________________
નિવેદન
વલ્લભ વિદ્યાલયમાં સન ૧૯૪૫ થી ’૪૭ના વર્ષમાં ગ્રામસેવક તાલીમ વર્ગ ચાલેલેા. તે દરમિયાન પનિ દિવસે મહારાજશ્રી વિદ્યાલયમાં હાય ત્યારે તે તહેવારનુ' મહાત્મ્ય સમજાવતા. એ બધાં વ્યાખ્યાન સાંભળવાં બધાને ખૂબ ગમતાં, અને તે વખતે આપણી પ્રાચીન સંસ્કૃતિનું ચિત્ર ખડું થતું. અને આપણા પ્રાચીન તહેવારે પાછળ પણ કેવું કેવું જ્ઞાન પડેલું છે, એનું દર્શન થતું.
એવી જ રીતે આધુનિક પર્વોની ઉજવણી પાછળ કેવી ષ્ટિ હાવી જોઇએ, તે પણ આ પર્વનાં વ્યાખ્યાનોમાંથી મળી આવતી.
આ પુસ્તકમાં આ ખધાં વ્યાખ્યાનોનો સંગ્રહ કર્યો છે. તેમાંનાં કેટલાંક લખાણા તેા પ્રસંગે પ્રસંગે કોઈ કોઈ માસિકામાં છપાઈ પણ ચૂકવ્યાં છે.
તેમ છતાં આ વ્યાખ્યાનો વિદ્યાર્થીઓ, સામાન્ય માણસો અને વધુ ભણેલા લેાકેાના હાથમાં જશે તે તેમને પણ એમાંથી ઘણું જાણવાનુ મળશે, એમ મને અનુભવ ઉપરથી લાગ્યું છે.
મારે એ કબૂલ કરવું જોઈએ કે મહારાજ જયારે આલે છે ત્યારે એમની વાણી હૃદય ઉપર જ સીધી અસર કરી જાય છે, તે કદાચ આ વ્યાખ્યાનાના વાંચનમાંથી ન પણ થાય; તેમ છતાં પણુ આ વાંચી જનારને આપણા રાષ્ટ્રના પવિત્ર તહેવાર પાછળની ષ્ટિ સમજવામાં ઘણી મદદ મળશે એ વિષે મને જરાય શંકા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com