SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ણાશ્રમ ધર્મ બડે છે. આજે સમાજને ફરી સ્થિર બનાવ હોય તે વર્ણધર્મમાં પેસી ગયેલું ઊંચ-નીચનું તત્ત્વ દૂર કરીને જેને ભાગે જે કાર્ય આવ્યું હોય તે ફરજ સમજીને ઉત્તમ રીતે પાર પાડવાનો આગ્રહ રાખવે. દરેક કાર્ય કરતી વખતે સમાજહિતને મુદ્દો કેન્દ્રમાં રાખવે. એ એને ઉકેલ છે.. એ જ આજને વર્ણ ધર્મ બને છે. [ 2 ] યમનિયમ હવે એ ધર્મ પાળવા માટે શું કરવું જોઈએ એને વિચાર કરીએ. એ માટે પાંચ યમ અને પાંચ નિયમ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. “યમ” એટલે શેકવું. એ પાંચેયને પ્રયત્નથી શેકવા જેવા છે. પાંચ નિયમ છે – શૌચ(પવિત્રતા), સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન. ઉપરના પાંચ યમેને રેકવા પાંચ નિયમે કહ્યા છે. એટલે યમ સાધ્ય છે, નિયમ સાધન છે. મનુ ભગવાને કહ્યું છે यमान् सेवेत सततं न नित्यं नियमान् बुधः । यमात् पतत्यकुर्वाणो नित्यं नियमान् भजेत् ॥ યમેનું સેવન કરવું. યમનું પાલન નહીં કરનારે પડે છે. માટે ડાહ્યો માણસ યમનું પાલન કરવા હંમેશા પ્રયત્ન કરશે. નિયમનું પાલન કદાચ ન થયું તે નભાવી લેશે; પણ યમના પાલનમાં કચાશ નહીં રાખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy