________________
વર્ણાશ્રમ ધર્મ ધાવાની, સાફ કરવાની જરૂર છે. આ રીતે ચારે વર્ણમાં કોઈ પણ વર્ગનું કાર્ય હલકું નથી અને કોઈ પણ અપ્રતિષ્ઠિત નથી.
આમ આખો વર્ણ ધર્મ એક અંગરૂપ–પરસ્પરાવલંબી છે અને પરોપકાર માટે છે. તે એક વખત શ્રેષ્ઠ હતે. આજે તે ભ્રષ્ટ થયે છે અને તે તૂટ છે.
તે તૂટટ્યા પછી મિથ્યાભિમાન આવ્યું. આડંબર, ડેળ આવ્યાં. કેમકે ધર્મ ચૂક્યા ખરા, પણ ધર્મવાળા તે કહેવરાવવું છે. એટલે દેખાવ કરે પડે છે, ડેળ કરે પડે છે.
વર્ણધમ–“ધર્મમાં ધ્રુ ધાતુ છે. ધૃ એટલે ધારણ કરવું. જેથી વર્ણ ટકે તે વર્ણ ધર્મ. એ પ્રમાણે જે વડે ગૃહ સુરક્ષિત રહે તે ગૃહમ. એટલે જે ટકાવે છે. સ્થિર કરે છે, તે ધર્મ કહેવાય. એને અર્થ એ થયો કે સ્થિરતાને આધાર ધર્મ ઉપર છે.
કેટલીક વખત એવું બને કે ધર્મ દેખાવમાં હોય, પણ ખરેખર ન હેય. એનો અર્થ ધર્મને ડોળ હોય. એવા ઓળથી ટકાય નહીં ત્યારે તે અધર્મ છે એમ સમજવું જોઈએ. લૂંટ કરીને ધન લાવીએ તે સમાજ ન ટકે અને આપણે પણ ન ટકીએ. તેથી તેને અધર્મ કહ્યો.
વર્ણધર્મથી સમાજ ટકે છે. તેમાં પિતાનું ટકવાનું આવી ગયું. માથું, આંખ, નાક, કાન વગેરે ગમે તેટલાં તેજસ્વી હેય પણ હાથ કામ ન કરે તે? એવું જ દરેક અંગ વિશે છે. તેથી જે દરેક પિતાને ધર્મ અતિશય ચીવટથી પાળે, તે તે સમાજ માટે શ્રેષ્ઠ છે. પછી તે બ્રાહ્મણ હોય કે શુદ્ધ હોય તેની હરકત નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com