________________
હનુમાન જયંતી કરી છે! સીતાજીને શોધી લાવ્યા, ભરતને બચાવ્યા, રાવણને હરાવવામાં અને લક્ષ્મણને બચાવવામાં અગ્રભાગ લીધે, છતાં તેમને કંઈ ભેટ કે માન કેમ આપવામાં નથી આવતું? સૌને આશ્ચર્ય થાય છે અને હમણું તેમનું નામ આવશે એમ સૌ વિચારે છે પણ તેમનું નામ આવતું જ નથી. છેવટે સીતાજી અકળાઈને રામચંદ્રજીને કહે છે, “આપણે બધાને ભેટે આપી પણ હનુમાનજીને તમે કેમ કંઈ નથી આપતા?”
હનુમાનજીને ભક્તિભાવ રામચંદ્રજી જાણતા હતા એટલે તેઓ સીતાજીને કહે છે: “એમને આપવા જેવું મારી પાસે કંઈ નથી.”
સીતાજી કહે: “તમે બધાને અગણિત ભેટે આપી, અને એમને આપવા માટે કંઈ નથી એમ કેમ કહે છે ?”
એમને આ હાર આપું છું” એમ કહી સીતાજી હનુમાનજીને હીરામેતીને એક હાર આપે છે. અને હનુમાનજી હાર લઈને એક એક મેતી જુદું પાડતા જાય છે, તેને જોઈ જેઈને ફેંકતા જાય છે અને કહેતા જાય છે કે આ મેતીમાં રામ નથી એટલે હું તેને શું કરું ? આ ચીજ હું લઉં એટલે રામ ગયા. મારે તે રામની સેવા કરવી છે. એમની સેવા કર્યા બદલ જે હાર લઉં એટલે સેવા જાય. એટલે આને હું શું કરું? જે રામ હશે તે આવા હાર ઘણય મળશે.
હાર લેવાથી રામની સેવા શું કામ બંધ થાય? તે હાર સાચવવા માટે પેટી જોઈએ. પેટ સાચવવા માટે ઘર જોઈએ. અને ઘર સાચવવા માટે સ્ત્રી, પછી બાળકે એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com