________________
આઝાદીનું પર્વ આપણે ઘણું વર્ષોથી ઈચ્છતા હતા એ આઝાદી આપણને મળી. આજે એ મળે એક વર્ષ થયું એટલે આપણે તેની ઊજવણી કરીએ છીએ. જ્યાં સુધી સમજુ માણસે રહેશે ત્યાં સુધી આ દિવસ ઊજવાશે.
ત્રીસ વર્ષ સુધી હિંદના મહાપુરુષોએ આ વસ્તુની માગ કયે રાખી હતી અને એ મેળવવા માટે સતત અથાગ પુરુષાર્થ કર્યો હતે. તેઓ એમ માનતા કે પાંચ હજાર માઈલ દૂરથી અહીં આવીને આપણું ઉપર અંગ્રેજો રાજ્ય કરે એ ઠીક નથી, એટલે એમને કાઢવા માટે એમણે પ્રયત્નો કર્યા.
આજે આપણે જેને સ્વરાજ્ય કહીએ છીએ એને માટે ભેખ ધરનારા, દિનરાત એનું જ રટણ કરનારા, ખાતાં, પીતાં, ઊંઘતાં, એને જ સંભાળનાર, એના સિવાય બીજું કશું જ નહીં ઈચ્છનારા એવા બે મહાપુરુષે થયા: તિલક મહારાજ અને ગાંધીજી. એ બંને પુરુષોએ પૂર્વાધ અને ઉત્તરાર્ધની જેમ પિતાનાં કાર્યો કર્યા. બંનેની કામ કરવાની રીત જુદી હતી, છતાં એકબીજાની પૂરક હતી; જેમ એક દળે અને બીજે જેટલો ઘડે–એ બંને કિયા જુદી જુદી હોવા છતાં એકબીજાની પૂરક છે તેમ
તિલક મહારાજે “સ્વરાજ મારે જન્મસિદ્ધ હક્ક છે.” એ શીખવવાનું કામ કર્યું. એ હક્ક સાબિત કરવા માટે એમણે પોતાની વાણી અને કલમને ઉપયોગ કર્યો. એમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com