________________
પ્રાર્થના શા માટે? આપણે રોજ સવારમાં પ્રાર્થના કરીએ છીએ. અમુક કલેક બોલીએ છીએ. અમુક સમય થયે એટલે તે પૂરી થઈ ગણીએ છીએ. એ લોક, ધૂન વગેરે બેલીએ એટલે પ્રાર્થને થઈ ન ગણાય.
પણ આખા દિવસમાં આપણે અનેક કામ કરીએ છીએ, અને અનેક પ્રસંગે આવે છે. એમાં આપણે બુદ્ધિથી સમજતા હોવા છતાં નિશ્ચય પ્રમાણે વતી શકતા નથી. જેમકે માંદો માણસ હોય તે જાણે છે કે તેને માટે ભારે ખેરાક ખાવો ઝેર સમાન છે. તાવવાળાને કઢી નુક્સાન કરે છે. તેમ છતાં તે ખાઈ જાય છે. એની જીભ એને વશ નથી, એટલે આટલામાં શું? એટલાથી કંઈ નુકસાન નહીં થાય; એમ વિચાર આવે છે અને તેને વશ થાય છે, અને દુઃખી થાય છે. કેમકે તેનામાં નિર્બળતા છે.
એવી રીતે સંસારમાં સગાંસંબંધી છે, તે બધાં સાગરનાં પાણી જેવાં છે. એમાં એને અનેક પ્રસંગે આવે છે. બારમું કરવું, શ્રાદ્ધ કરવું, બધા કુટુંબનું પિષણ કરવું, એ બધામાં તે પ્રથમ તે ગજરાજની જેમ પિતાના બળથી ઝઝૂમે છે, પણ તે જેમજેમ છૂટવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે અંદર વધુ ધકેલાતું જાય છે. કેમકે તે પાણીમાં છે એટલે સગાં-વહાલાં, મા-બાપ વચ્ચે છે. એમના તરફની માયામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com