________________
તિલક જયંતી દુઃખે, અપમાને તેમનું હૃદય દાઝતું હતું. એ ભારે પગારની નેકરી શેના લે? તેમણે તે હદયથી રાષ્ટ્રસેવાની દીક્ષા લઈ લીધી હતી. એટલે દેશસેવકે તૈયાર કરનારી શિક્ષણસંસ્થામાં પિતાની સેવા આપવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું. એટલે કેળવણ ખાતામાં ફક્ત રૂ. ૩૦ ની નેકરીમાં તેઓ જોડાયા. ઘણુએ સમજાવ્યા કે તમે આ ભૂલ કરે છે, પણ એ માન્યા નહીં. એક જણે તે એમ સુદ્ધાં કહ્યું કે “આટલા રૂપિયામાં શું થશે ? ખાંપણ જેટલી બચત થાય એટલું તે લે.”
ત્યારે એમણે જવાબ વાળેલ કે, “એની મારે શી ચિતા? મુડદું ગંધાશે એટલે શેરીવાળા નહીં તે મ્યુનિસિચાલિટીવાળા પણ બાળી આવશે.”
આમ શિક્ષક થઈને વિદ્યાથી ઓને દેશસેવાના પાઠ પઢાવવાના કામે તેઓ લાગી ગયા. પણ એટલાથી એમને શાંતિ ન થઈ. તેથી તે આખા સમાજના જિંદગીભરના શિક્ષક થયા. એમણે પ્રજાને કેળવવા છાપાં કાઢવાનું શરૂ કર્યું. એક છાપું અંગ્રેજીમાં અને બીજું મરાઠીમાં. એ છાપાં પાછળ દષ્ટિ કેળવણીની હતી. કેસરી” અને “મરાઠા એ નામનાં બંને છાપાંએ પ્રજાનું હૃદય જીતી લીધું. તેમણે પિતાનો સંદેશે પ્રજાને છાપાં મારફત આપવા માંડ્યો. પણ તેમની વાત જેટલી પ્રજાને ચતી હતી તેટલી જ સરકારને ખૂંચતી હતી. સરકાર તેમનું તેજ સાંખી શકતી નહતી. સરકારને આ માણસ ભયંકર લાગે. કેમ કે તે પ્રજાને તૈયાર કરી રહ્યો હતું. અને સરકાર અને પ્રજાના સ્વાર્થો પરસ્પર વિરુદ્ધ હતા. સરકાર એના પર ગુન ઠેકી બેસાડવા, સહેજ બહાનું મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com