________________
વિદ્યાર્થીની સાધના એટલે આપણે એકબીજાને ટેકે કરીએ અને કેઈ ને લપસવા ન દઈએ. લપસણું હોય કે નદીને પ્રવાહ હોય તે તેમાં થઈને જવા માટે આપણે એકબીજાને હાથ પકડીએ છીએ. તેમ સંસારમાં અનેક જાતનાં પ્રલોભને છે, તેમાંથી બચવા માટે આપણે એકબીજાને સહાય કરવી જોઈએ. આપણે બધા એક કુટુંબના છીએ, એમ સમજીને એકબીજાની મદદથી જ આગળ વધી શકીશું.
વળી સ્વભાવ અને દુષ્ટતા જુદી વસ્તુઓ છે. સ્વભાવ વાત કરવાનું હોય તે નુકસાન થાય. પણ વાત કરવા પાછળ દુછતા હોય તે તે ભયંકર છે. સ્વભાવ તે આપણે એક વખત ઓળખી લઈએ એટલે સંભાળી લઈએ. જેમ બળદ કામ કરતે હોય પણ શીંગડું મારવાની ટેવવાળે હોય તે તેને ધણી વેચી દેશે નહીં, કે મહાજનમાં નહીં મૂકે, પણ તેની પાસે કામ લેતી વખતે શીંગડાથી સાવચેત રહેશે. પણ જે કામ જ ન આપતે હોય અને શીંગડું માર્યા કરતું હોય તે ધણું તેને રાખશે નહીં, અને મહાજનમાં મૂકી આવશે. એમ માણસ કંઈ કરતો ન હોય તે તેની લાતે કેણ ખાય? એટલે સ્વભાવ નભાવી શકાય, પણ દુષ્ટ બુદ્ધિ ન હોવી જોઈએ. એ માટે સાધના કરવી જોઈએ.
આપણે ખૂબ ભણ્યા હોઈએ પણ જે સાધના નહી કરી હોય તે લાલચેના વાવાઝોડામાં ટકી નહીં શકીએ. એટલે વિદ્યાથીઓને હું એક જ સૂત્ર ધ્યાનમાં રાખવા ભાર દઈ સૂચવવા ઈચ્છું છું કે –“સાધના કરે, શરીર કસે અને આત્માને તેજસ્વી બનાવે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com