________________
૧૧૪
આઝાદીનુ' પવ
એ શિક્ષણ આપી આપીને, એ માટે ઘણું ઘણું સહીને દેશમાં સ્વરાજ્ય માટેની તમન્ના જગાડીને દેશને તૈયાર કર્યાં.
સ્વરાજ લેવાનું કામ ગાંધીજીને ભાગે આવ્યું. ગાંધીજીએ જોયું કે દેશવાસીઓનું પતન થઈ રહ્યું છે. અને એમાંથી એમને ઊંચે લાવવાના કાર્યની આઠે અંગ્રેજ સરકાર આવે છે; માટે એ સરકારને કાઢવી જોઈએ, એના આશ્રય છેડવા જોઈએ, એના સંગ છાંડવા જોઇએ. એ માટે તેમણે અસહકારનું શસ્ત્ર પ્રયાયું.
એક માણસ ચાલતા હાય અને વચ્ચે આડુ ઝરડું આવે તા એ એને સાચવીને કરે મૂકે, બીજો એને ખાળી પણ મૂકે, પણ એ ખાળવામાં શક્તિ વધારે ખરચાય. ગાંધીજીએ કહ્યું કે આપણે આપણેા વિકાસ કરવા છે, એમાં અંગ્રેજ સરકાર ઝરડાની જેમ રુકાવટ કરે છે, માટે એને કારે મૂકેા. આપણે વિકાસ સામે નજર રાખીને ચાલવું જોઇએ, એ ષ્ટિ ગાંધીજી આખા દેશમાં લાવવા માગતા હતા.
અંગ્રેજ સરકારે અદાલતા કરી હતી, એને લીધે કજિયા ઘટવાને બદલે વધ્યા, અને આપણામાં કુસંપ પેદા થયા. એ સરકાર આપણા ઉદ્યોગધ ધાના વિકાસ રોકતી હતી. આપણે આપણાં બાળકોને માણસ મનાવવાની કેળવણી આપવી હતી, તેમાં પણ સરકાર રુકાવટ કરતી હતી. આપણે આપણું ખળ એ રુકાવટ દૂર કરવામાં વાપરવું જોઈએ એમ ગાંધીજીએ કહ્યું. તેમનું મુખ વિકાસ તરફ હતું એટલે જે જે વસ્તુ એની આડે આવી, તેને દૂર કરવા પ્રયત્ન કર્યાં. પછી એ રુકાવટ ધર્માંની હાય, રૂઢિની હાય, સમાજની હાય કે સરકારની હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com