________________
૨૮
વર્ણાશ્રમ ધર્મ શરીરને પહોંચાડવાનું કામ તેનું છે. જો એ ખેરાક પેટમાં જ રહે એટલે પરિગ્રહ કરે તે રોગ થાય. અને આખું અંગ પીળું—ફિકકું પડી જાય. એટલે જે સંપત્તિનું લેાહી શરીરના અંગેને જોઈતા પ્રમાણમાં પહોંચે, તે શરીર સુદઢ રહે.
જે ખેરાક પેટમાં જ રહે છે તે મળરૂપ બની જાય અને કીડા થાય–ગંધાઈ ઊઠે. તેમ સંપત્તિ પણ એક ઠેકાણે જ રહે તે સમાજમાં ચોર લૂંટારા પેદા થાય અને સમાજ બગડે. વૈશ્ય બધી સંપત્તિ પિતાને ત્યાં ભેગી કરશે પણ તે સમાજને વહેંચી દેશે, અને પિતે રેજ ખાલી જ રહેશે. જેમ પેટમાં ખેરાક જાય છે તે પચીને લેહી થાય છે અને નકામે ભાગ બહાર નીકળી જાય છે અને પેટ ખાલી જ રહે છે. તેવું જ સમાજ વિશે પણ બને છે.
શ્રદ્ધ-પગ-જે પગ મજબૂત ન હોય તે શરીર અપંગ બને. એની પણ પ્રતિષ્ઠા સ્થાપી છે. તમે જાણે છે કે ચાંલ્લે કપાળે કરવામાં આવે છે, પણ ચાંલ્લે કરવાથી પવિત્ર ન થવાય. પવિત્ર થવા માટે બધા પગે લાગે છે, પ્રણામ કરે છે. ચરણરજ પવિત્ર ગણાય છે. માથાની રજ કંઈ પવિત્ર ગણાતી નથી. જોકે પવિત્ર થવા ચરણામૃત લે છે.
આમ પ્રગતિની પ્રતિષ્ઠા સ્થાપી છે. એટલે શુદ્ધની પ્રતિષ્ઠા રાખવામાં આવી છે. કેમકે શરીરનું તે અંગે પણ એટલું જ આવશ્યક છે, જેટલાં બીજાં અંગે છે.
પગ પણ હાથની જેમ હંમેશ ખુલ્લા રહે છે. તેને ગંદકીમાં-ધૂળમાં વધુ રહેવાનું હોય છે. તેથી તેને વારંવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com