________________
આશ્રમ ધર્મ
Y
સમાવર્તન સંસ્કાર આપતા ન હતા. ગુરુપત્નીએ ઘણે આગ્રહ કર્યો, પણ ગુરુને ખબર હતી કે ઉપમન્યુ જે જીભને સંયમ કેળવ્યા સિવાય સમાજમાં જશે તે સફળ નહીં થાય. તેને માટે તેને આકરી કસોટીમાં મૂકે છે. એ કસેટીમાં તેને જ્ઞાન થાય છે. એ કટી વખતે તે તેને એમ લાગે છે કે ગુરુ શા માટે મને ગાયે ચારવા મેકલતા હશે? અને શા માટે ખાવાને ભાવ પૂછતા નથી? ગાયે ચારવામાં નવું શું શીખવાનું છે? આમ છતાં તે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરે છે. પણ જીભ તેને બારેબાર ભિક્ષા માગી લાવી ખાવા પ્રેરે છે. તેની મના થતાં ગાયનું દૂધ પીવા પ્રેરે છે. તેની મના થતાં વાછરડાં ધાવ્યા પછી પણ ચાટવા પ્રેરાય છે. અને છેવટે જીભ તેને પાંદડાં ખાવા પ્રેરે છે. એમ જીભ કાબૂમાં નથી તેથી તેને ગુરુની આજ્ઞાનું વિસ્મરણ થાય છે. શબ્દનું પાલન કરે છે પણ ભાવ સમજાતું નથી, તે જ્યારે ખાડામાં પડે છે ત્યારે તેને ભાન થાય છે. પિતાની જીભે તેને કેવાં કેવા પાપ કરાવ્યાં તે સમજાય છે. ત્યારે ગુરએ કરેલી કમેટીનું મહત્વ પણ તે સમજે છે અને ત્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ગુરુ તે જાણે છે એટલે અભ્યાસ પૂરો થયાને સમાવર્તન સંસ્કાર તેને કરાવે છે.
બ્રહ્મચારી–બ્રટ્ટાચારીની વ્યાખ્યા કરતાં પાણિનિએ ४धुं छे ब्रह्मणे वेदादिविद्यायां चर्यते इति ब्रह्मचर्यम्.
ત્રણ એટલે મહાન, વિશ્વ બ્રહ્મણે-વિશ્વમાં, મહાન તરફ જવું. શરીર તરફની દષ્ટિ છેડીને બ્રહ્મા, વિશ્વ, સમાજ તરફ વૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય. વિશ્વના ભૌતિક અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com