________________
વિદ્યાર્થીની સાધના
વિદ્યાથીને સાધના કરવી છે તેણે કુટે છોડવી જ જોઈએ. અને એ છેડવી કઠણ છે. માટે જ તેને તપશ્ચર્યા કહે છે. સાધના માટે અનુકૂળ વિદ્યાલય કે આશ્રમમાં જેટલું સમય રહીએ તેટલે સમય એવી તપશ્ચર્યા કરીએ.
ત્યાર પછી ગ્રામસેવાની ભાવનાથી ગામડામાં જઈએ કે ઘેર જઈએ. વિદ્યાર્થી તરીકે જે સાધના કરી હશે તે જિંદગીમાં કામ આવશે. અમુક શીખવ્યું હશે તે કદાચ ભૂલી જવાશે, પણ સાધના નહિ ભુલાય.
વહેલું ઊઠવું એ જ ફક્ત મહત્વનું નથી. પણ રેજ રેજ આપણને મનમાં એમ થતું હોય કે ક્યારે એ વખતે ઊઠું, કેમ મોડો ન પડું, એની તાલાવેલી આપણને સાધના કરાવશે.
જેલમાં કહેતે કે અહીં રહીને જ કંઈક ને કંઈક કામ કરે. તમને કામ આપતા નથી પણ શોધી લે. તમે દળો અને લેટ થશે તે ભલે જેલને મળે, પણ કામ કરવાની ટેવ પડશે, તેને કઈ લઈ જવાનું નથી. એ ટેવ પાડવાને
અથવા પડી હોય તે તેને કાયમ રાખવાના રસ અને તન્મયતા જેનામાં હતાં તેઓ તે જેલમાંથી ઘણું લઈ ગયા.
ગીતાકાર કહે છે કે જે સતત એગ કરે છે તેને હું બુદ્ધિ આપું છું. કેગ કરે એટલું જ નહીં પણ સતત કરવો જોઈએ. એમ સતત વેગ કરવાથી શું મળશે તેની ખબર નથી. એ યુગનું ફળ કયારે મળે ? આપણે ભાગે આવેલા કામમાં તન્મય થઈ જઈએ ત્યારે, તે ય ભક્તિપૂર્વક તન્મય થઈએ તે જ.
વીશીના ખેરાક અને માના હાથને ખેરાકને વિચાર કરીએ તે વીશીના ખેરાકમાં સ્વાદ હશે, પણ માના ખોરાકમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com