________________
દત્ત જયંતી માનીશ કે તું મારા પર પૂરે પ્રેમ રાખે છે. છોકરે ઘેર જાય છે અને માતાને મારીને તેનું કાળજું થાળીમાં લઈ, દોડતે વેશ્યાના ઘર ભણી જાય છે. રસ્તામાં ઠેકર વાગે છે. અને પોતે પડી જાય છે. ત્યારે કાળજું પૂછે છે; ખમ્મા ભાઈ, તને વાગ્યું તે નથી ને? આ જ ક્ષણે છેકરાને ભાન થાય છે, અને માતાની સરખામણીમાં વેશ્યા તુચ્છ છે એમ લાગવાથી તે ઘેર પાછા ફરે છે.
આમાંથી દત્તાત્રેયને જ્ઞાન મળ્યું. આ જ્ઞાન શાથી મળ્યું? તેનાં પડળ ખૂલી ગયાં. જે સામામાંથી ગુણ જ શોધે છે, તેને ગુણ જ જડે છે. આરસને મહેલ હોય તેમાંથી ય કીડી શું છે? તે તે છિદ્ર જ શેાધશે. જે ગુણ શોધે છે. તેને ગુણ જ જડે છે. પણ જે છિદ્ર જ શેધે છે તેને છિદ્ર જ મળે છે. છેવટે તે પોતે જ છિદ્રમય એટલે કે દેષમય બની જાય છે.
આવી રીતે ગુરુ દત્તાત્રેયે સમાજને ગુણધક દ્રષ્ટિ આપી છે. જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે શિષ્યભાવે ગુણગ્રહણ કર્યો અને જે સાચો શિષ્ય થઈ શકે, તે જ સાચે ગુરુ બની શકે. જે વાણેતર થઈ શકે તે જ માલિક થઈ શકે. કિંકર ( f ફુર) કદી માલિક ન થાય.
શિષ્ય ગુરુ પાસેથી લે લે કરે છે. ગુરુની સેવા કરીને અને પ્રશ્નો પૂછીને જ્ઞાન મેળવવું એમ કહ્યું છે. સેવા કરીને એટલે પગચંપી કરીને નહીં–પગચંપીથી કદાચ સેવા થતી હશે. પણ ગુરુની આજ્ઞાનું પાલન કરવું એનું નામ સેવા.
ગુરુના મનને ભાવ જોઈને કામ કરે તે શિષ્ય. એવી સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com