________________
હનુમાન જયંતી
આપઘાત કરવા તૈયાર થયાં હતાં. સીતાજીને વિશ્વાસ પડે એટલા માટે તે ઝાડ પરથી કૂદીને મળવાને બદલે ઊંચી ડાળેથી રામની વીંટી ફેંકે છે. તે વીંટી જોઈને સીતાજી ઊંચે જુએ છે. હનુમાનજી નીચે ઊતરે છે અને ધીમે ધીમે એવી વાતે કરે છે કે સીતાજીને વિશ્વાસ પડતે જાય છે. છેવટે નજીક જઈને કુશળતાથી વાત કરે છે.
આખરે હનુમાનને મનમાં એમ થાય છે કે હવે છતા થવામાં હરક્ત નથી. લંકાના લેકેને પણ થાય કે ચારની જેમ મુલાકાત નથી લીધી; રામના માણસો પણ બહાદુર હોય છે. એ હેતુથી તે વાડીને નુકસાન કરે છે. એટલે તેને પકડવામાં આવે છે. તે વખતે તે રામના દૂતને છાજે એવાં વચને રાવણને સંભળાવે છે. પછી રાવણ સજા તરીકે હનુમાનનું પૂછડું સળગાવે છે, ત્યારે તે લંકાને બાળે છે, અને છેવટે પોતે સમુદ્રમાં પડે છે. ત્યાં તેમને વિચાર આવે છે કે લંકા નગરી બળી તેથી સીતાજીને તે નુકસાન નહીં થયું હેય? એટલે તે તુરત અશોકવાડીમાં પાછા જાય છે. અને સીતાજીને કંઈ આંચ નથી આવી એવી ખાત્રી કરી આવે છે.
તે વખતે તેમણે સીતાજીને પૂછયું કે હું તમને રામ પાસે લઈ જઉં? સીતાજીએ ના પાડી. કેમકે ઈરાદાપૂર્વક પરપુરુષને સ્પર્શ ન કરવું જોઈએ, અને રામચંદ્રજી વિના પુરુષાર્થે મેળવેલી વસ્તુને ગ્રહણ ન કરે એવા વીર-ક્ષત્રિય છે. એ બંને બાબત તે સમજતાં હતાં.
પછી રામચંદ્રજી લંકામાં લડવા આવે છે. અને જ્યારે ઈન્દ્રજિત સાથેના યુદ્ધમાં લક્ષમણ ઘવાઈને બેભાન થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com