________________
'૧૪
પ્રાર્થના શા માટે? જ્યારે એ બધી માયાને ફેંકી દે છે અને ઈશ્વર પર પિતાના હૃદયમાં રહેલા આત્મતત્વ પર ભરોસે રાખે છે અને બાહા જગત પર આધાર નથી રાખતો ત્યારે તે બચી જાય છે. માણસ પોતાના બળના અભિમાનથી કરવા જાય છે, ત્યાં તે ફસાય છે. પણ આત્મબળથી એટલે ઈશ્વરબળથી પ્રયત્ન કરે છે, તે સફળ થાય છે.
એવી રીતે સવારે ઊઠતાં વેંત સમજીએ છીએ કે આ દિવસ ઊગશે એટલે ધર્મ પ્રમાણે જીવન જીવવામાં મારી નબળાઈઓ આડે આવશે. તેથી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે તું મને એટલું બળ આપ કે એ મુશ્કેલીઓ સામે થઈને પણ હું ધર્મ સાચવી શકે અને દરેક પ્રસંગે તને ન ભૂલું.
આપણે સુખ માગતા નથી, અને ન માગવું જોઈએ. પણ સુખ પ્રાપ્ત કરવાનું બળ માગવું જોઈએ.
કોઈ ભૂખ્યું હોય તેને હંમેશની ભૂખ કાઢવાને રસ્તે કરી આપે તે મદદ સાચી ગણાય. ભૂખ લાગે ત્યારે ખાવા આપવામાં તે ડી વાર સુધી શાતિ અને સુખ લાગશે. પણ પછી તે પેટ હતું તેવું ખાલી જ થઈ જવાનું. એટલે ખાવા આપવાનું કરતાં ખાવાનું મેળવી લેવાને રસ્તે કરી આપવાથી આપણે તેને સાચી મદદ કરી શકીએ છીએ.
એ માટે આપણે ઈશ્વર પાસે સુખ, ધન વગેરે ન માગીએ, પણ ધર્મમય માર્ગે જઈને સુખ તથા ધન મેળવી શકાય એવું બળ માગીએ.
એવી જ રીતે સાંજ પડે એટલે આપણા આખા દિવસના જીવનને વિચાર કરીએ. અને જે આપણને સફળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com