________________
ગણેશચતુર્થી
૫૦ ઉત્પન્ન કર્યા. એ કાર્તિક સ્વામીએ અસુરને સંહાર કર્યો.
ગણપતિએ આમજનતાનું સંગઠન કર્યું. તેથી તે ગણપતિ બન્યા એટલે પ્રજાએ પૂજા માટે આમજનતાની સંગઠન-શક્તિને મૂર્ત સ્વરૂપ આપ્યું અને તેની મૂર્તિ બનાવી. એ મૂર્તિ બેડેળ કેમ લાગે છે? તેમના કાન મેટા, પેટ મેટું, આંખ ઝીણુ, નાક લાંબું (સૂંઢ જેટલું) અને મસ્તક નાનું ! આવું બેડેાળ સ્વરૂપ કેમ હશે ? ખરી રીતે વિચારીએ તે આપણને સમજાશે કે એ બધા પાછળ ભાવના પડેલી છે. ખૂબ જ્ઞાનપૂર્વક એ અંગોની રચના થયેલી છે. સમાજને આગેવાન કે હે જોઈએ, તે, તે પરથી સમજાશે.
કાન મેટા અને પહેલા એટલા માટે કે બધાંનું સાંભળે, દરેકની વાત સાંભળે. કંટાળ્યા વિના સાંભળે. સમાજના આગેવાને બધાનું સાંભળવું જોઈએ.
આંખ ઝીણી–એ સૂચવે છે કે બારીકાઈથી નિરીક્ષણ કરવું જોઈએ. દરેક વાતને ઝીણવટથી વિચાર કરવો જોઈએ.
નાક મોટું-એ સૂચવે છે કે લાબેથી સુંઘી લેવાની શકિતવાળે છે. એટલે દૂર સુધીની તપાસ કરે. ઉપર ઉપરની તપાસ કરીને નિર્ણય ન કરે. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરે.
માથું નાનું-એને અર્થ એ કે એનામાં અભિમાન ન હેય એટલે એ નિરભિમાન સ્વભાવનું સૂચક છે.
મોટું પેટ ઉદારતા સૂચક છે. કેઈ ઊંચેથી કહે, કઈ છેટું કહે, એ બધું ય ગળી જાય, અને શાન્ત રહે.
આપણે આગેવાન આવે છે જોઈએ. નહિ તે તે સમાજને કલ્યાણરૂપ ન બની શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com