________________
૨૨
વર્ણાશ્રમ ધમ
બ્રાહ્મણુ—મનુ મહારાજે બ્રાહ્મણની વ્યાખ્યા આપતાં
કહ્યુ છે કે:
अध्ययनं अध्यापनं, यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चैवं ब्राह्मणानामकल्पयत् ॥
જે ભળે અને ભણાવે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ બધા ભણે પણ ભણાવે નહીં. કેમકે ભણાવવાના અધિકાર બ્રાહ્મણને મળ્યું. કેમકે તેને ભણાવતાં આવડે છે. તે ભણતી વખતે પેાતાને માટે નહીં ભણે પણ સમાજના કલ્યાણુની દ્રષ્ટિ રાખીને ભણે છે. તે જ્યારે ક ંઈક નવું જાણશે, ત્યારે તેના દિલમાં તરત જ થશે કે આ જ્ઞાન સમાજને કયારે આપી દઉં? વળી એ જ્ઞાન મેળવીને તેને પચાવી, રસ કરીને સમાજને આપશે; જેથી તે મીજાને ઝટ પચી જાય. જેમ માતા ખારાક ખાય છે, અને તેને પચાવીને, તેનું દૂધ કરીને બાળકને આપે છે, તેમ બ્રાહ્મણ સમાજમાં જ્ઞાન આપશે, અને સમાજને નવું નવું જ્ઞાન આપવા માટે તે સતત જ્ઞાન મેળવતા રહેશે.
એવી રીતે યજ્ઞ કરે અને કરાવે. યજ્ઞના અઘી હામવું નહી, પણ પેાતાની જાતને હામી દેવી, ઘસી નાખવી તેનું નામ યજ્ઞ. બ્રાહ્મણ પેાતે પેાતાની સર્વ શક્તિ સમાજના કલ્યાણુ ખાતર હામે છે અને જગત પાસે હૈામાવે છે. ખરી રીતે આખું જગત યજ્ઞ કરે છે. જો યજ્ઞ ન કરે તે જગત ટકે નહીં. યજ્ઞ વિના સૃષ્ટિ નભે નહીં. તેથી ગીતાજીમાં ભગવાને કહ્યું છેઃ
સંધ યાત્ મના દુર્થી.........
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com