________________
દરજયંતી
તે અનેક છે. પણ કથામાં ૨૪ ગુરુની વાત આવે છે.
તેમાં એક તે તેમણે ઝાડને ગુરુ ગયું છે. તે કેવી રીતે? એક વાર તેઓ ફરતા ફરતા એક ઝાડ નીચે આરામ માટે બેઠા. ત્યાં તેમને ઠંડક લાગી, એટલે સૂતાં. સૂતાં સૂતાં તેમણે જોયું કે ઝાડમાં તે લોકોએ ઘા કર્યા છે, અને ઉપર ચઢવાને રસ્તે કર્યો છે. દત્તાત્રેયને થયું. આ ઝાડ કેવું ! તેમાંથી જે ફળ વગેરે થાય છે તે બધું લેકના કામમાં આવે છે. તે પાંદડાંથી ઠંડક આપે છે. ફળ આપીને ભૂખ શાંત કરે છે, અને પુષ્પથી સુવાસ આપે છે. તેનાં મૂળ, છાલ, . લાકડાં વગેરે બધું જ માણસેના કામમાં આવે છે. કેઈ તેના પર ઘા કરે તેને પણ એટલી જ શાંતિ આપે છે. જેટલી તેના પિષનારને તે આપે છે. તે પૃથ્વીમાંથી રસ લે છે, તેમાંથી નવાં ઝાડ થાય છે, ને એમ વંશ વધારે છે. એ બધું જ તે સમાજને કશા ભેદભાવ વિના અર્પણ કરે છે. તે ટાઢ, તાપ અને વરસાદ સહન કરે છે અને મુસાફરોને તેનાથી બચાવે છે, અને શાંતિ આપે છે. જે ઝાડને કાપે છે તેના પર પણ તે છાંયે કરે છે. જે તેને હલાવે છે તેને તે ફળ આપે છે. મનુષ્ય જાત એવી છે કે સંગ્રહ કર્યા જ કરે અને બગડે તે ય બીજાને ન આપે. હા, પારકાનું ખૂંચવી. લે ખરી. મનુષ્ય જેમ બળવાન બને તેમ બીજા પર બાજે વધારે. પણ ઝાડ જેમ મેટું થાય તેમ તે વધુ ઉપકારક થાય છે, આવું ઝાડ જોઈને દત્તાત્રેયને થયું કે આ તે ગુરુ થવાને લાયક છે એના જેવા મારે થવું જોઈએ.
પછી તેમણે નદી જોઈ. આ નદીમાં કોઈ પિતાનું શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com