________________
૭૨
હનુમાન જયંતી દિવસે વિતતા ગયા તેમ તેમ બધાની ચિંતા વધતી જતી હતી. કેમકે શેધ કરીને અમુક સમયમાં પાછું ફરવાનું હતું.
તે વખતે હનુમાનજીએ નિર્ણય કરી લીધું હતું કે સીતાજીની શોધ કરીને જ પાછા ફરવું, નહીં તે મોટું ન બતાવવું ! રામચંદ્રજીના હુકમને અમલ ન કરું અને જીવતે પાછા ફરે એ સેવકનું લક્ષણ ન ગણાય. રામ મારી પાસે શી આશા રાખતા હશે ? શું હું એમ કહું કે બહુ મુશ્કેલી પડી પણ સીતાજીની ભાળ ન મળી? ના, એ કદી નહીં બને.
એવું વિચારતા હતા તેવામાં માર્ગમાં તેમને જટાયુના ભાઈ મળ્યા. તેમણે જણાવ્યું કે રાવણ સીતાજીને લંકામાં લઈ ગયે છે. તેમણે અને તેમના સાથીઓએ લંકામાં પહેચવાનો નિર્ણય કર્યો, પણ દરિયે ઓળંગીને ત્યાં જાય છે? હનુમાનજીને તે ખાતરી જ હતી કે પિતે જઈને સીતાજીની શોધ કરી આવી શકશે, પણ તેમને મનમાં થયું કે જે હું ત્યાં જવાની દરખાસ્ત મૂકીશ તે બધાને એમ લાગશે કે યશ મેળવવા તથા રામ અને સુગ્રીવને વહાલા થવા તેમ કહે છે. તેથી તે શાંત રહ્યા. પરંતુ છેવટે નળ, નીલ, જાંબુવાન, અંગદ વગેરે આગેવાનેએ પિતાની અને બધાની શક્તિ અને આવડતને વિચાર કરીને હનુમાનજીને જ કામ મેંપવાનો નિર્ણય કર્યો. હનુમાનજી તે તૈયાર જ હતા. તે લંકામાં ગયા, શહેરમાં અને રાવણના મહેલમાં પણ પહોંચી જઈને હોશિયારીથી તપાસ કરી. ક્યાંય પત્તો ન મળે. એટલે છેવટે રાવણની અશોકવાટિકામાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સીતાજીને જોયાં. સીતાજી તો રામ હવે થળવાના નથી એવી નિરાશાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com