________________
(રામભક્ત) હનુમાન જયંતી આખું રામાયણ વાંચીએ છીએ, ત્યારે તેમાં એકેએક પાત્ર ઉચ્ચકોટિનું અને અદ્ભુત જણાય છે. કેઈ કનિષ્ટ ન મળે. તેમાં ય હનુમાનનું પાત્ર ખરેખર વિશિષ્ટ પ્રકારનું છે. અંજનીને પેટે તેમણે વાનરકુળમાં જન્મ લીધું હતું. તેમના પિતાનું નામ કેસરી હતું. તેઓ વાયુપુત્ર પણ કહેવાય છે. હનુમાનજી કયાં ભણ્યા હતા, તેમના ગુરુ કેણ હતા તેની ખબર નથી. પણ તે મેટા વિદ્વાન હતા. અનેક ભાષા જાણનારા અને વૈયાકરણ હતા.
રામચંદ્રજી જ્યારે સીતાજીની શોધમાં પંચવટીથી નીકળીને દક્ષિણ તરફ જાય છે અને સાધ્યમૂક પર્વત પાસે પહોંચે છે ત્યારે તેમને સુગ્રીવ, હનુમાન વગેરેને ભેટે થાય છે. એ વખતે સુગ્રીવ વગેરેને શંકા થાય છે કે આ કે મનુષ્ય-વેશધારી દુશ્મન તે નહીં હૈય? તેથી તેમની તપાસ કરવાને એ નિર્ણય કરે છે અને કુનેહથી એ બાબતની ખાતરી કરી લાવવા માટે હનુમાનજીને મેકલે છે. રામચંદ્રજી સાથે વાતચીત કરીને હનુમાનજી સમજી જાય છે કે આ દુશ્મન નથી–પણ વાનરકુળને મદદગાર થઈ પડે તે પુરુષ છે. પણ આ પ્રસંગમાં એમણે રામચંદ્રજી સાથે એમની ભાષામાં જ વાતચીત કરી હતી. એ મુલાકાતનું રામચંદ્રજી લક્ષ્મણને વર્ણન કરતાં કહે છે કે: “આની ભાષા કેવી વિવેકવાળી છે! વ્યાકરણની દષ્ટિએ પણ તે કેવી શુદ્ધ છે! વળી તેની ભાષા સરળ પણ કેવી છે ! તે પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com