________________
વિદ્યાથીની સાધના વર્તવાને નિર્ણય કરે. અને અહંવૃત્તિ એ સંકલ્પને પાર પાડવાનું કામ કરે. શરીર એનું સાધન બને.
આમ પાંચ સાધન થયાં. તે પાંચે ય ગુરુને સેપે. એ ઉપરથી બ્રહ્મચારીનાં કપડાંને રંગ પીળો હોય છે. એ એનું બાહ્ય ચિહ્ન છે.
પણુ ગુરુને આ સોંપવાની વૃત્તિ ક્યારે થાય? એને એટલી ખાતરી હોય કે એમની પાસે રહેવામાં કષ્ટ પડશે પણ કદી અકલ્યાણું થવાનું નથી. જે એવી ખાતરી ન હોય તે એ વિદ્યાથીએ એક ક્ષણ પણ એમની પાસે રહેવું ન જોઈએ. અને એવી ખાતરી હોય તે બધી ક્રિયાઓ જ્ઞાનપૂર્વક કરવી જોઈએ.
એવી ક્રિયાઓ કરતાં શરીર સુકાય, ઘસાય કે છોલાય તેની ચિન્તા ન કરવી જોઈએ. શરીર સામે જ જોયા કરવું ન જોઈએ. તેને કહાગરું બનાવવું જોઈએ. તેને જેટલું કરીએ એટલું તે સુંદર થાય.
હળની કેશને રંગ કે હોય છે? સફેદ. લેઢાને રંગ સફેદ હોય છે પણ કાળો દેખાય છે. તે તેને ઉપરને મેલ છે. પ્રમાદી લેતું મેલું–કાળું હોય છે. તેમ જ કસાયેલાં શરીર અને પ્રમાદી શરીર વિષે સમજવું. આપણે હલકા ફૂલ જેવા હોવા જોઈએ. આપણે દુ:ખ વેઠવાનું નથી, પણ દુઃખ ભેગવવાનું છે. વેઠવામાં દુઃખ છે, ભેગવવામાં મઝા છે. વેઠવામાં અસહાયતાને ભાવ છે. ભેગવવામાં જ્ઞાન છે. એટલે જ્ઞાનપૂર્વક બીજા માટે આપણી જાતને ઘસી નાખવામાં આનંદ આવે એવા આપણે બનવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com