________________
ગણેશચતુર્થી અમદાવાદમાં મહારાષ્ટ્રમાં દર વર્ષે ગણેશચતુર્થીને ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવે છે. આપણે જેમ દિવાળીને ઉત્સવ હોય છે અને બારશથી બીજ સુધી ઊજવીએ છીએ, તેમ ગણેશચતુર્થીના ઉત્સવની દસ દિવસની સપ્તાહ રાખવામાં આવે છે. થોડાં વર્ષ પહેલાં ગણેશચતુથીને ઉત્સવ બહુ મેટા પાયા પર ઉજવાતું ન હતું, પરંતુ તિલક મહારાજે તે ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવ–આમ સમુદાયને તહેવાર બનાવી દીધે ત્યારથી એટલે લગભગ ચાલીસ વર્ષથી મહારાષ્ટ્રમાં તે રાષ્ટ્રીય તહેવારની જેમ મેટા પાયા પર ઉજવાય છે. આપણે તે દિવસે મહારાષ્ટ્રમાં કે મહારાષ્ટ્રીઓ વચ્ચે હાઈએ તે “ગણપતિદાદા મેરિયાને રણકાર સતત સંભળાયા કરે.
હું અહીં એ ઉત્સવના માહામ્ય સંબંધી વિચાર કરતે નથી પણ ગણપતિનું સ્વરૂપ કેવું છે અને તે એવું કેમ છે, તે સંબંધી કહેવા ઈચ્છું છું. - ગણપતિ મહાદેવના પુત્ર મહાદેવ તે માયાપતિ કહેવાય છે. માયા એટલે આ જગત. આ જગતના પતિ તે મહાદેવ. તેમના બે પુત્રે: એક ગણપતિ અને બીજા કાર્તિક સ્વામી. ગણપતિમાં ગણને અર્થ સમૂહ છે. સમૂહપતિ એટલે આમજનતાના આગેવાન કાર્તિક સ્વામી સેનાના આગેવાન થયા. મહાદેવે કામને ભસ્મ કર્યા પછી અસુરે સામે લડવા માટે. સેનાપતિની જરૂર પડી. અને એ સેનાપતિ મહાદેવ જ આપી શકે એમ લાગ્યું. એટલે તેમણે સમાજ અર્થે કાર્તિક સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com