________________
વિદ્યાર્થીની સાધના જે ભાવ હશે તે પિલામાં નહીં હોય. માના ખારાકમાં પ્રેમ ભર્યો હશે. એ ખોરાકમાંથી પ્રેમભાવના જાગશે. કહે છે કે અન્ન એવા ઓડકાર. એને અર્થ એ કે પ્રેમવાળા ખેરાકમાંથી પ્રેમ ઝરે. માતા ધમાં હોય અને બાળકને ધવરાવે તે બાળકને એ ધાવણ ન પચે, પણ ઊલટી થઈ જાય.
હું જ્યારે પાટણવાડીયામાં કામ કરતું હતું, ત્યારે હું દિવસમાં કેટલું ચાલતે, શું ખાતે, તાપ છે કે ટાઢ, દિવસ છે કે રાત, તેનું મને ભાન રહેતું ન હતું. જે કામ સામે આવતું તેમાં તન્મય થઈ જતું. અને મારા જેવા તદ્દન અજ્ઞાન માણસને એ કામમાં જે મદદ મળતી તે મારી કલપનામાંય ન હતી. એક વખતે એક જણને ફાંસીએથી છેડાવવાના પ્રયત્નમાં હું હતું, ત્યારે પાંચ વર્ષના એક છોકરાની અણધારી મદદ મળી, અને પેલે ફાંસીની સજામાંથી ઉગરી ગયે. આજે હું એવા પ્રસંગે વિચાર કરું છું
ત્યારે મને લાગે છે કે કાર્ય પ્રત્યેની મારી ભક્તિપૂર્વકની ક્રિયા અને તન્મયતાને લીધે જ એમ બનતું હતું. ભક્તિપૂર્વકની ક્રિયા એટલે નિષ્ઠા–ભાવના.
મા બાળકને કેવી રીતે ઉછેરે છે? ભક્તિથી એ રાતદિવસ જોયા વિના તેના જીવન પાછળ પિતાની જાત ઘસી નાખે છે. દાયણ એવી રીતે નહીં ઉછેરી શકે. એ એના શરીરને ઉછેરશે, પણ એમાં પ્રેમ, ભકિત, ઉલાસ નહીં ભરી શકે, અને છતાં તેને પિતાની ફરજ બરાબર બજાવ્યાને સંતેષ હશે. જ્યારે માતાને પોતાના બાળકને ખૂબ જ પ્રેમપૂર્વક ઉછેરતાં છતાં તેને પોતાની ફરજમાં ખામીઓ રહી ગઈ જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com