________________
દત્તજયંતી
૬૫
પછી તે એક કૂતરે જુએ છે. તેને લેકે મારે છે અને ખવડાવે છે. પૂરું ખાવાનું આપે કે ન આપે, મારે કે અપમાન કરે, છતાં માન-અપમાન છેડીને તે જીવના જોખમે પણ ઘરનું રક્ષણ કરે. ઓછું ખાવાનું આપે, તેને ઘેર ઘેર આવે ત્યારે ઓછું ભસે એવું તેના વર્તનમાં નથી. તે તે નિ:સ્વાર્થ ભાવે સૌની એકસરખી સેવા કરે છે.
એમ, તે વેશ્યાને જુએ છે. જે ક્ષણે જે તેની પાસે જાય છે, તેની સાથે તન્મય થઈને તે વર્તે છે. એ તમયતા તે તેની પાસેથી શીખે છે.
આ રીતે પૃથ્વીને જુએ છે. પૃથ્વીને લેકે ગમે તેટલું દુઃખ આપે, તે પણ તે લેકેને પાળે પિષે છે. લેકે તેને ખેદે, તે ય નભાવી લે છે. સર્વ પ્રકારે તે સહન કરે છે. તેનામાં માતાને ભાવ છે. એટલે પૃથ્વીને માતા કહી. માતાને પિતાના પુત્રોને વિષે કેટલો પ્રેમ હોય છે તે જાણે છે ? પુત્ર માતાને ગમે તેટલું કષ્ટ આપે તે પણ પુત્રને દેખી માતાને થશે કે હેય, નાનું બચ્યું છે ને? એમ કહીને તે પ્રેમ કરશે.
માતાના પ્રેમની એક વાર્તા છે. તેમાં એક છોકરે એક બિશ્યા સાથે પ્રેમમાં પડે છે. તે વેશ્યા સાથે પૂરે પ્રેમ રાખે છે. પણ વેશ્યા તેના પર પૂરે પ્રેમ નથી રાખતી એવું તેને લાગે છે. એટલે તે કહે છે કે હું તને પૂરા પ્રેમથી ચાહું છું, પણ તું મારા પર પૂરે પ્રેમ કેમ નથી રાખતી ? વેશ્યા કહે છે કે તું મારા પર પૂરો પ્રેમ કયાં રાખે છે ? જે રાખતો હોય તે તારી માતાનું કાળજું મને લાવી આ૫; તે હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com