________________
આશ્રમ ધર્મ
મારાં જે સારા કર્મો છે તેની ઉપાસના કરજે, ને ગ્રહણ કરજે, બીજા નહીં. આમ પ્રથમથી જ તેને સારું સારું લેવા અને ખોટું ખોટું છેડી દેવા જણાવે છે. ગુરુ પાસે જવા માટે પણ વિધિ રાખવામાં આવે છે, તેને ઉપનયન સંસ્કાર કહે છે.
ઉપનયન=પાસે જવું. ગુરુ પાસે જવું, એ અર્થ થાય છે. ઉપવીત = ૩પ + વિ + ત = વિશેષ પ્રકારે ગયેલા તે. આ રીતે ગુરુ પાસે વિદ્યાથી જાય છે. પછી તેના શરીરને, મતને અને હૃદયને–આત્માને ઘડે છે.
શરીર ઘડતર–શરીર ઘડતર માટે તેનાં બધાં અંગે મજબૂત થવાં જોઈએ. ટાઢ, તાપ સહી શકે તેવાં અને ધાર્યું કામ આપે તેવાં થવાં જોઈએ. એ માટે પિષાકમાં લંગેટી, પથારીમાં મૃગચર્મ અને રક્ષણ માટે દંડ આપવામાં આવે છે.
વળી તેને આજ્ઞા હોય છે–ખાટલા પર ન સૂવું, તેલ ન ચાળવું, વાળ બાંધી રાખવા, રેજ બે વખત સ્નાન કરવું, શરીર દબાવવું નહીં, અભ્યાસમાં પ્રમાદ ન કરે, ક્રોધ ન કરે, કેઈના શરીરને સ્પર્શ ન કર –એ માટે સ્વતંત્ર પથારી રાખવી, વાહનમાં બેસવું નહીં વગેરે.
આમ આવી ક્રિયાઓ કરવાથી શરીર ખડતલ થાય છે અને મજબૂત બને છે.
એ માટે ખોરાક લેવો જોઈએ?—ખેરાક પાંચ પ્રકારનું છે. ઈન્દ્રિય પાંચ છે. આંખ, નાક, કાન, જીભ અને ચામડી આ પાંચે ઈન્દ્રિય વાટે આપણે ખેરાક લઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com