________________
આ વ્યાખ્યાને છપાવવાની માગણું ઘણું વખતથી ચાલતી હતી. એને સંતોષવાની તક આ પુસ્તકના પ્રકાશક શ્રી વ્રજલાલ તથા ભાઈદાસને મળી છે. તેમને બનેને પૂ. મહારાજ પર પ્રેમ સાથે ભક્તિ છે. પૂ મહારાજ આવાં પુસ્તક છપાય કે નહીં તેની પરવા કરતા નથી. પણ તેમની વાણી સાંભળવા ઘણુ ઈંતેજાર હોય છે. એવા ભાઈબહેનોને પ્રત્યક્ષ નહીં તે પરોક્ષ રીતે પણ તેમની વાણી સાંભળવાની મળે એ આશયથી આ પુસ્તક છપાવવાનું યોગ્ય ધાર્યું છે.
પૂ. મહારાજે આ વ્યાખ્યાને વાંચ્યાં છે, તેમ છતાં એમાં મારી ભાષાની અને વ્યાખ્યાન ઉતારવાની કચાશ જણાય તે તે વાચકે ક્ષમ્ય ગણશે, અને તેની પાછળને ભાવ સમજીને સંતોષ માનશે એવી હું આશા રાખું છું.
આ પુસ્તકનું આમુખ મુ. નાનાભાઈએ “બે બોલમાં આપી દીધું છે. એમણે એટલું લખી આપીને આ પુસ્તકની ઉપગિતા સમજાવી છે અને “ઉઘાડપગા મહારાજ એને અંજલિ આપી છે. એમની પાસે અનેક કામે હોવા છતાં તેમણે મારી માગણી સ્વીકારો તે માટે આભાર માનું છું.
આ પુસ્તક તૈયાર કરવામાં જે જે ભાઈઓએ મદદ કરી છે તે સર્વને પણ આ સ્થળે આભાર માનું છું. વલ્લભ વિદ્યાલય, બોચાસણ
શિવાભાઈ ગ. પટેલ તા. ૧૯-૯-'૫૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com