________________
તિલક જયંતી
૮૧
મારફતે જ વિચારો ઝીલનારાઓને પોતાની વાત સમજાવવા તિલક મહારાજ એક છાપું અંગ્રેજીમાં કાઢતા. પણ આમજનતા સમજી શકે તે માટે તેઓ “કેસરી” છાપું મરાઠી ભાષામાં કાઢતા. મરાઠીની એ દિવસેમાં કંઈ જ વિસાત નહતી, છતાં તેમણે હિંમતભેર જનતાની જબાનમાં છાપું કાઢયું. જનતાને પણ એ ખૂબ જ ગમ્યું. આમ પ્રજા તિલક મહારાજને ઓળખી ગઈ અને પોતાના હૃદયમાં તેમને સ્થાન કરી આપ્યું. એમની વાણુ ઝીલતાં પ્રજા ધરાતી નહતી. ચાતક વરસાદની રાહ જુએ તેમ પ્રજા ક્યારે “કેસરી” બહાર પડે તેની રાહ જોતી. એ દિવસમાં એમના છાપાની ચાલીસ હજારની નકલે ખપતી હતી.
એવામાં બંગભંગની લડત આવી. ઑર્ડ કર્ઝને બંગાળના ભાગલા કરેલા. તેમાં લેકમાન્ય દેશનું અહિત જોયું, એટલે સરકારની વિરુદ્ધના પોતાના વિચારો સ્પષ્ટપણે એમણે પ્રગટ કર્યા. સરકારથી એ ખમાયું નહીં. લેકમાન્યની ધરપકડ થઈ. એમના પર કેસ ચાલ્યું. છ દિવસ સુધી એમણે પિતાને બચાવ કર્યો. પણ સરકારને ક્યાં ન્યાય કરવું હતું? એને તે સિંહને પાંજરામાં પૂર હતું, જેથી ઉત્પાત ન મચાવે. એમને છ વર્ષને લાંબે કારાવાસ મજે. એટલું જ નહીં હિંદની બહાર–બ્રહ્મદેશની માંડલેની જેલમાં તેમને સરકારે મેકલી આપ્યા.
જેલમાં એમને તદ્દન એકાંતવાસમાં રાખવામાં આવ્યા. કાપ માણસ તે આવા ભીષણ એકધારા એકાંતમાં ગાં થઈ જાય. પણ આ તે અજેય સંકલ્પ બળવાળે વીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com