________________
ર
વર્ણાશ્રમ ધમ
તેમણે ગુરુદક્ષિણામાં શિષ્યા પાસે માગણી કરી કે દ્રુપદને ખાંધી લાવા. પાંડવ-કૌરવા દ્રુપદને ખાંધી લાવ્યા અને તેની પાસે હાર કબૂલ કરાવી દ્રુપદે સજાગ જોઈને હાર કબૂલ કરી, પણ મનમાં નિશ્ચય કર્યો કે એને ખદલે લઇશ. એમાંથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ઉત્પન્ન થયાં અને આખુ મહાભારત થયું.
એ જ દ્રોણાચાર્યે પેાતાના દીકરાને અર્જુન કરતાં વધુ વિદ્યા આપવા પ્રયત્ન કર્યો. એમણે જ એકલવ્યને શિક્ષણ ન આપ્યું. અને તેમ છતાં તેની પાસેથી ગુરુદક્ષિણામાં જમણા હાથના અંગૂઠા માગ્યા. આ બધું શા માટે? જે માણસ એક વખત ધર્માં ચૂકી, એ કયાં જઇને અટકશે તે શું કહેવાય ?
આમ ધર્મ ચૂકયા પછી તે સમાજને દિનપ્રતિદિન નુકશાન કરતા જાય છે. બ્રાહ્મણ માટે ગરીમાઈ એજ ગૌરવ છે એ વાત દ્રોણાચાય ચૂકયા. અને તેનું પરિણામ મહાભારતના યુદ્ધમાં પરિણમ્યું. એ જ દ્રૌણાચાર્ય પાસે યુદ્ધની શરૂઆત થતાં પહેલાં યુધિષ્ઠિર આશીર્વાદ લેવા જાય છે ત્યારે તે કહે છે——
अर्थस्य पुरुषो दासो दासस्त्वर्थो न कस्यचित् । इति सत्यं महाराज ! बर्दोऽस्म्यर्थेन कौरवैः ॥ હું અનેા દાસ છું. પણ તારું કલ્યાણ થાઓ. આમ દ્રોણાચાર્યે વણધર્મો તાડયા. પરિણામે અના દાસ બન્યા અને સમાજને ભારે નુકશાન કર્યું.
એવી રીતે આજે ચારે ય વ માંથી કોઈ પણ વ પેાતાના ધર્મ પાળતા નથી. એટલે વર્ણાશ્રમ લુપ્તપ્રાય: થાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com