________________
વિદ્યાર્થીની સાધના આપણે આશ્રમે કે રાષ્ટ્રીય વિદ્યાલયમાં તાલીમ લેવા માટે શાથી જતા હઈશું એ સંબંધી હું થોડી વાતે કહેવા ઈચ્છું છું. કોઈ કહેશે સ્વયંસેવક થવા માટે, તે હું કહીશ કે આશ્રમે કે રાષ્ટ્રીય શાળાઓ કંઈ એવાં કારખાનાં નથી કે જ્યાં સ્વયંસેવકે પેદા થાય. કઈ કહેશે સત્સંગથી શું ન થાય ? હું કહું છું, સત્સંગથી સારા થાય પણ ખરા અને ન પણ થાય. એવું પણ બને કે ગાંધીજી જેવા મહાપુરુષ પાસે વર્ષો સુધી રહે છતાં ય તેના જીવનમાં ઉન્નતિ ન થાય અને દર પડેલા માણસ પર ગાંધીજીના વિચારોની અસર થાય. મને યાદ છે ત્યાંસુધી સન ૧૯૩૫ માં ગાંધીજી પર ઓસ્ટ્રેલિયાથી એક પત્ર આવ્યું હતું. તેમાં લખ્યું હતું કે, “હું દુનિયાથી તજાયેલા દેશને રહેવાસી છું, અને રના ખૂણામાં રહું છું. પણ તમારે પ્રકાશ મારા જીવનને અજવાળી રહ્યો છે, અને એ પ્રકાશ હંમેશ ફેંકતા રહેશે એવી આશા છે.” એ આખે કાગળ મને યાદ નથી, પણ એમાં ભાવ આવે હતે.
આમ તમે જોશે કે દૂરના માણસને ગાંધીજીને પ્રકાશ મળે છે. જ્યારે એવા પણ કઈ હોય કે નજીક રહેવા છતાં જળકમળવત્ રહ્યા હેય. દૂરને માણસ પ્રકાશ લઈ શકે અને નજીકને જળકમળવત્ રહ્યો હોય, તેનું કારણ શું?
એનું કારણ એ કે દરને માણસ સાધક છે, અને નજીકન નથી. ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com