________________
વર્ણાશ્રમ ધર્મ આજે એથી ઊલટું છે. બધા નિયમનું પાલન કરે છે. યમનું બિલકુલ નહીં.
સ્વચ્છતા–તે નિયમ સાચવવા પ્રયત્ન કરશે. દિવસમાં અનેક વાર સ્નાન કરશે. શરીર પવિત્ર કહેવરાવશે. પણ પવિત્રતાની ચિંતા નહીં કરે. ખરી રીતે પવિત્રતા માટે સ્વચ્છતા જરૂરી છે. પણ સ્વચ્છતાથી પવિત્રતા ન આવે, એ મદદગાર બને. પવિત્રતા વિનાની સ્વચ્છતા આડંબરરૂપ પણ હાય. - સંતોષ–લેકે કહેશે કે ભગવાને દાંત આપ્યા છે એટલે ચાવણું તે આપશે જ. એમ કહીને બેસી રહેશે અને સંતોષ માનશે. પણ પેટ તે ભરવું જ જોઈશે. એટલે અનેક ધંધા કરશે. શરીરે તગડે હશે તેય ભીખ માગવામાં શરમ નહીં માને. આ ખેાટે સંતેષ કહેવાય. કર્તવ્ય કર્મ કરવાથી આમા પ્રસન્ન થાય તેનું નામ સંતેષ.
ત૫-કઈ ઊંધે માથે લટકશે. વળી કઈ શરીરે ચીપિયા મારશે. એને લેકે તપ કરે છે એમ કહેશે. અને દાનદક્ષિણા તેની પાસે મૂકશે; પણ તે સાચું તપ નથી. કેમકે એથી કેઈનું કલ્યાણ થતું નથી. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિને માટે ઇન્દ્રિયને તપાવવી, તેને કાબૂમાં રાખવી, એનું નામ ત૫.
સ્વાદયાય-ટીપણું રાખશે. ગીતા કે બીજું જે પુસ્તક હશે તે વાંચ્યા કરશે પણ આત્માને અભ્યાસ નહીં કરે. એટલે તેના જીવનને તેની સાથે કંઈ સંબંધ નહીં હેય. પિતાને પંડિત માનશે. વેદ વાંચી જશે. પણ આચારમાં કંઈ નહીં હોય, છતાં આચાર્યની પદવી મળી હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com