________________
વિદ્યાર્થીની સાધના
જોખમદારી ઉઠાવી જાણે છે, તે જ મેટાં કામની જોખમદારી ઉઠાવી શકશે. નાનું કામ કરવામાં ભૂલ ન થાય એ જોખમદારી આવી. એવી જોખમદારી ઉઠાવવામાં દુઃખ આવે, ત્યારે સારું માનવું. એવા દુઃખથી નાસીપાસ ન થતાં તેને ભેગવવું. એમ કરતાં દુ:ખ સહન કરવાની ટેવ પડશે. જોખમદારી આવશે એટલે તેને સમજવાની કળા પણ શીખવી પડશે.
હું વિસાપુર જેલમાં હતું ત્યારે મને વીશીનું કામ સંધ્યું હતું. તે વખતે ૨૦૦૦ ભાઈઓની રસોઈ બનતી હતી. અમારામાંના એક ભાઈને ગરમ ગરમ રોટલે અને ડુંગળી ખાવાનું મન થાય, એટલે કોઈ ન દેખે એમ લઈ જાય. જ્યારે મને કામ સંપ્યું અને આ મેં જાણ્યું, ત્યારે મને વિચાર આવ્યું કે ૨૦૦૦ જણના ૪૦૦૦ જેટલામાં એક રેટલાને હિસાબ કંઈ ન ગણાય, પણ તેમાંથી હું કેાઈને કંઈ કેમ આપી શકું? અને મારી જવાબદારીને ખ્યાલ કરતાં મને થયું કે કોઈ ને કંઈ પણ લેવા ન દેવાય.
પેલા ભાઈ તે આવ્યા, અને રોટલે ઉપાડયો. મેં તેમને સમજાવ્યા કે આ રેટલા પર તમારે અધિકાર છે? એમણે કહ્યું કે, આટલામાં શું ઓછું થઈ જવાનું છે? પાછળથી વધે છે, પણ ખૂટે છે ખરા ? ' કહ્યું, “તમારા રેશનના રોટલા તમને પેરે મળે છે. એ ઉપરાંત વધારે મારાથી તમને શી રીતે લેવા દેવાય? એટલે હું નહીં લેવા દઉં.”
પેલાએ જણાવ્યું કે હું લઈ જવાને. બીજે પ્રસંગે તે ભાઈ હસતા હસતા આવ્યા, આડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com