________________
વર્ણાશ્રમ ધમ
વર્ણ = રંગ. આશ્રમ = સ્થાન–સ્થાન પ્રમાણે પ્રકાર.
જગતમાં દરેક વ્યક્તિનું સ્થાન શું એ નકકી કરનાર ધર્મ તે વર્ણાશ્રમ ધર્મ. જાતિ અને કર્મ (કાર્ય ) પ્રમાણે મુખ્ય ચાર વિભાગ કર્યા. જગતમાં તેનું સ્થાન
ગીતામાં ભગવાને કહ્યું છે –
चातुर्वण्य मया सृष्टं गुणकर्मविभागशः ।
ગુણ અને કર્મ પ્રમાણે ચાર વિભાગ કર્યો. જગતમાં જે કાર્યો કરવાં જરૂરી છે, તેને ચાર ભાગમાં વહેંચી દીધા.
જગતમાં જ્ઞાન, શક્તિ, સંપત્તિ અને સેવાની જરૂર છે. જ્યાં જોઈશું ત્યાં આ ચાર ચીજો દેખાશે.
જેમ અવાજમાંથી શબ્દ શોધાયા અને તેમાંથી ભાવ શોધાયા; તેવી રીતે સમાજનાં સામાન્ય કર્મોમાંથી ઉપરના ચાર વિભાગ મળ્યા. દરેક વિભાગમાં ચારે ય શક્તિઓ વત્તા ઓછા પ્રમાણમાં છે. જેમાં જે શક્તિ વિશેષ છે તેને તેને માલિક ઠરાવ્યું. જેનામાં જ્ઞાન પ્રાધાન્ય હતું તેને બ્રાહ્મણ કહો. જે તેનામાં ફક્ત જ્ઞાનની વિશેષતા હોય તે જ્ઞાનપ્રધાન છે એમ કહી શકાય. પણ તે પિતાનું જ્ઞાન સમાજના કલ્યાણમાં વાપરે એ માટે તેને બ્રાઢાણ કહ્યો. હું જ્ઞાનાતિ ગ્રાહ્યા બહાને ઓળખીને તે તરફ જાય છે તે બ્રાહાણ. તેથી તે પિતાનું જ્ઞાન વિશ્વને અર્પણ કરે છે.
શક્તિપ્રધાન તે ક્ષત્રિય. અને તે શક્તિ સમાજના કલ્યાણ માટે ખર્ચે તે માટે તેને ક્ષત્રિય કહ્યો.
સંપત્તિપ્રધાન તે વૈશ્ય, અને સેવાપ્રધાનને શુદ્ધ કહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com