધિ એ સંકલપ અનુસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વિદ્યાથીની સાધના વર્તવાને નિર્ણય કરે. અને અહંવૃત્તિ એ સંકલ્પને પાર પાડવાનું કામ કરે. શરીર એનું સાધન બને.
આમ પાંચ સાધન થયાં. તે પાંચે ય ગુરુને સેપે. એ ઉપરથી બ્રહ્મચારીનાં કપડાંને રંગ પીળો હોય છે. એ એનું બાહ્ય ચિહ્ન છે.
પણુ ગુરુને આ સોંપવાની વૃત્તિ ક્યારે થાય? એને એટલી ખાતરી હોય કે એમની પાસે રહેવામાં કષ્ટ પડશે પણ કદી અકલ્યાણું થવાનું નથી. જે એવી ખાતરી ન હોય તે એ વિદ્યાથીએ એક ક્ષણ પણ એમની પાસે રહેવું ન જોઈએ. અને એવી ખાતરી હોય તે બધી ક્રિયાઓ જ્ઞાનપૂર્વક કરવી જોઈએ.
એવી ક્રિયાઓ કરતાં શરીર સુકાય, ઘસાય કે છોલાય તેની ચિન્તા ન કરવી જોઈએ. શરીર સામે જ જોયા કરવું ન જોઈએ. તેને કહાગરું બનાવવું જોઈએ. તેને જેટલું કરીએ એટલું તે સુંદર થાય.
હળની કેશને રંગ કે હોય છે? સફેદ. લેઢાને રંગ સફેદ હોય છે પણ કાળો દેખાય છે. તે તેને ઉપરને મેલ છે. પ્રમાદી લેતું મેલું–કાળું હોય છે. તેમ જ કસાયેલાં શરીર અને પ્રમાદી શરીર વિષે સમજવું. આપણે હલકા ફૂલ જેવા હોવા જોઈએ. આપણે દુ:ખ વેઠવાનું નથી, પણ દુઃખ ભેગવવાનું છે. વેઠવામાં દુઃખ છે, ભેગવવામાં મઝા છે. વેઠવામાં અસહાયતાને ભાવ છે. ભેગવવામાં જ્ઞાન છે. એટલે જ્ઞાનપૂર્વક બીજા માટે આપણી જાતને ઘસી નાખવામાં આનંદ આવે એવા આપણે બનવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
એકલવ્યને અંગુઠો આપવામાં કેટલે હર્ષ થયે હતું! એવી રીતે આપણી જાત બીજાના ખપમાં આવવાની તક મળે ત્યારે આનંદ થ જોઇએ. એટલું કરી શકીએ તે - બીજા પ્રમાણપત્રની જરૂર ન રહે.
બ્રાહ્મણની જઈ એ એવી જાતનું પ્રમાણપત્ર છે. ઉપવીતને અર્થ ઉપ એટલે પાસે, વિ એટલે વિશેષ પ્રકારે, ઈતિ એટલે ગયે. ગુરુની પાસે વિશેષ ભાવે ગયેલાને જ ઉપવીત હોય. ઉપવીત ધારણ કરેલી હોય તે પહેલાં એમ સમજતા કે તેણે બાર વર્ષ સુધી તપ કર્યું હશે. વિદ્યાર્થી – જીવન પૂરું થયા બાદ તેના આચારે જ એવા છે કે તે જોઈને જ કેઈ સમજી જાય કે આ સંસ્કારી છે. એટલે સો તેને ભાવથી આવકારતા.
પ્રમાણપત્ર ધર્યા પછી જે કઈ બોલાવે તે જાણવું કે તે ભર્યો જ નથી. પ્રમાણપત્ર એવાઈ ગયું હોય તે તે ભણ શું? તેના મનમાં એમ થવું જોઈએ કે મારું પ્રમાણપત્ર હું જ છું. તે જે ખરેખર જીવતાં શીખે હશે તે તેને જીવનમાં રસ આવશે. અને મૃત્યુ આવશે તે ય હસ્તે મેંએ જવાને આનંદ હશે. નહીં તે અપરાધીને કેર્ટમાં બેલાવે અને પગ ઢીલા થઈ જાય એમ, જેણે કોઈને માટે જીવી નહીં જાણ્યું હોય તે મૃત્યુ પાસે આવતાં તેની સ્થિતિ દુઃખદ બની જશે. એવી આપણી સ્થિતિ ન થાઓ.
આજે શાળાઓ કે કોલેજોમાં જવાબદારી કે જોખમદારી * ઉઠાવવાનું કયાંય શીખવાતું નથી. એ ભારે ખામી છે. નાના કામમાં પણ જોખમદારી છે. અને જે નાનાં કામેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
જોખમદારી ઉઠાવી જાણે છે, તે જ મેટાં કામની જોખમદારી ઉઠાવી શકશે. નાનું કામ કરવામાં ભૂલ ન થાય એ જોખમદારી આવી. એવી જોખમદારી ઉઠાવવામાં દુઃખ આવે, ત્યારે સારું માનવું. એવા દુઃખથી નાસીપાસ ન થતાં તેને ભેગવવું. એમ કરતાં દુ:ખ સહન કરવાની ટેવ પડશે. જોખમદારી આવશે એટલે તેને સમજવાની કળા પણ શીખવી પડશે.
હું વિસાપુર જેલમાં હતું ત્યારે મને વીશીનું કામ સંધ્યું હતું. તે વખતે ૨૦૦૦ ભાઈઓની રસોઈ બનતી હતી. અમારામાંના એક ભાઈને ગરમ ગરમ રોટલે અને ડુંગળી ખાવાનું મન થાય, એટલે કોઈ ન દેખે એમ લઈ જાય. જ્યારે મને કામ સંપ્યું અને આ મેં જાણ્યું, ત્યારે મને વિચાર આવ્યું કે ૨૦૦૦ જણના ૪૦૦૦ જેટલામાં એક રેટલાને હિસાબ કંઈ ન ગણાય, પણ તેમાંથી હું કેાઈને કંઈ કેમ આપી શકું? અને મારી જવાબદારીને ખ્યાલ કરતાં મને થયું કે કોઈ ને કંઈ પણ લેવા ન દેવાય.
પેલા ભાઈ તે આવ્યા, અને રોટલે ઉપાડયો. મેં તેમને સમજાવ્યા કે આ રેટલા પર તમારે અધિકાર છે? એમણે કહ્યું કે, આટલામાં શું ઓછું થઈ જવાનું છે? પાછળથી વધે છે, પણ ખૂટે છે ખરા ? ' કહ્યું, “તમારા રેશનના રોટલા તમને પેરે મળે છે. એ ઉપરાંત વધારે મારાથી તમને શી રીતે લેવા દેવાય? એટલે હું નહીં લેવા દઉં.”
પેલાએ જણાવ્યું કે હું લઈ જવાને. બીજે પ્રસંગે તે ભાઈ હસતા હસતા આવ્યા, આડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના
૧૧ અવળી વાત કરતા ગયા અને હું ન જાણું તેમ રોટલો સંતાડો. તેમને ખ્યાલ નહીં કે એ રટલે જોયે છે. એટલે તે તે થેડી વારે હસતા હસતા પાછા ચાલ્યા. મેં બારણે જઈ તેમને કહ્યું કે પેલે બગલમાં રટલે સંતાડયો છે તે આપી જાઓ. તે ડઘાઈ ગયા અને રોટલે ફેંકી જતા રહ્યા. પણ મારા પર ચેકી રાખવા લાગ્યા કે આ માણસ રસોડામાંથી હક્ક કરતાં વિશેષ તે નથી ખાતે ને?
એક વખત પ્રસંગવશાત્ બપોર પછી મારો હક્કને રિટલે વીશીમાં બેસીને ખાતું હતું, એ એક ભાઈએ જોયું. તેણે પેલા ભાઈને કહ્યું: તે ભાઈ શિકાર હાથમાં આવ્યું જાણી હસતા હસતા આવ્યા અને કહ્યું, “મહારાજ, કેમ રોટલે ખાઓ છે ને? ઠીક, ઠીક,” એમ કહી ગર્વ લેવા લાગ્યા. મેં જણાવ્યું કે મારા ભથ્થાને રોટલો મળે પણ દાળ નથી મળી; એટલે શટલે એકલે ખાઉં છું.
તે ભાઈ શરમાઈ ગયે.
રસોડામાં રહેનાર અને કામ કરનાર ગળની કાંકરીની ચોરી કરે તે સાધનાની દષ્ટિએ બહુ ભયંકર છે. કિંમતની દષ્ટિએ કંઈ નથી. આવા પ્રસંગે આપણું દિલમાં મંથન થવાનું. દેવાસુર સંગ્રામ થવાને. તેની પરીક્ષા કેણ કરે? આપણે પિતે જ.
આવી નાની નાની જોખમદારી આપણે પાર પાડીશું, તે દુનિયાને મહાસાગર આપણે સહેલાઈથી પાર કરી જવાના. સમાજ આપણાથી નિર્ભય બનશે.
વળી આપણે તે ભૂલના ભંડાર છીએ. એટલે ભૂલમાં લપસી ન જઈએ, તે માટે એકબીજાની મદદ લેવી જોઈએ. ટેસ્ટોયની વાર્તાના ત્રણ સાધુની જેમ એકબીજાને વળગવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
વિદ્યાર્થીની સાધના એટલે આપણે એકબીજાને ટેકે કરીએ અને કેઈ ને લપસવા ન દઈએ. લપસણું હોય કે નદીને પ્રવાહ હોય તે તેમાં થઈને જવા માટે આપણે એકબીજાને હાથ પકડીએ છીએ. તેમ સંસારમાં અનેક જાતનાં પ્રલોભને છે, તેમાંથી બચવા માટે આપણે એકબીજાને સહાય કરવી જોઈએ. આપણે બધા એક કુટુંબના છીએ, એમ સમજીને એકબીજાની મદદથી જ આગળ વધી શકીશું.
વળી સ્વભાવ અને દુષ્ટતા જુદી વસ્તુઓ છે. સ્વભાવ વાત કરવાનું હોય તે નુકસાન થાય. પણ વાત કરવા પાછળ દુછતા હોય તે તે ભયંકર છે. સ્વભાવ તે આપણે એક વખત ઓળખી લઈએ એટલે સંભાળી લઈએ. જેમ બળદ કામ કરતે હોય પણ શીંગડું મારવાની ટેવવાળે હોય તે તેને ધણી વેચી દેશે નહીં, કે મહાજનમાં નહીં મૂકે, પણ તેની પાસે કામ લેતી વખતે શીંગડાથી સાવચેત રહેશે. પણ જે કામ જ ન આપતે હોય અને શીંગડું માર્યા કરતું હોય તે ધણું તેને રાખશે નહીં, અને મહાજનમાં મૂકી આવશે. એમ માણસ કંઈ કરતો ન હોય તે તેની લાતે કેણ ખાય? એટલે સ્વભાવ નભાવી શકાય, પણ દુષ્ટ બુદ્ધિ ન હોવી જોઈએ. એ માટે સાધના કરવી જોઈએ.
આપણે ખૂબ ભણ્યા હોઈએ પણ જે સાધના નહી કરી હોય તે લાલચેના વાવાઝોડામાં ટકી નહીં શકીએ. એટલે વિદ્યાથીઓને હું એક જ સૂત્ર ધ્યાનમાં રાખવા ભાર દઈ સૂચવવા ઈચ્છું છું કે –“સાધના કરે, શરીર કસે અને આત્માને તેજસ્વી બનાવે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના શા માટે? આપણે રોજ સવારમાં પ્રાર્થના કરીએ છીએ. અમુક કલેક બોલીએ છીએ. અમુક સમય થયે એટલે તે પૂરી થઈ ગણીએ છીએ. એ લોક, ધૂન વગેરે બેલીએ એટલે પ્રાર્થને થઈ ન ગણાય.
પણ આખા દિવસમાં આપણે અનેક કામ કરીએ છીએ, અને અનેક પ્રસંગે આવે છે. એમાં આપણે બુદ્ધિથી સમજતા હોવા છતાં નિશ્ચય પ્રમાણે વતી શકતા નથી. જેમકે માંદો માણસ હોય તે જાણે છે કે તેને માટે ભારે ખેરાક ખાવો ઝેર સમાન છે. તાવવાળાને કઢી નુક્સાન કરે છે. તેમ છતાં તે ખાઈ જાય છે. એની જીભ એને વશ નથી, એટલે આટલામાં શું? એટલાથી કંઈ નુકસાન નહીં થાય; એમ વિચાર આવે છે અને તેને વશ થાય છે, અને દુઃખી થાય છે. કેમકે તેનામાં નિર્બળતા છે.
એવી રીતે સંસારમાં સગાંસંબંધી છે, તે બધાં સાગરનાં પાણી જેવાં છે. એમાં એને અનેક પ્રસંગે આવે છે. બારમું કરવું, શ્રાદ્ધ કરવું, બધા કુટુંબનું પિષણ કરવું, એ બધામાં તે પ્રથમ તે ગજરાજની જેમ પિતાના બળથી ઝઝૂમે છે, પણ તે જેમજેમ છૂટવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે અંદર વધુ ધકેલાતું જાય છે. કેમકે તે પાણીમાં છે એટલે સગાં-વહાલાં, મા-બાપ વચ્ચે છે. એમના તરફની માયામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
'૧૪
પ્રાર્થના શા માટે? જ્યારે એ બધી માયાને ફેંકી દે છે અને ઈશ્વર પર પિતાના હૃદયમાં રહેલા આત્મતત્વ પર ભરોસે રાખે છે અને બાહા જગત પર આધાર નથી રાખતો ત્યારે તે બચી જાય છે. માણસ પોતાના બળના અભિમાનથી કરવા જાય છે, ત્યાં તે ફસાય છે. પણ આત્મબળથી એટલે ઈશ્વરબળથી પ્રયત્ન કરે છે, તે સફળ થાય છે.
એવી રીતે સવારે ઊઠતાં વેંત સમજીએ છીએ કે આ દિવસ ઊગશે એટલે ધર્મ પ્રમાણે જીવન જીવવામાં મારી નબળાઈઓ આડે આવશે. તેથી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તું મને એટલું બળ આપ કે એ મુશ્કેલીઓ સામે થઈને પણ હું ધર્મ સાચવી શકે અને દરેક પ્રસંગે તને ન ભૂલું.
આપણે સુખ માગતા નથી, અને ન માગવું જોઈએ. પણ સુખ પ્રાપ્ત કરવાનું બળ માગવું જોઈએ.
કોઈ ભૂખ્યું હોય તેને હંમેશની ભૂખ કાઢવાને રસ્તે કરી આપે તે મદદ સાચી ગણાય. ભૂખ લાગે ત્યારે ખાવા આપવામાં તે ડી વાર સુધી શાતિ અને સુખ લાગશે. પણ પછી તે પેટ હતું તેવું ખાલી જ થઈ જવાનું. એટલે ખાવા આપવાનું કરતાં ખાવાનું મેળવી લેવાને રસ્તે કરી આપવાથી આપણે તેને સાચી મદદ કરી શકીએ છીએ.
એ માટે આપણે ઈશ્વર પાસે સુખ, ધન વગેરે ન માગીએ, પણ ધર્મમય માર્ગે જઈને સુખ તથા ધન મેળવી શકાય એવું બળ માગીએ.
એવી જ રીતે સાંજ પડે એટલે આપણા આખા દિવસના જીવનને વિચાર કરીએ. અને જે આપણને સફળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના શા માટે? મળી હોય તે પ્રભુને ઉપકાર માની રાત્રિ દરમ્યાન સુખભરી નિદ્રા આવે અને સ્વમમાં ય સારા ભાવ આવે એવી પ્રાર્થના કરીએ. દિવસના કેઈ કામમાં નિષ્ફળતા મળી હોય તે વિચારીએ અને ભગવાનને કહીએ કે તેં તે મને મદદ કરી, પણ મારી નબળાઈ એટલી બધી છે કે હું તારે રસ્તે ચાલી શક્યો નહીં.
અને એવી પિતાની નબળાઈમાં તેને હું પણ આવી જાય. તેમ છતાં સતત પુરુષાર્થ કરવાને સંકલ્પ પણ સાથે વધારતે જાય ને ભગવાનને કહેશે કે હવે હું વધુ જાગ્રત રહું, હું વધુ પુરુષાર્થ કરું, એવું બળ આપજે.
એમ સવારસાંજ રે જ ભગવાનની પ્રાર્થના દિલમાં થતી જ હોય.
એવી રીતે પ્રયત્ન કરતાં કરતાં સતત પ્રાર્થનામય જીવન થઈ જાય.
(OF:
ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
યજ્ઞને મહિમા ચજ્ઞ એટલે ઘસાવું. આ જગત યજ્ઞથી ટકી રહ્યું છે, એટલે કે એકબીજાના ઘસારાથી ટકી રહ્યું છે. કે કેઈને માટે ઘસાય જ નહીં તે ક્ષણભર જગત ટકે નહીં.
પણ ઈશ્વરે રચના જ એવી કરી છે કે સ્વાભાવિક રીતે દરેક ઘસાય જ છે.
આપણને પ્રભુએ બે શરીર આપ્યાં છે: (૧) ધૂળ. શરીર (૨) સૂક્ષ્મ શરીર-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બંને શરીર આપણને કેઈના ઘસારામાંથી મળ્યાં છે. પ્રથમ આપણી માતાને ધાવીને આપણે મેટા થયા તેની પાસેથી અમુક વખત પિષણ મળ્યું. પછી પૃથ્વી માતા આપણને આખી જિંદગી સુધી પડ્યું છે.
ગીતામાં કહ્યું છે કે જે લે છે અને પાછું નથી આપતે, તે ચાર છે. પૃથ્વી માતા આપણને પોષે છે, પણ આપણે તેને કંઈ પાછું આપીએ છીએ કે નહીં તે તપાસીએ.
પૃથ્વી કેવી રીતે પાષણ આપે છે? એક બીજ હોય. તેને આપણે જમીનમાં નાખીએ. બીજમાં જીવનતત્વ હોય છે. તે જમીનમાં પડે છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે. તેનાથી બીજનાં ત ઓગળે છે અને તેમાંથી અંકુર ફૂટે છે. એ અંકુર બીજનું બધું જીવનતત્વ ખાઈ જાય છે, અને પિતે વધે છે. જેટલું તે ઉપર વધે છે, તેટલું નીચે પણ જાય છે. બીજનું તત્વ પૂરું ખવાઈ જાય છે, ત્યારે અંકુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
યાને મહિમા
૧૭ જમીનને ધાવવા માટે નીચે જાય છે અને ઉપર વધે છે. એ બીજ પિતાને અનુકૂળ તત્તે જમીનમાંથી ચૂસે છે. જેમ લીમડે અને આ સાથે સાથે હોય; પણ તે પિતાને અનુકૂળ તત્તે ભૂમિમાંથી ચૂસે છે. તેથી આંબા પર મીઠી કેરી થાય છે અને લીમડા પર કડવી લીંબોળી થાય છે.
ઉપર કહ્યું તે રીતે બીજમાંથી જે છેડ થયે, તે ભૂમિને ધાવીને મટે છે. પશુપંખી ભૂમિને ધાવી શકતાં નથી. તેમણે એ છોડને ઉપગ કર્યો અને તેમાંથી પિષણ મેળવ્યું. ગાય, ભેંસ જેવાં પ્રાણી તે ઘાસ ખાય છે. તેમાંથી ન પચાવી શકે તેવાં તો તે પાછાં આપે છે અને તે ખાતર તરીકે પૃથ્વી માતાને પાછાં મળે છે.
પચેલાં તેમાંથી દૂધ થાય છે. તેને મનુષ્ય ઉપગમાં લે છે. વળી ઘાસને વધવા દઈએ તે તેનાં બધાં તવાળાં બીજ પેદા થાય છે. તેમાં બીજની શક્તિ હોય છે. તેમાંથી મનુષ્ય પોષણ મેળવે છે.
જ્યારે ઘાસમાં દાણું થાય છે ત્યારે તે બીજનું કામ પૂરું થાય છે. એટલે તે ઘાસ સુકાવા લાગે છે. એ દાણામાં જમીનમાં રહેલાં બધાં જીવનત આવે છે અને તે ખાઈને માણસ જીવનતત્વ મેળવે છે.
આપણે જોયું કે ઝાડ અને પશુ પિતાને ન પચે તેવાં બધાં તત્તે પૃથ્વી માતાને પાછાં આપે છે અને એ ત લઈને પૃથ્વી માતા તેને પચી શકે તેવા રૂપમાં આપણને પાછાં આપે છે.
જે આપણે પણ ઝાડ અને પશુની જેમ પાચન ન થયેલાં તો પૃથ્વી માતાને પાછાં ન આપીએ તે આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
યજ્ઞનો મહિમા માતા ગરીબ જ બની જાય ને? તે આપણને નવાં ત પાછાં કયાંથી આપી શકે? અત્યારે આપણે ન પચેલા પદાર્થો પાછી નહીં આપીને યજ્ઞને ભંગ કરીએ છીએ.
સૂર્ય પણ યજ્ઞ કરે છે. તેની ગરમીથી વનસ્પતિ ખીલે છે, અને દુર્ગધી દૂર થાય છે. એટલે જે દુર્ગધી ફેલાવે છે, તે યજ્ઞને ભંગ કરનાર છે, ચાર છે અને પાપી છે.
સુગંધી અને દુર્ગધી શી ચીજ છે તે જાણે છે? સુગંધી ઔષધિ છે. ફૂલ અને વનસ્પતિમાંથી પરાગને પવન ઉડાવી લાવે છે અને તે પરાગ શરીરને તંદુરસ્ત રાખે છે. તેથી તે સુગંધી બની.
દુર્ગધીમાં પણ પરગ છે. તે શરીરને રેગીલું બનાવે છે. પૂરતી ગરમી નહીં મળવાને કારણે ખેરાક અને બીજી વસ્તુઓમાં સડે થાય છે, અને એ સડામાંથી બારીક કણે નીકળે છે. તે આપણને નરી આંખે દેખાતા નથી. તે નાક વાટે આપણને મળે છે. ચીજોને દુરૂપયોગ થાય છે, ત્યારે તેમાંથી દુધ નીકળે છે.
મળ જાગતી જમીનમાં નાખે તે તેને તે પિતાનામાં મેળવી લે છે અને તે માટી કીમતી બને છે. જે તે બહુ ઊડે છે જ્યાં સૂર્યનાં કિરણે પહોંચી શકતાં નથી) નાખવામાં આવે તે તે ઊંઘતી જમીનમાં નાખ્યા ગણાય છે. તેથી ઝટ ઉપયોગી બનતું નથી. જે મળને ખુલ્લે રાખવામાં આવે તે તે જમીન સાથે મળી શકતું નથી અને દુર્ગધ ફેલાવે છે.
પ્રભુ દયાળુ છે અને ન્યાયી પણ છે. તે એક ન્યાયી જ હેત તે અયજ્ઞ કરનારાઓને ભારે સજાઓ કરતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
યાને મહિમા
તે દયાળુ હોવાથી આપણે ભૂલ કરીએ છીએ તે પણ આપણને પાઠ આપે છે.
આજે આપણને કયાં થુંકવું તેની ય ખબર નથી. ક્યાં પેશાબ કરે, ક્યાં મળવિસર્જન કરવું, વગેરેનું કંઈ જ ભાન નથી. તેમ છતાં ઈશ્વર આપણને નભાવે છે, એ એની દયા છે.
આજે એક માણસ અધર્મ કરે છે, તેમાં તે પિતાને નુકસાન કરે છે એટલું જ નહીં, પણ સમાજને પણ નુકસાન કરે છે.
જગતમાં તપ અને ભેગ બંને સાથે સાથે ચાલે છે. એકલું તપ કરે તે સુકાઈ જાય અને એકલે ભેગ કરે તે ફિકો પડી જાય.
જેમ ખુલ્લામાં છોડ સૂર્યને તાપ સહન કરે છે અને મૂળ પાણીમાં હેય છે, ત્યારે તે લીલુંછમ બને છે. અને વણછા નીચેને છે. સૂર્યને તાપ સહન કરતું નથી ત્યારે તે પીળો પડી જાય છે. એમ તપ અને ભેગ બંનેની જરૂર છે, પણ તે બંને યજ્ઞાથે થવાં જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ
[૧] હિન્દુ એટલે?
હિન્દુ ધર્મમાં વર્ણાશ્રમનું સ્થાન અનેખું છે. દુનિયાના બીજા ધર્મો કરતાં હિન્દુ ધર્મની વિશેષતાઓનું એક કારણ એ છે, કે તેણે વર્ણાશ્રમ ધર્મ સ્થા. જગતમાં વર્ણાશ્રમ ધર્મ બધે જ છે. પણ હિન્દુ ધર્મે તેની પદ્ધતિસરની લેજના કરી, તેથી સમાજ વ્યવસ્થિત થયે.
આજે હિન્દુની વ્યાખ્યા વિષે કેઈને પૂછીએ તે જુદા જુદા જવાબ મળશે.
શું ચેટલી રાખે, મુડદાંને બાળે, કપાળે ચાલે કરે, તે હિન્દુ છે? ના.
જે એક જ ઈશ્વરને માને છે, તે હિન્દુ છે? ના. જે માંસાહારી નથી તે હિન્દુ છે ? ના. જે ગાય પાળે તે હિન્દુ છે? ના.
એવું એવું તે બીજા પણ કરતા હોય છે. ત્યારે હિન્દુ કેણુ? જે વર્ણાશ્રમ ધર્મ પાળે છે તે હિન્દુ કહેવાય ખરે. વર્ણાશ્રમને અર્થ
વર્ણાશ્રમને અર્થ કરવા જઈએ તે તેની ઉત્પત્તિ વર્ણ + આશ્રમ શબ્દમાંથી થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધમ
વર્ણ = રંગ. આશ્રમ = સ્થાન–સ્થાન પ્રમાણે પ્રકાર.
જગતમાં દરેક વ્યક્તિનું સ્થાન શું એ નકકી કરનાર ધર્મ તે વર્ણાશ્રમ ધર્મ. જાતિ અને કર્મ (કાર્ય ) પ્રમાણે મુખ્ય ચાર વિભાગ કર્યા. જગતમાં તેનું સ્થાન
ગીતામાં ભગવાને કહ્યું છે –
चातुर्वण्य मया सृष्टं गुणकर्मविभागशः ।
ગુણ અને કર્મ પ્રમાણે ચાર વિભાગ કર્યો. જગતમાં જે કાર્યો કરવાં જરૂરી છે, તેને ચાર ભાગમાં વહેંચી દીધા.
જગતમાં જ્ઞાન, શક્તિ, સંપત્તિ અને સેવાની જરૂર છે. જ્યાં જોઈશું ત્યાં આ ચાર ચીજો દેખાશે.
જેમ અવાજમાંથી શબ્દ શોધાયા અને તેમાંથી ભાવ શોધાયા; તેવી રીતે સમાજનાં સામાન્ય કર્મોમાંથી ઉપરના ચાર વિભાગ મળ્યા. દરેક વિભાગમાં ચારે ય શક્તિઓ વત્તા ઓછા પ્રમાણમાં છે. જેમાં જે શક્તિ વિશેષ છે તેને તેને માલિક ઠરાવ્યું. જેનામાં જ્ઞાન પ્રાધાન્ય હતું તેને બ્રાહ્મણ કહો. જે તેનામાં ફક્ત જ્ઞાનની વિશેષતા હોય તે જ્ઞાનપ્રધાન છે એમ કહી શકાય. પણ તે પિતાનું જ્ઞાન સમાજના કલ્યાણમાં વાપરે એ માટે તેને બ્રાઢાણ કહ્યો. હું જ્ઞાનાતિ ગ્રાહ્યા બહાને ઓળખીને તે તરફ જાય છે તે બ્રાહાણ. તેથી તે પિતાનું જ્ઞાન વિશ્વને અર્પણ કરે છે.
શક્તિપ્રધાન તે ક્ષત્રિય. અને તે શક્તિ સમાજના કલ્યાણ માટે ખર્ચે તે માટે તેને ક્ષત્રિય કહ્યો.
સંપત્તિપ્રધાન તે વૈશ્ય, અને સેવાપ્રધાનને શુદ્ધ કહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨
વર્ણાશ્રમ ધમ
બ્રાહ્મણુ—મનુ મહારાજે બ્રાહ્મણની વ્યાખ્યા આપતાં
કહ્યુ છે કે:
अध्ययनं अध्यापनं, यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चैवं ब्राह्मणानामकल्पयत् ॥
જે ભળે અને ભણાવે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ બધા ભણે પણ ભણાવે નહીં. કેમકે ભણાવવાના અધિકાર બ્રાહ્મણને મળ્યું. કેમકે તેને ભણાવતાં આવડે છે. તે ભણતી વખતે પેાતાને માટે નહીં ભણે પણ સમાજના કલ્યાણુની દ્રષ્ટિ રાખીને ભણે છે. તે જ્યારે ક ંઈક નવું જાણશે, ત્યારે તેના દિલમાં તરત જ થશે કે આ જ્ઞાન સમાજને કયારે આપી દઉં? વળી એ જ્ઞાન મેળવીને તેને પચાવી, રસ કરીને સમાજને આપશે; જેથી તે મીજાને ઝટ પચી જાય. જેમ માતા ખારાક ખાય છે, અને તેને પચાવીને, તેનું દૂધ કરીને બાળકને આપે છે, તેમ બ્રાહ્મણ સમાજમાં જ્ઞાન આપશે, અને સમાજને નવું નવું જ્ઞાન આપવા માટે તે સતત જ્ઞાન મેળવતા રહેશે.
એવી રીતે યજ્ઞ કરે અને કરાવે. યજ્ઞના અઘી હામવું નહી, પણ પેાતાની જાતને હામી દેવી, ઘસી નાખવી તેનું નામ યજ્ઞ. બ્રાહ્મણ પેાતે પેાતાની સર્વ શક્તિ સમાજના કલ્યાણુ ખાતર હામે છે અને જગત પાસે હૈામાવે છે. ખરી રીતે આખું જગત યજ્ઞ કરે છે. જો યજ્ઞ ન કરે તે જગત ટકે નહીં. યજ્ઞ વિના સૃષ્ટિ નભે નહીં. તેથી ગીતાજીમાં ભગવાને કહ્યું છેઃ
સંધ યાત્ મના દુર્થી.........
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૩.
વર્ણાશ્રમ ધર્મ
યજ્ઞમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેનું કારણ એ જ કે ઘસારામાંથી નવું ઉત્પન્ન થઈ શકે. એટલે યજ્ઞ બધાએ કરવાને જ હોય છે.
પણ આ યજ્ઞ કરાવે કે બ્રાહ્મણ કેમકે તે જ લાયક છે.
સૂર્ય યજ્ઞ કરે છે પણ કરાવી શકતું નથી. પણ બ્રાહ્મણ પ્રથમ પિતે ઘસાઈને બીજાને તેમ કરવાનું શીખવે છે, એટલે તેને યજ્ઞ કરાવવાને અધિકાર આપે.
બ્રાવણ દાન લે અને આપે. વૈશ્યને દાન લેવાનો અધિકાર નથી, પણ બ્રાહ્મણ દાન લઈ શકે છે. કારણકે તે સમાજને અનેકગણું કરીને આપે છે. તેની પાસે જે કંઈ શક્તિ-જ્ઞાન છે તે જગતને પ્રથમ આપી દે છે. તેથી તેને દાન લેવાને અધિકાર મળે. એના સ્વભાવમાં જ એ વસ્તુ પડેલી છે. જેમકે એ પાણી પીવા લાટે લઈને જશે, ત્યારે પાણી પીધા પછી લેટે ભરીને લઈ જશે, જેથી કેઈને ય ઉપગી થઈ શકશે. એવી રીતે તે જે કંઈ ક્રિયા કરશે તેની પાછળ તેની ચોક્કસ દષ્ટિ હશે. અને એવી ટેવ પડી જશે કે એને વિચાર કર નહીં પડે, છતાં ય તેની ક્રિયા કલ્યાણકારી થશે.
સમાજમાં અજ્ઞાન પ્રવેશે તે સમજવું જોઈએ કે બ્રાહ્મણ ધર્મને નાશ થયે છે
ક્ષત્રિય–ક્ષતા ઝારે ય ક્ષત્રિયઃ | ઘામાંથી બચાવે તે ક્ષત્રિય-લેકેને આપત્તિમાંથી બચાવે તે ક્ષત્રિય. ક્ષત્રિય ચતુર હોય, તેનામાં જ્ઞાન હોય અને ઈશ્વરપ્રતિ શ્રદ્ધા હોય ! તે યુદ્ધમાં પાછો ન હો. યુદ્ધ કરતાં પહેલાં વિચાર કરે, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ
યુદ્ધમાં ઝંપલાવ્યા પછી પાછો ન હઠે. સામે મેત દેખાય તે ય તે પાછો ન હટે. મૃત્યુને ભેટે પણ હતાશ થઈને પાછા ન ફરે. આપત્તિ આવે ત્યારે તે વધુ તેજસ્વી થાય. આપત્તિથી ગભરાય તે ક્ષત્રિય નહીં.
શક્તિ તે ઘણામાં હોય છે. રાક્ષમાં ઓછી શક્તિ હતી ? પણ તે પિતાને માટે જીવ્યા હતા. એટલે જે પિતાની શક્તિને ઉપગ પિતાને જ માટે કરે તે ક્ષત્રિય નહીં પણ રાક્ષસ છે. ક્ષત્રિયને ધર્મ સમાજનું રક્ષણ કરવાનું છે. જ્યાં રક્ષણની જરૂર પડે ત્યાં ક્ષત્રિય પહોંચ્યું જ હોય. સમાજનું રક્ષણ કરવાની શક્તિ ઓછી થાય અથવા નાશ પામે તે ક્ષત્રિય ધર્મ નાશ પામ્ય ગણાય.
વૈશ્ય–ઉત્તરા' = પ્રવેશ કરવું. સમાજમાં જે પ્રવેશ કરે તે વૈશ્ય. સમાજમાં વૈશ્ય હોય તે સમાજ ખીલે અને ટકે. એટલે આ શબ્દ સંપત્તિવાચક છે.
સંપત્તિ ઉત્પન્ન કરવી અને સમાજના દરેક અંગને પહોંચાડવી, એ વૈશ્યનું કાર્ય છે. જે સમાજનું એક અંગ ખીલે અને બીજું કરમાય તે સમજવું જોઈએ કે વૈશ્ય ધર્મમાં ક્યાંક ખામી છે.
એના વિશે મનુ મહારાજે કહ્યું છે: पशूनां रक्षणं दानं ईज्याध्ययनमेव च । वणिक्यं कुशीदं चैव, वैश्यस्य कृषिमेव च ।
તેનું કાર્ય પશુનું પાલન કરવું, ખેતી કરવી, વેપાર કરે, દાન આપવું, વગેરે છે.
વૈશ્ય દાન લે નહીં. કેમકે તે પિતાના ખપપૂરતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધમ
૨૫
રાખીને પછી બાકીની સંપત્તિ સમાજમાં વહેંચે છે, એટલે તેને દાન લેવાના અધિકાર નથી.
બ્રાહ્મણુ સંસ્કૃતિ રચે અને તેનું રક્ષણ કરે, અને તે ન સંસ્કૃતિના નાશના સાક્ષી
કરી શકે તેા મતને ભેટ. પણ થવાને તે જીવતા ન રહે.
ક્ષત્રિય બ્રાહ્મણે રચેલી સ ંસ્કૃતિનું રક્ષણ કરે, અને ન કરી શકે તેા તે મરી જાય.
પણ વૈશ્ય સમાજને પેષે અને પેષવાનું ન બની શકે તા તેને માટે તે મરી ન જાય.
શૂદ્ર—સેવા કરે, પરિચર્યા કરે. પેાતાને માટે જીવે. પણ તે જે કંઈ કરે તેમાં સામાજિક કલ્યાણ થાય ખરું. આજે તે શૂદ્ર હલકા ગણાય છે, પણ તેમ નથી. તેના સિવાય સમાજ ટકી ન શકે.
આપણે ઇશ્વરને વિશ્વકર્માના નામથી એળખીએ છીએ. વિશ્વકર્માં એટલે કારીગરવ. તે વર્ગ શૂદ્ર છે. વિશ્વકર્માના પાંચ પુત્રા ગણાય છે
લાકડું ઘડનાર
લેખું
માટી
""
ઘડનાર
સુથાર
લુહાર
કુંભાર
પથ્થર
સલાટ
,,
મકાનના રચિયતા કડિયા
આમ કુદરતે જે સંપત્તિ પેદા કરી છે તેમાંથી તે
ઉપયાગી ચીજો બનાવીને સમાજને ટકાવે છે. એટલે તે વ
ન હાય તે સમાજ ટકી શકે નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨}
વર્ણાશ્રમ ધમ
વૈશ્યને ખેતી કરવી હાય તા હળ જોઇએ, કેશુ જોઇએ. તે કાણુ આપે ? તેને વાસણ જોઇએ તે કાણું કરી આપે તેને રહેવા ઘર જોઇએ તે કાણ કરી આપે ? અને એ વસ્તુઓ વિના એકેય વર્ગને ચાલે નહીં. માટે તે અતિ ઉપયેગી છે.
આમ ચાર વર્ગ અથવા ચાર વિભાગ કર્યાં. એ ચારે વિભાગ ભેગા મળે તા જ સમાજ ટકી શકે. એમાંથી એકે વર્ગ ન હાય તે ન ચાલે. જો સમાજમાં એ ચારે વિભાગ વ્યવસ્થિત રીતે પેાતાના ધર્મ બજાવે તે સમાજ વ્યવસ્થિત અને શાન્તિથી જીવી શકે. આમ ચારેય વર્ણ એક અગરૂપ જેવા છે.
આના ખીજી રીતે અલંકારિક ભાષામાં પણ વિચાર કરવામાં આવ્યું છે.
બ્રાહ્મણુ—વેદમાં એક મંત્ર છે :
ब्राह्मणो स्वमुखमासीत् बाहूराजन्यः कृतः ।
उह
11
...
મંત્ર આપે, વિચાર આપે, પ્રેરણા આપે તે ઋષિ સર્ષિ કહે છે તે—ર્ આંખ, ૨ કાન, ૨ નાક, ૧ માં. એ સાતેય આખા અંગને પ્રેરણા આપે છે, પણ પેાતાના માટે કઇ રાખતાં નથી.
...
આંખ જોવાનું કામ કરે છે, પણ તેને તેમાં કંઇ લેવાદેવા નથી હાતી. એવી રીતે કાન સાંભળે છે, પણ તેથી કાનને કઈ એ સાંભળવાથી લાભ કે ગેરલાભ થવાના નહીં.
બ્રાહ્મણ એટલે માથાના ભાગ. એનું કાર્ય ઉપર બતાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધમ
૨૭ તે છે. આખા શરીરમાં માથું ઉપર છે, એટલે બ્રાહ્મણે એ માન્યું કે અમે શ્રેષ્ઠ છીએ. શરીરના બધા ભાગમાંથી કે શ્રેષ્ઠ અને કેણ નીચે? ખરી રીતે ઊંચનીચા જેવું કંઈ છે જ નહીં. ધડ ઉપરના ભાગને માથું નામ આપ્યું, તેમ આલંકારિક ભાષામાં તેને બ્રાહ્મણ નામ આપ્યું. એથી તે મેટે બની જતું નથી.
માથું હંમેશ ખુલ્લું હોય છે અને રહે છે. આંખ, નાક, કાન, મેં ટાઢ, તાપ અને વરસાદમાં ય ખુલ્લાં રહે છે. જે એ ખુલ્લાં ન હોય તે નુકસાન થાય.
વળી માથું આખા અંગને મુખ્ય અલંકાર છે. તે ઊંચું અને ખુલ્લું હોવાથી હંમેશ આગળ તરી આવે છે. આમ મસ્તક આખા અંગનું ભૂષણ છે.
ક્ષત્રિય-વાઘુર્વે વરું વીર્ય હાથ ક્ષત્રિય છે. કઈ માથામાં ફટકા મારવા આવે, કે પેટમાં લાકડી ખેસવા આવે કે પગમાં લાકડી મારવા આવે તે હાથ રક્ષણ કરવા દેડી જશે. ઘા સહન કરીને પણ હાથ બધાને બચાવશે, અને તે હંમેશાં ખુલ્લા રહે છે તે પિતાનું કામ ન કરે તે શરીરને નભવું મુશ્કેલ થાય. બે હાથ ન હોય તે તે તદન એશિયાળું બની જાય, ગુલામ બની જાય. ગુલામ માણસ જીવી શકે ખરે, પણ તેના જીવનમાં પ્રાણ, આશા કે ઉત્સાહ ન હોય.
વૈશ્ય–પેટને વૈશ્ય કહેવામાં આવ્યું છે, તેનું રક્ષણ કરવું જોઈએ. બધે ખેરાક પેટમાં જાય, એટલે બધી સંપત્તિ વૈશ્ય પાસે જાય. એ ખેરાકનું લેહી બનીને આખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮
વર્ણાશ્રમ ધર્મ શરીરને પહોંચાડવાનું કામ તેનું છે. જો એ ખેરાક પેટમાં જ રહે એટલે પરિગ્રહ કરે તે રોગ થાય. અને આખું અંગ પીળું—ફિકકું પડી જાય. એટલે જે સંપત્તિનું લેાહી શરીરના અંગેને જોઈતા પ્રમાણમાં પહોંચે, તે શરીર સુદઢ રહે.
જે ખેરાક પેટમાં જ રહે છે તે મળરૂપ બની જાય અને કીડા થાય–ગંધાઈ ઊઠે. તેમ સંપત્તિ પણ એક ઠેકાણે જ રહે તે સમાજમાં ચોર લૂંટારા પેદા થાય અને સમાજ બગડે. વૈશ્ય બધી સંપત્તિ પિતાને ત્યાં ભેગી કરશે પણ તે સમાજને વહેંચી દેશે, અને પિતે રેજ ખાલી જ રહેશે. જેમ પેટમાં ખેરાક જાય છે તે પચીને લેહી થાય છે અને નકામે ભાગ બહાર નીકળી જાય છે અને પેટ ખાલી જ રહે છે. તેવું જ સમાજ વિશે પણ બને છે.
શ્રદ્ધ-પગ-જે પગ મજબૂત ન હોય તે શરીર અપંગ બને. એની પણ પ્રતિષ્ઠા સ્થાપી છે. તમે જાણે છે કે ચાંલ્લે કપાળે કરવામાં આવે છે, પણ ચાંલ્લે કરવાથી પવિત્ર ન થવાય. પવિત્ર થવા માટે બધા પગે લાગે છે, પ્રણામ કરે છે. ચરણરજ પવિત્ર ગણાય છે. માથાની રજ કંઈ પવિત્ર ગણાતી નથી. જોકે પવિત્ર થવા ચરણામૃત લે છે.
આમ પ્રગતિની પ્રતિષ્ઠા સ્થાપી છે. એટલે શુદ્ધની પ્રતિષ્ઠા રાખવામાં આવી છે. કેમકે શરીરનું તે અંગે પણ એટલું જ આવશ્યક છે, જેટલાં બીજાં અંગે છે.
પગ પણ હાથની જેમ હંમેશ ખુલ્લા રહે છે. તેને ગંદકીમાં-ધૂળમાં વધુ રહેવાનું હોય છે. તેથી તેને વારંવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ ધાવાની, સાફ કરવાની જરૂર છે. આ રીતે ચારે વર્ણમાં કોઈ પણ વર્ગનું કાર્ય હલકું નથી અને કોઈ પણ અપ્રતિષ્ઠિત નથી.
આમ આખો વર્ણ ધર્મ એક અંગરૂપ–પરસ્પરાવલંબી છે અને પરોપકાર માટે છે. તે એક વખત શ્રેષ્ઠ હતે. આજે તે ભ્રષ્ટ થયે છે અને તે તૂટ છે.
તે તૂટટ્યા પછી મિથ્યાભિમાન આવ્યું. આડંબર, ડેળ આવ્યાં. કેમકે ધર્મ ચૂક્યા ખરા, પણ ધર્મવાળા તે કહેવરાવવું છે. એટલે દેખાવ કરે પડે છે, ડેળ કરે પડે છે.
વર્ણધમ–“ધર્મમાં ધ્રુ ધાતુ છે. ધૃ એટલે ધારણ કરવું. જેથી વર્ણ ટકે તે વર્ણ ધર્મ. એ પ્રમાણે જે વડે ગૃહ સુરક્ષિત રહે તે ગૃહમ. એટલે જે ટકાવે છે. સ્થિર કરે છે, તે ધર્મ કહેવાય. એને અર્થ એ થયો કે સ્થિરતાને આધાર ધર્મ ઉપર છે.
કેટલીક વખત એવું બને કે ધર્મ દેખાવમાં હોય, પણ ખરેખર ન હેય. એનો અર્થ ધર્મને ડોળ હોય. એવા ઓળથી ટકાય નહીં ત્યારે તે અધર્મ છે એમ સમજવું જોઈએ. લૂંટ કરીને ધન લાવીએ તે સમાજ ન ટકે અને આપણે પણ ન ટકીએ. તેથી તેને અધર્મ કહ્યો.
વર્ણધર્મથી સમાજ ટકે છે. તેમાં પિતાનું ટકવાનું આવી ગયું. માથું, આંખ, નાક, કાન વગેરે ગમે તેટલાં તેજસ્વી હેય પણ હાથ કામ ન કરે તે? એવું જ દરેક અંગ વિશે છે. તેથી જે દરેક પિતાને ધર્મ અતિશય ચીવટથી પાળે, તે તે સમાજ માટે શ્રેષ્ઠ છે. પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ધ હોય તેની હરકત નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
•e
વર્ણાશ્રમ ધર્મ આંખ જોવાનું કામ કરે, પણ ઝીણવટથી જુએ તે તેની આંખ સારી છે એમ કહેવાય. પણ તેથી આંખને કંઈ લાભ થયે ખરે? ના. આંખનાં વખાણ થયાં ખરાં? કઈ કહેશે તેની આંખ સમડીની આંખ જેવી છે. નાક સારું હશે તે કહેશે તેનું નાક કૂતરાના નાક જેવું છે, કીડીના નાક જેવું છે. પણ તેથી કઈ આંખને કે નાકને શણગારશે નહીં. કેમકે તે બીજાં અંગ કરતાં શ્રેષ્ઠ નથી. તેણે તેની ફરજ બરાબર બજાવી. તેથી તેને માન મળશે. - આજે ગાંધીજીને બધા “મહાત્મા’ કહે છે, માન આપે છે, કેમકે તે પિતાની ફરજ ઉત્તમ રીતે બજાવે છે. પણ એ પિતે પોતાની જાતને સૌથી ચઢિયાતા નથી માનતા. આજે લેકો જેમ મેટાઈની કિંમત મેળવવા માગતા હોય છે, તેવું તે કરતા નથી. તેથી જ તે માનનીય છે. એટલે માન આપવા ગ્ય છે. એમ બધા સમજે છે અને માન આપે છે.
ઉપર જણાવ્યા પ્રમાણે આજે વર્ણ ધર્મ તૂટી ગયેલ છે. પણ તેમ છતાં આજે કહીએ છીએ કે વર્ણ ધર્મ છે અને તેને છેડતા નથી. જેમ વાંદરી પિતાનું બચ્ચું મરી જાય તેય છાતીએથી છોડતી નથી, તેમ આપણે વર્ણ ધર્મ તૂટી ગયે હોવા છતાં તેને વળગી રહ્યા છીએ; અને છોડીએ છીએ ત્યારે એના માટે તિરસ્કાર કેળવીને છડીએ છીએ, તેથી નુકસાન કરીએ છીએ. સાચું કહીએ તે આજે વર્ણ પણ નથી રહ્યો અને ધર્મ પણ નથી રહો.
આજે બ્રાહ્મણ નામું લખે છે, રસૈયાનું કામ કરે છે, અને લુહાર પણ બને છે. કારીગરને છેક શિક્ષક થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ છે. એટલે વણું ક્યાં રહ્યો? એવી રીતે આજે પિતાની ફરજ કોણ બજાવે છે? સમાજ માટે કોણ કેટલા ઘસાય છે? આજે તે પિતાના સ્વાર્થ માટે આખા સમાજનું અકલ્યાણ કરતાં પણ કો અચકાતા નથી. એટલે ધર્મ પણ નથી રહ્યો.
તેમ છતાં જન્મે બ્રાહ્મણ હશે એ કહેશે કે હું બ્રાહ્મણ છું અને શ્રેષ્ઠ છું, પછી ગમે તે ધંધે ગમે તે રીતે કરતે હાઉં. આવું બધું ક્યાં સુધી નભે? એને બીજા લોકો બ્રાહ્મણ ન કહે અને શ્રેષ્ઠ ન માને તે તે આખા સમાજને નુકસાન કરવા તૈયાર થાય છે.
પિતાના અંગત સ્વાર્થ માટે આખા સમાજને નુકસાન કર્યું હોય એવા દાખલા આપણું ધર્મશાસ્ત્રોમાં પણ છે.
દ્રોણાચાર્યની વાત કરીએ :–
તે એક ગરીબ અને સમર્થ બ્રાહ્મણ હતા. પણ એમને ગરીબાઈમાં શરમ આવી. ખરી રીતે બ્રાહ્મણ માટે ગરીબાઈ
ભારૂપ છે. તે વિદ્યાર્થી અવસ્થામાં હુપદ રાજાની સાથે રહીને ભણ્યા હતા. બંને સહાધ્યાયી હતા. તે દ્રપદના રાજ્યમાં રહેતા હતા. પિતાના દીકરા અશ્વત્થામાને પીવા દૂધ નથી મળતું, એથી એમનાં પત્નીના આગ્રહથી તે રાજા દ્રુપદ પાસે ગાયની યાચના કરવા ગયા. જૂની મિત્રાચારી યાદ કરી, ગાયની જરૂરિયાત જણાવી. દ્રુપદે ગાય ન આપી અને અપમાન કર્યું. એટલે દ્રોણચાયે પિતાને થયેલ અપમાનને બદલે લેવાને નિર્ણય ક્યો, અને તેનું રાજ્ય છોડીને હસ્તિનાપુર ગયા. ત્યાં તેમણે પાંડવ-કોરને ભણાવ્યા. શા માટે? દ્રપદને બદલે લેનાર ક્ષત્રિયે તૈયાર કરવા માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
ર
વર્ણાશ્રમ ધમ
તેમણે ગુરુદક્ષિણામાં શિષ્યા પાસે માગણી કરી કે દ્રુપદને ખાંધી લાવા. પાંડવ-કૌરવા દ્રુપદને ખાંધી લાવ્યા અને તેની પાસે હાર કબૂલ કરાવી દ્રુપદે સજાગ જોઈને હાર કબૂલ કરી, પણ મનમાં નિશ્ચય કર્યો કે એને ખદલે લઇશ. એમાંથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ઉત્પન્ન થયાં અને આખુ મહાભારત થયું.
એ જ દ્રોણાચાર્યે પેાતાના દીકરાને અર્જુન કરતાં વધુ વિદ્યા આપવા પ્રયત્ન કર્યો. એમણે જ એકલવ્યને શિક્ષણ ન આપ્યું. અને તેમ છતાં તેની પાસેથી ગુરુદક્ષિણામાં જમણા હાથના અંગૂઠા માગ્યા. આ બધું શા માટે? જે માણસ એક વખત ધર્માં ચૂકી, એ કયાં જઇને અટકશે તે શું કહેવાય ?
આમ ધર્મ ચૂકયા પછી તે સમાજને દિનપ્રતિદિન નુકશાન કરતા જાય છે. બ્રાહ્મણ માટે ગરીમાઈ એજ ગૌરવ છે એ વાત દ્રોણાચાય ચૂકયા. અને તેનું પરિણામ મહાભારતના યુદ્ધમાં પરિણમ્યું. એ જ દ્રૌણાચાર્ય પાસે યુદ્ધની શરૂઆત થતાં પહેલાં યુધિષ્ઠિર આશીર્વાદ લેવા જાય છે ત્યારે તે કહે છે——
अर्थस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्यचित् । इति सत्यं महाराज ! बर्दोऽस्म्यर्थेन कौरवैः ॥ હું અનેા દાસ છું. પણ તારું કલ્યાણ થાઓ. આમ દ્રોણાચાર્યે વણધર્મો તાડયા. પરિણામે અના દાસ બન્યા અને સમાજને ભારે નુકશાન કર્યું.
એવી રીતે આજે ચારે ય વ માંથી કોઈ પણ વ પેાતાના ધર્મ પાળતા નથી. એટલે વર્ણાશ્રમ લુપ્તપ્રાય: થાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ બડે છે. આજે સમાજને ફરી સ્થિર બનાવ હોય તે વર્ણધર્મમાં પેસી ગયેલું ઊંચ-નીચનું તત્ત્વ દૂર કરીને જેને ભાગે જે કાર્ય આવ્યું હોય તે ફરજ સમજીને ઉત્તમ રીતે પાર પાડવાનો આગ્રહ રાખવે. દરેક કાર્ય કરતી વખતે સમાજહિતને મુદ્દો કેન્દ્રમાં રાખવે. એ એને ઉકેલ છે.. એ જ આજને વર્ણ ધર્મ બને છે.
[ 2 ]
યમનિયમ હવે એ ધર્મ પાળવા માટે શું કરવું જોઈએ એને વિચાર કરીએ. એ માટે પાંચ યમ અને પાંચ નિયમ છે.
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. “યમ” એટલે શેકવું. એ પાંચેયને પ્રયત્નથી શેકવા જેવા છે.
પાંચ નિયમ છે – શૌચ(પવિત્રતા), સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન.
ઉપરના પાંચ યમેને રેકવા પાંચ નિયમે કહ્યા છે. એટલે યમ સાધ્ય છે, નિયમ સાધન છે.
મનુ ભગવાને કહ્યું છે यमान् सेवेत सततं न नित्यं नियमान् बुधः । यमात् पतत्यकुर्वाणो नित्यं नियमान् भजेत् ॥
યમેનું સેવન કરવું. યમનું પાલન નહીં કરનારે પડે છે. માટે ડાહ્યો માણસ યમનું પાલન કરવા હંમેશા પ્રયત્ન કરશે. નિયમનું પાલન કદાચ ન થયું તે નભાવી લેશે; પણ યમના પાલનમાં કચાશ નહીં રાખે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ આજે એથી ઊલટું છે. બધા નિયમનું પાલન કરે છે. યમનું બિલકુલ નહીં.
સ્વચ્છતા–તે નિયમ સાચવવા પ્રયત્ન કરશે. દિવસમાં અનેક વાર સ્નાન કરશે. શરીર પવિત્ર કહેવરાવશે. પણ પવિત્રતાની ચિંતા નહીં કરે. ખરી રીતે પવિત્રતા માટે સ્વચ્છતા જરૂરી છે. પણ સ્વચ્છતાથી પવિત્રતા ન આવે, એ મદદગાર બને. પવિત્રતા વિનાની સ્વચ્છતા આડંબરરૂપ પણ હાય. - સંતોષ–લેકે કહેશે કે ભગવાને દાંત આપ્યા છે એટલે ચાવણું તે આપશે જ. એમ કહીને બેસી રહેશે અને સંતોષ માનશે. પણ પેટ તે ભરવું જ જોઈશે. એટલે અનેક ધંધા કરશે. શરીરે તગડે હશે તેય ભીખ માગવામાં શરમ નહીં માને. આ ખેાટે સંતેષ કહેવાય. કર્તવ્ય કર્મ કરવાથી આમા પ્રસન્ન થાય તેનું નામ સંતેષ.
ત૫-કઈ ઊંધે માથે લટકશે. વળી કઈ શરીરે ચીપિયા મારશે. એને લેકે તપ કરે છે એમ કહેશે. અને દાનદક્ષિણા તેની પાસે મૂકશે; પણ તે સાચું તપ નથી. કેમકે એથી કેઈનું કલ્યાણ થતું નથી. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે ઇન્દ્રિયને તપાવવી, તેને કાબૂમાં રાખવી, એનું નામ ત૫.
સ્વાદયાય-ટીપણું રાખશે. ગીતા કે બીજું જે પુસ્તક હશે તે વાંચ્યા કરશે પણ આત્માને અભ્યાસ નહીં કરે. એટલે તેના જીવનને તેની સાથે કંઈ સંબંધ નહીં હેય. પિતાને પંડિત માનશે. વેદ વાંચી જશે. પણ આચારમાં કંઈ નહીં હોય, છતાં આચાર્યની પદવી મળી હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધર્મ તે સાચો આચાર્ય નથી, પણ શુદ્ધ જીવન જીવવાને માટે જે આચાર શીખવે તે આચાર્ય અને આત્માનું (અથવા કર્તવ્યનું) ચિંત્વન તે સ્વાધ્યાય.
ઇશ્વરપ્રણિધાન–રામ રામએમ માળા ફેરવશે. અને ભગત બનશે.
આમ બધા નિયમે જડની જેમ પાળશે. અને એવા નિયમ પાળીને પિતાને શ્રેષ્ઠ મનાવવા પ્રયત્ન કરશે. તેવા લેકે કહેશે કે ગાંધીજીએ વર્ણ ધર્મનું રસાતાળ કાઢી નાખ્યું, બળાવાડે ક્યો અને બધાને એક આરે કરી દીધા.
ખરી રીતે, ગાંધીજીએ કંઈ કર્યું નથી. એમણે તે એ સ્થિતિ થયેલી જોઈને તે બધાને બતાવી છે. એ તે સાચે વર્ણ ધર્મ સ્થાપવા માગે છે. આજે તે વર્ણ ધર્મ મરી ગયે છે. આજે તે કેટલાક શબ્દનો અર્થ પણ બદલાઈ ગયા છે. એના એક બે નમૂના આપું.
સ્વયંપાકી–પિતાની મેળે રસોઈ કરીને જમે, તેને સ્વયંપાકી કહેવાય છે. ખરી રીતે પિતાની મહેનતનું ખાનાર સ્વયંપાકી છે.
વટલાવું–આજે તે કેઈના વાસણનું પાણી પીએ કે અનાજ ખાય તે વટલાયે ગણાય છે. પણ તે પાણી અને અનાજ સ્વચ્છ અને શરીરને પથ્ય તથા પિષક હેય તેય વટલાયે કહે છે.
વટલાવાને અર્થ એ છે કે પારકાની મહેનતનું ખાવું. દરેકે પોતે મહેનત કરીને ખાવું જોઈએ. જે તેમ તે ન કરે તે વટલાયે ગણુય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધમ
અન્ન પવિત્ર કરવું—આજે તા ઘી, ગાળ અને ઘઉંં ત્રણ ચીજોમાંથી ખારાક અને તે પવિત્ર ગણાય છે. ખરી રીતે એના અર્થ એ છે કે પવિત્ર રીતેઉત્પન્ન કરેલું અન્ન પવિત્ર છે. અને પવિત્ર આહાર હાય તા હૃદય પવિત્ર થાય. જ્યાં આહારશુદ્ધિ છે, ત્યાં હૃદયશુદ્ધિ હોય છે. એમ ન બને તે સમજવું કે આહારમાં શુદ્ધિ નથી.
૩૬
એના એક દાખલેા આપું, જેથી તે વધારે સ્પષ્ટ થશે. સ્વામી રામતીર્થ એક વખત સવારે ફરવા નીકળ્યા હતા. એક રખારણુ દૂધ લઈને જતી મળી. તે ખાઈએ સ્વામીને જોયા. અને મનમાં થયું કે સ્વામી મારા ધના સ્વીકાર કરે તા સારું. તેણે સ્વામીને વિન ંતી કરી કે મારું દૂધ પીશો ? સ્વામીએ ના પાડી, પણ ખાઇને સ્વામી પ્રત્યે ભક્તિ થઈ હતી, એટલે આગ્રહ કરીને દૂધ આપવા લાગી. સામાન્ય રીતે દૂધ ફૂંકીફૂંકીને આપવાના રિવાજ હૈાય છે. એની પાછળ એ હેતુ પણ હાય છે કે તર-મલાઈ ન જાય. એ રીતે એ ખાઈ પણું દૂધ ફૂં કીકીને વાસણમાં રેડતી હતી. સ્વામી જોઇ રહ્યા હતા. એટલામાં તર મલાઈના ભાગ એક સાથે વાસણમાં પડયો. ભાઇના મેાંમાંથી સહજ રીતે એ...હુ' નીકળી ગયું, તેમ છતાં તેણે દૂધ રેડવાનુ ચાલુ રાખ્યું, પણ સ્વામીએ ખાઈને કહ્યું, “માઈ, હવે તારું દૂધ મને ન ખપે.”
ખાઈએ બહુ આગ્રહ કર્યો અને દૂધ સારું છે એમ કહ્યું, ત્યારે સ્વામીએ કહ્યું, “એ હવે
દૂધ નથી રહ્યું. દૂધ ઘઉં તેા પેઢી
એમાં તારી એહુ' પડી છે.
હું એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
વર્ણાશ્રમ ધમ
“એહ’ પણ આવે અને હું અપવિત્ર થાઉં. મારામાં મલાઈ મળ્યાથી હ્રદય કંઠાર થાય. એ દ્વેષ થાય. કેમકે તને એ મલાઈ પડી તે ગમ્યું નથી.’
३७
આમ કયા ભાવથી લેાજન આપવામાં આવે છે, કે ભાજન તૈયાર કરવામાં આવે છે, કેાની પાસેથી અને કેવી રીતે અનાજ વગેરે મેળવ્યું છે એ બધા પર આહાદદ્ધિના આધાર રહે છે.
ફક્ત ઘી, ગોળ, ઘઉં મળ્યા એટલે આહાર શુદ્ધ છે એમ નહીં માનવું જોઈએ.
ET
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ વર્ણધર્મની વાત આગળ થઈ છે. હવે આશ્રમ ધર્મની વાત કરીશ.
વર્ણ એ વૃત્તિ છે. જેમકે બ્રાહ્મણે બ્રાહ્મવૃત્તિથી જીવવું જોઈએ. એણે એને મળેલી ફરજો બજાવવી જોઈએ. વર્ણ પોષણ માટે છે, સમાજ ટકાવવા માટે છે અને આશ્રમ ધર્મ મેક્ષ-મુક્તિ માટે છે.
વર્ણ અને આશ્રમ બંને ધર્મો એકબીજાને ટેકે આપે છે. જે એકબીજાને ટેકે ન આપે તે સમજવું જોઈએ કે ક્યાંક ખામી છે.
આજે વર્ણ નથી અને આશ્રમ પણ નથી. જન્મથી વર્ણ નક્કી થાય છે, પણ સાચી રીતે કર્મથી નક્કી થવા જોઈએ.
વર્ણની જેમ ચારે આશ્રમ (બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ) જગતમાં બધે જ છે અને રહેશે. પણ હિન્દુધર્મો તેની વ્યવસ્થિત ભેજના કરી છે, એટલે સહજ રીતે સમાજ વ્યવસ્થિત ચાલે, અને વ્યક્તિગત જીવન સહેજે ઉન્નત થઈ શકે.
પ્રથમ અવસ્થા-બ્રહ્મચર્યાશ્રમ–માણસ પ્રથમ ઘડાય છે, પછી તે કાર્યક્ષમ બને છે. દરેક ચીજ વિશે પણ તેમ જ છે. માટીમાંથી ઘડાઈને વાસણ તૈયાર થાય છે ત્યારે તેને ઉપગ જમવા માટે થઈ શકે છે. એકલી માટીમાં જમવાનું થઈ શકતું નથી. એવી જ રીતે મનુષ્યના દેહનું પણ છે.
પક્ષી અને માણસ હિજ ગણાય છે. તે બે વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ
જન્મે છે. પક્ષોમાં પ્રથમ હોય છે. તે સેવાય છે અને તૈયાર થાય છે. પછી ઇંડું ફૂટી જાય છે, એટલે તે બહાર આવે છે. પછી તેની માતા તેને પિષે છે.
એવી રીતે મનુષ્યનું ઘડતર પણ બે વખત થાય છે. એક ગર્ભવાસમાં અને બીજું જન્મ પામ્યા પછી બ્રહ્મચર્યાશ્રમમાં. એક માતાને પેટે અને એક સરવસ્તીને પેટે અથવા ગુરૂકુળમાં જન્મે છે.
આપણા ધર્મગ્રંથોમાં એવી વાત આવે છે કે ગર્ભવાસમાં જ્ઞાન મળેલું, તે તેને જીવનમાં ઉપયોગી થયું. અભિમન્યુને ગર્ભમાં કેઠાવિધા મળી હતી, પણ છેલ્લા સાતમા કેઠાની વિદ્યાની વાત ચાલતી હતી ત્યારે સુભદ્રા ઊંઘી ગયાં. તેને લીધે એટલું જ્ઞાન અધૂરું રહી ગયું. પરિણમે છેલ્લા કેઠાયુદ્ધમાં અભિમન્યુ મરાયે.
રાતિ મેગા-ગર્ભમાં ભેજન આપે છે. આ ભેજન એટલે દાળભાત નહીં, પણ શરીરને ટકવા માટે રસ અને તેની સાથે માતપિતાની ટેવે.
ઈશ્વરે કેવી લીલા–રચના કરી છે, તેને વિચાર કરીએ છીએ ત્યારે તેને પાર પામ મુશ્કેલ લાગે છે.
સ્ત્રીની રજ સાથે પુરુષનું વીર્ય મળે ત્યારે તેમાં જીવ પેદા થાય છે. વીર્યમાં અનેક નાનાં જંતુઓ હોય છે. એ બધામાંથી કેકની જોડી થઈ જાય છે. અને એ ભેગાં થાય ત્યારે તેમાંથી બે અને બેમાંથી ચાર એમ અનેક ભાગ થાય છે અને એ બધા ભાગો એકબીજા સાથે જોડાતા જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ
પ્રથમ નાભિ તૈયાર થાય છે. પછી ધીમે ધીમે બીજા ભાગની રચના થાય છે. એમ નવ મહિને આખું શરીર બરાબર તૈયાર થઈ જાય છે, એટલે બાળક બહાર આવે છે. આ રીતે તેનું એક ઘડતર પૂરું થયું.
બીજુ ઘડતર બ્રહ્મચર્યાશ્રમમાં થાય છે. ત્યાં તેને ટેનું જ્ઞાન આપવામાં આવે છે. ટે પાડવામાં આવે છે. શરીર, મન અને હૃદય ત્રણેનું ઘડતર કરવામાં આવે છે. એ માટે તેને ગુરુ પાસે મેકલવામાં આવે છે, ત્યાં ગુરુ તેના પિતા અને સરસ્વતી તેની માતા બને છે.
આમ પ્રથમ ગર્ભવાસમાં અને પછી ગુરુ પાસે ઘડાઈને તે સમાજમાં જાય છે. જન્મવું એટલે અવતરવું. અવતરવુંને અર્થ થાય છે નીચે ઊતરવું-સમાજમાં જવું. ગુરુને ત્યાંથી જ્ઞાન મેળવીને સમાજમાં જાય ત્યારે સમાવર્તન વિધિને સંસ્કાર કરવામાં આવે છે. એને અર્થ એ છે કે તે સમાજ માટે પૂરો ઘડાયે છે-સમાજમાં રહેવાને લાયક થયે છે.
બ્રહ્મચારીને પીળાં વસ્ત્રા–સંન્યાસીને ભગવાં વસ્ત્ર હોય છે, તેમ બ્રહ્યાચારીને પીળાં વસ્ત્ર પહેરવાનાં હોય છે. તેનું કારણ? મૃતદેહ પીળે હોય છે. ગુરુ પાસે શિષ્ય ભણવા જાય છે ત્યારે તે મૃતદેહ જે થઈને જાય છે. તે ગુરુને કહે છે, આ દેહમાં કંઈ નથી. એને હવે જે ઘડ હોય તેવો ઘડો. પીળાં વસ્ત્ર તેનાં પ્રતીક છે. પ્રથમ ઉપદેશગુરુ તેને શરૂઆતમાં જ કહે છે, यानि वंद्यानि कर्माणि, तानि सेवितम्यानि
જો તપા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ
મારાં જે સારા કર્મો છે તેની ઉપાસના કરજે, ને ગ્રહણ કરજે, બીજા નહીં. આમ પ્રથમથી જ તેને સારું સારું લેવા અને ખોટું ખોટું છેડી દેવા જણાવે છે. ગુરુ પાસે જવા માટે પણ વિધિ રાખવામાં આવે છે, તેને ઉપનયન સંસ્કાર કહે છે.
ઉપનયન=પાસે જવું. ગુરુ પાસે જવું, એ અર્થ થાય છે. ઉપવીત = ૩પ + વિ + ત = વિશેષ પ્રકારે ગયેલા તે. આ રીતે ગુરુ પાસે વિદ્યાથી જાય છે. પછી તેના શરીરને, મતને અને હૃદયને–આત્માને ઘડે છે.
શરીર ઘડતર–શરીર ઘડતર માટે તેનાં બધાં અંગે મજબૂત થવાં જોઈએ. ટાઢ, તાપ સહી શકે તેવાં અને ધાર્યું કામ આપે તેવાં થવાં જોઈએ. એ માટે પિષાકમાં લંગેટી, પથારીમાં મૃગચર્મ અને રક્ષણ માટે દંડ આપવામાં આવે છે.
વળી તેને આજ્ઞા હોય છે–ખાટલા પર ન સૂવું, તેલ ન ચાળવું, વાળ બાંધી રાખવા, રેજ બે વખત સ્નાન કરવું, શરીર દબાવવું નહીં, અભ્યાસમાં પ્રમાદ ન કરે, ક્રોધ ન કરે, કેઈના શરીરને સ્પર્શ ન કર –એ માટે સ્વતંત્ર પથારી રાખવી, વાહનમાં બેસવું નહીં વગેરે.
આમ આવી ક્રિયાઓ કરવાથી શરીર ખડતલ થાય છે અને મજબૂત બને છે.
એ માટે ખોરાક લેવો જોઈએ?—ખેરાક પાંચ પ્રકારનું છે. ઈન્દ્રિય પાંચ છે. આંખ, નાક, કાન, જીભ અને ચામડી આ પાંચે ઈન્દ્રિય વાટે આપણે ખેરાક લઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
સર
આશ્રમ ધમ
છીએ. તેમાં એક ઈન્દ્રિયને સાત્ત્વિક ખારાક આપીએ અને શ્રીજીને તામસિક ખારાક આપીએ તે તેથી સાત્ત્વિક અસર
ન થાય.
જેમ કે જીભને સાત્ત્વિક ખારાક આપીએ પણ આંખને નાટકચેટક જોવાના, કાનને ખીભત્સ વાતા સાંભળવાના ખારાક આપીએ તે જીભના સાત્ત્વિક ખારાકની અસર મારી જશે. અને વધુમાં આંખ તથા કાનના ખારાક નુકસાન કરશે. અન્નની જેમ તે પણ વિકાર ઉત્પન્ન કરશે. ચામડીને સ્પ એવા ન થવા જોઈએ કે જે મન અને શરીરમાં વિકૃતિ પેદા કરે. આમ પાંચે ય ઇન્દ્રિયાને સાત્ત્વિક ખારાક મળે તે જ સાત્ત્વિક ખારાક આપવામાં આવે છે એમ કહેવાય.
ખારાક એટલે આહાર—આહ્=લેવું તે. આવી જાતના ખારાકની ટેવ પડે તા પછી તેને બીજા ગમે નહીં. આ ટેવ પાડવા માટે કેટલેા સમય જોઈએ ?
એક વિદ્યા પ્રાપ્ત કરવા માટે ખાર વર્ષનું તપ કરવાનું વેદમાં જણાવ્યું છે. એવી રીતે વધુમાં વધુ ૪ તપ કરવાનાં હોય.
આમ એછામાં ઓછાં ૧૨ વર્ષ સુધી ટેવ પાડે તે તે ટેવા દઢ થાય. કાઈ કોઈ વખત ૧૨ વર્ષ વીતતાં છતાં પણ બધી ઇન્દ્રિયે ઘડાઈ ન હાય તે ગુરુ તેને વધુ વખત રાખે છે.
મહાભારતમાં એક કથા છે. ઉપમન્યુ વિદ્યાથી ધૌમ્ય ઋષિ પાસે ભણતા હતા. તે વિદ્યાથીને બધું જ્ઞાન થયું હતું,. પણ જીભ પર અંકુશ આન્યા ન હતા. એટલે ગુરુ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ
Y
સમાવર્તન સંસ્કાર આપતા ન હતા. ગુરુપત્નીએ ઘણે આગ્રહ કર્યો, પણ ગુરુને ખબર હતી કે ઉપમન્યુ જે જીભને સંયમ કેળવ્યા સિવાય સમાજમાં જશે તે સફળ નહીં થાય. તેને માટે તેને આકરી કસોટીમાં મૂકે છે. એ કસેટીમાં તેને જ્ઞાન થાય છે. એ કટી વખતે તે તેને એમ લાગે છે કે ગુરુ શા માટે મને ગાયે ચારવા મેકલતા હશે? અને શા માટે ખાવાને ભાવ પૂછતા નથી? ગાયે ચારવામાં નવું શું શીખવાનું છે? આમ છતાં તે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરે છે. પણ જીભ તેને બારેબાર ભિક્ષા માગી લાવી ખાવા પ્રેરે છે. તેની મના થતાં ગાયનું દૂધ પીવા પ્રેરે છે. તેની મના થતાં વાછરડાં ધાવ્યા પછી પણ ચાટવા પ્રેરાય છે. અને છેવટે જીભ તેને પાંદડાં ખાવા પ્રેરે છે. એમ જીભ કાબૂમાં નથી તેથી તેને ગુરુની આજ્ઞાનું વિસ્મરણ થાય છે. શબ્દનું પાલન કરે છે પણ ભાવ સમજાતું નથી, તે જ્યારે ખાડામાં પડે છે ત્યારે તેને ભાન થાય છે. પિતાની જીભે તેને કેવાં કેવા પાપ કરાવ્યાં તે સમજાય છે. ત્યારે ગુરએ કરેલી કમેટીનું મહત્વ પણ તે સમજે છે અને ત્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ગુરુ તે જાણે છે એટલે અભ્યાસ પૂરો થયાને સમાવર્તન સંસ્કાર તેને કરાવે છે.
બ્રહ્મચારી–બ્રટ્ટાચારીની વ્યાખ્યા કરતાં પાણિનિએ ४धुं छे ब्रह्मणे वेदादिविद्यायां चर्यते इति ब्रह्मचर्यम्.
ત્રણ એટલે મહાન, વિશ્વ બ્રહ્મણે-વિશ્વમાં, મહાન તરફ જવું. શરીર તરફની દષ્ટિ છેડીને બ્રહ્મા, વિશ્વ, સમાજ તરફ વૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય. વિશ્વના ભૌતિક અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધમ
આધ્યાત્મિક જ્ઞાન તરફે જવું તે બ્રહ્મચર્ય અને તે તરફ જવાની ક્રિયા કરનાર તે બ્રહ્મચારી. નખ વધારનાર, વાળ વધારનાર કે પીળાં વસ્ત્ર પહેરનાર તે બ્રહ્મચારી નહીં. પણ વિશ્વના જ્ઞાનને શેાધનારા, અને એ માટે તપશ્ચર્યા કરનારી બ્રહ્મચારી કહેવાય. સુખ શેાધનારને જ્ઞાન ન મળે, પણ તપશ્ચર્યા કરનારને જ્ઞાન મળે,
૪૪
મેાટી મેટી શેાધે! કરનાર શોકેાનાં જીવન જોઇએ છીએ તા તેમણે પેાતાની ધ્યેયસિદ્ધિ માટે ભારે તપસ્યા કરી હતી. અને તે પછી તે શોધેા કરી શકયા છે. એવી શેષા કરનાર માહ્ય જગતને ભૂલી જાય, ખાવાપીવાનું પણ ભૂલી જાય, અને શેાધ પાછળ તપસ્યા કરે ત્યારે સિદ્ધિ મળે એમ મને.
ભાસ્કરાચાર્યે વિના સાધને પૃથ્વીનુ વજન કર્યુ અને જ્યાતિષશાસ્ત્ર રચ્યું.
આજે તા લેકે મનુષ્યકૃત્ત દુ:ખા વેઠી લે છે, પણ કુદરતનાં મેકલેલાં દુ:ખાથી ગભરાઈ જાય છે. સાચી રીતે બ્રહ્મચર્યાશ્રમમાં શરીર અને મન એવી રીતે ઘડાવાં જોઈએ કે કુદરતી આફતા સામે થવાની તાકાત કેળવાય અને મનુષ્યકૃત આફ્તા સામે ટક્કર ઝીલવાનુ ખળ મળે,
જેમકે ધરતીક ંપ, દુર્કાળ, ટાઢ, તાપ, અંધારું વગેરે દુ:ખા કુદરતી છે. તેની સામે થવાનુ ખળ કેળવવુ જોઈએ. આજે તા ઠંડી લાગશે એવી બીકથી જરૂર કરતાં વધારે કપડાં પહેરે છે. નાનાં માળક અકળતાં હોય તેય તેમનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આશ્રમ ધર્મ
માબાપ તેમને કપડાંથી મઢી દે છે. ખરી રીતે ટાઢ, તાપ ખમવાની તાકાત કેળવવી જોઈએ. તે જે પ્રમાણ ઉપરાંત હોય તે જ તે પૂરતું રક્ષણ શોધવું જોઈએ.
પણ મનુષ્યકૃત દુઃખેની સામે થવું જોઈએ. જેમકે ગુલામી મનુષ્યકૃત દુ:ખ છે. તેની સામે થવું જોઈએ. કઈ પણ ભેગે તેને નાશ થવું જોઈએ. સામાજિક દુઃખ પણું નહીં વેઠવાં જોઈએ, પણ તેને સામને કરવું જોઈએ.
આપણે અમુક ઠેકાણે જવું છે. વચ્ચે નદી આવી તે તે કુદરતી આફત આવી. એ આપણે માટે તે વખતે આફત સમાન હોય પણ તે ઉપગી પણ છે. તેનાથી ગભરાવું ન જોઈએ. પણ તે માટે તરતાં શીખી લેવું જોઈએ. જેથી , એવી આફત આવે તે ગભરાઈએ નહીં.
સેળે-સાન વીસે વાન–આમ શરીર, મન અને આત્મા કેળવાય તે વીસ વર્ષમાં શરીર બરાબર ઘડાઈ રહે. કેટલાક ડોકટરો એમ કહે છે કે પચીસ વર્ષે શરીર ઘડાઈ રહે છે. બુદ્ધિ સેળ વર્ષની ઉંમરે ખીલે. એ ઉપરથી જ લખવામાં આવ્યું છે કે
प्राप्ते तु षोडशे वर्षे पुत्र मित्रमिवाचरेत् । સેળ વર્ષની ઉંમરના પુત્રને મિત્ર જેવો ગણુ જોઈએ. એટલે તેને સલાહ આપવી પણ તેના પર મા–બાપે પિતાને નિર્ણય લાદવે નહીં.
પણ આમ ક્યારે બને? જે બાળકનું નાનપણથી જ - સાચા ગુરુ પાસે ઘડતર કરવામાં આવ્યું હોય તે એમ બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૪
આશ્રમ ધમ
પહેલાં સે। વર્ષના આયુષ્યની સામાન્ય મર્યાદા હતી ત્યારે જીવનના ચાર ભાગ પાડ્યા હતા. એટલે પચીસ વર્ષોની ઉંમર સુધી તે બ્રહ્મચર્ય પાળે, વી રક્ષા કરે, અને શરીર, મન ને આત્માથી મળવાન અને.
ગૃહસ્થાશ્રમ ખાદ ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરે. ગૃહસ્થાશ્રમ બ્રહ્મચર્ય માટે છે. આજે તા બ્રહ્મચર્યાશ્રમ લગભગ તૂટી ગયા છે. અને ગૃહસ્થાશ્રમ જ રહ્યો છે. એટલે ગૃહસ્થ જીવનમાં બ્રહ્મચર્ય હાઈ શકે કે કેમ તે પ્રશ્ન થાય ખરા.
પશુ ગૃહસ્થ જીવનમાં જે ટેવા બ્રહ્મચારીએ પાડી છે, તે પ્રમાણે જીવન જીવવાનુ છે. ટેવા પાડવાના સમય બ્રહ્મચર્ચાશ્રમના હતા. ગૃહસ્થાશ્રમમાં એ ટેવ પ્રમાણે જીવવાનુ છે. બ્રહ્મચર્યાશ્રમમાં જ્ઞાન મેળવ્યું તેને ગૃહસ્થાશ્રમમાં અનુભવ કરવાના છે એટલે ત્યાર પછી જે જ્ઞાન થશે તે અનુભવવાળુ જ્ઞાન બનશે.
આમ ગૃહસ્થાશ્રમીની ફરજ જરાય ઓછી નથી. તેમાં સ્ત્રીપુરુષ સાથે રહીને સમાજની ક્રૂર મજાવવાની છે. એ ખજાવવામાં જ બધી શક્તિ ખર્ચવાની રહી. એટલે તેમણે વીર્ય ની રક્ષા કરવી જ જોઈ એ. ફક્ત પ્રોત્પત્તિ પુરતા જ બ્રહ્માચય'ના ભંગ હાય. એ પ્રજોત્પત્તિ પણ સમાજના કલ્યાણુની ષ્ટિએજ હશે એટલે તે ભંગ નહીં ગણાય. એ સિવાય વીર્ય ના ઉપયોગ સમાજના કલ્યાણમાં જ કરશે.
આમ ગૃહસ્થાશ્રમ ઊતરતા કે નીચા નથી, જીવનના એક વિભાગ છે. આ રીતે ૨૫ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહેશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૭
--
-
આશ્રમ ધર્મ એટલે તેમને એ જીવનથી સંતોષ થશે. જે તે સમય દરમ્યાન સંતોષ ન થાય તે સમજવું જોઈએ કે તેના બ્રહ્મચર્યાશ્રમમાં એટલી ઊણપ રહી હતી. ટેવે પાડવામાં ક્યાંક ખામી રહી ગઈ હતી.
વાનપ્રસ્થાશ્રમ-૫૦ વર્ષે તે વનમાં પ્રવેશશે. વનમાં એટલે જંગલમાં નહીં, પણ સમાજના કલ્યાણમાં તે ગૃહસ્થા જીવન પૂરું કરશે, એટલે બાળક વગેરેને કેળવીને તૈયાર કર્યા હશે એટલે તેમની ચિંતા નહીં હોય. એટલે પિતાનું અધું અનુભવવાળું જ્ઞાન સમાજના હિતાર્થે વાપરશે.
અને સમાજનું કામ કરતાં કરતાં તૃપ્તિ થશે એટલે તેની છેલ્લી સ્થિતિ સંન્યાસની આવશે.
સન્યાસાશ્રમ–સંન્યાસના વસ્ત્રોને રંગ ભગ રાખવામાં આવ્યું છે. તેનું કારણ શું તે જાણે છે? સળગતા કોલસાને રંગ કે હોય છે? તે ભાગ હોય છે. સળગતા કોલસામાં ધૂણી નથી હોતી. તેમ સંન્યાસીમાં વાસના નથી હતી. તેની વાસના બળી ગઈ હોય છે.
સંન્યાસ-સમ + ન્યાસ = સારી રીતે છોડવું. તે વાસના અથવા ફલાશાને સંપૂર્ણ રીતે છોડે છે. તે વાનપ્રસ્થાશ્રમમાં લેકહિતાર્થે કામ કરે. અને પછી તે પ્રવૃત્તિ એટલી બધી વધી જાય કે તે સ્થિર રહે ત્યારે વધુમાં વધુ પ્રગતિ કરે એમ બને છે. જેમ ભમરડાની ગતિ બહુ જ હોય છે, ત્યારે તે સ્થિર જેવું લાગે છે, તેમ સંન્યાસીની પ્રવૃત્તિ એટલી બધી વધે કે તે શાન્ત જેવું લાગે છે. તે અમુકને જ જ્ઞાન આપે એમ ન હેય. તે ઝાડની જેમ જે આવે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮
આશ્રમ ધમ આશ્રય આપે અને જ્ઞાન આપે. આખું જગત તેનું કાર્યક્ષેત્ર બની જાય છે. ફલાશા છેડનાર સંન્યાસી જ્યારે શરીર છોડે છે ત્યારે સૂર્ય આથમતી વખતે જે શાન્ત થઈને આથમે છે, તે શાન્ત થઈને તે દેહ છેડે છે.
સંન્યાસીની પુત્રેષણ, લોકેષણ, અને વિસ્તષશું છૂટી ગઈ હોય છે. તે દંડ ધારણ કરે છે, એને અર્થ એ કે તે મન, વાણું અને શરીરને કાબૂમાં રાખે છે.
સંન્યાસીનું મરણ તદ્દન સ્વાભાવિક હય, જેમ સાપ સ્વાભાવિક રીતે કાંચળી ઉતારે છે તેમ. કબીર ભગતે કહ્યું છે કે, “દાસ કબીર જતન સે એાઢી, કી ત્યે ઘર દીની ચદરિયાં.” આ શરીર જેવું સેંગ્યું હતું તેવું જ જરા પણ ડાઘ વિનાનું, શુદ્ધ ઈશ્વરને પાછું આપ્યું. તેમ જ સંન્યાસીનું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
ગીતાજયંતી માગસર સુદ ૧૧ ને રાજસાધાર રીતે ઉજવાય છે. શાથી ? વેદ વગેરેમાં કચાંય માગસર માસની વાત આવતી નથી. પણ ગીતાજીમાં માલાનામ્ માળેશોનેડિયમ્ આવે છે. એટલે ખાર માસમાં પ્રથમ માગસર હશે. એનુ કારણ કદાચ એમ હશે કે માસ અને વર્ષ ગણવાની આપણી રીતે અલગ છે. જેમકે ખ્રિસ્તી લેાકેા પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ પ્રમાણે ૩૬૫ દિવસનું વર્ષ ગણે છે. તેમને દર ચાર વર્ષે એક મહિનામાં એક દિવસની વધઘટ કરવી પડે છે. અને સકામાં પણ એમ કરવુ' પડે છે. હિંદુ લેકા નક્ષત્રની ગતિ પ્રમાણે વર્ષ ગણે છે, એટલે ૩૬૦ દિવસનુ વર્ષી ગણે છે. મુસલમાના ચંદ્રની ગતિ પ્રમાણે ૩૫૪ દિવસનું વર્ષ ગણે છે.
આ ત્રણેના મેળ મેળવવામાં અધિક માસ ગણતાં દર ૭૫ વર્ષે એક દિવસની ભૂલ રહી જાય છે. આજે ઉત્તરાયણ અંગ્રેજી તારીખ પ્રમાણે ૨૨ ડિસેમ્બર છે અને હિંદુ તિથિ પ્રમાણે જાન્યુઆરી ૧૪ છે. એમ ૨૩ દિવસને તફાવત છે.
આ પ્રમાણે વિચાર કરીએ તે મહાભારત કાળમાં માગસર સુદ ૧૧ થી વર્ષે શરૂ થતું હાવાનેા સંભવ છે. જોકે આમાં ખાતરીથી કહી શકાય તેમ નથી. છતાં ભગવાને પોતાનું સાધર્યું` માગસર માસ સાથે ઘટાવ્યું. તેથી ગીતાજયંતી આ માસમાં ઉજવવાના રિવાજ પડયો છે.
૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ગીતાજયતી
આ ગીતા મહાભારતના એક ભાગ છે. પણ તે જ આખા ભારતના નિચેાડ છે.
આ મહાભારત આખુંય કાલ્પનિક છે એમ ગાંધીજી અને બીજા કેટલાક મહાપુરુષ માને છે. એનાં પાત્રાનાં નામ અસૂચક છે. એટલે કાલ્પનિક નામે રજૂ કરીને જીવનનું સમગ્ર દન કરાવવું એવું એનુ પ્રયેાજન દીસે છે.
ધૃતરાષ્ટ્રને આંધળા બનાવ્યા છે. એના અર્થ એ કે તે મેહાંધ હતા-પુત્રના મેહમાં આંધળેા હતા. દુર્યોધન ખરાખ છે, પાંડવાને ખોટી રીતે પજવે છે અને રાજ્ય પડાવી લેવાનું વિચારે છે. એમ જાણતાં છતાં તે તેને ટેકા આપે છે.
એના મેહમાંથી ઉત્પન્ન થયેલા પુત્રનાં નામ દુર્યોધન, ૬નીતિ, દુઃશાસન વગેરે પણ તેમના ગુણેના દ્યોતક છે. દુર્ગંધન હાશિયાર હતે. પણ તે ધ માગે લડનારા ન હતા. અને છતાં ખધા ભાઈઓના તેને ટેકા મળતા હતા.
.
ધૃતરાષ્ટ્રે મેહાંધ હતા એટલે ગાદી તેને ન મળી. પણ તેના ભાઈ પાંડુ કામાંધ હતા, છતાં તેને ગાદી મળી. કામ અને માહ મને જોડી છે. પણ મેહ કરતાં કામ જુદો છે. મેહાંધ થયા પછી તેના ઉદ્ધાર શકચ નથી, પણ કામી માણસની કામનાએ અનેક જાતની હાય છે. તેને મેટાઈ વગેરેનું ભાન હાય છે, અને એમાં ધ ભળે તે તેના ઉદ્ધાર શકય બને છે. પાંડુ કામી હૈાવાથી તેના શરીરને વષ્ણુ પીળા ગણ્યા છે. તે કામમાં જ મૃત્યુ પામે છે. તેના છેકરાએ પણ કામી હતા. પરંતુ તે બધાની ઉત્પત્તિ પાંડુથી નહીં પણ જુદી રીતે બતાવી છે. એટલે કામનાઓવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
સીતાજય તી
૫૧
ઢાવા છતાં પાંડવામાં ધર્માં મેટાભાઈ ( મુખ્ય ) હતા. ધર્મ સામે બધા ભાઇએ ઘણીવાર ઊકળી ઊઠતા. છતાં છેવટે તા ધર્મની આજ્ઞા પ્રમાણે જ બધા વર્તાતા હતા અને ચારે ભાઇએ ધર્મનું રક્ષણ કરતા હતા. ધર્મને છેાડીને ફાઈ ભાઈએ કંઈ કર્યું નથી.
યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન અને અર્જુન શ્રીકૃષ્ણની મદદ ઈચ્છે છે. સમાજમાં ચેર ડાય છે તે ય ઇશ્વરને ભજે છે, અને એ નામ લઇને કામ શરૂ કરે છે. આ વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇંગ્લેન્ડ અને લડાઈ દરમ્યાન દેવળોમાં પ્રાર્થના કરતા. અને ઇંગ્લેન્ડની જીત થઇ ત્યારે તેણે દેવળોમાં પ્રાર્થનાઓ રાખી હતી. સાચા કે ખોટા, ખંનેના ઈશ્વર છે. મને ઈશ્વર પાસે જાય છે, પણ તેમની ભાવના નાખી નાખી હાય છે, તેથી તેનુ ફળ પણ નાખુ હોય છે.
અર્જુન અને દુર્યોધન ને કૃષ્ણ ભગવાન પાસે જાય છે, અને તેમની મદદ માગે છે. અર્જુન ભક્ત હતા, તેથી તેની નમ્રતા તેને પગ પાસે બેસવા કહે છે. જ્યારે દુર્યોધન અભિમાની હાવાથી ભગવાનના માથા પાસે જઈને બેસે છે. દુર્યોધન માટે હાવાથી ભગવાન તેને પ્રથમ માગવાનુ જણાવે છે, ત્યારે તે ભગવાનના લશ્કરને માગે છે અને અર્જુન ભગવાનને માગે છે, ખ'નેને પાતપાતાની માગણી મુજબ સતાષ થાય છે.
એક માગે છે સ્વાર્થ, ખીજો માગે છે પ્રેમ. એક માગે છે માયા અને બીજો માગે છે ઇશ્વર. દુર્યોધન પાસે આસુરી સંપત્તિ આવી. અર્જુન પાસે દેવી સૌંપત્તિ આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતા પાંડ અને કોર બંને કામાંધ અને મેહધના પુત્રો હતા. બંનેનું કુળ એક જ છે, ત્યારે જુદા ક્યાં પડ્યા? પાંડવો ધર્મને મુખ્ય ગણતા હતા, તેથી જ તેમને ભગવાન સારથિ મળ્યા.
એક જ પિતાના બે પુત્ર હોય, છતાં સબતની અસરને કારણે બંને ભાઈઓનાં જીવન જુદાં હોય છે. કેમકે બંનેને સબત જુદી જુદી મળે છે. કુળવાન હય, સાધનસંપત્તિ હોય, બુદ્ધિ હોય છતાં જે સેબત ખરાબ મળે તે તે દુષ્ટ થાય છે. અને તેની સાધનસંપત્તિ અને બુદ્ધિ દુષ્ટતામાં વપરાય છે, અને જગતને નુક્સાન કરે છે. પણ જે તેની સબત સારી હોય તે તે કલ્યાણને માગે વપરાય છે અને જગતનું ભલું કરે છે.
એટલે મનુષ્ય કેને ત્યાં જ એના કરતાં કેની સેબતમાં એ જીવન વ્યતીત કરે છે એ જ મહત્વનું છે. જેને સારી સખત મળી એ તેનું ધનભાગ્ય ગણાય છે.
એમ, અર્જુનને કૃષ્ણ ભગવાનની સોબત થઈ. દુર્યોધન અને અર્જુન બંને બુદ્ધિશાળી અને બળવાન હતા. બંને પક્ષમાં દ્ધાઓ હતા. બંનેનાં સગાં સારાં હતાં, પણ અર્જુનને માર્ગદર્શક કૃણ મળ્યા અને દુર્યોધનને માર્ગદર્શક પ્રપંચી શકુનિ મ.
સંસારમાં સંપત્તિબળ ન હોય તે ચાલે. પણ સારી બત આપવાની પ્રાર્થના તે હેવી જ જોઈએ. કેમકે એના સિવાય ઉદ્ધાર નથી. સન્મિત્રનાં લક્ષણ કેવાં હોય તે જાણે
છે? પાન નિવાસ્થતિ વકરે હિતા..એને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
૫
એ કે સાચા મિત્ર પાપનું નિવારણ કરવામાં મદદ કરે અને હિત તરફ પ્રેરે. દુર્ગને દાબે અને ગુણેને ખેંચીખેંચીને બતાવે. વળી આપત્તિ આવે ત્યારે સર્વસ્વનું બલિદાન આપવા તૈયાર થાય. અર્જુનના જેવા સન્મિત્ર દુર્યોધનને ન મળ્યા એ જ દુર્યોધનનું દુર્ભાગ્ય.
ગીતા એટલે ગાયેલી. શું ગાયેલી? બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એટલે શરીર બહારની વિદ્યા–વિશ્વવિદ્યા.
ગીતા સ્ત્રીલિંગ છે કેમકે “બ્રહ્મવિદ્યા” સ્ત્રીલિંગ છે. એને “ગીત” નથી કહ્યું. વળી તે ગાયેલી કે? ભગવાને એને “ગાયેલી ”કેમ કહ્યું? કેમકે તેમાં સંગીત છે. સંગીત ગદ્યમાં હોય અને પદ્યમાં પણ હેય. જે હૃદયના તારને– આત્માના ભાવને ઝણઝણાવી મૂકે છે, તે સંગીત છે. હૃદયમાં સૂતેલા ઊંડા ભાવેને જાગૃત કરે તે સંગીત. ભગવાને અર્જુનના હૃદયના ભાવને જાગૃત કયો.
અર્જુનને તે મેહ હતે. એ મેહનું પડળ કાઢીને, તેના હૃદયના ઉન્નત ભાવને બહાર લાવવાનું કામ ગીતાએ કર્યું.
અર્જુનની ઈચ્છા તે રાજ્ય જીતવાની, કૌરનું વેર લેવાની, પ્રજાને સુખી કરવાની વગેરે અનેક પ્રકારની હતી તે માટે તે યુદ્ધ કરવા તત્પર થયે હતો. તે કામનાઓમાં બેભાન થયું હતું. ભગવાને તેને જાગૃત કર્યો. ગીતામાં ભગવાને લખું ભાષણ-ઉપદેશ નથી કર્યો, પણ ‘’ એમ કહ્યું છે. ભગવાને તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપી છે. ત્યારે અર્જુન કહે છે:- મો: તિસ્ત્રાવ અને પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
વિશે વચનં તવ એટલે ગીતામાં એકલું ભાષણ નથી. તેમાં તે આચરવાનું બતાવ્યું છે. એટલે જ ગાંધીજી તેને આચારગ્રન્થ કહે છે.
ગીતા ગોખવા માટે નથી. ગેખવાથી કંઈ ગીતા સમજાય નહીં, જેમ કે કેઈનું સગું મરી જાય ત્યારે એ રડે અને સાથે ગીતાને પાઠ કરે તે તેને શો અર્થ? એ જે બેલે છે તેમાં રડવાનું કહ્યું નથી. એમાં તે “નો નg છે. એમાં તે કામાંધે સારા થઈને-સારી સેબતમાં રહીનેમેહાંધના પુત્રને મારી, મોહને નાશ કરીને જીવવાનું કહ્યું છે.
શરીર અને આત્મા નેખાં છે. બંનેને ઉપગ છે. પણ શરીરને ઉપગ આત્માના કલ્યાણ માટે કરવાને છે. શરીરને માટે આત્માને ઉપયોગ કરવાને નથી.
અનેક જુદા જુદા ઘાટ ઘડવાથી જુદી જુદી વસ્તુઓ બને છે. ફૂ અને કેડિયું બંને જુદાં હોવા છતાં અંતે તો માટીનાં જ છે. તેમની પ્રતિષ્ઠા માટી છે. તેમ આ શરીરે બધાં જુદાં જુદાં દેખાય છે પણ અંતે તે આત્મા જ તેમની પ્રતિષ્ઠા છે. | નાટકમાં બાપ–દીકરો હોય તે પણ એ સામસામા દુશમનનું પાત્ર , કે મિત્રે બને, કે શિક્ષક-શિષ્ય બને. પણ
જ્યાં સુધી રંગભૂમિ પર છે ત્યાં સુધી જ તેઓ પોતાને ભાગે આવેલું પાત્ર બરાબર ભજવે છે. ધારો કે દીકરે સાહેબનું પાત્ર લે અને બાપ ગરીબ ડેસાનું પાત્ર છે, ત્યારે સાહેબ ગરીબ ફેસાને હકમ કરે અને પગચંપી પણ કરાવે. પણ
અને સમજે છે કે આ બધું તે રંગમિ પર છીએ ત્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
૫૫ જ. રંગભૂમિ પર તે બંને જણ જે પાત્રને વેશ ભજવવાને હેય તે બરાબર ભજવે છે. અને તે જ તે નાટકને ન્યાય આપી શકે, પણ જે રંગભૂમિ પર જઈને ડેસો વિચારે કે આ મારો દીકરો-તે મને હુકમ કરે અને હું તેનું કહ્યું માનું ? તે તે નાટકને નિષ્ફળ બનાવે છે. તે પિતે શેભતે નથી અને આખું નાટક નકામું બનાવી દે છે. એવી જ રીતે આ સંસાર પણ એક નાટક છે. એમાં જેને જે કામ ભાગે આવે, તે તેણે યથાશક્તિ શોભાવવું જોઈએ. ભગવાન અર્જુનને કહે છેનિવાસં દ ર્મ ર ...નાટકમાંની માફક અહીં તું સગાંવહાલાંને ભૂલી જા.
અર્જુને આ યુદ્ધ પહેલાં અનેકને મારેલાં પણ ત્યારે કંઈ તેને આઘાત થયે નહેાતે–ત્યારે તે બધું યંગ્ય લાગેલું પણ સામે સગાંવહાલાં આવ્યાં ત્યારે કામનાઓ નજર સામે આવી અને તે સગાઓ સાથે લડવાની વૃત્તિ ન થઈ
જેમ એક ન્યાયાધીશ હોય, તે અનેકને ફાંસીની સજા દેતે હોય અને ત્યારે તેને કંઈ અરેરાટી ન થતી હોય પણ પિતાને પુત્ર સંગે ગુનેગાર તરીકે સામે ઊભું થાય ત્યારે તેને થાય કે આને ફાંસીની સજા કરવાથી મરી ગયેલે માણસ કંઈ જીવતે થવાનું નથી. આ ફાંસીની સજાથી કેનું કલ્યાણ થવાનું? એવી બધી દલીલ કરવા માંડે. કેમકે પુત્ર જીવે એ કામના ઉત્પન્ન થઈ. એમ જ અર્જુનને થયું. ક્ષત્રિય યુદ્ધને નેતરતા નથી. “લડ, નહીં તે લડનાર આપ” એ રાક્ષસીવૃત્તિ થઈ. એને ક્ષત્રિયવૃત્તિ ન ગણાય. પણ જે સ્વાભાવિક યુદ્ધ આવી પડે છે તે કદી પાછી પાની ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
આપણી સામે પણ આવા પ્રસંગે આવવાના. એક તરફ માબાપની સેવા કરવાની હોય અને સામે ઘર બળતું હોય અને તેમાં કે છોકરો બળી મરતે હોય તે શું કરશું? આપણે દેડી જઈને છોકરાને બહાર કાઢીને તરત જ માબાપની સેવામાં લાગી જઈશું. એ વખતે અટકેલી માબાપની સેવાએ બંનેનું કલ્યાણ કર્યું છે. ભગવાને ગીતામાં કહ્યું છે: “તું જે કંઈ પ્રવૃત્તિ કરે તે મને અર્પણ કરીને કર!' પુરાણમાં એક વાર્તા છે કે એક વ્યાધ હતું. તે ધર્મિષ્ઠ હતું ને નિયત કર્મ કરતું હતું. તેની પાસેથી પણ કૌશિક બ્રાહ્મણ જ્ઞાન મેળવે છે. કેમકે વ્યાધે કર્મના ફળની ચિંતા ન કરતાં ધર્મકાર્ય ચાલુ રાખ્યું હતું. એટલે મનુષ્ય કર્યું કામ કરે છે તેના કરતાં તેની પાછળ કઈ ભાવના છે એ વધારે મહત્વનું છે. રામાયણમાં શબરીનું પાત્ર આવે છે. તે ભીલડી હતી. તે જ્ઞાની ન હતી. તેને રામની ખબર નહોતી. તેમને જોયા પણ ન હતા. છતાં ઋષિઓએ કહ્યું, ‘આજે મહેમાન આવવાના છે” એટલે તેણે ભક્તિપૂર્વક સેવા કરી. તેથી તેને ભગવાનનાં દર્શન થયાં, અને તેને ઉદ્ધાર થયે.
ગીતાજી કહે છે કે કર્મ કરે. અને કાર્ય કરતાં બંધનમાં ન પડાય એ બતાવે. કર્મ કરતી વખતે યાદ રાખવું કે હું આ શરીરને પાઠ ભજવું છું પણ છું તે બ્રહ્મ જ.
આ શરીર સંસારની રંગભૂમિ પર પાત્ર રૂપે છે, પણ પડદા પાછળના બ્રહ્મને ભૂલવું ન જોઈએ.
વળી “આસક્તિ રાખ્યા સિવાય તે કામ કર એટલે બંધન નહીં થાય” એમ ગીતાજી કહે છે. આજે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
ગીતાજયંતી
૫૭
સરકાર સાથે લડીએ છીએ અને જેલમાં જઈએ છીએ ત્યારે કઈ જેલમાં જવામાં આનંદ માને તે તે ગ્ય નથી. શું જેલ ગમવાથી જેલમાં જઈએ છીએ? ના, જેલ જવામાં આનંદ ન હોય. પણ જે કર્તવ્ય કર્મ કરતાં કરતાં જેલમાં જવું પડે તે તે સારી રીતે ભેગવી જાણવી જોઈએ. આપણે કંઈ ગુનેગાર કેદી નથી. આપણે તે સ્વરાજ તરફ મેં રાખીને જેલ ભેગવવી જોઈએ. સ્વરાજના સૈનિક માટે જેલ એ રંગભૂમિ જેવી છે.
ગીતામાં સંજયનું પાત્ર આવે છે. એ પંડિત હતું, પણ તેનામાં કર્તૃત્વ શક્તિ ન હતી. તે આંધળાને–અજ્ઞાનીને સમજાવતું હતું. તેને વિશ્વરૂપ દર્શનની સમજ પડી હતી. પણ એને કંઈ લાભ ન થયે. પણ અજુનમાં કર્તૃત્વશક્તિ હતી અને તે ઉપરથી જ્ઞાન થયું એટલે તેને લાભ થયે.
એ સંજય છેવટે ધૃતરાષ્ટ્રને કહે છે: “જ્યાં યુગેશ્વર એટલે કુશળતાના સ્વામી કૃષ્ણ છે અને જ્યાં તેમના કહેવા પ્રમાણે આચરનાર અજુન છે, ત્યાં શ્રી છે, વિજય છે, નીતિ છે અને કલ્યાણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
ગણેશચતુર્થી અમદાવાદમાં મહારાષ્ટ્રમાં દર વર્ષે ગણેશચતુર્થીને ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવે છે. આપણે જેમ દિવાળીને ઉત્સવ હોય છે અને બારશથી બીજ સુધી ઊજવીએ છીએ, તેમ ગણેશચતુર્થીના ઉત્સવની દસ દિવસની સપ્તાહ રાખવામાં આવે છે. થોડાં વર્ષ પહેલાં ગણેશચતુથીને ઉત્સવ બહુ મેટા પાયા પર ઉજવાતું ન હતું, પરંતુ તિલક મહારાજે તે ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવ–આમ સમુદાયને તહેવાર બનાવી દીધે ત્યારથી એટલે લગભગ ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં તે રાષ્ટ્રીય તહેવારની જેમ મેટા પાયા પર ઉજવાય છે. આપણે તે દિવસે મહારાષ્ટ્રમાં કે મહારાષ્ટ્રીઓ વચ્ચે હાઈએ તે “ગણપતિદાદા મેરિયાને રણકાર સતત સંભળાયા કરે.
હું અહીં એ ઉત્સવના માહામ્ય સંબંધી વિચાર કરતે નથી પણ ગણપતિનું સ્વરૂપ કેવું છે અને તે એવું કેમ છે, તે સંબંધી કહેવા ઈચ્છું છું. - ગણપતિ મહાદેવના પુત્ર મહાદેવ તે માયાપતિ કહેવાય છે. માયા એટલે આ જગત. આ જગતના પતિ તે મહાદેવ. તેમના બે પુત્રે: એક ગણપતિ અને બીજા કાર્તિક સ્વામી. ગણપતિમાં ગણને અર્થ સમૂહ છે. સમૂહપતિ એટલે આમજનતાના આગેવાન કાર્તિક સ્વામી સેનાના આગેવાન થયા. મહાદેવે કામને ભસ્મ કર્યા પછી અસુરે સામે લડવા માટે. સેનાપતિની જરૂર પડી. અને એ સેનાપતિ મહાદેવ જ આપી શકે એમ લાગ્યું. એટલે તેમણે સમાજ અર્થે કાર્તિક સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
ગણેશચતુર્થી
૫૦ ઉત્પન્ન કર્યા. એ કાર્તિક સ્વામીએ અસુરને સંહાર કર્યો.
ગણપતિએ આમજનતાનું સંગઠન કર્યું. તેથી તે ગણપતિ બન્યા એટલે પ્રજાએ પૂજા માટે આમજનતાની સંગઠન-શક્તિને મૂર્ત સ્વરૂપ આપ્યું અને તેની મૂર્તિ બનાવી. એ મૂર્તિ બેડેળ કેમ લાગે છે? તેમના કાન મેટા, પેટ મેટું, આંખ ઝીણુ, નાક લાંબું (સૂંઢ જેટલું) અને મસ્તક નાનું ! આવું બેડેાળ સ્વરૂપ કેમ હશે ? ખરી રીતે વિચારીએ તે આપણને સમજાશે કે એ બધા પાછળ ભાવના પડેલી છે. ખૂબ જ્ઞાનપૂર્વક એ અંગોની રચના થયેલી છે. સમાજને આગેવાન કે હે જોઈએ, તે, તે પરથી સમજાશે.
કાન મેટા અને પહેલા એટલા માટે કે બધાંનું સાંભળે, દરેકની વાત સાંભળે. કંટાળ્યા વિના સાંભળે. સમાજના આગેવાને બધાનું સાંભળવું જોઈએ.
આંખ ઝીણી–એ સૂચવે છે કે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. દરેક વાતને ઝીણવટથી વિચાર કરવો જોઈએ.
નાક મોટું-એ સૂચવે છે કે લાબેથી સુંઘી લેવાની શકિતવાળે છે. એટલે દૂર સુધીની તપાસ કરે. ઉપર ઉપરની તપાસ કરીને નિર્ણય ન કરે. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરે.
માથું નાનું-એને અર્થ એ કે એનામાં અભિમાન ન હેય એટલે એ નિરભિમાન સ્વભાવનું સૂચક છે.
મોટું પેટ ઉદારતા સૂચક છે. કેઈ ઊંચેથી કહે, કઈ છેટું કહે, એ બધું ય ગળી જાય, અને શાન્ત રહે.
આપણે આગેવાન આવે છે જોઈએ. નહિ તે તે સમાજને કલ્યાણરૂપ ન બની શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ગણેશચતુર્થી વળી તેમને બે સ્ત્રીઓ છે, શક્તિ અને બુદ્ધિ. આવા માણસની શક્તિ અને બુદ્ધિ બંને સાથે જ હેય. બુદ્ધિ એટલે જ્ઞાન અને સાથે જ્ઞાન પ્રમાણે અનુસરવાની શક્તિ. આ બંને સદૈવ સાથે હોય એટલે તે સમાજને દેરી શકે. માટે શક્તિ અને બુદ્ધિને સ્ત્રીએ કલ્પી છે.
વળી તેનું વાહન કેવું એને વિચાર કરે. આવડા ગણપતિનું વાહન ઉંદર રાખ્યું. શાથી? ઉંદર ચાલે ત્યારે અવાજ ન થાય. સિંહ કે એવું મેટું વાહન હેય તે અવાજ કરે, અને બધે જઈ શકે નહીં. ઉંદર તે નાનામાં નાની જગ્યાએ પણ જાય, ઊંડે જાય અને ઉપર પણ બધે ફરે. એવી રીતે સમાજને આગેવાન ઉપલા થરમાં પણ પહેચી શકે એ જોઈએ, અને ઠેઠ નીચલા થરમાં–ગરીબમાં ગરીબની ઝૂંપડીમાં પણ પહોંચી શકે એ હવે જોઈએ. તે મહેલમાં પણ સમાય અને ઝૂંપડીમાં પણ સમાઈ શકે તે હોય.
આમ તેના સ્વરૂપના એકે એક નાના મોટા અંગની પાછળ ચેકસ દષ્ટિ છે.
આવે આગેવાન તે ગણપતિ અને આવા આગેવાનનું મૂર્તિ-સ્વરૂપ ઘડવું હોય તે માણસના ધડ ઉપર હાથીનું માથું ગોઠવી દેવું રહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
દત્તજયંતી
ગુરુ દત્તાત્રેયની જયંતીને દત્તજયંતી કહેવામાં આવે છે. ગુજરાતમાં આ જયંતીનું મહત્વ બહુ નથી. અહીં તે તેમની મૂર્તિનું સ્વરૂપ પણ બહુ ઓછા જાણે છે. પણ મહારાષ્ટ્રમાં એકનાથ, તુકારામ વગેરે સંત થઈ ગયા. તેમને દત્તાત્રેયનું માહાત્મ્ય સમજાયું હતું. અને તેમને ગુરુ માનતા હતા : તેથી ત્યાં તેમને મહિમા બહુ છે.
ગુરુ દત્તાત્રેયની વાત પુરાણમાં આવે છે. તે કથા ભલે સત્ય છે કે કાલ્પનિક. પુરાણેમાં એવી ઘણી કથાઓ છે જે કાલ્પનિક હોવા છતાં જ્ઞાનથી ભરેલી અને માર્ગદર્શક છે.
દત્તાત્રેયને ગુરુ કહ્યા છે. ગુરુ એટલે ભારે, માટે, મહાન, શિષ્યમાં રહેલા ગુણેને ઉત્કર્ષ કરે અને તેને આગળ લાવવા એ ગુરુનું કાર્ય છે.
પુરાણમાં ગુરુ દત્તાત્રેયની વાત બહુ મઝાની છે. દંતકથા એવી છે કે તેમની માતાનું નામ અનસૂયા અને પિતાનું નામ અત્રિ હતું. અનસૂયા એટલે અનઅસૂયા–નિંદારહિત. અનસૂયા બહુ પવિત્ર બાઈ હતી. એમની પવિત્રતાથી દેને પણ આશ્ચર્ય થતું. એક વખત દેવને તેમની પવિત્રતાની કસોટી કરવાનું મન થયું. એટલે ઇન્દ્રાદિ ત્રણ દેવે પૃથ્વી પર બ્રાહ્મણવેશે તેમને ત્યાં અતિથિ તરીકે ગયા. અને “પતિ મિશાં રેહી’ કહી ઊભા. અનસૂયા અંદર હતાં. તેમણે અવાજ સાંભળે, એટલે ગૃહસ્થાઈના ધર્મ પ્રમાણે “અતિથિ જે અa' અતિથિનું સ્વાગત કર્યું, અને ત્રણે બ્રાહ્મણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
}ર
દત્તજયંતી
ભિક્ષા ગ્રહણ કરવા વિન ંતિ કરી. ત્રણે બ્રાહ્મણ્ણાએ જણાવ્યું કે જો તમે નગ્ન સ્વરૂપે આવીને અમને ભિક્ષા આપે। તે જ અમે ભિક્ષા લઇશું. અનસૂયા વિચારમાં પડી ગયા. અતિથિની માગણી સ્વીકારવી પણ અઘરી અને ના પાડવી એ પણ મૂંઝવણુ. કેમકે આંગણે આવેલાને બહાર કઢાય નહીં. તેમણે ઘરમાં જઈને પતિદેવને વાત કરી, અને તેમની સંમતિ લઈ તેમણે બ્રાહ્મણેાની માગણી સ્વીકારી. પછી તેમણે ઇશ્વરની પ્રાર્થના કરી કે અતિથિ ખાળકા ખની જાય. અનસૂયાના પવિત્રતાના ખળે અતિથિ ખાળકે ખની ગયા. ખાળકે પાસે તા શ્રી નગ્ન ખની જાય તેાય કઈ હરકત નહીં. એ રીતે તેમણે તેમને જમાડયા. પછી માળામાંથી માટા કેમ થાય એ પ્રશ્ન થયે. એટલે અનસૂયાએ તેમને પુત્રરૂપે થવા જણાવ્યું. અને ત્રણે એકરૂપ થઇ તેમને ત્યાં પુત્રરૂપે અવતર્યાં તે દત્તાત્રેય.
દત્તાત્રેયે પૃથ્વી, પાણી, કૂતરા, વેશ્યા વગેરે ૨૪ ગુરુ કર્યા હતા, એવી દંતકથા છે. દત્તાત્રેયના જીવનની એ જ મહત્તા છે.
ગીતાજીમાં વિભૂતિનું વર્ણન છે. વિભૂતિ એટલે વિશેષ પ્રકારે ઉત્પન્ન થયàા ગુણ. જેમકે અગ્નિમાં પ્રકાશ છે. જો અગ્નિમાંથી પ્રકાશ અને ઉષ્ણુતા લઈ લેવામાં આવે તે અગ્નિમાં શું રહે ? માટે પ્રકાશ અને ઉષ્ણતા અગ્નિની વિભૂતિ છે. માણસમાંથી માણસાઈ જાય તેા પછી શું રહ્યુ ? જગતમાં જે કંઈ મૂળ પદાર્થો છે, તે આવી વિભૂતિઓ છે.
દત્તાત્રેયના ૨૪ ગુરુ ગણાવ્યા છે. ખાકી એવા ગુરુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
દરજયંતી
તે અનેક છે. પણ કથામાં ૨૪ ગુરુની વાત આવે છે.
તેમાં એક તે તેમણે ઝાડને ગુરુ ગયું છે. તે કેવી રીતે? એક વાર તેઓ ફરતા ફરતા એક ઝાડ નીચે આરામ માટે બેઠા. ત્યાં તેમને ઠંડક લાગી, એટલે સૂતાં. સૂતાં સૂતાં તેમણે જોયું કે ઝાડમાં તે લોકોએ ઘા કર્યા છે, અને ઉપર ચઢવાને રસ્તે કર્યો છે. દત્તાત્રેયને થયું. આ ઝાડ કેવું ! તેમાંથી જે ફળ વગેરે થાય છે તે બધું લેકના કામમાં આવે છે. તે પાંદડાંથી ઠંડક આપે છે. ફળ આપીને ભૂખ શાંત કરે છે, અને પુષ્પથી સુવાસ આપે છે. તેનાં મૂળ, છાલ, . લાકડાં વગેરે બધું જ માણસેના કામમાં આવે છે. કેઈ તેના પર ઘા કરે તેને પણ એટલી જ શાંતિ આપે છે. જેટલી તેના પિષનારને તે આપે છે. તે પૃથ્વીમાંથી રસ લે છે, તેમાંથી નવાં ઝાડ થાય છે, ને એમ વંશ વધારે છે. એ બધું જ તે સમાજને કશા ભેદભાવ વિના અર્પણ કરે છે. તે ટાઢ, તાપ અને વરસાદ સહન કરે છે અને મુસાફરોને તેનાથી બચાવે છે, અને શાંતિ આપે છે. જે ઝાડને કાપે છે તેના પર પણ તે છાંયે કરે છે. જે તેને હલાવે છે તેને તે ફળ આપે છે. મનુષ્ય જાત એવી છે કે સંગ્રહ કર્યા જ કરે અને બગડે તે ય બીજાને ન આપે. હા, પારકાનું ખૂંચવી. લે ખરી. મનુષ્ય જેમ બળવાન બને તેમ બીજા પર બાજે વધારે. પણ ઝાડ જેમ મેટું થાય તેમ તે વધુ ઉપકારક થાય છે, આવું ઝાડ જોઈને દત્તાત્રેયને થયું કે આ તે ગુરુ થવાને લાયક છે એના જેવા મારે થવું જોઈએ.
પછી તેમણે નદી જોઈ. આ નદીમાં કોઈ પિતાનું શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૪
દત્તજય તીઃ
સાફ કરે છે, કાઈ કપડાં ધૂએ છે, કેઈ મળત્યાગ કરીને સાથે થાય છે, તેમ છતાં તે બધાને શાંતિ આપે છે. તેની પાસે જનારને તે શીતળતાના અનુભવ કરાવે છે. કેાઈ મનુષ્ય તેને ખગાડે છે તેના તે વિચાર નથી કરતી. એ તા પેાતાની ફરજ બજાવતી ખજાવતી દૂર દૂર ચાલી જાય છે, અને સોને શીતળતા આપતી જાય છે. આપણે મનુષ્યે ઘર છેડી દૂર શા માટે જઈએ છીએ ? ખીજાને લૂંટવા માટે ઠેઠ આફ્રિકા જઈએ છીએ. શું કામ ? લૂંટ કરી ધન ભેગું કરવા. જ્યારે આ નદી કેવી છે? તે પણુ દૂર દૂર જાય છે, પણ તે તે તા પેાતાની વિભૂતિ–પાણીથી બધાયને-વૃક્ષોને-પશુપક્ષીઓને અને મનુષ્યને ઠંડક આપે છે, તેમની તરસ છીપાવે છે અને તેમને શાંતિ આપે છે. આવી નદીમાં કોઇ મૂર્ખ માસ ડૂબી પણ જાય છે પણ તે તા અચળ જ રહે છે. પેાતે શાંત છે-ખીજાને શાંત બનાવે છે.
પછી દત્તાત્રેય એક ઝાડની નીચે મધપૂડે જુએ છે. મધમાખીએ અનેક ઠેકાણે જઈ, ફૂલેમાંથી રસ લાવી, મધપૂડા બનાવી, તે મધ બનાવે છે. પણ ખષી મહેનતનું મૂળ લેાકેાને આપી દે છે. મધી માખીએ સતત મહેનત • કરે છે. ઘડીવાર બેસતી નથી. આ જોઈને દત્તાત્રેયને થાય । જો કદાપિ મહેનત કરે
·
છે: માણસ તા આળસુ છે, અને તા કાઈને તેનુ ફળ આપે નહીં. આળસ કરી ખીજાની મહેનત પર જીવવાનું તે શેાધે છે; જ્યારે આ માખી તા સતત મહેનત કરીને જે ઉત્પન્ન કરે છે તે ખીજાના કલ્યાણ
માટે આપી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
દત્તજયંતી
૬૫
પછી તે એક કૂતરે જુએ છે. તેને લેકે મારે છે અને ખવડાવે છે. પૂરું ખાવાનું આપે કે ન આપે, મારે કે અપમાન કરે, છતાં માન-અપમાન છેડીને તે જીવના જોખમે પણ ઘરનું રક્ષણ કરે. ઓછું ખાવાનું આપે, તેને ઘેર ઘેર આવે ત્યારે ઓછું ભસે એવું તેના વર્તનમાં નથી. તે તે નિ:સ્વાર્થ ભાવે સૌની એકસરખી સેવા કરે છે.
એમ, તે વેશ્યાને જુએ છે. જે ક્ષણે જે તેની પાસે જાય છે, તેની સાથે તન્મય થઈને તે વર્તે છે. એ તમયતા તે તેની પાસેથી શીખે છે.
આ રીતે પૃથ્વીને જુએ છે. પૃથ્વીને લેકે ગમે તેટલું દુઃખ આપે, તે પણ તે લેકેને પાળે પિષે છે. લેકે તેને ખેદે, તે ય નભાવી લે છે. સર્વ પ્રકારે તે સહન કરે છે. તેનામાં માતાને ભાવ છે. એટલે પૃથ્વીને માતા કહી. માતાને પિતાના પુત્રોને વિષે કેટલો પ્રેમ હોય છે તે જાણે છે ? પુત્ર માતાને ગમે તેટલું કષ્ટ આપે તે પણ પુત્રને દેખી માતાને થશે કે હેય, નાનું બચ્યું છે ને? એમ કહીને તે પ્રેમ કરશે.
માતાના પ્રેમની એક વાર્તા છે. તેમાં એક છોકરે એક બિશ્યા સાથે પ્રેમમાં પડે છે. તે વેશ્યા સાથે પૂરે પ્રેમ રાખે છે. પણ વેશ્યા તેના પર પૂરે પ્રેમ નથી રાખતી એવું તેને લાગે છે. એટલે તે કહે છે કે હું તને પૂરા પ્રેમથી ચાહું છું, પણ તું મારા પર પૂરે પ્રેમ કેમ નથી રાખતી ? વેશ્યા કહે છે કે તું મારા પર પૂરો પ્રેમ કયાં રાખે છે ? જે રાખતો હોય તે તારી માતાનું કાળજું મને લાવી આ૫; તે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
દત્ત જયંતી માનીશ કે તું મારા પર પૂરે પ્રેમ રાખે છે. છોકરે ઘેર જાય છે અને માતાને મારીને તેનું કાળજું થાળીમાં લઈ, દોડતે વેશ્યાના ઘર ભણી જાય છે. રસ્તામાં ઠેકર વાગે છે. અને પોતે પડી જાય છે. ત્યારે કાળજું પૂછે છે; ખમ્મા ભાઈ, તને વાગ્યું તે નથી ને? આ જ ક્ષણે છેકરાને ભાન થાય છે, અને માતાની સરખામણીમાં વેશ્યા તુચ્છ છે એમ લાગવાથી તે ઘેર પાછા ફરે છે.
આમાંથી દત્તાત્રેયને જ્ઞાન મળ્યું. આ જ્ઞાન શાથી મળ્યું? તેનાં પડળ ખૂલી ગયાં. જે સામામાંથી ગુણ જ શોધે છે, તેને ગુણ જ જડે છે. આરસને મહેલ હોય તેમાંથી ય કીડી શું છે? તે તે છિદ્ર જ શેાધશે. જે ગુણ શોધે છે. તેને ગુણ જ જડે છે. પણ જે છિદ્ર જ શેધે છે તેને છિદ્ર જ મળે છે. છેવટે તે પોતે જ છિદ્રમય એટલે કે દેષમય બની જાય છે.
આવી રીતે ગુરુ દત્તાત્રેયે સમાજને ગુણધક દ્રષ્ટિ આપી છે. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે શિષ્યભાવે ગુણગ્રહણ કર્યો અને જે સાચો શિષ્ય થઈ શકે, તે જ સાચે ગુરુ બની શકે. જે વાણેતર થઈ શકે તે જ માલિક થઈ શકે. કિંકર ( f ફુર) કદી માલિક ન થાય.
શિષ્ય ગુરુ પાસેથી લે લે કરે છે. ગુરુની સેવા કરીને અને પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવવું એમ કહ્યું છે. સેવા કરીને એટલે પગચંપી કરીને નહીં–પગચંપીથી કદાચ સેવા થતી હશે. પણ ગુરુની આજ્ઞાનું પાલન કરવું એનું નામ સેવા.
ગુરુના મનને ભાવ જોઈને કામ કરે તે શિષ્ય. એવી સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
દત્તજયંતી
૬૭
મેં સરદારશ્રીનાં પુત્રી મણિબહેનમાં જોઈ છે. ગુરુ દત્તાત્રેય ઝાડ વગેરેના લાભ સમજીને તેમની પાસેથી શીખ્યા. તેથી જ તે સાચા ગુરુ બની શક્યા. - જે બ્રહ્માંડમાં છે, તે આણુમાં છે, અને તે જ પિંડમાં છે. વડના ટેટાના દરેક બીજમાં વડ થવાની તાકાત ભરેલી છે. અણુ એટલે જેને છેદ ન થઈ શકે છે. એવા ઘણું અણુ ભેગા થાય એટલે પૃથ્વી થાય. ઈશ્વરી વિભૂતિ આણુથી માંડીને પૃથ્વી, ઝાડ, પાણી, અગ્નિ વગેરે બધામાં છે. કેટલાક કહે છે કે હિંદુઓ પથ્થરને પૂજે છે. એની પાછળની ભાવના ભૂંસાઈ ગઈ છે. પણ સાચી ભાવના એ છે કે પથ્થરમાં પણ ઈશ્વરી તત્વ છે જ; જેમ ઝાડમાં છે. હિંદુઓ ગુણપૂજક છે, જડપૂજક નથી. તેથી જ હિંદુઓ સૂર્ય, અગ્નિ, પાણી વગેરેને પૂજે છે. આજે તે કઈ વિજ્ઞાની હશે તે કહેશે, પાણીમાં તે હાઈડેજન છે અને ઑકિસજન છે. તે બે તને ભેગાં થાય એટલે પાણી થાય એમાં વિશેષ શું? છતાં પાણી તે પેલા વિજ્ઞાનીની પણ તરસ છીપાવશે અને ગુરુ દત્તાત્રેયની પણ છીપાવશે. પણ ગુરુ દત્તાત્રેય જેવા પાણ પાસેથી ભક્તિભાવ મેળવશે, જે પેલા વિજ્ઞાની નહીં મેળવી શકે.
ઈશ્વરી તો બધામાં છે અને આપણામાં પણ છે. તે આપણે ખીલવીએ તે ખીલે. તેમાંથી જેની જેવી શક્તિ અને ભાવના તે રસ મળશે. મરચું જમીનમાંથી તીખાશને ખેંચશે, જ્યારે શરડી એ જ જમીનમાંથી ગળપણને ખેંચશે. એવી સાચી દષ્ટિ થાય તે ગુણે ખેંચવાનું સૂઝે. પણ સાચી દષ્ટિ કેમ આવે? સાચું જ્ઞાન કેમ થાય ? જ્ઞાનને મહિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
દત્તજયંતી તે ખૂબ છે. નહિ જ્ઞાનેન રદ gવામિદ વિ . પણ તે લાવવું શી રીતે ? તરફ્યુજં યોગવિદ્ધા પાસેનાર વિંતિકા ચેગ એટલે કમની સિદ્ધિ મેળવતાં મેળવતાં આપોઆપ સમય આવ્યે ઊગી નીકળશે. જમીનમાં અનાજ આવ્યું ત્યારથી કર્મ શરૂ થયું, ગ શરૂ થયે. પછી ફણગે ફૂટી નીકળશે. એ ફણગે નીકળવાને એ તે નક્કી જ છે. પણ વખત આવ્યે બહાર આવે તેમ જ જ્ઞાનનું છે.
આ જીવનની ક્રિયાઓની ગેડ બેસી જવી જોઈએ. પડળ ખૂલી જાય, દષ્ટિ બદલાઈ જાય, ત્યારે જ પેલા છોકરાની જેમ “સત્ય શું છે એ સમજાઈ જાય. દત્તાત્રેયને ગેડ બેસી ગઈ હતી. જ્યારે જ્ઞાન ને કમને મેળ મળે ત્યારે જ એમ બને છે. કર્મ કરતાં કરતાં જ્ઞાન ઉત્પન્ન થાય, અને જ્ઞાન કર્મને પવિત્ર કરે પછી જ તે શેભે. કર્મ સિવાયનું જ્ઞાન નકામું બને છે અને જ્ઞાન સિવાયનું કર્મ પણ શોભતું નથી જ્ઞાન અને કર્મ મળે એટલે કે બ્રહ્મકર્મ સમાધિ થાય ત્યારે જ તે શેભે છે.
સા થે ડું થાય ત્યારે કહેવાની જરૂર પડે છે. કર્મ થે ડું હોય ત્યારે કરવાનું રહે છે. પછી તે ખૂબ વધી જાય ત્યારે તે (માણસ) મીની થાય, અને તેનું મૌન જ જ્ઞાન પ્રેરે, કહેવું કે કરવું ન પડે.
જેમ ગાંધીજી થરૂરપાતમાં ખૂબ ભ્રમણ કરતા, કામ કરતા. પછી તેમનાં કાર્યો અને જ્ઞાન એટલાં બધાં વધી ગયાં કે જ્યાં બેઠા હોય ત્યાંથી જગતનું ધ્યાન દેરતા.
એમનું જોઈને લેકે સમજી જતા. એમને જોતાં જ લેકેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
જતજયંતી મનમાં તેમનું જીવન ખડું થઈ જતું. અને શું કહેવા માગે છે એ સમજી જતા.
ગુરુ દત્તાત્રેયે વીસ ગુરુ બનાવીને ગુણને સમજવાની અને પૂજવાની દૃષ્ટિ આપી. પણ આ દષ્ટિ ક્યારે આવે ? સાચી ભક્તિ હોય તે. ભક્તિ કયારે થાય? સામામાં ગુણ દેખાય ત્યારે. જ્યાં સુધી ગુણની ખબર ન પડે ત્યાં સુધી ભક્તિ ન આવે. - આજે સભામાં કે એવે સમયે કોઈનું ઓળખાણ આપવાને રિવાજ છે. એનું કારણ એ જ કે એના ગુણની ખબર હોય તે તેમના તરફ ભક્તિભાવ ઉત્પન્ન થાય અને તેમના કહેવા તરફ બધાનું લક્ષ રહે. દત્તાત્રેયને પાણી, ઝાડ વગેરેમાં ગુણ જોઈને ભક્તિ ઉત્પન્ન થઈ હતી. અને તેથી તેમને જ્ઞાન થયું. અને સાચા શિષ્યની જેમ તે પ્રમાણે કરવા પ્રયત્ન કર્યો, અને સાચા ગુરુ બન્યા.
જેને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તેવા જિજ્ઞાસુએ ગુરુ દત્તાત્રેયનું અનુકરણ કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
(રામભક્ત) હનુમાન જયંતી આખું રામાયણ વાંચીએ છીએ, ત્યારે તેમાં એકેએક પાત્ર ઉચ્ચકોટિનું અને અદ્ભુત જણાય છે. કેઈ કનિષ્ટ ન મળે. તેમાં ય હનુમાનનું પાત્ર ખરેખર વિશિષ્ટ પ્રકારનું છે. અંજનીને પેટે તેમણે વાનરકુળમાં જન્મ લીધું હતું. તેમના પિતાનું નામ કેસરી હતું. તેઓ વાયુપુત્ર પણ કહેવાય છે. હનુમાનજી કયાં ભણ્યા હતા, તેમના ગુરુ કેણ હતા તેની ખબર નથી. પણ તે મેટા વિદ્વાન હતા. અનેક ભાષા જાણનારા અને વૈયાકરણ હતા.
રામચંદ્રજી જ્યારે સીતાજીની શોધમાં પંચવટીથી નીકળીને દક્ષિણ તરફ જાય છે અને સાધ્યમૂક પર્વત પાસે પહોંચે છે ત્યારે તેમને સુગ્રીવ, હનુમાન વગેરેને ભેટે થાય છે. એ વખતે સુગ્રીવ વગેરેને શંકા થાય છે કે આ કે મનુષ્ય-વેશધારી દુશ્મન તે નહીં હૈય? તેથી તેમની તપાસ કરવાને એ નિર્ણય કરે છે અને કુનેહથી એ બાબતની ખાતરી કરી લાવવા માટે હનુમાનજીને મેકલે છે. રામચંદ્રજી સાથે વાતચીત કરીને હનુમાનજી સમજી જાય છે કે આ દુશ્મન નથી–પણ વાનરકુળને મદદગાર થઈ પડે તે પુરુષ છે. પણ આ પ્રસંગમાં એમણે રામચંદ્રજી સાથે એમની ભાષામાં જ વાતચીત કરી હતી. એ મુલાકાતનું રામચંદ્રજી લક્ષ્મણને વર્ણન કરતાં કહે છે કે: “આની ભાષા કેવી વિવેકવાળી છે! વ્યાકરણની દષ્ટિએ પણ તે કેવી શુદ્ધ છે! વળી તેની ભાષા સરળ પણ કેવી છે ! તે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી
૭૧ ભાવ સ્પષ્ટ કરીને, આપણા ભાવને કેવી રીતે કઢાવવા, તે પણ બરાબર સમજે છે.”
આમ એ ભારે વિદ્વાન હતા. સાથે લાગણીવાળા એટલે સહૃદયી હતા. તેમણે સુગ્રીવને રામચંદ્રજી સાથે ઓળખાણ કરાવી, તેમના આગમનનું કારણ સવિસ્તર સમજાવ્યું. તેમણે રામચંદ્રજીને પણ સાંત્વન આપ્યું. અને સીતાજીએ વિમાનમાંથી ફેકેલાં કપડાં, ઘરેણાં વગેરે નિશાનીરૂપે તે બતાવ્યાં અને યથાશક્તિ મદદ આપવાનું વચન આપ્યું. આ રીતે એમણે રામચંદ્રજીને ધીરજ આપી.
પણ હનુમાનજીએ દુનિયામાં વિદ્વાન તરીકે કે સહૃદયી માણસ તરીકે પ્રસિદ્ધિ નથી મેળવી. તેમની પ્રસિદ્ધિ સેવક તરીકે થઈ છે. તેમણે જગતને “સેવકનો આદર્શ પૂરા પાડયો છે. તે મૂઢ કે મજૂરસેવક ન હતા, પણ જ્ઞાની સેવક હતા. સેવક શરીરે બળવાન હોવું જોઈએ. એને ખેરાક સાદે, સાત્વિક અને સહેલાઈથી ઉત્પન્ન કરી શકાય તે હવે જોઈએ. તેની બુદ્ધિ તીક્ષણ હેવી જોઈએ, જેથી તે કૂટ–અઘરા પ્રશ્નોનો ઉકેલ કરી શકે.
હનુમાન સુગ્રીવની સેવા કરતા હતા. જ્યારે રામચંદ્રજી મન્યા અને સુગ્રીવે રામને, સર્વસ્વ અર્પણ કર્યું એટલે હનુમાન તે અર્પણ થઈ જ ગયા. એમને જુદું અર્પણ થવાપણું રહ્યું નહીં. ત્યાર પછી તે રામની આજ્ઞાનું પાલન કરતા રા, અને એમનું જ ચિંત્વન કરતા રહ્યા
સીતાજીની શોધ કરવા જવાનું હતું, એટલે ચોતરફ વાનરસૈન્ય ઊપડયું. હનુમાનજી દક્ષિણમાં ગયા. જેમ જેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
GM
કરતા
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨
હનુમાન જયંતી દિવસે વિતતા ગયા તેમ તેમ બધાની ચિંતા વધતી જતી હતી. કેમકે શેધ કરીને અમુક સમયમાં પાછું ફરવાનું હતું.
તે વખતે હનુમાનજીએ નિર્ણય કરી લીધું હતું કે સીતાજીની શોધ કરીને જ પાછા ફરવું, નહીં તે મોટું ન બતાવવું ! રામચંદ્રજીના હુકમને અમલ ન કરું અને જીવતે પાછા ફરે એ સેવકનું લક્ષણ ન ગણાય. રામ મારી પાસે શી આશા રાખતા હશે ? શું હું એમ કહું કે બહુ મુશ્કેલી પડી પણ સીતાજીની ભાળ ન મળી? ના, એ કદી નહીં બને.
એવું વિચારતા હતા તેવામાં માર્ગમાં તેમને જટાયુના ભાઈ મળ્યા. તેમણે જણાવ્યું કે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયે છે. તેમણે અને તેમના સાથીઓએ લંકામાં પહેચવાનો નિર્ણય કર્યો, પણ દરિયે ઓળંગીને ત્યાં જાય છે? હનુમાનજીને તે ખાતરી જ હતી કે પિતે જઈને સીતાજીની શોધ કરી આવી શકશે, પણ તેમને મનમાં થયું કે જે હું ત્યાં જવાની દરખાસ્ત મૂકીશ તે બધાને એમ લાગશે કે યશ મેળવવા તથા રામ અને સુગ્રીવને વહાલા થવા તેમ કહે છે. તેથી તે શાંત રહ્યા. પરંતુ છેવટે નળ, નીલ, જાંબુવાન, અંગદ વગેરે આગેવાનેએ પિતાની અને બધાની શક્તિ અને આવડતને વિચાર કરીને હનુમાનજીને જ કામ મેંપવાનો નિર્ણય કર્યો. હનુમાનજી તે તૈયાર જ હતા. તે લંકામાં ગયા, શહેરમાં અને રાવણના મહેલમાં પણ પહોંચી જઈને હોશિયારીથી તપાસ કરી. ક્યાંય પત્તો ન મળે. એટલે છેવટે રાવણની અશોકવાટિકામાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સીતાજીને જોયાં. સીતાજી તો રામ હવે થળવાના નથી એવી નિરાશાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી
આપઘાત કરવા તૈયાર થયાં હતાં. સીતાજીને વિશ્વાસ પડે એટલા માટે તે ઝાડ પરથી કૂદીને મળવાને બદલે ઊંચી ડાળેથી રામની વીંટી ફેંકે છે. તે વીંટી જોઈને સીતાજી ઊંચે જુએ છે. હનુમાનજી નીચે ઊતરે છે અને ધીમે ધીમે એવી વાતે કરે છે કે સીતાજીને વિશ્વાસ પડતે જાય છે. છેવટે નજીક જઈને કુશળતાથી વાત કરે છે.
આખરે હનુમાનને મનમાં એમ થાય છે કે હવે છતા થવામાં હરક્ત નથી. લંકાના લેકેને પણ થાય કે ચારની જેમ મુલાકાત નથી લીધી; રામના માણસો પણ બહાદુર હોય છે. એ હેતુથી તે વાડીને નુકસાન કરે છે. એટલે તેને પકડવામાં આવે છે. તે વખતે તે રામના દૂતને છાજે એવાં વચને રાવણને સંભળાવે છે. પછી રાવણ સજા તરીકે હનુમાનનું પૂછડું સળગાવે છે, ત્યારે તે લંકાને બાળે છે, અને છેવટે પોતે સમુદ્રમાં પડે છે. ત્યાં તેમને વિચાર આવે છે કે લંકા નગરી બળી તેથી સીતાજીને તે નુકસાન નહીં થયું હેય? એટલે તે તુરત અશોકવાડીમાં પાછા જાય છે. અને સીતાજીને કંઈ આંચ નથી આવી એવી ખાત્રી કરી આવે છે.
તે વખતે તેમણે સીતાજીને પૂછયું કે હું તમને રામ પાસે લઈ જઉં? સીતાજીએ ના પાડી. કેમકે ઈરાદાપૂર્વક પરપુરુષને સ્પર્શ ન કરવું જોઈએ, અને રામચંદ્રજી વિના પુરુષાર્થે મેળવેલી વસ્તુને ગ્રહણ ન કરે એવા વીર-ક્ષત્રિય છે. એ બંને બાબત તે સમજતાં હતાં.
પછી રામચંદ્રજી લંકામાં લડવા આવે છે. અને જ્યારે ઈન્દ્રજિત સાથેના યુદ્ધમાં લક્ષમણ ઘવાઈને બેભાન થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી ત્યારે તેમને માટે બહુ દૂરથી ઔષધિ લાવવાનું કામ પણ તે બહુ જ આનંદથી કરે છે.
તેમને કઈ કામમાં થાક તે લાગતું જ નથી. રાત કે દિવસ તે જોતા નથી. રામચંદ્રજીની ઈચ્છા જાણે એટલે તે થવું જ જોઈએ એવી તેમની ટેક છે. સાચા સેવક હુકમની રાહ નથી જેતે. એ તે ફક્ત કામ કરવામાં જ આનંદ માને છે. એમ કરવામાં લેક તેની વાહવાહ કરે તેની તેને લગારે ય ઈચ્છા નથી હોતી. ઊલટું તેમ ન થાય તે માટે પાછળ. રહે છે. જેમકે સીતાજીની ભાળ કાઢી આવ્યા પછી સુગ્રીવ વગેરે રારચંદ્રજીની પાસે પહોંચ્યા ત્યારે તે શાંત થઈને પાછળ બેસી રહે છે. બીજા બધા વાનર આગેવાન રામને બધી હકીકત જણાવે છે, પણ હનુમાનજી પિતાનાં પરાક્રમની વાતે કહેતા નથી. પણ રામચંદ્રજી સમજી જાય છે કે હનુમાનજી સાચા સેવક અને ભક્ત છે. તેમના દિલને. ભાવ તે સમજી જાય છે.
તેમની કુશળતાને વિચાર કરીએ તે જણાશે કે લંકામાં સૈન્યની ભૂહરચના કરવામાં એ એવી તે કુશળતા દાખવે છે કે મુસીબતને પ્રસંગે એક પણ લડવૈયાની ખુવારી સિવાય દુશ્મનથી ઘેરાયેલા આખા સૈન્યને પાછું ખેંચી લઈ શકે છે. આમ તે કુશળ યોદ્ધા પણ હતા.
લંકાનું યુદ્ધ જીતીને રામચંદ્રજી સીતાજીને લઈને અયોધ્યા પાછા જવા નીકળે છે ત્યારે વચ્ચે કિષ્કિન્ધામાં સુગ્રીવના આગ્રહથી ઊતરે છે. ત્યારે હનુમાનજી સુગ્રીવને કહે છે, કે આજ સુધી હું આપની પાસે રહ્યો છું. આપ સુખેથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી
પ: "
રાજ કરો. હું રામની સેવામાં રહીશ.
એમ કહી તે રામચંદ્રજી સાથે અયોધ્યા જવાને નિર્ણય કરે છે, પણ રામચંદ્રજીના વનવાસને ચૌદ વર્ષને સમય પૂરે થતું હતું અને રામચંદ્રજીને બધા મિત્રાની વિદાય લેવા જતાં સમયસર અધ્યા પહોંચવામાં મેડું થાય તેમ હતું. વળી ભરતે છૂટાં પડતી વખતે કહેવું છે કે ચૌદ વર્ષ પૂરાં થતાં નહીં આવો તે હું એક દિવસ પણ વધુ જીવવાને નથી. એટલે રામચંદ્રજીએ હનુમાનજીને એક દિવસ અગાઉથી મોકલ્યા. ભરત તે રાહ જોઈ જ રહ્યા હતા. અને રામ આજે આવશે કે નહીં તે વિચારતા બેઠા હતા. હનુમાનજી ત્યાં જઈને જુએ છે તે ભરત ચિતા બનાવીને તેમાં પડી આપઘાત કરવાની તૈયારી કરે છે. પણ હનુમાનજી તેમને બચાવી લે છે.
પછી રાજ્યારોહણની વિધિ થાય છે. બધાને ગ્ય આસને મળ્યાં છે, ત્યારે હનુમાનજી રામ તથા સીતાને પંખા નાખવા પાછળ ઉભા છે. એ પંખે નાખવામાં જ તેમને આનંદ છે. એવા પ્રસંગે તે સૌ કોઈને આગળ આવવાનું મન થાય અને જેણે અનેક પ્રકારે સેવા કરી હોય, તેને પાછળ રહેવાનું ન પણ ગમે. પણ હનુમાનજી તે માનપાનથી દૂર નાસતા હતા. એટલે તેમણે સ્વેચ્છાએ તેવું કામ લીધું હતું.
વળી આ પ્રસંગે બધાને એક પછી એક ભેટ આપવામાં આવે છે. ત્યારે બધાને મનમાં થાય છે કે આમાં હનુમાનજીનું નામ કેમ નથી આવતું? એમણે કેટલી બધી સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી કરી છે! સીતાજીને શોધી લાવ્યા, ભરતને બચાવ્યા, રાવણને હરાવવામાં અને લક્ષ્મણને બચાવવામાં અગ્રભાગ લીધે, છતાં તેમને કંઈ ભેટ કે માન કેમ આપવામાં નથી આવતું? સૌને આશ્ચર્ય થાય છે અને હમણું તેમનું નામ આવશે એમ સૌ વિચારે છે પણ તેમનું નામ આવતું જ નથી. છેવટે સીતાજી અકળાઈને રામચંદ્રજીને કહે છે, “આપણે બધાને ભેટે આપી પણ હનુમાનજીને તમે કેમ કંઈ નથી આપતા?”
હનુમાનજીને ભક્તિભાવ રામચંદ્રજી જાણતા હતા એટલે તેઓ સીતાજીને કહે છે: “એમને આપવા જેવું મારી પાસે કંઈ નથી.”
સીતાજી કહે: “તમે બધાને અગણિત ભેટે આપી, અને એમને આપવા માટે કંઈ નથી એમ કેમ કહે છે ?”
એમને આ હાર આપું છું” એમ કહી સીતાજી હનુમાનજીને હીરામેતીને એક હાર આપે છે. અને હનુમાનજી હાર લઈને એક એક મેતી જુદું પાડતા જાય છે, તેને જોઈ જેઈને ફેંકતા જાય છે અને કહેતા જાય છે કે આ મેતીમાં રામ નથી એટલે હું તેને શું કરું ? આ ચીજ હું લઉં એટલે રામ ગયા. મારે તે રામની સેવા કરવી છે. એમની સેવા કર્યા બદલ જે હાર લઉં એટલે સેવા જાય. એટલે આને હું શું કરું? જે રામ હશે તે આવા હાર ઘણય મળશે.
હાર લેવાથી રામની સેવા શું કામ બંધ થાય? તે હાર સાચવવા માટે પેટી જોઈએ. પેટ સાચવવા માટે ઘર જોઈએ. અને ઘર સાચવવા માટે સ્ત્રી, પછી બાળકે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
હનુમાન જયંતી
૭૭ અનેક તત્તવે જોઈએ. એમ એક પછી એક અનેક ઉપાધિ આવે અને તે વધ્યાજ કરે. અને જેટલી ઉપાધિ વધે તેટલી રામની સેવા ઓછી થાય.
ભગવાનની સેવામાં જીવન અર્યું, તેથી તેમણે ઘર ન કર્યું. ફક્ત લંગેટીથી જ ચલાવ્યું અને એ રીતે અંગત જરૂરિયાત ઓછામાં ઓછી રાખી. તેમને કઈ લાલચ સ્પર્શી ન શકી અને તે રામમય બની ગયા. તેમને રામની સેવા કરવી હતી એટલે તેમણે લક્ષ્મીને સ્પર્શ ન કર્યો.
લક્ષ્મીની-ધનની સેવા કરનારને ધન મેળવવા ઈચ્છનારને બંધુ, પિતા–બધાને વેચી દેવાં પડે છે. સમાજની સેવા કરનારને પણ બધાંને છેડવાં પડે એમ બને એથી જ સેવાધર્મ અઘરો મનાય છે. સેવાધામનો થોનિનામા: હનુમાનજીને યોગીઓને પણ અગમ્ય એ પરમ ગહન સેવાધર્મ સહજ હતે.
સેવક પિતાની આળપંપાળ જેટલી ઓછી રાખે એટલી તે સમાજની વધુ સેવા કરી શકે એ હનુમાનજીના દષ્ટાંતથી સિદ્ધ થાય છે.
સમર્થ રામદાસે રામ અને હનુમાનની ઉપાસના કરવા જણાવ્યું, તેની પાછળ રાષ્ટ્ર અને સેવકની ઉપાસના કરવાની દષ્ટિ હતી.
હનુમાન જેવા આદર્શ સેવકને વિચાર કરતાં સ્વ. મહાદેવભાઈનું સ્મરણ થાય છે. આદર્શ સેવક આદર્શ ભક્ત હોય જ. ભક્તિ વિના સેવા સંભવતી નથી. પછી તે વ્યક્તિની
વા સમષ્ટિની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
તિલકજયંતી
આજથી સત્તાવીસ વર્ષ પહેલાં તિલક મહારાજનું ભોતિક સ્વરૂપ અદશ્ય થયું, છતાં હજુ યે તેઓ જીવે છે.
- અંગ્રેજોનું બળ આ દેશમાં વૃદ્ધિ પામતું જતું હતું એ કાળમાં તેમને જન્મ થયો હતે. અંગ્રેજના રાજ્યને તે વખતે આપણું દેશવાસીઓ આશીર્વાદસમું માનતા હતા.
નાનપણથી જ તેમની નિશ્ચયાત્મક બુદ્ધિનું આપણને પારખું થાય છે. નાના હતા ને નિશાળે ભણવા જતા હતા ત્યારે એમનું શરીર ઠીક ઠીક દુર્બળ હતું. એમને એ ખટકયું અને શરીરને પોલાદી બનાવવાનો નિશ્ચય કર્યો, અને તે ગમે તે ભેગે પાર પાડયા.
પિતે તેજસ્વી વિદ્યાથી હતા. ગણિત અને ઈતિહાસ તેમના ખાસ શેખના વિષયે હતા. ભાષાઓ ઉપર પણ તેમને અજોડ કાબૂ હતે. અંગ્રેજી, સંસ્કૃત અને મરાઠીમાં અસાધારણ કૌશલ્યથી તેઓ લખતા. ઉપરાંત પૂર્વ અને પશ્ચિમના સાહિત્યનું પણ તેમણે ઉત્તમ પરિશીલન કર્યું હતું. વિદ્યાર્થી તરીકેની કારકિદી પણ ઝળકતી હતી. અભ્યાસ પૂરે કર્યા પછી તેમણે ધાર્યું હોત તે સારા પગારની સરકારી
કરી સહેલાઈથી મેળવી શક્યા હતા. એમની આર્થિક સ્થિતિ પણ સામાન્ય હતી એટલે ઘણાને એમ લાગતું પણ હતું કે કઈ મેટી નેકરી લઈને એ બેસી જશે.
પણ એમના દિલમાં તે દેશદાઝ ભરી હતી. દેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
તિલક જયંતી દુઃખે, અપમાને તેમનું હૃદય દાઝતું હતું. એ ભારે પગારની નેકરી શેના લે? તેમણે તે હદયથી રાષ્ટ્રસેવાની દીક્ષા લઈ લીધી હતી. એટલે દેશસેવકે તૈયાર કરનારી શિક્ષણસંસ્થામાં પિતાની સેવા આપવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું. એટલે કેળવણ ખાતામાં ફક્ત રૂ. ૩૦ ની નેકરીમાં તેઓ જોડાયા. ઘણુએ સમજાવ્યા કે તમે આ ભૂલ કરે છે, પણ એ માન્યા નહીં. એક જણે તે એમ સુદ્ધાં કહ્યું કે “આટલા રૂપિયામાં શું થશે ? ખાંપણ જેટલી બચત થાય એટલું તે લે.”
ત્યારે એમણે જવાબ વાળેલ કે, “એની મારે શી ચિતા? મુડદું ગંધાશે એટલે શેરીવાળા નહીં તે મ્યુનિસિચાલિટીવાળા પણ બાળી આવશે.”
આમ શિક્ષક થઈને વિદ્યાથી ઓને દેશસેવાના પાઠ પઢાવવાના કામે તેઓ લાગી ગયા. પણ એટલાથી એમને શાંતિ ન થઈ. તેથી તે આખા સમાજના જિંદગીભરના શિક્ષક થયા. એમણે પ્રજાને કેળવવા છાપાં કાઢવાનું શરૂ કર્યું. એક છાપું અંગ્રેજીમાં અને બીજું મરાઠીમાં. એ છાપાં પાછળ દષ્ટિ કેળવણીની હતી. કેસરી” અને “મરાઠા એ નામનાં બંને છાપાંએ પ્રજાનું હૃદય જીતી લીધું. તેમણે પિતાનો સંદેશે પ્રજાને છાપાં મારફત આપવા માંડ્યો. પણ તેમની વાત જેટલી પ્રજાને ચતી હતી તેટલી જ સરકારને ખૂંચતી હતી. સરકાર તેમનું તેજ સાંખી શકતી નહતી. સરકારને આ માણસ ભયંકર લાગે. કેમ કે તે પ્રજાને તૈયાર કરી રહ્યો હતું. અને સરકાર અને પ્રજાના સ્વાર્થો પરસ્પર વિરુદ્ધ હતા. સરકાર એના પર ગુન ઠેકી બેસાડવા, સહેજ બહાનું મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
તિલકજયતો
..
તે જેલમાં પૂરી દેવા માટે તલપાપડ થઈ રહી હતી.
એવું એક બહાનું મળી ગયું. તિલક મહારાજને પકડવામાં આવ્યા, અને તેમના પર કેસ ચલાવવામાં આવ્યે. લેાકમાન્ય પેાતે જ પાતા તરફથી લડ્યા, પણ સરકારને તે ગમે તેમ કરીને એમને જેલમાં એસાડવા જ હતા. એટલે એમને જેલ મળી. ગાંધીજીની સત્યાગ્રહની લડએ જેલને ખૂબ સસ્તી બનાવી દીધી છે, પણ તે દિવસેામાં જેલ જવુ એ રમત વાત નહેતી. મુદત પૂરી થયે તિલક મહારાજ છૂટ્યા ત્યારે હિતેષીઓએ તેમને સલાહ પણ આપી કે હવે સરકાર સામે લડવાનું ને છાપાં કાઢવાનુ છેોડી દો.
પણ તિલક મહારાજ એમ કંઇ માને? એમના પેાતાના આમાં દ્વેષ જ કયાં હતા ? અને હાય તે એટલા જ કે તે સરકારના દેષા ઉઘાડા પાડીને બતાવતા હતા. પણ સરકાર તરફથી દેશને પારાવાર અન્યાય અને નુકસાન પહોંચી રહ્યાં હાય ત્યારે પોતે ચૂપ રહી શકે જ શી રીતે ? પેતે સત્યાગ્રહી હતા. દીતતાથી સત્યના ઘાત થતે જોઇ રહેવા એ એમના સ્વભાવમાં જ નહતું. હૃદયમાંથી ઊર્મિ જાગતી હતી કે ચૂપ ના બેસી રહેવાય, એટલે જેલમાંથી છૂટ્યા કે તરત જ તેમણે ફ્રી પાછાં છાપાં શરૂ કરી દીધાં. પુનશ્ચે હરિ ' કરીને ફરી આગ ઝરતી કલમે લખવુ શરૂ કરી દીધું.
એ દિવસેામાં અંગ્રેજીની જ ખેલખાલા હતી. ભડ઼ેલે વ અંગ્રેજીમાં જ વાંચતા, વિચારતા, એટલું જ નહીં, એમાં ગવ લેતા. એથી ભણેલા અને અભણ વચ્ચેનું અંતર વધતું જતું. દેશમાં બીજી ભાષા મેલનારાને અને અંગ્રેજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
તિલક જયંતી
૮૧
મારફતે જ વિચારો ઝીલનારાઓને પોતાની વાત સમજાવવા તિલક મહારાજ એક છાપું અંગ્રેજીમાં કાઢતા. પણ આમજનતા સમજી શકે તે માટે તેઓ “કેસરી” છાપું મરાઠી ભાષામાં કાઢતા. મરાઠીની એ દિવસેમાં કંઈ જ વિસાત નહતી, છતાં તેમણે હિંમતભેર જનતાની જબાનમાં છાપું કાઢયું. જનતાને પણ એ ખૂબ જ ગમ્યું. આમ પ્રજા તિલક મહારાજને ઓળખી ગઈ અને પોતાના હૃદયમાં તેમને સ્થાન કરી આપ્યું. એમની વાણુ ઝીલતાં પ્રજા ધરાતી નહતી. ચાતક વરસાદની રાહ જુએ તેમ પ્રજા ક્યારે “કેસરી” બહાર પડે તેની રાહ જોતી. એ દિવસમાં એમના છાપાની ચાલીસ હજારની નકલે ખપતી હતી.
એવામાં બંગભંગની લડત આવી. ઑર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરેલા. તેમાં લેકમાન્ય દેશનું અહિત જોયું, એટલે સરકારની વિરુદ્ધના પોતાના વિચારો સ્પષ્ટપણે એમણે પ્રગટ કર્યા. સરકારથી એ ખમાયું નહીં. લેકમાન્યની ધરપકડ થઈ. એમના પર કેસ ચાલ્યું. છ દિવસ સુધી એમણે પિતાને બચાવ કર્યો. પણ સરકારને ક્યાં ન્યાય કરવું હતું? એને તે સિંહને પાંજરામાં પૂર હતું, જેથી ઉત્પાત ન મચાવે. એમને છ વર્ષને લાંબે કારાવાસ મજે. એટલું જ નહીં હિંદની બહાર–બ્રહ્મદેશની માંડલેની જેલમાં તેમને સરકારે મેકલી આપ્યા.
જેલમાં એમને તદ્દન એકાંતવાસમાં રાખવામાં આવ્યા. કાપ માણસ તે આવા ભીષણ એકધારા એકાંતમાં ગાં થઈ જાય. પણ આ તે અજેય સંકલ્પ બળવાળે વીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
તિલક જય'તી
ર
સેનાની હતા. એકાન્તવાસને પણ એમણે કસ કાઢયા. પેાતાના જ્ઞાનના લાભ પ્રજાને આપવાના એમણે સંકલ્પ કર્યા. અને ભગવદ્ગીતા ઉપર ‘ કયાગ શાસ્ત્ર ’ કરીને ઉત્તમ ભાષ્યગ્રંથ રચ્યા. હિંદુ ધર્મગ્રથામાં એ પુસ્તક અનીખી ભાત પાડે તેવું છે. એ ગ્રંથની પણ એક મઝાની કથા છે, જેલમાંથી છૂટ્યા ત્યારે સરકાર એ ગ્રંથની હસ્તપ્રત લઈ જવા ન દે, કહ્યુ કે હસ્તપ્રત તપાસીને પહેાંચતી કરી દઈશું. ઘણા સમય વહી ગયા. છતાં સરકાર તરફથી એ પ્રત પાછી ન આવી એટલે તિલક મહારાજના મિત્રાને થયું કે કાં તા સરકારને એ આપવી નહીં હાય કે પછી એ ખાઈ નાખી હશે. હવે શું થશે? પણ તિલક મહારાજ નિશ્ચિન્ત હતા. એમણે કહ્યું કે, હસ્તપ્રત ખેાવાઈ ગઈ હશે તે ય વાંધે નથી. કેમકે એ બધું લખાણ મને યાદ છે. બે મહિના સિ’હુગઢ પર રહીને લખી નાખીશ; પણ એ રીતે લખી નાખવાના વિચાર કરતા હતા તેવામાં સરકારે હસ્તપ્રત માકલી આપી અને એ પ્રકરણ ત્યાં સમાપ્ત થયું.
અનેક વિદ્યાઓને તેમને અભ્યાસ હતા. તેમની બુદ્ધિ અત્યંત તીક્ષ્ણ, ભેદક હતી. અને ગમે તે વિષયમાં પાતે ખૂબ ઊંડા ઊતરી જતા. જેલમાં રહ્યાં રહ્યાં તેમણે ગીતા પરના સમર્થ ભાષ્યગ્રંથ તે રચ્યા જ. તદુપરાંત અગાઉ ખગાળ પર ‘ એરાયન ’ નામનુ પુસ્તક લખેલું તેથી દેશ-વિદેશમાં એમની વિદ્વત્તાની ભૂખ પ્રતિષ્ઠા અકાઈ હતી. એ પુસ્તક અહાર પડયુ અને પ્રસિદ્ધ જર્મન પડિત મેકસમૂલરના હાથમાં આવ્યું. પણ જ્યારે એણે જાણ્યું કે આ પુસ્તકના
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૩
તિલક જયંતી લેખક તે દેશસેવાના અપરાધ બદલ સરકારી જેલમાં છે, ત્યારે તેણે એ વિદ્વાન પુરુષને ઝટ છોડી મૂકવા અને એમના અસાધારણ જ્ઞાનને પ્રજાને લાભ મળે તેમ કરવા હિંદી સરકારને લખ્યું. એથી કંઈ એમને સરકારે મુક્ત તે ન કર્યો, પણ જેલમાં એમને લખવાની સગવડ કરી આપી.
જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગ ઉપર પણ એમણે પુસ્તકે લખ્યાં છે. તેમનું કાયદાનું જ્ઞાન પણ અગાધ હતું. પિતાના કેસ તેઓ પિતે જ ચલાવતા. વિપાસના તેમને એટલી પ્રિય હતી કે દેશ સ્વતંત્ર થયા પછી પિતે ગણિત અથવા ઈતિહાસના અધ્યાપક થવામાં સંતોષ માનશે એમ કહેતા.
તેમની રહેણીકરણ સાદી હતી. પિષાક અને સ્વભાવે તેઓ આદર્શ બ્રાહ્મણ હતા. પેઢીઓની સાંસ્કારિક પરંપરાને ચીવટથી જાળવી રાખતા. વિલાયત ગયેલા ત્યારે પણ તેમણે પિતાને મરાઠી પિશાક કાયમ રાખ્યું હતું. મરણપર્યંત એમણે તેમાં ફેરફાર કર્યો નહીં. બ્રાહ્મણને છાજે તે તેમને અપરિગ્રહ નમૂનેદાર હતા.
સ્વરાજ્ય માટે તે જીવ્યા અને લડ્યા. દેશને તેમણે શીખવ્યું કે “સ્વરાજ મારો જન્મસિદ્ધ હકક છે.” અંગ્રેજી શાસનને તેઓ વિરેજ કરતા નહેતા પણ નોકરશાહીને વિરોધ કરતા હતા. તેઓ એમ માનતા કે તંત્ર તે સારું છે. પણ ઇંગ્લેન્ડની સરકારને સાચી માહિતી મળતી નથી એટલે હિન્દની પ્રજાને સાચે ન્યાય મળતું નથી. અહીંની
કરશાહી ત્યાંના તંત્રને સાચી માહિતી આપતી નથી, એટલે એમને મુખ્ય વિરોધ કરશાહી સામે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
તિલક જયંતી ૧૯૧૫ માં ગાંધીજી હિંદમાં આવ્યા અને પાંચ વર્ષમાં હિંદની નાડ પારખી લઈને તેમણે અસહકારને મંત્ર આપે. ગાંધીજીએ તિલક મહારાજને પણ અસહકારની વાત કરી હતી, અને એ તેમને ગળે પણ ઊતરી હતી. પણ પ્રજા એ મંત્ર ઝીલી શકશે કે કેમ તે વિષે તેઓ. શંકાશીલ હતા.
વેગ એ બન્યું કે તિલક મહારાજે પરલોક–પ્રયાણ કર્યું અને મહાસભાએ અસહકારને ઠરાવ કર્યો. અને દેશે એને યથાશક્તિ અમલ પણ કર્યો. આમ “સ્વરાજ્ય મારે જન્મસિદ્ધ હકક છે” એ મંત્ર પ્રજાને શીખવીને તિલક મહારાજે સ્વરાજ્ય સિદ્ધિના ઇતિહાસને પૂર્વાર્ધ રચી આપે. અને એ હક્ક સંપડાવનારી ઉત્તમ પદ્ધતિની પ્રજાને નવાજેશ કરીને ગાંધીજીએ ઉત્તરાર્ધ પૂરે કરી આપીને તિલક મહારાજનું શ્રાદ્ધ કર્યું. હજુ આજે પણ એમનું તર્પણ કરી શકાય એવું સ્વરાજ નથી આવ્યું. ઉત્તરાર્ધ પૂરે થયે છે, પણ તેને રચયિતાના દિલમાં આનંદ નથી. જેવું સ્વરાજ તેણે ઈચ્છયું હતું તેવું હજુ નથી મળ્યું. હા, અંગ્રેજો ગયા તેને આનંદ છે ખરે; પણ સાચું સ્વરાજ, સાચું લકરાજ સિદ્ધ કરવાનું હજુ બાકી છે.
તિલક મહારાજના અવસાન પછી તેમના નામ સાથે સ્વરાજ શબ્દ જોડીને પ્રજાએ ફાળે એકઠા કરવા માંડ્યો. તિલક સ્વરાજ ફાળામાં પ્રજાએ એક કરોડ રૂપિયા ભરીને એમનું બાહ્ય શ્રાદ્ધ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
તિલક જયંતી
<
?
વન્દેમાતરમ્ ' ખેલતાં પણ જ્યારે લેાકેા ડરતા હતા, જેલ જવું એ જ્યારે સદેહે નરકમાં જવા જેવું લાગતું હતું ત્યારે આ વીર પુરુષે સિ’હુગના કરીને પ્રજાને વીરત્વની દીક્ષા આપી હતી. અપાર સંકટ જાતે વેઠીને પ્રજાને એમણે ઉત્તમ દેષ્ટાન્ત પૂરું પાડ્યું હતું.
૮૫
આજે સદેહે તેએ આપણી વચ્ચે નથી, પણ એમનું મરણ એ જ એમના સાચા જન્મ છે. તેમના ભૌતિક દેહ સત્તાવીસ વર્ષ પહેલાં આ જ દિવસે ગયા; પણ તે જ દિવસે આત્મારૂપે તેમના નવજન્મ થયેા. એની જયંતી આજે આપણે ઉજવી રહ્યા છીએ. જ્યાંસુધી દેહ છે, ત્યાંસુધી આત્માના વિકાસને મધન રહે છે. દેહ જતાં આત્મા નિજ રૂપમાં પ્રકાશે છે. તિલક મહારાજ વિશે એ સથા સાચુ છે.
—તિલક જય'તી, ૧૯૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
કેળિયે થઈ જાવ અંગ્રેજોએ આપણને અનેક રીતે નુકસાન કર્યું છે. રાજકીય, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક, અને આધ્યાત્મિક એમ દરેક રીતે એમણે આપણને નુકસાન કર્યું છે. એટલે આપણું પતન થયું છે. જેની પાસેથી આ ચીજો ચાલી જાય તે કદી પણ માણસ ન રહી શકે. તેનામાં ભલે બધા ગુણે પડેલા હેય, પણ તે બધા ગુણે સુષુપ્તાવસ્થામાં જ રહે.
- સાધુ પુરુષે આવાં પતન સાંખી ન શકે. એટલે જ ગાંધીજીને પણ આ વસ્તુ ખૂંચી. તેથી તેમણે દેશને આ વસ્તુનું ભાન કરાવવાનો પ્રયાસ આદર્યો-તેમાં જ ઈશ્વરભક્તિ માની. જનસેવા એ પ્રભુસેવા જ છે, કેમકે માણસ પણ ઈશ્વરને અંશ છે.
આદમ કે ખુદા મત કહે, આદમ ખુદા નહીં; લેકિન ખુદા કે નૂર સે, આદમ જુદા નહીં.
માણસને જ્યારે દુઃખનું ભાન થાય છે, ત્યારે તે તેનું નિવારણ કરવાના ઉપાયે શેધે છેઅને આ ઉપાયે. શેધવાની જિજ્ઞાસા તે જ મુમુક્ષતા. ત્યાર પછી પુરુષાર્થ કરવાનું હોય છે. ગાંધીજીએ આપણને મુમુક્ષુ તે બનાવ્યા. હવે પુરુષાર્થ આપણે કરવાને છે.
હવે આપણને થયેલાં નુકસાને વિચારીએ. સૌથી પ્રથમ અંગ્રેજોએ આપણને આર્થિક ગુલામ બનાવ્યા. અને તે પછી તરત જ રાજકીય ગુલામ બનાવ્યા. જીવવા માટેની બધી ચીજે પિતાની મેળે પેદા કરી લેવી તેનું નામ આર્થિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ZC
કેળિયે થઈ જાવ સ્વાતંત્ર્ય. એ પેદા કરવામાં જેટલી આડખીલી થાય, તેટલું જ આર્થિક નુકસાન પણ થાય. અંગ્રેજોએ આપણને એવી રીતે કેળવ્યા કે આપણે બીજાને માટે ચીજો પેદા કરીએ અને આપણને જોઈતી ચીજો બીજા પેદા કરે. આમાં આપણે એટલા ફસાયા કે જીવનની અનિવાર્ય જરૂરિયાતે પણ બીજા પેદા કરી આપે તે જ આપણે જીવી શકીએ. આથી ભયંકર ઉતપાત પેદા થયે. દા. ત. કાપડ જેવી અતિ આવશ્યક ચીજ પણ આપણને કેઈક બહારથી લાવી આપે. જ્યારે કપાસ જેવી ચીજ બીજાને માટે પકવી આપીએ. જે ચીજની મારા ગામને જરૂર છે તે મેં પરદેશથી મંગાવી. અથવા મારા ગામમાં તે પેદા થઈ શકે તેમ હોવા છતાં તે પેદા ન કરી અને માત્ર પારકાને જ ખપની ચીજો પેદા કરી. આ થઈ આપણું આર્થિક ગુલામી.
વાહનવ્યવહાર પણ આપણા હાથમાં નહીં. આપણે મેટરને ઉપયોગ કરીએ છીએ ખરા, પણ તે બનાવી ન શકીએ. આપણને બનાવવા જ ન દે. આમ પારકાં સાધને વાપરવાનાં થયાં તેથી આપણને બરાબર નુકસાન થયું.
માણસને સ્વમાનભેર સુખથી જીવવા અને સૌને હિતમાં આગળ વધવા જે અધિકારે ભેગવવા મળે તે રાજકીય સ્વાતંત્ર્ય. એ અધિકાર પણ ખૂંચવી લેવાયા એટલે રાજકીય ગુલામી આવી. રાજકીય ગુલામ બનવા માટે જ પ્રથમ આપણને આર્થિક ગુલામ બનાવ્યા.
પહેલાના વખતમાં રાજાઓ એકબીજા પર ચઢાઈ કરતા, અને સામાને હરાવવા માટે તેના કિલ્લાને ઘેરો ઘાલીને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
કાળિયા થઈ જાવ
અનાજપાણીથી વિમુખ કરવામાં આવતા, અને છેવટે હરાવીને રાજકીય ગુલામ બનાવવામાં આવતા. અંગ્રેજોએ પણ આ જ પ્રમાણે કરીને આપણાં અર્થ અને અધિકાર અથવા પ્રતિષ્ઠાને નાશ કર્યો.
८८
6
આજે હિંદુસ ંસ્કૃતિ પામર ગણાય છે. એક વખત મેં એક યુરાપિયન બહેનને પૂછ્યું, તમે આટલે દૂર સુધી સેવા કરવા આવ્યાં છે, તે તમને હિંદુસ ંસ્કૃતિ બહુ ગમી તેથી ? ' પેલાં બહેને જવામ આપ્યું: “ તમારી સંસ્કૃતિ જો ઊંચી હેત તે તમારા કહેવાતા ભળેલા લેકે પરદેશ જઇને અમારી સંસ્કૃતિ શા માટે ગ્રહણ કરત ? ” આ બહેનની વાત એક રીતે સાચી છે. કારણ કે જે ગુલામ છે, તેને વળી સંસ્કૃતિ શી ? તેને અધિકાર શાને ? તેને સ્વતંત્ર ધર્મ પણ શાના હાય !
આ જ પ્રમાણે ગુલામના પેાતાના વડવાના ઇતિહાસ પણ નાશ પામ્યા. કારણ કે તે પેાતાના ઇતિહાસ કયે મેઢે એલે ? ઘરને નાકર હાય તેના ધમ કા હાઈ શકે? તેના ધર્મ એ જ કે જે એના માલિકના ધમ હાય.
કોઈ નિષ્ણાત પ્રેફેસર ડાય; પણ તેના દીકરા તન અભણ હોય તેા પછી તે કઈ સમજણે પેાતાના બાપના વખાણ કરી શકે? એટલે કે ભણેલા હોય તેને જ ભણતરની સાચી કિંમત આંકતાં આવડે. અને તેજ ભણેલાનાં વખાણુ કરવાને પાત્ર બની શકે. વીર હાય તે જ વીરનાં વખાણ કરી શકે. આપણું પણ એમ જ છે. અત્યારે આપણામાં નથી મરવાની હિંંમત કે નથી મરવાની વીરતા. પછી આપણે ચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
કાળિયો થઈ જાવ મોઢે કહી શકીએ કે અમારા બાપદાદા તે આવા મેટા વીર અને હિંમતવાળા હતા! અને અમારી સંસ્કૃતિ આવી ઊંચી હતી! આ રીતે આપણું આધ્યાત્મિક પતન થયું.
જ્યારે ગાંધીજી કહેતા હતા કે, “આપણું આધ્યાત્મિક પતન થયું છે” ત્યારે રવીન્દ્રનાથ ઠાકુર જેવા પણ એને વિરેાધ કરતા હતા. કારણકે તેમને ખબર નહોતી કે જેને આત્મા જાગૃત હોય તે કઈ પણ રીતે ગુલામ હાઈ જ ન શકે? જે આપણે આધ્યાત્મિક ઉન્નતિ સાધી હતી અને સાચવી હતી તે બધા ભેગા મળીને જીવત–ભેગા મળીને સંસ્કૃતિ સાચવી લેત. પણ ભેગા મળીને જીવવાનું વિચાર જાગૃત આત્માવાળાને જ આવે. જ્યારે માણસ પોતાના આત્માને ભૂલી જઈ શરીર સામે જુએ છે, ત્યારે તેને લાગે છે કે જે છે તે બધું શરીર જ છે. એટલે આત્મઘાત થાય છે.
અત્યારે આપણે બોલીએ છીએ કે “અંગ્રેજો ચાલ્યા જાઓ” એ જ્ઞાનપૂર્વક બેલતા નથી, અજ્ઞાનમાં જ બેલીએ છીએ. કારણકે આપણી ક્રિયા બેલવા કરતાં તદ્દન ઊલટી જ છે. એમ ન હતા તે અત્યારે જે ધોળા દિવસની લૂંટ ચાલી રહી છે, તે કદી ન ચાલે.
શ્રી. અરવિંદ ઘોષે એક જગ્યાએ લખ્યું છે કે જ્યાં સુધી આત્મા જડ હોય ત્યાં સુધી દેખાતું નથી. પણ જ્યારે તે પૂરેપૂરો વિકસે છે, ત્યારે જ દેખાય છે. ખીલેલે આત્મા જ
સ્પષ્ટ દેખાય. વિકસવું એટલે ખેરાક થવું. જ્યારે અન્નને કે ઘાસને કણ પતે ખેરાક બને છે, ત્યારે જ તે સંપૂર્ણ વિકસે છે, અને તેથી જ અન્ન કે ઘાસ ઉત્પન્ન થાય છે. ઘાસ કણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
કળિયે થઈ જાવ ખાઈને ઉત્પન્ન થાય છે, અને તરત જ ઢોરને ખેરાક બને છે. ઢાર તે ઘાસ ખાઈને દૂધ આપી પિતે વિકસે છે. આ રીતે ખોરાક ખાઈને પ્રેરક બનવાની ક્રિયા એ જ આત્માને વિકસાવવાની કિયા.
માણસ ખેરાક ખાય છે તે સમાજને ખોરાક થવા માટે, એટલે કે બધા માટે હોમાઈ જવા સારુ અને જ્યારે તે ખેરાક થાય છે, અથવા પિતે હૈમાઈ જઈને વિકસે છે. ત્યારે જ તેને “સન મુનકતુને અર્થ સમજાઈ જાય છે.
ફળફળાદિમાં જીવ છે. માણસ તેને ખાય છે. પણ ખાતાં પહેલાં પિતે કેને રાક બનશે તે તેણે વિચારી લેવું જોઈએ. મહાભારતમાં શાંતિપર્વમાં એક પારધી અને હેલાની વાત આવે છે. હલાએ પિતાના શરીરનો પરિગ્રહ પણ બીજાને કેળિયે થવા કર્યો હતો. અને પિતે પારધીને કેળિયે બન્યું પણ હતું. તે જોઈને પારધીનાં પડળ ખૂલી ગયાં અને પોતે પણ અગ્નિમાં કૂદી પડે છે. આપણે પણ હિલાની જેમ બીજાને કેળિયે થવાની તૈયારી રાખવી જોઈએ; અર્થાત્ સમાજને ઉપયોગી થવાની એને માટે ઘસાવાની વૃત્તિ જ્ઞાનપૂર્વક ખીલવવી જોઈએ.
ગાંધીજી પણ લોકોને કેળિયે બન્યા, ત્યારે જ આટલા વિકસ્યા. જે કેળિયે ન બન્યા હતા તે તેઓ પણ આપણી જ હરોળમાં હેત.
- પરચક્રને લીધે અને તે દ્વારા આપણી સંસ્કૃતિ પર થયેલા ભૌતિક સુખવાદના આક્રમણને લીધે આપણે આસુરી વૃત્તિને જ વેગ મળે છે. જેમકે, બે માણસે પ્રસાદ વહેંચવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
કેળિયે થઈ જાવ ઊભા થાય છે. તેમાંને એક જણ બધાને સરખે ભાગે અને શાંતિથી વહેંચે છે. આ વખતે પ્રસાદ લેનાર બધા શાંતિથી પ્રસાદ લેશે. એટલે તેમને શાંતિ રાખવાનું શિક્ષણ મળશે. હવે બીજો એક જણ અશાંત પ્રકૃતિને છે, તે બધાની વચ્ચે જઈ પ્રસાદ ઉછાળશે. એટલે જે શાંત બેઠા હશે તેમની લાગણીઓ પ્રસાદ લૂંટવા માટે ઉશ્કેરાશે. ત્યારે બધાને એમ થશે કે હું વધારે લઈ લઉં. એમાંથી પડાપડી, અશાંતિ અને અવ્યવસ્થા પેદા થશે. આખું વાતાવરણ કલુષિત થશે. છેવટે
બળિયાના બે ભાગ” એ ન્યાયે પ્રસાદ ડાંડ માણસના હાથમાં જ રહેશે. આ રીતમાં બધાને અંદરોઅંદર લૂંટાલૂંટ કરવાની કેળવણી મળશે.
પહેલી રીતે વહેંચાયેલા પ્રસાદનું એટલે કે વ્યવસ્થિત ખેરાકનું લેહી પણ વ્યવસ્થિત થશે. અને તે પ્રસાદ ખાનાર માણસ ડાંડ નહીં બને. જ્યારે લૂંટાલૂંટ કરીને પ્રસાદ ખાનાર માણસનું આધ્યાત્મિક પતન થશે. અને ઝૂંટવીને ખાવું એ જ તેને ધર્મ થઈ જશે. “અન્ન તેવો ઓડકાર' તે આ અર્થમાં સારું છે.
જે સેવાધર્મમાં માનનારે છે તેને આવી ખૂટવાની વૃત્તિ ન થવી જોઈએ. તેને તે એમ જ થવું જોઈએ કે, “હું એટલે કે? આત્મા કે શરીર ?” પણ અત્યારે તે જવાબ મળશે કે શરીર. કારણ આપણને તે પ્રકારની તાલીમ મળી છે. આપણે આને બધા જ દોષ અંગ્રેજો પર ઢળી શકીએ. કારણ કે તેઓના આવ્યા પહેલાં આપણે કંઈ વખાણવા લાયક કે વ્યવસ્થિત પ્રજા તરીકે જીવતા ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
કેળિયે થઈ જાવ
છતાં એટલું ખરું કે આપણું અવગુણેને ખીલવવાની પૂરેપૂરી તક અંગ્રેજોએ આપી. કારણ કે માણસમાં સિંહ, વાઘ, પહાડ, પથ્થર કે વનસ્પતિ દરેકની વૃત્તિઓ પડેલી છે. જે વૃત્તિને જેટલા પ્રમાણમાં પિષણ મળે તેટલા પ્રમાણમાં તે ખીલે છે. પછી તે સારી હોય કે ખરાબ હાય.
માણસ જ્યારે કર્કશ અને ક્રૂર થાય છે, ત્યારે તેના અવગુણે પૂરેપૂરા ખીલી નીકળે છે. અત્યારે આપણું પણ આવું જ થયું છે. અત્યારે વિશ્વાસ રાખવા લાયક કઈ ચીજ દેખાતી નથી, સિવાય કે ઈશ્વર.
અત્યારે સરકારી મંડળીઓવાળા કહે છે કે વેપારીઓને કાઢે, અને વેપાર સહકારી મંડળી મારફત ચલાવે. પણ સહકારી મંડળીવાળા આવ્યા ક્યાંથી ? તે વેપારી નહીં તે વેપારીના ભાઈ જ છે. તેઓ ભાવતાલમાં ગરબડ નથી કરતા, પણ ખાંડ કે અનાજ લેવા આવનારને એવી ચાલાકીથી આપે છે કે લેવા આવનાર ગમે તેટલું મોટું કપડું પાથરે, તે પણ સાંજ પડયે પાંચ શેર ખાંડ નીચે વેરાયેલી પડી જ હોય, જે ઘેર જતાં પિતાની સાથે જ આવે. આ બધું આધ્યાત્મિક પતન નથી તે શું છે?
આપણે એક તો અજ્ઞાની રહ્યા. ને તેમાં વળી વેપારી થયા. પછી પૂછવું જ શું? ચાલી લુંટાલ્ટ! જે હિંદ સાચું સ્વરાજ સ્થાપવા માગતું હોય તે આવી વૃત્તિઓને નાશ કરે જ પડશે. અને પવિત્ર સંગઠન મારફત પવિત્ર વહેંચણીથી આપણે જીવવું જ પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
કાળિયો થઈ જાવ
આપણું પેદા કરેલું ધન આપણું ઈછાવિરુદ્ધ કેઈને પડાવી લેવા ન દઈએ, આપણું તંત્ર આપણી ઈચ્છા મુજબ ચલાવીએ એનું નામ સ્વરાજ્ય. પણ આવી જાતના સ્વરાજ્ય, માટે પહેલી જરૂર પ્રમાણિકતાની છે એ પ્રમાણિકતા કયારે આવે? જ્યારે આત્મા જાગૃત થાય ત્યારે અને આત્મા જાગૃત થયો એટલે ગાંધીજીએ ઈચ્છેલું સ્વરાજ્ય આવ્યું જ સમજવું.
આત્મા તેને જાગૃત થયે કહેવાય જે ભૂતનાં તત્તને જાણે છે. “તેનાં તમને જાણવાં એટલે કેળિયે થવાનું જાણવું. બધાં કર્મોમાં એગ લાવ. અથવા બધાં કર્મો હોંશિયારીથી-કુશળતાથી કરવાં. પણ એ કયારે બને? જ્યારે સમાજશરીર પર સારો પ્રેમ પેદા થાય. જ્યારે આપણને આપણું શરીર ઉપર અત્યંત પ્રેમ થાય છે, ત્યારે આપણે તેની ખૂબ કાળજી રાખીએ છીએ. પણ જે પોતાના શરીર ઉપર પ્રેમ છે, તે જ પ્રેમ સમાજ-શરીર ઉપર થાય ત્યારે જ સાચું જ્ઞાન થયું કહેવાય. ગાંધીજી આપણને આવા પરમાથી થવા માટે ઉપાય બતાવે છે. કહે છે કે રચનાત્મક કાર્ય કરે. આ કાર્યથી સમાજ પ્રતિ ભક્તિ પેદા થશે. આ કાર્યથી ધનને. ઢગલે નહીં થાય, પણ આપણું મેટું આત્મા તરફ વળશે. કેટલાકને મનમાં એમ હશે કે બે ચાર વખત જેલમાં જઈ આવીશું એટલે રચનાત્મક કાર્ય પૂરું થશે. પણ એકલું જેલમાં જવું તે કંઈ ઉપાય નથી. રચનાત્મક કાર્યનું પૂરેપૂરું ભાન થયું એટલે જાણવું કે આપણે સ્વરાજ્યને લાયક થયા છીએ.
આપણે ખેરાક ખાઈએ છીએ તેની પાછળને હેત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪
કળિયે થઈ જાવ સમાજને માટે કેળિયે બનવાનું છે. કેળિયે થવું એટલે બીજાને માટે અન્ન થવું. અન્ન જીવનદાતા છે. અન્ન થવાની ભાવના તે જ જીવનસાફલ્યની ભાવના.
અન્ન થવું એટલે? જે પદાર્થમાં ભરપૂર પોષક તત્તે હેય, જે પાચક અને નીરોગી હોય અને જે ખાનારને સુખ અને સંતોષ આપે તેને આપણે અન્ન કહીએ છીએ. અન્ન થવું એટલે આવા થવું. પિષક થવું, જીવનદાતા થવું, આનંદદાતા થવું. તે જ જીવનસાફલ્યની ચાવી છે. એ જ સ્વરાજ્યને પણ પાયે છે.
આને માટે કેળવણીની જરૂર છે. પણ આવી કેળવણી કેઈની આપી નથી અપાતી. તે તો એની મેળે જ ઊગી નીકળે છે. પોતાની મેળે એ રહસ્ય ખેાળી લેવું જોઈએ. જે ખેળતાં ન આવડે છે જેની મદદથી ખેાળી શકાય તેવે સ્થળે જઈને રહેવું જોઈએ.
અહીં આપણે આત્માનું જ્ઞાન મેળવવા માટે જ ભેગા થયા છીએ એટલે આપણે દરેક કાર્યમાં આપણું મેટું તેના તરફ રહેવું જોઈએ. આપણે બલીને કહેતા નથી કે, “અમે ફલાણનું કામ આત્મજ્ઞાન મેળવવા માટે કર્યું ” આપણે બેલતા નથી એટલું જ; બાકી આપણે જે કાર્યો કરીએ છીએ તેમાંથી આત્મજ્ઞાન મળતું જ રહે છે, એમાં લેશમાત્ર શંકા નથી. જેમ આપણે પતાસું ખાતી વખતે કહેતા નથી કે, “હું ખાંડ ખાઉં છું” પણ હકીકતમાં તે આપણે ખાંડ જ ખાતા હોઈએ છીએ. તેને ઘાટ પતાસાને હોવા છતાં તેમાં ગુણ અને સ્વાદ ખાંડને જ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
કાળિયા થઈ જાવ
૯૫
કહેવાય છે કે, ' તીમાં પાપ છૂટે, પણ તીમાં કરેલાં પાપ કયાં છૂટે?' તીમાં પાપ કરે છે, તે તે ગાંગડુ' જેવા જ રહેવાના. જેમ આખા મગની દાળ કરવા માટે તેને ખૂબ ઉકાળીને એગાળીએ છીએ. છતાં પણ જે ગાંગડું હોય છે તે ઓગળતા જ નથી, અને ખાતી વખતે દાંત વચ્ચે આવી કર્કશતા પેદા કરે છે, અને ખાવાના અર્ધા આનદ હરી લે છે. તેમ જે વ્યક્તિ સમાજના કામમાં ન આવતાં વચ્ચે આડખીલી ઊભી કરે છે, તે ખરેખર ગાંગ ુ છે. જ્યાં સુધી ગાંગડુ હયાત છે, ત્યાં સુધી સ્વરાજમાં ખામી રહેવાની જ. એટલે આપણે ગાંગડુ ન બનતાં ઉત્તમ ચઢેલા ખારાક જેવા બનવું જોઈશે. આ અર્થમાં આપણે સ્વાતંત્ર્ય દિનની પ્રતિજ્ઞાને જ્ઞાનપૂર્વક યાદ કરીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
આજ સુધીમાં ઘણું મહાપુરૂષ થઈ ગયા. પણ તેમાંના કોઈએ પિતાની જયંતી ઊજવવાનું કહ્યું હોય એવું
મરણ નથી. અને એ પણ સાચું છે કે આટલા મોટા પાયા પર દેશ અને દુનિયાભરમાં કઈ જીવતા માણસની જયંતી ઊજવાઈ પણ નથી.
ગાંધીજયંતી લેકેએ જ્યારે ઊજવવા માંડી ત્યારે ગાંધીજીએ કહ્યું કે જે જયંતી ઊજવવી હોય તે મારું નામ છેડીને ચખંજયંતી યા રેંટિયાજયંતી ઊજવે. આ માટીને દેહ જશે, અને એને લેકે ભૂલી જશે, તે દેશ અને દુનિયાને નુકસાન નહીં થાય, પણ રેંટિયાને લેકે અપનાવશે અને નહીં ભૂલે તે દેશ અને દુનિયાને ઉદ્ધાર થશે. ત્યારથી રેંટિયાબારશ અને ચખજયંતી નામે અસ્તિત્વમાં આવ્યાં. તેમણે ચખને પિતાનું પ્રતીક ગયું.
તેમણે ખેવાયેલા ટિયાને શોધી કાઢવાનું કાર્ય કર્યું છે ખરું, પણ તેના મૂળ શોધક કેણુ છે તેની ખબર નથી. એ કેઈ અજ્ઞાત ઋષિ હશે. એ વિષે ગાંધીજી કહેતા હતા કે એની ખબર પડે તે જરૂર તેમને હું નમસ્કાર કરું. આ જન્મની ઉજવણીને બહાને પણ લેકે જે ચર્માનું રહસ્ય સમજશે તે જગતની સેવા જ થશે. એના ઉદ્ધારમાં જગતને ઉદ્ધાર છે અને એના નાશમાં જગતને નાશ છે એમ લેકેને ઠસાવ્યું.
આ મહાપુરુષનું બાળપણ યાદ કરીએ છીએ તે તેનામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં બહાર તરી આવે એવું કંઈ ખાસ લક્ષણ એકદમ જણાતું નથી. તેઓ અંધારાથી–ભૂતથી ડરતા. નિશાળમાં ભણતા ત્યારે કેઈની સાથે ખાસ દેસ્તી નહીં, બીજા વિદ્યાર્થીઓ સાથે ભળવાનું નહીં, રમતને શેખ નહીં, સામાન્ય રીતે નિશાળ બંધ થાય ત્યારે સીધા ઘેર જાય. શરમાળ પણ બહુ.
આમ તેમનું બચપણ જોઈએ છીએ ત્યારે આપણને જરૂર એમ લાગે છે કે આ તે સામાન્ય વિદ્યાથી કરતાંય ઘણું બાબતમાં પાછળ હતા. એમની ઉંમરના કેટલાય વિદ્યાર્થીઓ કહેશે કે અમે કશાથી એમના જેટલા તો નથી જ ડરતા. અભ્યાસમાં, રમતમાં અને બીજા વિદ્યાથીઓ સાથે ભળવામાં અમે આગળ છીએ. ત્યારે એ આગળ કયારે થઈ ગયા?
નેકરની સેબતમાં તે બીડી પીતા થયા હતા. આપણે પણ બીડી પીતા હઈશું. તેમણે બીડી પીવા દેવું કર્યું. આપણે પણ મફતિયા બીડી પીધી હશે, અને કેટલાકે જેમ તેમ કરીને, જ્યાં ત્યાંથી પૈસા મેળવ્યા હશે તેમણે બીડીઓનું દેવું ભરપાઈ કરવા માટે સોનાનું કડું કાપવામાં પિતાના ભાઈને સાથ આપે. આટલે સુધી તે ગાંધીજી આપણુમાંના ઘણાની પાછળ લાગશે.
પણ તેમણે કૂદકે માર્યો, અને દેટ મૂકી. એ ચારી કર્યા પછી એમને ઊંઘ જ ન આવી. તેમને ભારે પાપ કર્યાનું ભાન થયું. આ વાત પિતા જાણશે તે તે પોતાનું માથું કૂટશે. પિતા માર મારે તે એટલું દુઃખ ન થાય, પણ પિતે માથું ફૂટે એ અસહ્ય લાગ્યું. તેમ છતાં એ ચોરી કબૂલ કરવી અને ફરી જિંદગીમાં અસત્ય આચરણ ન કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં પ્રતિજ્ઞા કરવી એમ તેમને લાગ્યું. પિતા ગંભીર માંદગીને બિછાને હતા, ત્યારે આ બનાવ બન્યા. તેમની કહેવાની હિંમત ન ચાલી, એટલે ચિઠ્ઠી લખીને આપી.
આમ કરવાથી તે સામાન્ય વિદ્યાથી કરતાં પાછળ દેખાતા હતા તે આગળ થઈ ગયા. આપણે તે કદાચ એમ વિચારીશું કે ફરી નહીં કરીએ; પણ જે ચેરીને કેઈ નથી જાણતું તે ચારીને જાહેર કરવાની શી જરૂર? એ તે ભુલાઈ જશે. ગાંધીજીને તે ચોરી કર્યા માટે પશ્ચાતાપ થયે અને તેમણે પ્રાયશ્ચિત કર્યું. તેમણે પિતાને ખાતર કબૂલાત ન કરી, પણ પિતાને અર્થે કબૂલાત કરી. એમનું હૈયું ઠંખવા લાગ્યું અને પિતા ન જાણે તેય અંતરાત્મા તે જાણે છે ને? એટલે પિતાના અંતરને વફાદાર રહેવા માટે ગુનાની કબૂલાત કરી. અને ફરી તે ગુને ન કરવાનું પણ લીધું. આગળ વધવાનું આ એક લક્ષણ
હવે બીજી વાત. નાનપણમાં એમનાંમાં એક ગુણને વિકાસ બહુ દેખાય છે, જે આજે ભાગ્યે જ કેઈકનામાં દેખાય છે. તે માબાપની સેવા.
હરિશ્ચંદ્ર અને શ્રવણનું નાટક વાંચીને તેમના જીવનમાં નવે પ્રકાશ પડ્યો. તેમને એ જોઈને આંસું આવ્યાં. શ્રવણ અને હરિશ્ચંદ્ર જેવા થવાનું મન થયું. આવું તે કદાચ બીજાને પણ થતું હશે, પણ તેમણે તે આચારમાં મૂક્યું.
પિતાના મૃત્યુની છેલ્લી પળ સુધી તેમણે રોજ સાંજે પગ ચાંપ્યા. પિતા રાત્રે સૂવાની રજા આપે ત્યારે સૂઈ જતા. આમ શ્રવણની જેમ સાચા સેવક બન્યા. એ સારવાર–સેવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
સાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
હe શોખ આજે ફૂલીફાલીને દુનિયાને ઠંડક આપી રહ્યો છે. આ અનન્ય ભાવની સેવાથી તે આપણી આગળ થઈ ગયા.
આગળ જતાં તે માંસ ખાય છે. માંસ ખાવા પાછળને ઉદેશ મજબૂત બનીને દેશની સેવા કરવાનું હતું. અહીં તે પાછા પડયા; જો કે એ તે વખતે પણ આપણાથી તો આગળ જ હતા. કેમકે તેઓ શેખ કે સ્વાદને ખાતર માંસ ખાતા ન હતા, પણ પરોપકારવૃત્તિથી ખાતા હતા.
આવું તે ઘણા વિદ્યાથીઓ માને છે અને કરે છે, પણ તેમને થયું કે આમાં તે માબાપને છેતરવાનું થાય છે. માંસ ખાધું હોય ત્યારે ભૂખ ન લાગે અને ઘેર માબાપ ખાવા
લાવે ત્યારે ભૂખ નથી એમ જૂઠું કહેવું પડે. આવું કહેતાં તેમને થયું કે આ તે અસત્ય બોલીને માબાપને છેતર્યા. એક તરફ દેશના ઉદ્ધાર માટે માંસ ખાવાનું હતું અને બીજી તરફ માબાપને છેતરવાનાં હતાં. તેમણે નિર્ણય કર્યો કે માબાપ જીવતાં હોય ત્યાં સુધી માંસ ન ખાવું. અસત્ય બોલીને માને છેતરીને દેશસેવા નથી કરવી. ગમે તે ભેગે અસત્ય આચરણ તે ન જ થાય, એ દિલમાં સજ્જડ ઠસી ગયું હતું. તેથી આ નિર્ણય થયે.
આપણો તે એમ લાગે છે કે એમાં માબાપને શું ? એ કયાં જશુવાનાં છે? ક્યાં ઘેરથી પૈસા માગવા છે? અને જાણશે તેય દેશ માટે એવું કરે છે એમ સમજશે અને પિતાના દીકરા વિશે અભિમાન લેશે. પણ ગાંધીજીને આ વિચાર ન આવ્યું. તેમણે તે માતાને ન છેતરવાનું જ મહત્વનું ગયું. આ પગલું તેમને આગળ લઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં પછી તેમને વિલાયત મોકલવાને પ્રસંગ આવ્યે, કેલેજમાં બરાબર ફાવતું ન હોય અને પરદેશ જેવાને મળસે હોય તે બધા વિદ્યાર્થીઓને એ ગમે. અને તે વખતે જે આડે આવે તેમને જેમતેમ સમજાવીને જાય, સાચાં ખાટાં વચન આપે. પણ જવાને પ્રસંગ છેડવાનું મન ન થાય. ગાંધીજીએ તેમ ન કર્યું. તેમણે માતા પાસે માંસ, મદિરા અને વ્યભિચાર ન કરવાની પ્રતિજ્ઞાને વફાદાર રહેવાને દઢ સંકલ્પ કર્યો.
માતા તે દેશમાં હતાં. તેમને ઓછી જ ખબર હતી કે પિતાને દીકરો પરદેશમાં શું કરે છે અને કેમ રહે છે! પણ દીકરે પોતાની જાત પ્રત્યે વફાદાર રહ્યો. અને મનમાં ગાંઠ વાળી કે, માતા ન જાણે તેથી શું? મારાથી ખાટું ન થાય.
આ પ્રતિજ્ઞા પાળવાની કસેટીઓ થતી ગઈ તેમ તેમ તેઓ કૂદકે ને ભૂસકે આગળ વધતા ગયા. અને આપણે તે ક્યાંય પાછળ રહી ગયા.
વિલાયતમાં વિદ્યાર્થી તરીકે બહુ આગળ કે હોંશિયાર નહતા. શરૂઆતમાં તે તેમને ગમતું પણ ન હતું. અને રાત્રે છાનામાના રડતા. ઘેર પાછા જવાના વિચારો આવતા. કોઈની સાથે ભળતા નહીં; શરમાતા. અજાણ્યા સાથે વાત કરવાને પ્રસંગ પણ ટાળતા. છતાં પેલી પ્રતિજ્ઞાઓ ભૂલતા નહીં. તે વખતે મિત્રો બુદ્ધિથી પ્રતિજ્ઞાના જુદા જુદા અર્થ કરતા, અને એમને ફસાવવા પ્રયત્ન કરતા. પણ ગાંધીજીએ તે માતા, વ્રતેને જે અર્થ કરે છે તે જ અર્થને વફાદાર રહેવાનું બળ કેળવ્યું, અને બુદ્ધિથી થતા અર્થને સ્વીકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
ગાંધીજીની ઉન્નતિનાં પગથિયાં
૧૦૧ ન કર્યો. પિતાને વિષે મૂર્ખ, જંગલી, માવડીઓ વિગેરે વિશેષને ઉપયોગ થયે તે સ્વીકારી લીધે, પણ વ્રતમાંથી ચસ્યા નહીં.
એક ડોશીની સાથે કંઈક પરિચય થવાથી તે દર રવિવારે મળવા જતા. તે ઠેશીને આ વિદ્યાથી ગમી ગયે અને પિતાની દીકરી તેની જોડે પરણાવવાને વિચાર આવ્યું. પણ એ વિચાર ગાંધીજી જાણી ગયા એટલે તેમણે મશ્કરી થવાના ભેગે સત્ય હકીકત લખી જણાવી કે હું તે દેશમાં પરણેલો , અને એક બાળકને પિતા પણ છું, અને અત્યાર સુધી મેં તમારી દીકરી સાથે કંઈ જ અઘટિત છૂટ લીધી નથી.
બીજા વિદ્યાથીએ આ પ્રસંગે જાહેર કરે નહીં અને વ્યભિચારી બને. પણ ગાંધીજીએ જે સત્ય હતું તે કહ્યું અને આગળ વધ્યા.
તેઓ આપણી જેમ કેઈ વખત ભૂલ કરી બેસે છે અને ચેડા પાછળ પડે છે. પણ તરત તે સુધારીને કૂદકે મારી ઘણા આગળ વધે છે.
આવા પ્રસંગે લખવા બેસીએ તે ઘણું થઈ જાય. ટૂંકમાં આમ બધી કસેટીએમાં તેઓ પાર ઊતર્યા છે, અને આગળ વધતા જ ગયા છે. – ગાંધીજયંતીઃ ૧૯૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ જેમ જમાને બદલાય છે તેમ રાષ્ટ્રનાં કે પ્રજાના પ પણ બદલાતાં જાય છે. કેટલાંક પર્વો ઘસાઈ પણ જાય. છે અને કેટલાંક નવાં પણ શરૂ થાય છે. આપણું રાષ્ટ્રીય પર્વ એ આપણું પ્રજાજીવનમાં એક નવું ઉમેરાયેલું પર્વ છે. આપણને જે ઈષ્ટ છે તેને વિશેના આદર ને ઉમળકાથી પર્વની ઊજવણીમાં આપણને રસ પડે છે. પણ ઘણી વાર એની પાછળની દષ્ટિ વીસરી જવાય છે. તે રાષ્ટ્રીય પર્વ એટલે શું? એને ઊજવવા પાછળ કઈ દષ્ટિ રાખવી ઘટે તે સમજવાને આપણે પ્રયત્ન કરીએ. હું એ સંબંધી થોડોક ઈતિહાસ અને થોડેક મારે પિતાને અનુભવ કહીશ.
સન ૧૯૧૯ સુધી લગભગ, ગાંધીજી અંગ્રેજોના રાજને અત્યંત વફાદાર હતા. એ મેટા રાજભક્ત હતા. આફ્રિકામાં હતા ત્યારે અને ત્યાંથી હિંદ આવ્યા પછી પણ તેમણે એમ જ માનેલું કે અંગ્રેજોનું રાજ સારું છે, અને તેથી એકંદરે પ્રજાને લાભ થશે. એ ખરું કે કેટલાક અમલદારો પિતાના સ્વાર્થ માટે કે અણસમજમાં ભૂલે કરતા. પણ એ દેશ તંત્રને નહીં, પણ અમલદાર વ્યક્તિને ગણાય એમ ગાંધીજી માનતા. એ માટે લડવું પણ પડે; પણ તેથી કાંઈ રાજભક્તિની આડે એ વસ્તુ ન આવવી જોઈએ. આથી “ગેડ સેવ ધી કિંગ નું ગીત તેઓ જ્ઞાનપૂર્વક ગાતા હતા, અને એ રીતે અંગ્રેજરાજના તેઓ વફાદાર મિત્ર બની રહ્યા હતા.
આફ્રિકામાં તેઓ હિન્દીઓના અન્યાય સામે લડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
૧૦૦ હતા. હિંદમાં આવ્યા પછી પણ ચંપારણ, ખેડા, વિરમગામની લાઈનદોરી, ગિરમિટિયાની પ્રથા વગેરે સામેની લડતે તેમણે ચલાવી હતી અને એમાં વિજય પણ મેળવ્યે હતે. પણ આ બધી લડતે મિત્ર-મિત્ર વચ્ચેની અથવા ગુરુ-શિષ્ય વચ્ચેની કે બાપ–દીકરા વચ્ચેની હોય એ ભાવથી તેમણે ચલાવી હતી તેમના દિલમાં રાજને ઉથલાવી પાડવાની નહીં, પણ એની ખામીઓ દૂર કરવાની કલ્પના હતી. જુલમને કદી આધીન ન થવું એ તેમને મુદ્રાલેખ હતે.
પણ એમને આ ભાવ અથવા વિશ્વાસ લંબે સમય ટકવા નિર્માયે નહેાતે. સન ૧૯૧૪-'૧૮ના મહાયુદ્ધ દરમ્યાન હિંદની પ્રજાને અંગ્રેજોએ વારંવાર એવાં વચને આપ્યાં હતાં કે આ અણીને પ્રસંગે અમને મદદ કરે અને યુદ્ધ જીત્યા પછી અમે તમને સ્વતંત્ર કરીશું. જે પ્રજા આવે પ્રસંગે મદદ કરે તેને પરાધીન રખાય જ નહીં, વગેરે.
તિલક મહારાજ વગેરે આગેવાનેને આવાં વચનામાં વિશ્વાસ બેસતે હેતે અને યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવાને તેમણે સખ્ત વિરોધ કર્યો હતે. પણ ગાંધીજીએ કહ્યું કે, નહીં, અંગ્રેજો ભીડમાં છે એટલે આપણે એમને મદદ કરવી જ જોઈએ. એમના આશ્રયનું સુખ ભોગવીએ છીએ; તે એમની આપત્તિમાં દુ:ખ વેઠીને પણ આપણે મદદ કરવી જોઈએ. અંગ્રેજો આપણને સ્વરાજ આપે એવી શરત કરાવી લઈને મદદ કરવી એ આપણી સંસ્કૃતિને છાજે નહીં. આપણે ધર્મ એ છે કે એ લોકોને ભીડમાં મદદ કરવી. એમને ધર્મ એ સમજશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪
રાષ્ટ્ર્ધ્વજાગૃતિનું પ
અને નહીં સમજે તે આપણે ગુમાવવાનું કશું જ નથી. આટલું કહીને તેએ બેસી ન રહ્યા, પણ તેમણે પાતે મહાયુદ્ધમાં અંગ્રેજોની વહારે ચડવા સૈન્યની ભરતી પણ કરવા માંડી.
પછી યુદ્ધ પૂરું થયું અને અંગ્રેજોના પક્ષ ત્યે. હિંદે ચાર અબજ રૂપિયા, અગિયાર લાખ માણુસા અને બીજી અનેક પ્રકારની મદદ આપી હતી. એમાંથી અર્ધો માણસા તે યુદ્ધમાં ખપી ગયાં અને બાકીનાં દેશમાં પાછાં ફરનારાં હતાં; પણ અંગ્રેજોની દાનત સાફ નહાતી. એમને થયું કે પાંચ છ લાખનું તાલીમ પામેલું લશ્કર દેશમાં પાછું ક્રૂ અને સ્વરાજની માગણીને ટેકે આપે તે તે દેશની લગામ પેાતાના હાથમાંથી સરી પડે. એમની દાનત દેશને સ્વરાજ આપવાની હતી નહીં. દેશની સાધનસપત્તિને લૂટવાના અને પ્રજાને ચૂસવાને લેાભ એમનાથી છૂટતા નહાતા. તેથી એમણે બીજો ઘાટ ઉતાર્યો. એમણે તુર્કસ્તાનને વહેંચવા માંડ્યુ. એશિયામાઇનાર, સીરિયા, મૈસે પેટેમિયા વગેરેની વહેંચણી કરી. ફળદ્રુપ પ્રદેશ ફ્રાન્સને આપ્યું અને પેાતે મેસેાપેટેમિયાના ઉજ્જડ ભાગ લઈ ઉપકાર દેખાડયો. પણ તેમાં ય એની ચતુરાઇ હતી. કેમકે એ પ્રદેશ હિંદની નજીકના હતા અને વળી તેલના કૂવાવાળા પ્રદેશ હતા. પણ મેસે પેટેમિયાએ આના વિરોધ કર્યો અને થાડા અગ્રેજોને મારી પણ નાખ્યા. અંગ્રેજોને આ જ જોઇતું હતું. એમણે હિંદી સૈન્યને મેસેાપેટેમિયા અને અરખસ્તાનને સીધાં રાખવાના કામમાં રોકી દીધું અને હિંદમાં અંગ્રેજ
લશ્કર રાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
૧૦૫ હિંદને કશું આપવાની એની દાનત તે હતી જ નહીં. એટલે શું કરતાં એ કાયમનું ગુલામ રહે તેના જ નુસખા અંગ્રેજ સરકાર શેધ્યા કરતી હતી. આથી દેશવાસીઓ અત્યંત હતાશ થયા. બંગાળ અને પંજાબમાં રાજની સામે ગુપ્ત હિલચાલ શરૂ થઈ. સરકારથી હવે સ્વરાજ શબ્દ પણ સંખાતે નહે. એણે હવે ખરેખરું પિત પ્રકાશ્ય. સ્વરાજ્યની પ્રવૃત્તિને ધરમૂળથી ઉખેડવા માટે તેણે એક કાયદો કર્યો કે જે કઈ સ્વરાજ્યની ચળવળ ચલાવે છે એમ માલુમ પડે તેને અચોક્કસ મુદત સુધી જેલમાં પૂરી દે. એની સામે અપીલ દલીલ કે વકીલ કશું ન થઈ શકે. ફોજદાર જે નાનો અમલદાર પણ શક પરથી આને અંગે ગમે તે માણસને પકડી શકે. આ કાયદાનું નામ હતું રોલેટ એકટ. દેશમાં એ “કાળા કાયદાને નામે વિખ્યાત છે
ગાંધીજી આ વખતે મારવાની ભયંકર બીમારીમાંથી ઊઠયા હતા. એમને આરામ થયે હતું છતાં હજુ પણ પથારીવશ હતા. એમણે આ કાયદો વાં. એક વાર વાંચે ને બીજી વાર વાંચ્યું. તેમણે જોયું કે આમાં તે દેશનું હડહડતું અપમાન છે. આમાં તે મદદ કરનારને જ લપડાક લગાવી છે. એને વિરોધ થ જ જોઈએ. એમણે એ કાયદા સામે લડત ચલાવવાને સંકલ્પ કર્યો. એ સંકલ્પ પછી ગાંધીજીમાં નવું જીવન આવ્યું. અને એ જલદી સાજા થઈ ગયા. ઈશ્વરે જ જાણે દેશના કામ માટે તેમને જલદી સાજા કરવાને નિર્ણય કર્યો હોય એમ બન્યું. કશું જ લખી ન શકાય, કશું જ બોલી ન શકાય, જાણે ઘંટીનાં બે પડ ગળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧}
રાજાગૃતિનું પ
નાખ્યાં હૈાય એવા આ કાયદાથી દેશમાં સર્વત્ર ભય વ્યાપી ગયા હતા, અને સાથે રાષ પણ વ્યાપ્યા હતા. મંગાળ અને મહારાષ્ટ્રમાં એની સામે માથું ઊંચકવાની તૈયારીઓ ચાલવા લાગી. સરકારે એક ખીજો કાયદો કરીને ચળવળિયાં પુસ્તકા જસ કરવાની પેરવી કરી.
આ તે! એ જનીની
આખા દેશ ધૂંધવાયેલા હતા. પ્રજાના એકેએક વર્ગનું સરકારે એક યા બીજી રીતે અપમાન કર્યું હતું. એના વચનભંગની તા કઈ હદ જ રહી નહતી. મુસલમાન પણ ધૂંધવાયેલા હતા. યુદ્ધ દરમ્યાન મુસલમાનાએ રાજકર્તાઓને કહેલું કે અમે તમને જર્મની સામે લડવામાં મદદ કરશું પણ તુર્કસ્તાન સામે નહીં, કારણ કે ત્યાં અમારા ધર્માંની ગાદી છે. ત્યારે અંગ્રેજોએ કહેલું કે તુર્કસ્તાનને કાંઈ જ નુકસાન કરવામાં નહીં આવે. સાથે રહીને લડે છે એટલે એને અટકાવવા પૂરતું જ એની સામે લડવાનું છે, પણ યુદ્ધ પૂરું થયું ત્યારે એણે તુર્કસ્તાનને વહેંચી નાખ્યું અને ખલીફને મેન્ડેટ હેઠળ રાખ્યા. આ છડેચાક વચનભંગથી મુસલમાનેાના રોષના પાર ન રહ્યો. ગાંધીજીએ મુસલમાનને વસ્તુસ્થિતિના સાચા ખ્યાલ આપ્ય; ને તેમના ધર્મ સમજાવ્યેા. તે પછી મુંબઈના આગેવાન શ્રી. અબ્દુલ મારી સાહેબ તથા ખીજા મૌલવીએએ ખઢીના હક્ક પર ત્રાપ પડે છે એમ કહીને વિરાધના તવા મહાર પાડયો. ખિલાફતની ચળવળ આખા દેશમાં શરૂ થઇ. આમ આખા દેશમાં અગ્રેજી રાજ્ય સામે વિરોધનું વાતાવરણ
પૈદા થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
આ વખત સુધી રાષ્ટ્રીય સંગઠન જોઈએ તેવું નહોતું. પ્રજામાં અખૂટ શક્તિ ભરી હતી પણ એનું એને જ્ઞાન ન હતું. રાષ્ટ્ર માટે મરવાની પણ એવી કંઈ હસ નહતી. રાષ્ટ્ર કોને કહેવાય એની પણ ઝાઝી ગમ કેઈને ન હતી. પણ આ આંદોલનથી પ્રજા સારી પેઠે જાગૃત થઈ. પિતાની શક્તિને તેણે અનુભવ કર્યો, સંગઠન પણ સધાવા લાગ્યું.
તિલક મહારાજે રાષ્ટ્ર અને રાષ્ટ્રધર્મ વિષે ઘણું જ્ઞાન. દેશને આપ્યું હતું, પણ એ જ્ઞાન લેખે લખીને આપતા હતા. ક્રિયા મારફતે જ્ઞાન આપવાની અથવા જ્ઞાનનું ક્રિયામાં રૂપાન્તર કરવાની ચાવી હજી લગી કેઈને હાથ આવી નહતી. અંગત ભેગો આપીને પિતાનાં મંતવ્ય માટે આખર સુધી લડી લેવાની તત્પરતા છતાં આખા દેશને તૈયાર કરવાની કળા હજુ સિદ્ધ થવી બાકી હતી. દેશને ઈતિહાસ પણ આ કાર્યને અનુકૂળ નહોતે. કેઈ એક જ ધ્યેયની પાછળ આખે રાષ્ટ્ર મંડયો હોય એવું સૈકાઓના ઇતિહાસમાં બન્યું નહેતું. “સ્વરાજ મારે જન્મસિદ્ધ હક છે' એમ તિલક મહારાજે કહ્યું, પણ એ હક્ક સંપડાવવાની દેશવ્યાપી સામુદાયિક એજના ઘડાવી બાકી હતી. •
ગાંધીજીએ એ યોજના ઘડી બતાવી.
એ યેજના કેવી હતી? ભણેલા કે અભણ, પુરુષ અને સ્ત્રી, બાળક અને વૃદ્ધ – બધાં પિતાને ફાળો આપી શકે એવી નવી રીત ગાંધીજીએ શોધી કાઢી હતી. આમ જુઓ તે આ વાત સાદી હતી. જેમકે ગાંધીજીએ આ કાળા કાયદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
સામે લડવાને એક બહુ સાદા ઉપાય મતાન્યે. એમણે કહ્યું કે એના વિરાધમાં સામુદાયિક હડતાળ પાડા, અને એક દિવસના ઉપવાસ કરો. એને માટે દિવસ મુકરર કર્યા-૬ ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯. (તે અગાઉ ૩૦ મી માર્ચની તારીખ મુકરર થઈ હતી. પણ આખા દેશમાં ખખર પહાંચાડવા માટે વધુ સમય આપવા જોઇએ એમ માનીને પાછળથી ૬ ઠ્ઠી એપ્રિલ મુકરર કરેલી. છતાં પજામમાં પ્રથમ જાહેર કર્યા પ્રમાણે ૩૦ મી માર્ચે હડતાળ પડી હતી. એ પ્રસંગ હવે પ્રસિદ્ધ છે. ) આ દિવસ દેશને માટે દુ:ખના અને શાકના હતા. એટલે તળાવ, નદી કે દરિયા પર સ્નાન કરી ભીને કપડે સરઘસ પણ કાઢવાનુ હતુ, અને ‘ પ્રેસ એકટ’ના ભંગ માટે તે તે જ તારીખે જપ્ત કરેલી ‘હિંંદ સ્વરાજ ’ ચાપડીનું જાહેર વેચાણ કરવાનું હતું. પુસ્તક પર વહેંચનાર કે વેચનારનું નામ અને સરનામું પણ લખવાનુ હતુ.
કેટલી સાદી વાત? કેટલી ઉઘાડી વાત ? પણ એ જ એની મેટામાં મેટી ખૂબી હતી. અત્યાર સુધી દેશની પ્રથમ પક્તિની રાજકીય સૌંસ્થા-હિંદી રાષ્ટ્રીય મહાસભા એક નિષ્ક્રિય સંસ્થા હતી. એ ઠરાવા કરતી ને એ રીતે દેશના વિવિધ પ્રશ્ના સંબંધી પેાતાના અભિપ્રાય જણાવતી. પણ એ ઠેરાવના અમલ કરાવવા શુ કરવું જોઈએ તેના એની પાસે ખ્યાલ નહાતા. અને પેાતાનું અંધારણ પણ ન હતું. જે કાઇ દશ રૂપિયા આપે તે કોંગ્રેસના પ્રતિનિધિ થઈ શકતા. હિંદી એક ધણીધારી વિનાના દેશ હતા, પણ ગાંધીજીએ આવીને બધું પલટી નાખ્યું. જાહેર રીતે કામ કરવાની તેમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રજાગૃતિનું પર્વ રીતથી દેશમાં એક નવી તાકાત પેદા થઈ, અને આખે દેશ એક છે એવું ભાન પેદા થયું. શહેર અને ગામડાં બધાં એમનાં કાર્યક્રમમાં સામેલ રહી શક્યાં.
એ હડતાળ અને ઉપવાસના દિને હું મુંબઈમાં હતે. શું લેકેને ઉત્સાહ હતું અને કેવી સંપૂર્ણ એ હડતાળ હતી! બજારે તે ઠીક; પણ ઘોડાગાડીઓ, મેટ, હેટલે, અરે, કસાઈખાના સુદ્ધાં બંધ હતાં! દરિયે સ્નાન કરીને, હાથમાં કાળા વાવટા લઈને, સ્મશાનેથી પાછા આવતા ડાઘુએનું સરઘસ નીકળ્યું હોય તેમ સરઘસાકારે લોકે ફર્યા. ગાંધીજીએ તે દિવસે બે સભાઓ ભરી. એક માધવબાગમાં અને બીજી જુમ્મા મસ્જિદમાં. રેલેટ એકટને નાશ અને ખિલાફતનું રક્ષણ એ બે ઠરાવે પણ કર્યા. આમ રેલેટ એકટ તેડ. “હિંદ સ્વરાજ' વેચીને પ્રેસ એકટ પણ તેડડ્યો. સરદાર સાહેબે અને સરેજિની દેવીએ ને બીજા ઘણા આગેવાન સ્ત્રીપુરુષોએ એ ચેપડીઓ વેચવાનું અને વહેંચવાનું કામ કર્યું હતું.
ખેડા જિલ્લામાં એ ચેપડી વહેંચવાનું કામ મને એંપાયું. પણ મને સૂચના હતી કે મુંબઈથી ત્યાં પહોંચતાં સુધીમાં માર્ગમાં મારે પકડાવું નહીં. મેં જીવનમાં આવું કામ કરેલું તે નહીં છતાં હામ ભીડી. સ્વ. મેહનલાલ પંડ્યાએ મને મેટરમાં ઘાલીને ગ્રાન્ટેડ સ્ટેશને પહોંચાડો. મારે તે મોટરમાં બેસવાને પણ એ પહેલે જ પ્રસંગ હતે. પુસ્તકનું પિટલું લઈ હું ગાડીમાં બેઠે. વડોદરા સ્ટેશને ડબા બદલવાને હતે. તે વખતે બહાર નીકળવા જતાં પોટલું છૂટું થઈ ગયું. કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦
રાષ્ટ્રજાગૃતિનું પર્વ જાણે નહિ એ રીતે જે વસ્તુ ખેડા જિલ્લામાં પહોંચાડવાની હતી તે વડોદરાના સ્ટેશન જેવા પલેટફેમ પર સેંકડે લેકોની હાજરીમાં વેરાઈ. એટલે મારી ગભરામણને પાર ન રહ્યો, પણ દેવગે કેઈને કાંઈ ખબર ન પડી. ઊલટું લેકેએ પુસ્તકે ભેગાં કરવામાં મદદ કરી. એ ચાપડીએ નડિયાદમાં કૂલચંદભાઈ શાહને સેંપી. એમણે માતર–મહેમદાવાદમાં એ ચોપડીઓ વહેંચવાનું કામ મને સંપ્યું. ચેપડીઓ ઉપર અમે અમારું નામ અને સરનામું લખતા. આથી સરકારનું સી. આઈ. ડી. ખાતું નકામું થઈ ગયું.
આમ બંને કાયદાને દેશભરમાં જનતાએ સંગઠિત રૂપમાં જાહેર વિરોધ કર્યો. આ વિરોધ શાંત પ્રકારને હતે. એમાં કેઈની પ્રત્યે દ્વેષ ન હતા. વિરોધ નગ્ન થઈને કરેલે, જેમ પ્રફ્લાદ અને ધ્રુવજીએ નમ્રતાથી છતાં દઢતાથી વિરાધ કરેલે તેમ કાયદાને એ “સવિનય ભંગ” હતે. આવા શાંત વિરોધ સામે શાં પગલાં ભરવાં તેની સરકારને સૂઝ પડી નહીં. એણે કાયદે પાછે તે ન ખેંચ્યો પણ તેનો અમલ પણ ન કર્યો, એટલે એ ચોપડીમાં જ રહી ગયે. ગાંધીજીને સરકારે નિર્દોષ ગણ્યા, એટલે એમને પકડ્યા પણ નહીં. કહ્યું કે એ તે જાહેરસભામાં ભાષણ કરે છે! વળી ‘હિંદ
સ્વરાજની ચૂંપડીની આફ્રિકામાં છાપેલી નકલ જપ્ત કરી હતી. હિંદમાં છાપીને વેચવાનો ગુનો નથી! એમ કહીને સરકારે ફેરવી તેવું ! આમ આ સાદે ઉપાય ઘણે યશસ્વી નીવડ્યો અને એ રીતે નિઃશસ્ત્ર પ્રજાને એક સશસ્ત્ર વિદેશી સત્તા સામે લડવાની પદ્ધતિ જડી. એ રીતે લડવાને હિંદની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
બધું કાઢવા
કે પ્રજા આ
છે
રાષ્ટ્રજાગૃતિનું પર્વ
૧૧૧ જનતાને આત્મવિશ્વાસ વધે, રાષ્ટ્રીયત્વ અને અકયનું તેજ પ્રજામાં પ્રગયું.
આ દિવસે ગાંધીજીએ છાપું કાઢવાનું નક્કી કર્યું. એમને લાગ્યું કે પ્રજા એમને સંદેશ ઝીલવા તત્પર થઈ છે, અને પિતાને સંદેશો એમણે પ્રજાને સમજાવવું જોઈએ. તે પહેલાં ગાંધીજી જ્યારે કોચરબમાં રહેતા હતા ત્યારે ફળફળાદિ ખાતા અને રસેઈ, સફાઈ, દળવું, વણવું વગેરે કામ કરતા. એમના સાથીઓ પણ એમ જ કરતા.
એક દિવસે એક વકીલે એમને કહ્યું કે “પુલ ઉપર એક આઈ મળી. તે કહે છે કે એક બાવા જેવું આવ્યું છે તે કેળાં
ખાય છે ને પડયા રહે છે. આમ બાઈની વાત કહીને વકીલે પિતાના દિલને ભાવ પણ જણાવી દીધું. ગાંધીજીએ ત્યારે કહેલું કે, હું બેસી રહ્યો છું અને કંઈ કરતા નથી એમ
કેને તે લાગે, પણ હું તે દેશમાં અંગ્રેજોએ કોટ ચણ લીધો છે અને એની પેલી પાર આપણાથી કંઈ દેખી શકાતું નથી, તેથી કેટની એ દિવાલ તેડવાની પેરવીમાં છું. કઈ ઇંટ પહેલી કાઢું તે રસ્તે કરીને ઝટ પાર જવાય એને વિચાર
વકીલે કહ્યું, “છાપું કાઢે તે ?' ગાંધીજીએ ઉત્તર વાળ્યો કે એને વાંચનાર જ કેઈ નથી.
હિમાલયમાંથી ગંગા વહી આવે તે એને ઝીલનાર ધરતી જોઈએ ને? ગાંધીજીના વિચારપ્રવાહે ઝીલનારી મનોભૂમિ તૈયાર કરવાની હતી. આ દિવસે એ ભૂમિ તૈયાર થઈ ગઈ છે એમ લાગ્યું. હિમાલય જવું હોય તે હરદ્વારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨
રાષ્ટ્રજાગૃતિનું પર્વ જવાય છે. હરદ્વાર એ હિમાલયનું પ્રવેશદ્વાર છે. સ્વરાજ્ય પ્રાપ્તિના હિમાલયના પ્રવાસમાં છઠ્ઠી એપ્રિલ હરદ્વાર સમી બની ગઈ
ગાંધીજીએ દેશને તે દિવસે પ્રત્યક્ષ દષ્ટાન્ત પૂરું પાડયું કે પિતાની પદ્ધતિએ કામ કરવાથી સ્વરાજ્ય તે મળશે જ, પણ મેક્ષ પણ મળશે જ. બેવડે લાભ થશે.
આમ આજને દિવસ પવિત્ર છે એમ સમજીને એને ઊજવીએ.
– ૬ ઠ્ઠી એપ્રિલ, ૧૯૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
આઝાદીનું પર્વ આપણે ઘણું વર્ષોથી ઈચ્છતા હતા એ આઝાદી આપણને મળી. આજે એ મળે એક વર્ષ થયું એટલે આપણે તેની ઊજવણી કરીએ છીએ. જ્યાં સુધી સમજુ માણસે રહેશે ત્યાં સુધી આ દિવસ ઊજવાશે.
ત્રીસ વર્ષ સુધી હિંદના મહાપુરુષોએ આ વસ્તુની માગ કયે રાખી હતી અને એ મેળવવા માટે સતત અથાગ પુરુષાર્થ કર્યો હતે. તેઓ એમ માનતા કે પાંચ હજાર માઈલ દૂરથી અહીં આવીને આપણું ઉપર અંગ્રેજો રાજ્ય કરે એ ઠીક નથી, એટલે એમને કાઢવા માટે એમણે પ્રયત્નો કર્યા.
આજે આપણે જેને સ્વરાજ્ય કહીએ છીએ એને માટે ભેખ ધરનારા, દિનરાત એનું જ રટણ કરનારા, ખાતાં, પીતાં, ઊંઘતાં, એને જ સંભાળનાર, એના સિવાય બીજું કશું જ નહીં ઈચ્છનારા એવા બે મહાપુરુષે થયા: તિલક મહારાજ અને ગાંધીજી. એ બંને પુરુષોએ પૂર્વાધ અને ઉત્તરાર્ધની જેમ પિતાનાં કાર્યો કર્યા. બંનેની કામ કરવાની રીત જુદી હતી, છતાં એકબીજાની પૂરક હતી; જેમ એક દળે અને બીજે જેટલો ઘડે–એ બંને કિયા જુદી જુદી હોવા છતાં એકબીજાની પૂરક છે તેમ
તિલક મહારાજે “સ્વરાજ મારે જન્મસિદ્ધ હક્ક છે.” એ શીખવવાનું કામ કર્યું. એ હક્ક સાબિત કરવા માટે એમણે પોતાની વાણી અને કલમને ઉપયોગ કર્યો. એમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આઝાદીનુ' પવ
એ શિક્ષણ આપી આપીને, એ માટે ઘણું ઘણું સહીને દેશમાં સ્વરાજ્ય માટેની તમન્ના જગાડીને દેશને તૈયાર કર્યાં.
સ્વરાજ લેવાનું કામ ગાંધીજીને ભાગે આવ્યું. ગાંધીજીએ જોયું કે દેશવાસીઓનું પતન થઈ રહ્યું છે. અને એમાંથી એમને ઊંચે લાવવાના કાર્યની આઠે અંગ્રેજ સરકાર આવે છે; માટે એ સરકારને કાઢવી જોઈએ, એના આશ્રય છેડવા જોઈએ, એના સંગ છાંડવા જોઇએ. એ માટે તેમણે અસહકારનું શસ્ત્ર પ્રયાયું.
એક માણસ ચાલતા હાય અને વચ્ચે આડુ ઝરડું આવે તા એ એને સાચવીને કરે મૂકે, બીજો એને ખાળી પણ મૂકે, પણ એ ખાળવામાં શક્તિ વધારે ખરચાય. ગાંધીજીએ કહ્યું કે આપણે આપણેા વિકાસ કરવા છે, એમાં અંગ્રેજ સરકાર ઝરડાની જેમ રુકાવટ કરે છે, માટે એને કારે મૂકેા. આપણે વિકાસ સામે નજર રાખીને ચાલવું જોઇએ, એ ષ્ટિ ગાંધીજી આખા દેશમાં લાવવા માગતા હતા.
અંગ્રેજ સરકારે અદાલતા કરી હતી, એને લીધે કજિયા ઘટવાને બદલે વધ્યા, અને આપણામાં કુસંપ પેદા થયા. એ સરકાર આપણા ઉદ્યોગધ ધાના વિકાસ રોકતી હતી. આપણે આપણાં બાળકોને માણસ મનાવવાની કેળવણી આપવી હતી, તેમાં પણ સરકાર રુકાવટ કરતી હતી. આપણે આપણું ખળ એ રુકાવટ દૂર કરવામાં વાપરવું જોઈએ એમ ગાંધીજીએ કહ્યું. તેમનું મુખ વિકાસ તરફ હતું એટલે જે જે વસ્તુ એની આડે આવી, તેને દૂર કરવા પ્રયત્ન કર્યાં. પછી એ રુકાવટ ધર્માંની હાય, રૂઢિની હાય, સમાજની હાય કે સરકારની હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૫
આઝાદીનું પર્વ રસ્તામાં જતાં શેરની વાડ આવે ત્યારે જે એમ લાગે કે શેરિયે પહોળે કયે જવાય તેમ નથી, તે તેને ઉખેડી નાખવું જોઈએ તેવી રીતે અદાલતે વગેરે રાજની બધી પ્રવૃત્તિઓ થારની જેમ કાવટ કરનારી લાગી એટલે એને પાછી ફેંકવા ગાંધીજીએ અસહકારનો માર્ગ લીધે અને તેમાં સામેલ થવા કેવળ બુદ્ધિશાળીઓને જ નહીં પણ આમજનતાને પણ હાકલ કરી. અદાલતે છેડીને લવાદ મારફત કુસંપ દૂર કરવા કહ્યું. અર્થહીન કેળવણું છોડીને દેશને ઉપયોગી કેળવણી લેવા કહ્યું. આ કામ માટે ઘરબાર અને મિલકતને મેહ છોડનાર જુવાનને આમંચ્યા, આને આપણે “રચનાત્મક કાર્યક્રમ” એવું નામ આપ્યું. ' વિકાસ તરફ મેં રાખીએ પછી ક્રોધ કે હિંસાને તે
સ્થાન જ ક્યાંથી હોય? આપણી જ ભૂલે હોય એટલે ફોધ કોના પર કરવાને હેય? આપણા જ આંગણમાં ઘાસ ઊગ્યું હોય ત્યાં બીજાને શું કહેવું ? તે ઘાસને આપણે ઉખેડી નાખવું જોઈએ. આપણે આપણી ભૂલે દૂર કરવી જોઈએ. ગાંધીજીએ સરકારને સામનો કર્યો પણ તે વિકાસ સામે મેં રાખીને. મેળામાં હીંડતા માણસનું ધ્યાન માર્ગ કાઢીને મંદિરે પહોંચવા તરફ હોય છે, ધક્કા મારવા તરફ નથી હોતું. તેવે વખતે આપણે બીજાને હઠાવીએ છીએ તે એ તરફ પહોંચવાનો માર્ગ કાઢવા માટે. એમાં જે આડે આવે તેને આગળ હાથ રાખીને દૂર કરીએ છીએ. એ વખતે આપણને કોઈ પર ક્રોધ નથી હતું. તેમાં મિત્ર પણ આવી જાય અને અજયે પણ આવી જાય. રૂકાવટ કરનારને કેવી રીતે દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આઝાદીનું પર્વ કરે એ ગાંધીજીએ રચનાત્મક કામ દ્વારા બતાવ્યું.
પણ આપણે ભૂલમાં પડી ગયા. આપણે માર્ગ કાઢવા તરફ મેં રાખવાને બદલે દૂર કરવાની–ધક્કાની મઝામાં પડી ગયા. એટલે કે વિકાસ તરફ મેં રાખવાને બદલે કેવળ અંગ્રેજોને કાઢવા તરફ મેં રાખ્યું. એને પરિણામે દેશને ભયંકર નુકશાન થયું છે. આજે આપણે પચીસ વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા છીએ. અંગ્રેજો તે ગયા, પણ આપણે ધક્કો મારવાને રસ હજુ નથી ગયે. એટલે હવે આપણે અંદર અંદર ધક્કા મારવા લાગ્યા છીએ. આપણું મેં વિકાસ તરફ નહેતું એટલે જ આજે આપણે ત્યાં કાળાંબજાર અને સત્તાની હસાતુંસી ચાલે છે.
હવે આપણું મેં વિકાસ તરફ ફેરવીએ. આપણે કુસં૫ કાઢીએ. આપણું જ ભાઈઓને દબાવવાને મદ કાઢીએ. બધા ભેગા થઈને સાથે રહીને વિકાસ તરફ મોં રાખીને દેડીએ, તે જ સાચું સ્વરાજ આવશે.
ગાંધીજીએ આપણને ક્રિયા મારફત જ્ઞાન તરફ વાળ્યા પણ આપણે વર્ષોની નબળાઈ અને મેલથી બહુ અજવાળું આવ્યું નહીં. ડાઘા પડી ગયેલાં જૂનાં વાસણની જેમ ગાંધીજીએ આપણને પચીસ પચીસ વર્ષો સુધી ખટવીને ઘસ્યા તે ય ડાઘા ગયા નહીં.
અંગ્રેજો ગયા તેથી સ્વરાજ આવી ગયું એમ આપણે સમજીએ છીએ, પણ એક અંતરમાં ઉતારવા જેવી વસ્તુ તરફ આપણું જે ઈએ તેટલું ધ્યાન ગયું નથી, તે એ કે સ્વરાજ એ સાધન છે–સાધ્ય નહીં. એ જ વાત અનેક વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
આઝાદીનું પર્વ ગાંધીજીએ ઠેકી ઠેકીને કહી છે. સ્વરાજ્ય તે સાધન છે, ને સાધ્ય તે છે આત્મવિકાસ અને સામાજિક પ્રેમ. એટલે અંગ્રેજો ગયા તેટલામાં બધું આવી ગયું એમ માનવાનું નથી. મુસાફરીમાં આવતા અંતરાયને દૂર કર એ જ ફક્ત મુસાફરીનું ધ્યેય હેતું નથી. તેનું ધ્યેય તે નક્કી કરેલા સ્થાને પહોંચવાનું હોય છે. તેવી જ રીતે અંગ્રેજી તંત્ર સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક ઉન્નતિમાં અંતરાયરૂપ હતું તે હવે દૂર થયું છે. એટલે હવે આપણે, ઉપર જણાવેલ ત્રિવિધ ઉન્નતિ કરવાને, પુરુષાર્થ કરવા માટે માર્ગ સરળ થયે છે. જેટલા પ્રમાણમાં તે પુરુષાર્થ કરીશું તેટલા પ્રમાણમાં સાચું સ્વરાજ્ય પ્રાપ્ત કરી શકીશું.
–૧૫ મી ઓગસ્ટ, ૧૯૪૮.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
ચામાસાના પર્વનું રહસ્ય
બળેવ
પર્વ એ તેા જીવ્યા પછીના અનુભવનું વર્ણન છે. જેમ ખાધા પછી ઓડકાર આવે છે તેમ જીવન પછી તેનું પ આવે છે. જેમ કે બળેવ. એ બ્રાહ્મણાનું પર્વ છે. પહેલાંના સમયમાં બ્રાહ્મણેા ચાતુર્માસ કરતા. ચાતુર્માસમાં ઋષિઓ ચિંતન કરીને અનુભવની આપ લે કરતા. એમ દરેક વર્ષે કરતા. આ સાધનાઓનું સંસ્કરણ કરવું એ ઉપવીત–જના પાછળના હેતુ છે.
વળી કેટલાક મળેવને નાળિયેરી પૂનમ પણ કહે છે. કેમકે સાહસિક વેપારીઓએ તેની ઊજવણી કરેલી હતી અને દરિયાને કાંઠે થતાં શ્રીફળ અર્પણ કરીને મુસાફરી કરવાના રિવાજ હતા.
વળી તે દિવસે રક્ષાબ ધનના રિવાજ છે. તેની પાછળ હેતુ એ છે કે ચામાસામાં શરીરને રાગેા આવવાના છે તેમાંથી રક્ષા કરે. શરદ ઋતુ આવવાની છે અને તેમાં રક્ષણ કરવાનુ એ પ્રતીક છે. એટલા માટે જ ‘શતં ચર્ઃ લીવેવ’ સેા શરદ જીવા—એમ કહેવાય છે.
પછી અર્ધા પાક થઈ ગયા હોય અને રોગ ઓછા થવા લાગ્યા હોય, એટલે રક્ષાની જરૂર ઓછી થાય. તેથી દશેરાને દિવસે તે કાઢી નાખે છે.
ઋષિપ`ચમી
ઋષિ પંચમીના પના વિચાર કરીએ તા સમજાશે કે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #128
--------------------------------------------------------------------------
________________
ચોમાસાનાં પર્વોનું રહસ્ય
૧૧૯ તે જીવન સાથે બંધબેસતું હતું. અષિએ કુદરતી રીતે ઉત્પન્ન થએલાં ફળફૂલ ખાતા, કેમકે તેમનું જીવન કુદરતમય હતું. તે કેઈના પર પિતાને બે નાખવા માગતા ન હતા.
એ જીવન સ્વાભાવિક છે. પણ સમૂહમાં ઘણુ જણ ભેગા રહેતા હોય ત્યારે એ રીતે જીવવું શક્ય નથી. ત્યારે ઓછામાં ઓ છે જે બીજા પર પડે એ રીતે જીવવું જોઈએ. તેથી હંમેશાં નહીં તે એક દિવસ એ ઠરાવ્યું કે તે દિવસે બળદની મજરીથી ઉત્પન્ન થયેલું નહીં ખાઉં, પણ મારી જ મહેનતનું ખાઈશ. એટલે જાતે શ્રમ કરીને ફળફૂલ જે મળે તે લાવીને ખાય છે. આપણે ત્યાં “સામે ધાન્ય થાય છે. તેને તે દિવસે લોકે ખાય છે. તેથી તેને સામાપાંચમ પણ કહે છે. આમ જે જીવન જીવતા હતા તેનું પર્વ થયું. નાગપંચમી
અત્યારે હિંદુ-મુસલમાનના અને બ્રાહ્મણ-અબ્રાહ્મણ વગેરેના ભેદ છે અને અંદર અંદર કલહ થાય છે. પહેલાંના સમયમાં આર્ય-અનાર્યના ભેદ હતા. આર્યો અનાર્યોને હાંકી કાઢવા લડતા અને તેમને નાશ કરતા. જેમકે, સર્પસત્રની વાત જુઓ. તેમાંથી આસ્તિક ઋષિને પ્રતાપે એમાં મેળ થયે. આપણું પર્વોમાં એ ઊતર્યો છે. જેમકે, નાગપંચમી. એ મૂળ અનાર્યોને તહેવાર આર્યોએ પણ ઊજવવા માંડ્યો. મહાદેવના ગળામાં નાગ છે, કેમકે તેમના દિલમાં આર્ય—અનાર્યના ભેદ નથી. દુર્વાઅષ્ટમી
ધરો આઠમનું પર્વ લઈએ. ધરો આઠમ એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦,
ચેામાસાનાં પાંનું રહસ્ય.
દુર્વાઅષ્ટમી, ધોળી ધરા ૧૦૦ વષઁના આયુષ્યની ગણાય છે. કાચા ખારાક કુદરતી હાવાથી તે ખાવે સારા. રાંધેલા કરતાં કાચું સારું. એટલે અનાજ પલાળી, ઉગાડીને, દળીને ખાઈ શકાય. આવું હંમેશાં નથી કરતા તેા વરસમાં એક દિવસ તે રાખવે જે દિવસે તેનું સ્મરણ થાય. એમ માનીને તે પ` થયું. તે દિવસે લેકે ચેાખાના લેટના લાડુ, ગા ફૂટેલા કઠોળનાં વૈઢાં ખાય છે. કઠોળ ઊગે છે ત્યારે તે પચવામાં સહેલું બની જાય છે. ખીજ એ તા માતા છે. છેડને પાતાની મેળે પાષણ મેળવવાની શક્તિ આવે ત્યારે તેના નાશ થાય છે.
નવરાત્રિ
નવરાત્રિમાં માતાની એટલે શક્તિની પૂજા કરે છે. જવારા ઉગાડીને છેલ્લે દિવસે તેને નદીમાં કે પાણીમાં પધરાવે છે. એના અર્થ એ છે કે, જે શક્તિ પેદા થશે તેને જનકલ્યાણુમાં હામી દઈશ.
દશેરા
એ નવરાત્રિ પછી દશેરા, શરીર ખડતલ અને એ રીતે તેને ઉછેરવું અને તેના સન્ધ્યય થાય એવું તેને યાગ્ય બનાવવુ એ કેળવણી છે. શરીર તે સાધન છે. સાધન જેટલું શુદ્ધ અને મજબૂત હોય તેટલું સારું. તે દિવસે રામે લેાકકલ્યાણુ ખાતર રાવણને માર્યા. દશેરા એ ક્ષત્રિયાના તહેવાર છે. ક્ષત્રિય એટલે સમાજનું રક્ષણ કરે તે. પણ પહેલાં ક્ષત્રિયે ગામ અને દેશ મેળવવા યુદ્ધો કરતા અને લૂટા કરતા. આજે લશ્કરી નાકરી એવી જ હલકી ક્ષત્રિયતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
ચોમાસાનાં પર્વોનું રહસ્ય
૧૨ ૧
બની રહી છે. શિવાજી મહારાજે શરૂઆતમાં માવળા લોકોને એવી રીતે ભેગા કરેલા. કેમકે મુસલમાની લેટમાંથી બચવાને બીજે રસ્તો ન હતો અને પાસે પૈસા ન હતા, એટલે લૂંટીને લશ્કરને તેમાંથી ભાગ આપતા, અને એ રીતે લશ્કર ઊભું કર્યું હતું.
એ વખતે કેડ ઉપર હાથ મૂકીને નૃત્ય કરતા હોય તેવા દેખાવના વિઠેબાની મૂર્તિ જોઈને રામદાસ સ્વામીએ કહ્યું કે, આ જમાના સાથે આ ઢંગને મેળ ખાતે નથી. તારી મૂર્તિમાંથી અમને આજે રાષ્ટ્રરક્ષણની પ્રેરણા મળતી નથી. તેથી તારાં દર્શન કરવા નહીં આવું. અને પછી તેમણે ધનુષ્યબાણ ધારણ કરનારા રામલક્ષ્મણની અને સર્વાર્પણ કરનાર સેવક હનુમાનની મૂર્તિ સ્થાપી.
આણને કોઈ મળે અથવા આપણે કોઈથી છૂટા પડીએ ત્યારે રામરામ બેલીએ છીએ તેનું મૂળ કારણ એ છે કે રામનું ચરિત્ર એટલે હિન્દુધર્મ અને હિન્દુધર્મ એટલે રામનું ચરિત્ર.
જેમ રામદાસે કર્યું તેમ તહેવારે અને તેનાં પ્રતીક જીવનને બંધબેસતાં કરવાં જોઈએ. જેમકે ૬ઠ્ઠી એપ્રિલ રાષ્ટ્રીય સપ્તાહ થયું અને તેને લેકે ઊજવવા લાગ્યા.
ગાંધી જયંતી લેકે ઊજવે છે. કેમકે આ જમાનાને તે બંધ બેસે છે. એમ તહેવારે જીવનને બંધ બેસે તેવા કરવા પડશે. કેમકે આપણામાં નવી શક્તિ આવે અને તે સમાજના કલ્યાણ માટે ખરચાય એવું કરવું પડશે. અને એમ કરીશું તે-અને ત્યારે આજના જમાનાને તે તહેવાને ઉપયોગ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરનું રાજ્ય ઈશ્વરને આપણે રાજા કલ્પીએ તે તે આ બ્રહ્માંડ પર રાજ્ય ચલાવે છે, એમ ગણાય.
એના રાજ્યમાં પણ મહેસૂલખાતું, ન્યાયખાતું, લશ્કરી ખાતું વગેરે ખાતાઓ છે. | મહેસૂલ એટલે ઉત્પન્ન કરવું. આ રાજ્યતંત્ર મહેસૂલ સિવાય ન ચાલી શકે. મહેસૂલ એની આવક છે. અને એ હોય તે જ રાજ્ય નભી શકે. એ ખાતાના મુખ્ય બ્રહ્મ છે. | મહેસૂલ ખાતાવાળાને મહેસૂલ લેવા માટે દેડદઠ કરવી પડે. એટલે એ ફરફરા ખૂબ કરે અને ફરવું પડે પણ ખરું. એટલે એનું વાહન પણ એવું ત્વરિત ગતિવાળું જોઈએ. તેથી બ્રહ્માનું વાહન હંસ રાખવામાં આવ્યું છે.
હવે મહેસૂલ ઉઘરાવવામાં લેકેની સાથે ઝગડવું પડે એટલે જીભની મીઠાશ બહુ ન હોય એમ બને. કોઈની સાથે મીઠાશથી અને કોઈની સાથે દબડાવીને પણ કામ લે. એથી બ્રહ્મા ચતુર્મુખ કહેવાય છે. અને એ વાણી ચાર પ્રકારની બેલી શકે છે. એમાં ગર્દભવાણી પણ ગણાય છે. ખેડૂતના મેંએથી હંમેશા વિવેકની ભાષા નીકળે એમ કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
ઈશ્વરનું અજય
૧૨૩ નહીં. અનાજ સૂપડે આપે અને ગાળ પણ આપે. કેમકે ખેડૂત ઉત્પન્ન કરનાર છે. એવી રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્યા છે, અને તે ઈશ્વર રાજાના મહેસૂત્રી પ્રધાનનું કામ કરે છે.
બીજું ખાતું ન્યાયખાતું. જે રાજ્યમાં ન્યાયખાતુ ન હોય તે પ્રજા ટકી શકે નહીં, એનું પિષણ ન થાય. તંત્ર બરાબર ચાલે નહીં. એ ન્યાયાધીશની વાણીમાં મીઠાશ હોય છે. તેનું આસન પણ સ્થિર હોય છે. એ ન્યાયખાતું વિષ્ણુને સેપ્યું છે. તેમનું વાહન ગરુડ રાખ્યું છે. કેમકે તેમની બુદ્ધિ દૂર સુધી પહોંચે છે. સરસ્વતી ઉત્પન્ન થયાં બ્રહ્મામાંથી પણ વર્મા વિષ્ણુને. એથી જ ન્યાયાધીશની વાણીમાં ઔચિત્ય આવશે-વિવેક આવશે.
હવે ત્રીજું ખાતું લશ્કર-લશ્કર રાજ્યનું કલ્યાણ કરે, અને પ્રજાને રંજાડે પણ ખરું. પણ એ ખાતાની જરૂર છે. એના સિવાય ચાલે નહીં. એ ખાતે મહાદેવને સંપ્યું. એમનું વાહન નન્દી છે. લશ્કરના સેનાપતિને નિરાંત ન હોય. એને મહેલમાં રહેવાનું ન હોય. એમને તે યુદ્ધક્ષેત્રમાં જ સ્થાન હોય, જ્યાં અનેક મરતાં હાય.
તેથી મહાદેવનું સ્થાન જંગલમાં, સ્મશાનમાં ગણાય છે. એમના હથિયારમાં ખાપરી, ત્રિશૂળ બધું હોય છે. તેમની પાસે ખેપરી છે એને હેતુ એ છે કે તે મરણ હાથમાં લઈને ફરે છે. તે સંહાર કરે છે, અને એ સંહારમાંથી નવા ઉત્પન્ન થાય છે. જેમ બીજ નાશ પામે છે, ત્યારે તેમાંથી છેડ થાય અને ફરી અનેક બીજ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪
દ-૫નું રાજ્ય જ્યારે દક્ષ રાજાએ યજ્ઞ કર્યો, ત્યારે તે યજ્ઞ લોકકલ્યાણ માટે ન હતું. તેથી મહાદેવે વીરભદ્રને તે યજ્ઞને નાશ કરવા મેકલ્યા. વીરભદ્રને અર્થ વીરતા સાથે કલ્યાણ લેકકલ્યાણ માટે લડનાર તે વીરભદ્ર. પણ તેમના બધા સિપાઈએ સરખા ન હોય. કેટલાક નુકસાન કરનારા પણ હોય. તેવી રીતે ભૂતપ્રેત વગેરે તેમના કેટલાક સિપાઈઓ છે.
આમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ-ત્રણ પ્રધાને કહે છે તેઓ ઈશ્વરરાજાના ત્રણ પ્રધાન છે. એ ત્રણે મળીને રાજા થાય છે, કેમકે એમના સિવાયને રાજા એ રાજા જ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________ અમારા પ્રકાશને alcohilo યજયજી Rhe - હા 1-4-7 6 - - 7 2- - છે રવિશંકર મહારાજ [સંક્ષિપ્ત જીવનચરિત્ર) બબ ધડતર અને ચણતર જીવનચરિત્ર) નાનાભાઈ | સંત વિનોબા દેસાઈભાઈ પ જીવન ઘડતર શિવાભાઈ . માનવ જીવનમાં વિજ્ઞાન : હૈ. એન. એ. સુંદરપુરની શાળાના પહેલા કલાક જુગતરામ દવે અધ્યાપન કલા જુગતરામ દવે નૂતન શિક્ષણ-મનોવિજ્ઞાન ચદ્રભાઈ ભટ્ટ આપણું સાહિત્ય છે. બિપિન ઝવેરી પદ્માને તીરે દૂમાયુન કબીર દીઠું' મેં ગામડું જયાં રંતુ ભાઈ અદાણી ઝેર તો પીધાં છે જાણી-જીણી ‘દર્શક’ આપણા વારસા ને વૈભવ ‘દર્શક’ માનવ કુલ કથા લાક ભારત નાનાભાઈ ભટ્ટ લાક રામાયણ નાનાભાઈ ભટ્ટ આપણા જવાહર પુરાતન બુચ આપણાં સરદાર આ૫ણી કરતુરબા 2- (-9 ટે-૧ર - 7 2-12-0 છપાય છે. 6-4-0 છપાય છે. 1-0-0 1-0-0 1- બાલગાવિંદ કુબેરદાસની કંપની પુ સ્ત ક મ કા શ ક અ ને વિ કે તા ગાં ધી મા ગ : અ મ દા વા 6. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com