________________
રવિશંકર દાદા ગુજરાતના આવા સ્વયંપ્રકાશ સેવક છે. એમના અનુભવે એમણે કે પુસ્તકમાંથી ઉતાર્યા નથી, એમની વાણું કે ભાષાશાસ્ત્રીએ ઘડી નથી; એમના વિચારે કોઈ મોટા સમાજશાસ્ત્રીએ એમને શીખવ્યા નથી. એમની પાસે તો કૈઠાવિદ્યા છે. જે ધરતીને ધાવીને એ પિતે મેટા થયા છે, જે લેકમાં રખડીને એમણે પોતાનું જીવન ગાળ્યું છે, જે જે મહાપુરુષોને એમને સંગ થયે છે એ બધાય પાસેથી એમને અનુભવે મળ્યા, ભાષા મળી, વિચાર મળ્યા, અને એ બધાયને ગાળીને એમણે આ વ્યાખ્યાને આપ્યાં.
ટીખળી લોક રવિશંકર દાદાને “ઉઘાડપગા” કહે છે, કારણ કે એ જેડા પહેરતા નથી! પણ નિરંતર જોડા પહેરનારા લોકેના પગ પાસે મહારાજના પગને મૂકો અને કોઈ ખરા કલાકારને સૌંદર્યની પારખ કરવાનું કહે. આ વ્યાખ્યાને પણ “ઉઘાડપગાં” છે; એમાં ભાષા સંવાળી નથી; એમાં વિચારેની ફિકકી વિશાળતા નથી; એમાં રચનાની ટાપટીપ નથી, પણ એમાં છે ઉઘાડપગાની તેજસ્વિતા, એમાં છે ઉઘાડપગાનું સૌંદર્ય, એમાં છે ઉઘાડપગાની નીડરતા ને કુમાશ.
આજના આપણાં વિદ્યાથીએ પિતાની કલપનાની સૃષ્ટિમાંથી નીચા ઊતરી રવિશંકર દાદાની સાથે આવી આવી વાતે માટે રખડે તે આપણું વિદ્યાર્થી જીવન વધારે સમૃદ્ધ અને શક્તિશાળી થશે એમાં મને શંકા નથી.
ઉઘાડપગા રવિશંકર દાદાને મારી આ અંજલિ છે. તા. ૧૫-૯-૫૦
નાનાભાઈ ભટ્ટ આંબલા
મુખ્ય મહેતાજી ઃ ગ્રામ દક્ષિણામૂર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com