________________
જતજયંતી મનમાં તેમનું જીવન ખડું થઈ જતું. અને શું કહેવા માગે છે એ સમજી જતા.
ગુરુ દત્તાત્રેયે વીસ ગુરુ બનાવીને ગુણને સમજવાની અને પૂજવાની દૃષ્ટિ આપી. પણ આ દષ્ટિ ક્યારે આવે ? સાચી ભક્તિ હોય તે. ભક્તિ કયારે થાય? સામામાં ગુણ દેખાય ત્યારે. જ્યાં સુધી ગુણની ખબર ન પડે ત્યાં સુધી ભક્તિ ન આવે. - આજે સભામાં કે એવે સમયે કોઈનું ઓળખાણ આપવાને રિવાજ છે. એનું કારણ એ જ કે એના ગુણની ખબર હોય તે તેમના તરફ ભક્તિભાવ ઉત્પન્ન થાય અને તેમના કહેવા તરફ બધાનું લક્ષ રહે. દત્તાત્રેયને પાણી, ઝાડ વગેરેમાં ગુણ જોઈને ભક્તિ ઉત્પન્ન થઈ હતી. અને તેથી તેમને જ્ઞાન થયું. અને સાચા શિષ્યની જેમ તે પ્રમાણે કરવા પ્રયત્ન કર્યો, અને સાચા ગુરુ બન્યા.
જેને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, તેવા જિજ્ઞાસુએ ગુરુ દત્તાત્રેયનું અનુકરણ કરવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com