________________
કેળિયે થઈ જાવ ઊભા થાય છે. તેમાંને એક જણ બધાને સરખે ભાગે અને શાંતિથી વહેંચે છે. આ વખતે પ્રસાદ લેનાર બધા શાંતિથી પ્રસાદ લેશે. એટલે તેમને શાંતિ રાખવાનું શિક્ષણ મળશે. હવે બીજો એક જણ અશાંત પ્રકૃતિને છે, તે બધાની વચ્ચે જઈ પ્રસાદ ઉછાળશે. એટલે જે શાંત બેઠા હશે તેમની લાગણીઓ પ્રસાદ લૂંટવા માટે ઉશ્કેરાશે. ત્યારે બધાને એમ થશે કે હું વધારે લઈ લઉં. એમાંથી પડાપડી, અશાંતિ અને અવ્યવસ્થા પેદા થશે. આખું વાતાવરણ કલુષિત થશે. છેવટે
બળિયાના બે ભાગ” એ ન્યાયે પ્રસાદ ડાંડ માણસના હાથમાં જ રહેશે. આ રીતમાં બધાને અંદરોઅંદર લૂંટાલૂંટ કરવાની કેળવણી મળશે.
પહેલી રીતે વહેંચાયેલા પ્રસાદનું એટલે કે વ્યવસ્થિત ખેરાકનું લેહી પણ વ્યવસ્થિત થશે. અને તે પ્રસાદ ખાનાર માણસ ડાંડ નહીં બને. જ્યારે લૂંટાલૂંટ કરીને પ્રસાદ ખાનાર માણસનું આધ્યાત્મિક પતન થશે. અને ઝૂંટવીને ખાવું એ જ તેને ધર્મ થઈ જશે. “અન્ન તેવો ઓડકાર' તે આ અર્થમાં સારું છે.
જે સેવાધર્મમાં માનનારે છે તેને આવી ખૂટવાની વૃત્તિ ન થવી જોઈએ. તેને તે એમ જ થવું જોઈએ કે, “હું એટલે કે? આત્મા કે શરીર ?” પણ અત્યારે તે જવાબ મળશે કે શરીર. કારણ આપણને તે પ્રકારની તાલીમ મળી છે. આપણે આને બધા જ દોષ અંગ્રેજો પર ઢળી શકીએ. કારણ કે તેઓના આવ્યા પહેલાં આપણે કંઈ વખાણવા લાયક કે વ્યવસ્થિત પ્રજા તરીકે જીવતા ન હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com